Last Update : 29-July-2012, Sunday

 
 

પ્રેમ જીવનમાં રંગ, રસ અને રોશનીનો ત્રિવેણી સંગમ સર્જે છે

સ્પાર્ક - વત્સલ વસાણી

- વસ્તુઓ ઓછી હોય તો વ્યક્તિ ચલાવી શકે છે પણ ધનના ઢગલા વચ્ચે ય જો પ્રેમ ન હોય તો જીવન મુરઝાવા લાગે છે

વિશ્વ સાહિત્યમાં જેમનું આગવું પ્રદાન છે એવા થિયોદોર દોસ્તોવસ્કીએ ‘બ્રધર્સ કર્માઝોવ’ નામે એક અદ્વિતીય કહી શકાય એવી નવલકથા લખી છે. આવી અનોખી કૃતિ ભાગ્યે જ ક્યારેક લખાતી હોય છે.
આ નવલકથામાં એક નાસ્તિક પાત્ર છે, જે જીવનથી એટલું ઉદાસ, એટલું નિરાશ અને ‘ત્રાહિમામ્‌’ થઈ ગયું છે કે કંટાળીને પરમાત્માને કહે છે, ‘તું ક્યાંય નથી એ તો હું જાણું જ છું પરંતુ જો તું ક્યાંય હોય તો હું તને આ જીવન પાછું આપી દેવા માંગુ છું. કેમ કે એમાં કશો સાર, કશો રસ, કોઈ પ્રકારનો આનંદ નથી. એ એક બોજ, એક કંટાળાભરી કથા, એક ન સહી શકાય એવી વ્યથા છે, આ રીતે હોવા કરતાં ન હોવું બહેતર છે.’
કથા લાંબી છે પણ સાર એનો એટલો જ છે કે નકારાત્મક વલણ અને આસ્થાનો અભાવ વ્યક્તિને નિરાધાર જેવો બનાવી દે છે. નકારના પાયા પર આનંદ- ઉત્સવના ભવનનું નિર્માણ અશક્ય છે. જેમ જૂઠી આસ્થા સમય આવ્યે પ્રાણહીન સિદ્ધ થાય છે તેમ પરંપરાથી મળેલી નાસ્તિકતા પણ નીરસ, શુષ્ક અને નિષ્પ્રાણ હોય છે.
નકારમાં મૂળમાં અહંકાર હોય છે અને અહંકાર વ્યક્તિને ક્યાંય ભળવા દેતો નથી. ભળવા માટે પ્રવાહી થવું પડે અને પીગળીને પ્રવાહી થવું હોય તો પ્રેમ- અનિવાર્ય બની જાય છે. અહંકાર વ્યક્તિમાં અક્કડતા, રુક્ષતા અને સ્નેહનો અભાવ પેદા કરે છે જ્યારે પ્રેમ મૃદુતા, નરમાશ, હૃદયની ભીનાશ અને પ્રવાહિતા લાવે છે.
નાસ્તિકતા ભારેખમ હોય છે. અદબ વાળીને જ એ જીવી શકે. હળવાશ એમાં આવે જ નહીં, જ્યારે આસ્થા તો હાથ પ્રસારીને, સમગ્રના આલંિગન માટે તત્પર જ હોય છે.
ઓશો કહે છે ઃ ‘જીવનમાં આવતી અર્થહીનતાનું એક અગત્યનું કારણ છે - પ્રેમનો અભાવ. પ્રેમ ન હોય તો જીવન ખાલીખમ, રસહીન અને ઉદાસ બની જાય છે.’
જીવનના લાંબેરા પંથમાં પ્રેમ ન હોય તો અંધારુ છવાઈ જાય છે આગળની દિશા સૂઝતી નથી. ભવિષ્યની આશાનો તંતુ તૂટી જાય છે અને એટલે નવલકથાના આ પાત્રની જેમ જ વ્યક્તિને જીવન અંધકારમય, એકલવાયું, ખાલીખાલી અને રસહીન લાગે છે. પ્રેમની નાનકડી જ્યોત જો જીવનમાં હોય તો એના સહારે લાંબામાં લાંબો પંથ પણ કપાઈ જાય છે. ડગલ ને પગલે પ્રેમ જ સાચી દિશા સૂચવે છે - વસ્તુઓ ઓછી હોય તો વ્યક્તિ ચલાવી શકે છે પણ ધનના ઢગલા વચ્ચે ય એ પ્રેમ ન હોય તો જીવન મુરઝાવા લાગે છે. જે ઘરમાં પ્રેમ નથી એ ઘર સૂનુંસૂનું, ઉત્સવહીન, ઉદાસ અને નિસ્તેજ બની જાય છે.
પ્રેમ સ્વયં એક સંગીત છે. એ જો હોય તો જીવન લયબદ્ધ નર્તન કરતું અને ઉલ્લાસયુક્ત બની શકે છે.
પ્રેમ જીવનમાં રંગ, રસ અને રોશનીનો ત્રિવેણી સંગમ સર્જે છે. પ્રેમથી ભરેલા જીવનમા ફૂલ ખીલે છે. ઇન્દ્રધનુષી રંગોથી જીવનનો આખો ઉદ્યાન છવાઈ જાય છે. એમાં પક્ષીઓનો કલરવ, મોરનો ટહુકાર અને કોયલની કૂહૂ... કૂંહુ..નો નાદ ગુંજવા લાગે છે.
જો પ્રેમ ન હોય તો વ્યક્તિનું જીવન નિષ્પર્ણ, ઠૂંઠા વૃક્ષ જેવું યા મુરઝાયેલા ફૂલ જેવું બની જાય છે. એમાં સુગંધ, લીલપ કે ભીનાશ જેવું કશું રહેતું નથી.
નકાર વ્યક્તિને બધેથી તોડે છે જ્યારે હકાર હરકોઈ જગ્યાએથી જોડવાનું જ કામ કરી શકે. નકાર વ્યક્તિને સંકુચિત અને કૂપમંડુક બનાવી શકે છે, જ્યારે હકાર વ્યક્તિને વિસ્તાર આપી અસીમ સુધી પહોંચાડી શકે છે.
પ્રેમ ઝરમરતો વરસાદ છે, એ આખા વાતાવરણને ભીનું ભીનું, હર્યું ભર્યું અને રસતરબોળ બનાવી શકે છે.
પ્રેમ વિનાનું જીવન જળ વિનાની તરફડતી માછલી જેવું છે, જે માત્ર મૃત્યુની પ્રતીક્ષા કરે છે. પાણીની તરસ તો વ્યક્તિના તરફડાટમાં ય વ્યક્ત થાય છે પણ પ્રેમની તરસ એમ જલ્દી જોઈ શકાતી નથી એ માત્ર અનુભવી શકાય છે અને વઘુમાં વઘુ તો આંખોથી અભિવ્યક્ત થાય છે.
પ્રેમ જીવનમાં સાર્થકતા અને તૃપ્તિનો અહેસાસ આપે છે. વ્યક્તિને જીવવું ગમે છે. સમય ચાલ્યો ન જાય તો સારું, કાળનો પ્રવાહ ઘડીભર થંભી જાય તો કેટલું સારું !...’ આવી ઇચ્છા પ્રેમી હૃદયમાં જાગે છે પણ જ્યાં પ્રેમ નથી ત્યાં જીવન એક બોજ, એક પ્રકારની ઉબ અને નિરસતા પેદા કરે છે. જીવન જલ્દીથી પૂરું થાય, કાળનું ચક્ર જરા ઝડપથી ચાલે, સમયને પાંખો આવે અને આયખાનો સૂર્ય જરા જલ્દી આથમી જાય તો સારું. એવું લાગ્યા કરે છે અને છતાં બને છે એવું કે પ્રેમના અભાવમાં સમય માંડ માંડ પસાર થતો હોય છે.
આજે ચોમેર જીવનમાં અર્થહીનતાનો અનુભવ વધતો જાય છે તેનું એક કારણ અસ્તિત્વ પરની અનાસ્થા અને પ્રેમનો અભાવ છે. પ્રેમ જો સાચો હોય તો જીવનમાં સાર્થકતા અને સભરતાનો અહેસાસ આપે છે. આવી સ્થિતિમાં મળેલા જીવન માટે પરમાત્મા પ્રત્યે ધન્યવાદનો ભાવ જાગે છે. જે કંઈ મળ્યું એ મારી લાયકાત કરતા પણ વઘુ અને હૃદયને અહોભાવથી ભરી દે એવું છે. આવા સુંદર, રસભર્યા અને આનંદપૂર્ણ જીવન માટે પરમાત્મા પ્રત્યેના અનુગ્રહનો ભાવ પ્રગટે એ સ્વાભાવિક છે. પણ આજે જ્યાં જુઓ ત્યાં લોકો થાકેલા- પાકેલા, ઉદાસ અને નકારાત્મક મનોવલણ ધરાવતા થઈ ગયા છે. આવું થવાનું કારણ શું ? જીવનમાં એવું તે શું ઘટે છે જે માણસને અંદરથી ખોતરી સતત ખાલીપાનો અનુભવ આપતું રહે છે ?
ઓશો કહે છે ઃ અંતર્મુખી દ્રષ્ટિ અને આત્મીય સંબંધોનો અભાવ વ્યક્તિને આવા ખાલીપણાનો અનુભવ આપતું એક મહત્ત્વનું કારણ છે.
દોસ્તોવસ્કીના પેલા નાસ્તિક પાત્રની જેમ જીવનથી કંટાળી જો નિરાશ ન થવું હોય તો આજથી જ હૃદયમાં નિરપેક્ષ પ્રેમ, વિધાયક મનોવલણ અને આસ્થાનાં બીજ રોપી દો. બીજા બીજ તો વાવ્યા પછી ઘણા લાંબા સમયે ફળ આપે છે જ્યારે આ બીજ વાવતાની સાથે જ ફળ, ફૂલ અને સુગંધથી આપણા જીવનને ભરી દેશે.
ક્રાન્તિબીજ
પ્રેમ એટલે ક્યારેક એક વ્યક્તિમાં પરમાત્માની ઝાંખી થવી. ભક્તિ એટલે સર્વમાં, સદાય, સર્વત્ર પરમાત્માની ઝાંખી થવી. - ઓશો.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved