Last Update : 29-July-2012, Sunday

 

મંદિર, બાથરૃમ કે ટોઈલેટની ગોઠવણીથી ઘરનું વાસ્તુ સુધરતું નથી...!

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

 

વાસ્તુશાસ્ત્રી અને સિવિલ ઈજનેરો કે આર્કિટેકટનો મેળ ખાવો મુશ્કેલ છે. આર્કિટેક્ટની દ્રષ્ટિએ વાસ્તુ પ્રમાણે ફ્લેટ કે બંગલો મોંઘો પડે છે. તેઓ વાસ્તુશાસ્ત્રીઓની વાતોનો છેદ ઊડાડતાં રહે છે. વાસ્તવમાં વિશ્વકર્મા, મય, ગર્ગ વગેરે પુરાણોમાં લખેલી વાતો વૈજ્ઞાાનિક છે. વાસ્તુ એ હવા, પાણી, પ્રકાશ, અગ્નિ, અવકાશનું સમતુલન છે.
મંદિરને ઈશાનમાં ગોઠવો પરંતુ એ ખૂણામાં એટલે કે વાસ્તુપુરૃષના માથા પર ઘંટી, પસ્તી, સ્ટોર કે અન્ય વજનદાર વસ્તુ રાખો તો વાસ્તુ નબળું રહે છે. બાથરૃમ પૂર્વમાં રાખો પરંતુ તેમાં પ્રકાશ ના આવતો હોય કે તેમાંની નેગેટિવ ઊર્જા દૂર ના થાય તો સમૃધ્ધિ આવતી નથી. દક્ષિણ કે પશ્ચિમમાં ટોઇલેટ રાખો પરંતુ કોમોડની દિશા ચૂકી જાવ, તેની નેગેટિવ એનર્જી દૂર ના કરો અને સફાઇ ના રાખો તો હેતુ સરતો નથી. અન્ડરગ્રાઉન્ડ ટેન્ક દક્ષિણમાં રાખો તો મુશ્કેલીનો પાર રહેતો નથી. મંદિરમાં એકસરખા બે દેવોની મૂર્તિ રાખો કે એક પ્રભુની સામે બીજી ગોઠવો તો વાસ્તુદોષ થાય છે. શુભવાસ્તુ માટે પ્રવેશદ્વાર, ફરતેની દિવાલ, ફ્લોરિંગનો સ્લોપ, પ્લોટના ખૂણા, ઘરના ખૂણા, ઘરની પ્લોટ પરની પોઝિશન, બેડરૃમનું પ્લેસમેન્ટ, ગેસ્ટરૃમનું પ્લેસમેન્ટ, રસોડાનું પ્લેસમેન્ટ અને ઘરની ઉપરની ટાંકીઓ, અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ, સ્ટડીરૃમ વગેરેને શાસ્ત્રોક્ત રીતે ગોઠવવા પડે છે.
વાસ્તુવિજ્ઞાાનમાં દરેક વસ્તુ માટે જગા દર્શાવાય છે અને દરેક જગા ચોક્કસ વસ્તુ માટે છે. એને માટે નિષ્ણાતની મદદ જરૃરી છે. ફ્લેટ ખરીદતા પહેલાં, રેસ્ટોરાં કે હોસ્પિટલ બાંધતાં પહેલાં અનુભવી વાસ્તુશાસ્ત્રી જે વિજ્ઞાાનનો માણસ છે તેની મદદ લો. વૈદિક વાસ્તુશાસ્ત્રી અલગ બાબત છે જે તંત્ર, મંત્ર, પૂજાનું કાર્ય કરે છે. ફેકટરી, ઓફિસ કે દુકાનમાં પડતી તકલીફો અયોગ્ય વાસ્તુથી સર્જાય છે. વાસ્તુનિષ્ણાતની ફી વધુ હોય છે પણ તમને લાઇફટાઇમ કે લૉન્ગટર્મ માટે સુખ-સમૃધ્ધિનું આવરણ મળી જાય છે. કર્મ અને વારસો પણ જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે.

 

 

સુગર ફ્રી - જોખમ ફ્રી નથી !?

 

આજકાલ સુગર-ફ્રી પ્રોડક્ટ વાપરવાની ફેશન ચાલે છે. બધાએ પાતળા દેખાવું છે પરંતુ આ બધી જ પ્રોડક્ટ તમારા દાંત માટે સલામત છે એવું માનવું ભુલભરેલું છે એવું બ્રિટિશ ડેન્ટલ જર્નલમાં જણાવાયું છે.
પીણાંઓ અને સુગર-ફ્રી કેન્ડીમાં ફલેવર માટે અને પ્રિઝરવેટિવ તરીકે એસિડિક ઘટકો ઉમેરવામાં આવે છે. તે કેવિટી કરતાં નથી પરંતુ દાંતનું ઈનેમલ નબળું કરે છે.
વિશેષમાં ચુઈંગ ગમમાં વપરાતાં સોર્બિટૉલ અને અન્ય સુગર આલ્કોહોલ મોંમાં બેકટેરિઆ વડે એસિડમાં પરિણમે છે અને હાનિ પહોંચાડે છે. જો તમે એસિડિક સુગર-ફ્રી ખોરાક અને પીણાંઓ લેતા હો તો લીધા પછી મોંને પાણી વડે સાફ કરશો.
સુગર આલ્કોહૉલ ઝાયલિટૉલ જે કેટલાંક ચૂઈંગ ગમમાં વપરાય છે તે બરાબર છે. કદાચ તે મોંની સફાઇ માટે વધુ ફાયદાકારક છે.

 

 

 

યુકેના આકાશમાં પાયલોટ વિનાના ફાઈટર વિમાન...


ભારતીય ઉડ્ડયન વિભાગ નબળો થઈ રહ્યો છે અનેક વિમાની સંસ્થાઓ પોટલાં બાંધી રહી છે. જે ટકી ગઈ છે તે પોતાની ફલાઈટ કેન્સલ કરી રહી છે અથવા સેવાઓમાં એટલે કે ભોજન અને પીણાંઓ પીરસવામાં પાછી પાની કરી રહી છે. કેટલીક વિમાની સેવાઓ વિમાનમાં પૈસા લઈ બારીમાંથી નાસ્તાઓ આપે છે. વિમાનના સીટ વચ્ચેના પેસેજ (AISLE)માં નાસ્તાની લારી કે ટ્રોલી લઈ ચાલતી એર-હોસ્ટેસ નવા પ્રવાસીઓમાં આશ્ચર્ય જગાવે છે.
આ સ્થિતિમાં વિદેશી વિમાની સેવાઓ વિકાસ પામી રહી છે. ૨૦૧૩માં યુકેમાં પાયલોટ વિના જ વિમાન ઊડશે. આ કંઈ યુદ્ધમાં વપરાતા ડ્રોન વિમાનની વાત નથી.
આ લડાયક વિમાન ૪૦,૦૦,૦૦૦ પાઉન્ડનું છે. તેમાં કોકપીટ નથી પરંતુ મોટા પ્રમાણમાં લડાયક ઉપકરણો છે. ચોવીસ કલાક સેવા આપનાર આ વિમાન જ હેલિકોપ્ટરનું કામ કરે છે. તે પોતાનું નિશાન લઈ મિસાઈલ છોડી શકે છે. તે દુશ્મનોની છાવણીનો અભ્યાસ કરી આક્રમણ કરી શકે છે. તેમાં એક પણ વ્યક્તિ બેસતી નથી બધું જ ઓટોમેટિક છે અને ગ્રાઉન્ડ પરથી સંચાલિત થાય છે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved