Last Update : 29-July-2012, Sunday

 
શકરાભાઈની બારીના રીપેરિંફ્ક્ષગ માટે ત્રણ ત્રણ સુથાર
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

શકરાભાઈ વર્ષાભીની રાતે એમના પલંગમાં મીઠી નિદ્રામાં સુંદર સપનું માણી રહ્યા હતા. સલુનમાં વાળ કપાઈ રહ્યા પછી કારીગર એમના મુખ ઉપર ઠંડા પાણીથી સ્પ્રે કરી રહ્યો હતો. શકરાભાઈ પ્રસન્નતાથી એ છંટકાવ અનુભવી રહ્યા હતા પણ અચાનક એમના મુખ પર સ્પ્રેને બદલે આછી જળધારા ટપકવા માંડી. એ ચમકી ગયા, એમનું સપનું અલોપ થઈ ગયું. જાગીને જોયું તો અધખુલી બારીમાંથી અંધારી રાતે વરસાદની ઝાપટ એમને ભીંજવતી હતી.
સફાળા એ બેઠા થઈ ગયા. બારી વાસવા માટે હાથ લંબાવીને બારી ખેંચવા માડી પણ બારી ખખડીને જામ થઈ ગઈ હતી. એમની ઠીક ઠીક મહેનત છતાં બારી બંધ થતી નહોતી અને વરસાદને શૂર ચડ્યું હોય તેમ એમના બારી પાસેના પલંગને ઝાપટ્યા કરતો હતો.
શકરાભાઈ ઉભા થઈ ગયા. શાણીબહેનની નંિદર કાગનંિદર હતી. એક તણખલું પડે તો ય એ જાગી જાય. ‘શું થયું ? શું થયું ?’ કરતા એ ય પલંગમાંથી ઉભા થઈ ગયા.
શકરાભાઈ જરા કટાણે મોઢે કહે ઃ ‘બારીમાંથી વરસાદની વાછટ આવ્યા કરે છે. પથારી સુધી પાણીની છાલક આવે છે.’
શાણીબહેને બારી વાસવાનો પ્રયત્ન કર્યો. એ ય વરસાદની ઝાપટથી પલળી ગયા. બારી મક્કમતાથી યથાસ્થિત જ રહી. એમણે પતિની તકલીફ જાણીને કહ્યું ઃ ‘તમે મારા પલંગમાં સૂઈ જાવ હું તમારા પલંગમાં સૂઈ રહીશ. સવારના ચાર તો વાગી ગયા છે. બે કલાકમાં અજવાળું થશે.’
શકરાભાઈ પ્રેમાળ પત્નીની ‘ઓફર’ સાંભળી સહેજ હસ્યા, કહે ઃ ‘તું વોટરપ્રુફ છે ? તને છાલક નહિ લાગે ? પવનને લીધે છેક અંદર સુધી પાણી આવે છે.’
શાણીબહેન કહે ઃ ‘તમે મારી જગ્યાએ સુઈ જાવ. તમારી નિદંર બગડશે. હું ડ્રોઇંગરૂમમાં સોફા પર સૂઈ રહીશ. કાલે સુથારને બોલાવી બારી સમરાવવી પડશે.’
બંને એડજસ્ટ થઈ ગયા.
સવારે ચા પીતાં શાણીબહેને દીકરાને કહ્યું ઃ ‘મુન્ના, પપ્પાના બેડરૂમની બારી જામ થઈ ગઈ છે, ખખડી ગઈ લાગે છે. જરા સુથારની તપાસ કરજે ને !’
મમ્મી કે પપ્પા કોઈ પણ કામ મુન્નાને સોંપે એટલે નવી જનરેશનના નબીરાને શોભે એવો જ જવાબ મુન્નાએ પણ ‘અત્યારે વરસાદમાં સુથાર નવરો છે તે આવે ?’
શાણીબહેન કચવાઈને ચૂપ રહ્યા પણ મંજરીએ તેને ટોક્યો, ‘તું જઈને તપાસ તો કર, ક્રોસ રોડ પર કારીગરો સવારના નવ વાગ્યાથી કામની રાહ જોતા ઉભા જ હોય છે’
મંજરીની આંખમાં તણખાનો અણસાર જોતાં જ મુન્નાએ પલટ મારી ઃ ‘હું ક્યાં ના કહું છું ? નાહીને તપાસ કરવા જઈશ. કોઈ મળશે તો પકડી લાવીશ...’
વરસાદ રહી ગયો હતો. તડકો તો નહિ પણ વાદળામાંથી ઉજાસ પ્રગટતો હતો.
મુન્નાએ નાહી-ધોઈને સજ્જ થતાં, મંજરી સાંભળે તેટલે મોટેથી મમ્મીને કહ્યું ઃ ‘મમ્મી ! સુથારને પકડી લાવું છું.’
શાણીબહેન ખુશ થયા. મુન્નાએ મંજરીના મુખ પર પ્રસન્નતા જોઈ. એ સ્કુટર પર સુથારની શોધમાં નીકળ્યો.
શકરાભાઈને તો રજા હતી. ઘરમાં બેસી રહેવા કરતા બજારમાં એકાદ આંટો મારી આવવા માટે નીકળ્યા. શાણીબહેને સૂચવ્યું, ‘છત્રી લેતા જાવ. કદાચ...’
‘ના, ના, હવે નહિ પડે. ઉઘાડ નીકળ્યો છે.’ એમ કહેતાં શકરાભાઈ ચંપલ પહેરીને નીકળી પડ્યા. ક્યાં જવું એ એમણે વિચાર્યું નહોતું. એ તો બજાર તરફ ચાલ્યા. રસ્તામાં એમની ઓફિસના એક બહેન સ્કુટર પર જતા મળ્યા, ‘સર ! કઈ બાજુ ? ક્યાં જવું છે ? મૂકી જાઉં ?’
‘ના ! ના. થેન્ક યુ.’ શકરાભાઈએ કહ્યું. એટલું કહેતા એમને એકાએક સુથાર યાદ આવ્યો. મુન્નો સુથાર લઈ આવે કે ના લાવે, એનો ભરોસો નહિ. એમણે કહ્યું ઃ ‘સુલેખાબહેન ! તમારા ઘ્યાનમાં કોઈ સારો સુથાર છે ?’ અને એમણે બેડરૂમની બારી વિશે વાત કરી.
સુલેખાબહેને સરને તરત જ ઓબ્લાઇઝ કરવા કહ્યું ઃ ‘અમારા ફ્‌લેટની બાજુમાં જ સુથારીકામ ચાલે છે. ઘરે જઈને તરત એને મોકલું. કામ પતાવીને તરત જ આવશે. મોડો વહેલો ય આવશે જરૂર... તમે રાહ જોજો.’
શકરાભાઈ જાણે જંગ જીત્યા હોય તેમ ત્યાંથી જ ઘરે પાછા ફર્યા. શાણીબહેનને કહે ઃ ‘સુથાર નક્કી કરી આવ્યો છું. સાંજ સુધીમાં આવી જશે.’
‘પણ મુન્નો એની તપાસમાં ગયો છે ને ?’
‘મુન્નો તો સુથાર શોધવા લંકા સુધી જાય તેવો છે, એનો શો ભરોસો ?’
મુન્નો સુથાર શોધવા ગયા પછી મંજરીને શંકા થઈ કે એ ખાલી હાથે જ પાછો આવશે. સુથાર નહિ મળ્યાના બહાના બતાવશે. એને યાદ આવ્યું કે એના પપ્પાએ ચારેક દિવસ પર જ એમના જાણીતા સુથારને કશાક કામે બોલાવ્યો હતો.
એણે ઉત્સાહમાં પપ્પાને ફોન કર્યો - સુથારની તપાસ કરી તરત જ મોકલી આપવા માટે.
મુન્નો મોડો મોડો આવ્યો, કોલર ઊંચા કરતો કહે ઃ ‘કામ પાકું કરીને આવ્યો છું. કલાકમાં આવશે.’
‘પણ સરનામું ?’ મંજરીએ પૂછ્‌યું.
‘આપણા કામમાં કહેવું ના પડે, સરનામું અને આપણો ફોન નંબર પણ આપી આવ્યો છું.’
મંજરીને જરા ચંિતા થઈ. જો કે, મુન્નાના કહેવામાં વિશ્વાસ નહિ એટલે થોડી માનસિક ધરપત થઈ.
અગિયાર વાગ્યા પછી મંજરીના પપ્પાએ મોકલેલો સુથાર આવી ગયો. મંજરીએ જરા ગર્વથી કહ્યું ઃ ‘મારા પપ્પાએ સુથાર મોકલી આપ્યો છે. મેં ફોન કર્યો હતો.’
શાણીબહેને તો જે વહેલો તે પહેલો, એમણે સુથારને વધાવી લીધો. બારી કેવી મિજાગરમાંથી ખસી ગઈ છે તે બતાવ્યું.
સુથાર ડ્રોઇંગરૂમમાં આવ્યો. ં‘બહેન ! બારી કાઢવી પડશે. છતાં જો ફીટ થઈ જાય તો...’
એટલામાં સ્કુટર પર શકરાભાઈએ નક્કી કરેલો સુથાર આવ્યો ઃ ‘બહેન ! મને સુલેખાબહેને મોકલ્યો છે. કહ્યું કે સાહેબનું કામ તાબડતોબ કરવાનું છે. બોલો, કેવું કામ છે ?’
શાણીબહેન મુંઝાયા ઃ ‘ભઈ ! અમારો સુથાર આવી ગયો છે. બારી સમી કરવાની હતી. પણ એમને અમે કામ સોંપી દીઘું છે.’
સુથાર ચિડાયો ઃ ‘બહેન ! મારા આવતા પહેલા તમે બીજાને નક્કી કરી દીધો ? મને ખોટો ધક્કો ખવડાવ્યો ? સુલેખાબહેનના કહેવાથી તરત આવી ગયો.’
ત્યાં મુન્નાનો સુથાર આવ્યો ઃ ‘શકરાભાઈનું આ જ મકાન ?’
‘હા, કેમ ?’ શાણીબહેને કહ્યું.
‘આ ચિઠ્ઠી. એક ભાઈ મને સરનામું આપી ગયા હતા. બારી રીપેર કરવાની છે. કઈ બારી છે ? આખી નીકળી ગઈ છે ?’
સુલેખાબહેનવાળો સુથાર ચિડાઈને કહે ઃ ‘શેઠે મારી સાથે નક્કી કર્યું છે.’
મુન્નાવાળો સુથાર એકદમ ગરમ થઈ ગયો ઃ ‘અરે, મને આ ભાઈ સરનામું આપી ગયા હતા.’ મુન્નાને એણે દબાવ્યો. ‘તમે મારી સાથે નક્કી કર્યું છે ને ?’
મુન્નો ગલ્લાતલ્લાં કરવા માંડ્યો સુલેખાબહેનનો સુથાર મંજરીના પપ્પાએ મોકલેલા સુથારને કહે ‘મારું કામ પડતું મૂકીને આવ્યો છું. મારો રોજ પડ્યો.’’
મંજરીના પપ્પાવાળો સુથાર જરા શાંત હતો એ કહે ઃ ‘મારો ય રોજ પડ્યો પણ મારે ઘરનો સંબંધ એટલે દોડતો આવ્યો.’
શકરાભાઈ ગભરાટમાં હતા. સુથારો પરસ્પર ઝઘડવા માંડ્યા.
એવામાં પેથાભાઈ ત્યાંથી જતા હતા. કંઈક ઝઘડા જેવું લાગ્યું એટલે તેમણે શકરાભાઈને પૂછ્‌યું, ‘શેની બબાલ છે ?’
શાણીબહેન કહે ઃ ‘એક કામ માટે ત્રણ સુથાર આવ્યા છે, અમે જુદા જુદા સુથારને કહ્યું તેમાં આ બબાલ ઉભી થઈ.’
મુન્નાવાળો સુથાર બહુ અકડાઈ કરતો કહે ઃ ‘હું સ્કુટર પર આવ્યો છું. મારો પેટ્રોલનો ખર્ચ કોણ ભરશે ?’
પેથાભાઈએ તેને ધમકાવ્યો ઃ ‘તું તો ટેક્સીમાં આવે. એટલે તને ટેક્સીનો ખર્ચ આપવાનો ? તું મોડો પડ્યો એ તારો વાંક હવે ચાલવા માંડ.’
પેથાભાઈનો રૂઆબ જોઈને પેલો ગભરાયો. મુન્નાને જરા બે શબ્દો સંભળાવીને ઉપડી ગયો.
શકરાભાઈએ સુલેખાબહેનના સુથારને સમજાવ્યો ઃ ‘ભઈ, તમને ઉતાવળમાં ભૂલથી બોલાવ્યા’
‘પણ મારી આજની રોજી ગઈ એનું શું ?’
પેથાભાઈએ એને ય તતડાવ્યો ઃ ‘હજી ક્યાં દિવસ આથમ્યો છે ? બીજા ઘરાક મળી જશે. ખોટી બબાલ ના કર.’ પેથાભાઈની અકડાઈ જોઈ એ ય જવા માંડ્યો.
પેથાભાઈ વિદાય થયા એટલે શકરાભાઈએ દશ રૂપિયા એને ધક્કા ફેરાના આપ્યા. ઃ ‘લે રાજી થા. બસ ?’
છેવટે મંજરીના સુથારે કામ હાથ પર લીઘું.
બબાલ પતી ગઈ. બધાંને હાશ થઈ ગઈ.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved