Last Update : 29-July-2012, Sunday

 
૩૩૦૦ વર્ષની ભવ્ય ઓલિમ્પિક યાત્રાની ઝાંખી
 
 

ઓલિમ્પિક રમતોને પૃથ્વી પરનો સર્વોત્તમ ઉત્સવ માનવામાં આવે છે. ‘ધી ગ્રેટેસ્ટ શો ઓન અર્થ’ અને આ સર્વશ્રેષ્ઠ ઉત્સવનો ઈતિહાસ સોે-બસ્સો વર્ષ નહિ તેત્રીસસો વર્ષ જૂનો છે. એ જોઈને ખરેખર નવાઈ લાગે કે એ જમાનામાં જ્યારે દુનિયા નાના નાના દેશો નગર રાજ્યો અને કબીલાઓમાં વહેંચાયેલી હતી ત્યારે પણ લોકો આંતરરાષ્ટ્રીય ખેલો માટે એક જ મેદાનમાં ભેગા થઈ શકતા હતા અને વર્ષોે જૂની૩ ઓલિવની એક ડાંખળી માટે સંઘર્ષ કરતા હતા. રમત ગમત દેશો વચ્ચેની સરહદ ભૂંસી નાખવાનું કામ કરે છે. એનો ઉદ્દેશ જ એ છે.
બહુ ઓછા આ જાણતા હશે કે ઓલિમ્પિક ખેલોનું નામગ્રીક શહેર ઓલિમ્પિયા પરથી મળ્યું છે.
ઓલિમ્પિયાની વસતી દેવતાઓના પહાડ ઓલિમ્પિયાની ગોદમાં વસી હતી. આથી ગ્રીક ઈતિહાસકારો એમ પણ માને છે કે આ રમતોની શુભ શરૂઆત ખુદ દેવતાઓએ કરી હતી. એક પુરાણ-કથા પ્રમાણે જ્યારે દેવતા ઝિયુસે ક્રોનોસને મલયુદ્ધમાં હાર આપી ત્યારે એ વિજય નિમિત્તે જ સમારંભ યોજાયો તેમાંથી જ ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ હતી.
બીજી એક પુરાણકથા મુજબ ઓલિમ્પિક ખેલોની શરૂઆત હરક્યુલસ દ્વારા એજિયન સ્ટેબલ્સની સફાઈથી થઈ. ગમે તે હોય એટલું ચોેક્કસ છે કે પ્રાચીન ઓલિમ્પિક રમતો પૂજા અને પ્રાર્થનાનું જ એક અંગ હતી.
ઈ.સ. પૂર્વે ૭૭૬ થી ઓલિમ્પિક રમતો નિશ્ચિતરૂપે રમાતી હતી એના ઐતિહાસિક પ્રમાણો મળી આવે છે. પરંતુ ગ્રીસ અને આજુબાજુના ક્ષેત્રોમાં નજરે પડતાં નિશાનો આ ખેલો એ અગાઉ પણ છ સદીઓ પહેલાં યોજાતા હતા એવા સંકેતો આપે છે આમ છતાં ખેલ નિયમિત યોજાતા કે નહિ એ કહેવું મુશ્કેલ છે. ઈ.સ. પૂર્વે ૧૩૭૦ ના વર્ષમાં પેલોપ્સે ઓલિમ્પિયામાં આ પ્રકારના રમતોત્સવનું આયોજન કર્યું હતું એમ ઈતિહાસવિદો માને છે.
ઈ.સ. પૂર્વે નવમી સદીના મઘ્યમાં ઓલિમ્પિક રમતોનો મૃત્યુઘંટ વાગી ગયો. એ પછી ઈલિસના રાજા ઈફીનોસે એનો ઉઘ્ધાર કર્યો. આ સમયમાં જ ગ્રીકના નગર રાજ્યો વચ્ચે ચાલતા યુદ્ધોને થોડો સમય રોેકીને પણ ખેલોેનું આયોજન કરવાના વિચારનો જન્મ થયો.
આ રમતોત્સવ પાંચ દિવસ ચાલતો, પરંતુ યુદ્ધવિરામ ત્રણ મહિનાનો જાહેર કરવામાં આવતો. જેથી પ્રતિસ્પર્ધીઓ રમતસ્પર્ધાની તૈયારી કરી શકે અને રમતોત્સવ બાદ સલામતીપૂર્વક્‌ પોેતપોતાના દેશમાં પહોેંચી શકે.
ઈસુ અગાઉ ૭૭૬ના વર્ષમાં જે ઓલિમ્પિક રમતો રમાઈ તેમાં માત્ર એક જ દોડ થઈ. ડ્રોમોસ કા સ્ટેડ એટલે કે સ્ટેડિયમના અંતર સુધીની દોડ અંતર લગભગ ૧૭૦ મીટર અથવા ૧૮૬ ગજનું રહેતું. આ દોેડમાં ઈલસનો દોડવીર કોરોઈબોસ વિજયી થયો હતો. વિશ્વના આ પ્રથમ ચેમ્પિયન દોેડવીરનો વ્યવસાય વાળંદનો હતો. એક હજામ મેરેથોેનમાં પ્રથમ આવ્યો તેની ઈતિહાસમાં નોેંધ લેવાઈ છે.
પછીના ૧૪ ઓલિમ્પિક રમતોત્સવમાં આ એક જ દોડ ચાલતી રહી. એ પછી ૧૫મા રમતોત્સવમાં આ દોડનું નામ અને રૂપ બદલાઈ ગયું હવે સ્ટેડિયમની લંબાઈના બે કે આઠ ચક્કર લગાવવાની દોડ શરૂ થઈ એને ડોયલીસ અને ડેલિકોસ કહેવામાં આવતા. ત્યારબાદ ડેલિકોસને ૮ને બદલે ૨૪ચક્કરવાળી દોડ બનાવવામાં આવી.
ત્યારબાદ ૨૫૦ વર્ષ પછી ૬૫માં ઓલિમ્પિકમાં એક નવા જ પ્રકારની દોડ શરૂ કરવામાં આવી આ નવી દોડના દોડનાર યુદ્ધનો પોશાક પહેરી અને બધાં જ શસ્ત્રો ધારણ કરી સ્ટેડિયમમાં બે ચક્કર લગાવતા.
ઓલિમ્પિક રમતોની બીજી મુખ્ય સ્પર્ધા મલ્લયુદ્ધ અથવા કુસ્તીની શરૂઆત ઈ.સ. પૂર્વે ૭૦૮ માં યોજાયેલ ૧૮મા રમતોત્સવમાં થઈ. આ કુસ્તી ઊભા રહીને લડવાની હતી અને જે ખેલાડી પ્રતિસ્પર્ધી ત્રણ વખત નીચે પછાડી દે તે વિજયી ગણાતો.
એ પછી ૨૦ વર્ષ બાદ ૨૩મા રમતોત્સવમાં બોક્સીંગનો સમાવેશ કરવામાં આવ્યો. બોક્સરના હાથ પર ચામડાની એક પટ્ટી બાંધેલી રહેતી આજની માફક રાઉન્ડ પઘ્ધતિને બદલે નિર્ણય આવે ત્યાં સુધી બોક્સીંગ મુકાબલો ખેલાતોે. ૪૦ વર્ષ પછી ૩૩મા ઓલિમ્પિક ખેલોથી એક અત્યંત મુશ્કેલ સ્પર્ધા શરૂ થઈ, જેનું નામ હતું પેક્રાશિયન કુસ્તી અને મુક્કાબાજીના સંમિશ્રણ જેવી આ રમત હતી.
આ ખેલમાં પ્રતિદ્વંદ્વીએ કોઈપણ રીતે મુક્કામારી, પકડી, દબાવી, હાથ-પગ વાળીને
કોેઈપણ દાવ લગાવીને સામાવાળાને મ્હાત કરવાનો હતો. હાર માનનાર ખેલાડી પોેતાનો હાથ ઊંચો કરી હાર કબૂલ કરતો. આ રમત ઘણી જ લોકપ્રિય હતી.
ઈ.સ. પૂ. ૭૦૮માં એક બીજી સ્પર્ધા પણ દાખલ કરવામાં આવી. પેન્ટાલોન, પેન્ટાથલોનમાં પાંચ ખેલનો સમાવેશ થતો, દોડ, કૂદકો, ભાલા-ફેંક, ચક્રફેંક અને કુસ્તી- ચક્રફેંક એટલે આજની ડિસ્ક થ્રો રમત ...
આજની પેન્ટાથલૉન અને ડેપ્પ્લોન સ્પર્ધાઓમાં બધા સ્પર્ધકો બધા ખેલોમાં ભાગ લે છે અને વઘુમાં વઘુ ગુણાંક મેળવનારને વિજેતા જાહેર કરવામાં આવે છે. પ્રાચીન પેટાથલોનમાં આમ ન હતું.
આ સ્પર્ધામાં પહેલાં કૂદવાની સ્પર્ધા થતી. ચોક્કસ અંતરસુધીનો કૂદકો મારનાર ખેલાડીઓએ બીજી ભાલા-ફેંક સ્પર્ધામાં પ્રવેશતા આ સ્પર્ધામાં પહેલાં ચાર આવનારને એ પછીની સ્પર્ધામાં - સ્ટેડમાં સ્થાન મળતું. સ્ટેટ એટલે કે દોેડવાની સ્પર્ધામાં પહેલાં, બીજા અને ત્રીજા નંબરે આવનાર વિજેતા જ ચક્ર-ફેંકમાં ભાગ લઈ શકો. ચક્ર-ફેંકમાં પ્રથમ બે જણા વચ્ચે ફાઈનલ અંતિમ મુકાબલો થતો. કુસ્તી અને આમ છેલ્લે કુસ્તીમાં પણ વિજયી થનાર પેટાથલોનનો વિજેતા ગણાશે.
રથદોડ સ્પર્ધા ઈ.સ. પૂર્વે ૬૮૦ માં ૨૫ માં ઓલિમ્પિક ખેલોમાં દાખલ થઈ રથ-દોડ માટે પસંદ કરવામાં આવેલી જગ્યાને હિપોડ્રોમ કહેવાતું. એની લંબાઈ ૩૮ મીટર હતી. એક ચક્કર (રાઉન્ડ) ૭૬૮ મીટરનું રહેતું. ઘોડાની ઉંમર પ્રમાણે આવા એકથી બાર ચક્કરની દોડ થતી.
ઘોડેસવારીની સ્પર્ધા ઈ.સ. પૂ. ૬૪૮માં યોજાઈ હતી. વખત જતા ઓલિમ્પિક ખેલોમાં ૨૩ સ્પર્ધાઓ યોજાવા લાગી. પરંતુ કોઈપણ ઓલિમ્પિકમાં આ બધી સ્પર્ધાઓ એકેય વખતે નથી યોજાઈ.
ઓલિમ્પિક ખેલોની શરૂઆત ધાર્મિક અને સાંસ્કૃતિક રીતરિવાજને આભારી છે.

 

ઓલિમ્પિક જ્યોત
પ્રાચીન ઓલિમ્પિક રમતોમાં આયોજનની શરૂઆત જ્યોતથી થતી હતી. ૧૯૨૮માં આ જ્યોતને આઘુનિક રમતોનું પણ અંગ બનાવી દેવાયું. ત્યારબાદ ૧૯૩૬માં બર્લિન ઓલિમ્પિક જ્યોત માટે ટોર્ચ રિલેની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં લગભગ ૩૦૦૦ દોડવીરોએ ભાગ લીધો.
ઓલિમ્પિક નામના સ્થાન પર સૌપ્રથમ સૂર્યના કિરણોની સહાયતાથી પવિત્ર અગ્નિ પ્રજવલ્લિત કરવામાં આવે છે. એ અગ્નિની મશાલને ત્યાંથી ઉઠાવીને એક પછી એક એમ હજારો દોડવીરોના હાથમાં પસાર થતી થતી તે ઓલિમ્પકનગરમાં પહોંચે છે.
રમતોના આયોજન સમયે સૌપ્રથમ એ મશાલ દ્વારા ઓલિમ્પિક જ્યોતને પ્રજવલ્લિત કરવામાં આવે છે, જે રમતોત્સવ ચાલુ રહે ત્યાં સુધી જલતી રહે છે, અને તેને રમતવીરોના પૂર્ણતા-પ્રયાસો તથા વિજય - સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે.
પ્રાચીન રમતોનું પ્રતિક એક ભસ્મ-કુંભ- રહેતો જેને રિલે દોડવીરો દ્વારા ઓલિમ્પિક સ્ટેડિયમ સુધી પહોંચાડવામાં આવતો.
ઓલિમ્પિક રમતોની સમાપ્તિ પણ ઓલિમ્પિક જ્યોત દ્વારા જ થાય છે. રમતોની સમાપ્તિની ઘોેષણા કરતી વખતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અઘ્યક્ષ પોતાના ભાષણમાં એ કહેવાનું ભૂલતા નથી કે ઓલિમ્પિક જ્યોતને આપણને આગળ ધપાવવાની છે. આ વર્ષે પણ પરંપરા મુજબ મુખ્ય પૂજારણના રૂપમાં સૂર્યના કિરણો દ્વારા કોઈ અભિનેત્રી કે મોડેલ ગર્લ ઓલિમ્પિક જ્યોત પ્રજવલ્લિત કરશે. આ જ્યોત ૫૦૦૦ કિલોમીટર અંતર કાપીને ઓલિમ્પિકયાથી લંડન લાવવામાં આવશે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved