Last Update : 29-July-2012, Sunday

 
આજના નેતાઓના આઘુનિક ચાણક્યો
- લાલુ પ્રસાદ યાદવથી લઈને રાહુલ ગાંધી સુધીના લીડરો ‘કૌટિલ્ય’ જેવા ટ્રબલશૂટરો રાખે છે
 

પ્રણવ મુખરજી થોેડા દિવસોમાં રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જશે ત્યારે સૌથી મોટી ખોટ સોનિયા ગાંધી અને એમની પાર્ટી કોંગ્રેસને પડશે. મનમોહન સંિહની કેબીનેટને પ્રણવદાની જગ્યાએ બીજા નાણાં પ્રધાન મળી જશે પણ કોંગ્રેસને એમના જેવો ખેલંદો (મેનીપ્યુલેટર) વ્યૂહબાજ (સ્ટ્રેટજિસ્ટ) અને જાદુગર (જગલર) નહિ મળે. મુખરજીએ કેન્દ્રમાં વિદેશ પ્રધાનથી માંડીને નાણાં પ્રધાન તરીકે ઘણાં હોદ્દા ભોગવ્યા છે. પરંતુ નવી દિલ્હીના રાજકીય વર્તુળોમાં તેઓ ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોેનિયા ગાંધીના બિનસત્તાવાર રાજગુરુ તરીકે વઘુ જાણીતા છે. પ્રણવ મુખરજીને તમે કોંગ્રેસ અને ગાંધી કુટુંબના ચાણક્ય ગણાવી શકો.
એમની પાસે દરેક સમસ્યાનો તોડ છે એટલે જ એમને ચાણક્ય કે કૌટિલ્યની ઉપમા અપાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય રાજકારણમાં લગભગ દરેક પાર્ટી અને નેતા પાસે પ્રણવદા જેવા ચાણક્યો છે. ચન્દ્રગુપ્ત મૌર્ય માટે જેટલું મહત્ત્વ કૌટિલ્યનું હતું એટલું જ મહત્ત્વના આજના નેતાઓ માટે એમના ચાણક્યોનું છે. તેઓ નેતાઓના આંખ, નાક અને કાન છે એમ કહીએ તોે ચાલે. લાલુ પ્રસાદ યાદવની સામાન્ય છાપ કંિગમેકર તરીકેની છે. હરદનહલ્લી દેદેગૌડા દેવેગોવડા જેવા ઉંઘણશીને વડાપ્રધાનની ખુરશી પર બેસાડનાર લાલુ પ્રસાદ એવા ભારાડી નેતા છે જે કોઈનું સાંભળતા નથી એમ કહેવાય છે. પરંતુ તેઓ પણ જગદાનંદ સંિઘ કે જગદાભાઈને પૂછ્‌યા વગર કોઈ મહત્ત્વનું પગલું નથી ભરતા. આ જગદાભાઈ બકસરમાંથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે અને લાલુજી સાથે છેલ્લા ૩૫ વરસથી જોડાયેલા છે. જગદાભાઈ લાલુના
ચાણક્ય છે.
એમના પર લાલુ યાદવને એટલો બધો વિશ્વાસ છે કે ઘાસચારા કૌભાંડમાં જેલમાં જતા પહેલા તેઓ પોતાના અર્ધશિક્ષિત અને ગામડિયણ પત્ની રાબડી દેવીને એવી કડક સૂચના આપતા ગયા હતા કે ‘કોઈપણ કાગળ પર સહી કર્યા પહેલા જગદાભાઈનો મત લેજે. એ એક જ એવી વ્યક્તિ છે જેના પર આંખ મીચીને ભરોસો મૂકી શકાય. તારા ભાઈઓ ઉપર પણ વિશ્વાસ રાખતી નહિ.’
જગદાનંદ પર આંધળો વિશ્વાસ મૂકવા માટે લાલુ પાસે કારણો છે. સૌપ્રથમ તો જગદા ભાઈ પોતાની પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠા માટે જાણીતા છે. બીજું, બિહારના રાજકારણમાં લાલુએ જે ચડતી-પડતી જોઈ છે એ દરમિયાન ઘણાં પ્રસંગોએ એમની વફાદારીની કસોટી થઈ ચૂકી છે. ત્રીજું, તેઓ એક કુશળ વહીવટકર્તા છે. લાલુજી બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે જગદાભાઈ પાસે અડધો ડઝન મહત્ત્વના ખાતા હતા.
ભૂતકાળમાં જઈએ તો કર્પૂરી ઠાકુરનું અવસાન થયું ત્યારે લાલુને વિપક્ષના નેતા બનાવવામાં અને પછીથી ૧૯૯૦માં મુખ્યમંત્રી બનાવવામાં એમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. બિહારમાં ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા રોકી એમની ધરપકડ કરવાનો નિર્ણય જેમાં લેવાયો એ મિટીંગમાં ફક્ત ત્રણ વ્યક્તિ હાજર હતી અને એમાંના એક જગદાનંદ હતા. આ એ એક પગલાએ બિહારમાં મુસ્લિમ-યાદવ વોટ બેન્ક ઊભી કરી દીધી, જેના જોરે લાલુએ ૧૫ વરસ સુધી બિહાર પર રાજ કર્યું.
જનતા દળ (યુ) અને ભાજપની યુતિ સામે લાલુએ સત્તા ગુમાવતાંવેંત એમના પક્ષ રાષ્ટ્રીય જનતાદળમાંથી નેતાઓની શાસક યુતિ તરફ હિજરત શરૂ થઈ. જગદાનંદને પણ જનતા દળ (યુ)માં જોેડાવાના ઘણા સમયથી પ્રલોભનો અપાઈ રહ્યા છે પરંતુ એ એમને સિફતથી ખાળતા આવ્યા છે. ‘હું રાજકીય વેશ્યા નથી. હું રાજકારણમાં છું ત્યાં સુધી લાલુ પ્રસાદ સાથે જ રહીશ,’ એમ જગદાભાઈએ એકવાર કહ્યું હતુ.ં
લાલુ યાદવની જેમ તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા જયરામ પાસે પણ એક ચાણક્ય છે. એમનું નામ છ રામસ્વામી. ચોનું ખરું નામ શ્રીનિવાસ આયર રામ સ્વામી છે અને તેઓ એક પીઢ રાજકીય સમીક્ષક, કટારલેખક, નાટ્યકાર અને કોેમેડિયન છે. ચો વરસોથી તમિળ રાજકીય સામયિક ‘તુગલક’ના સંપાદક છે. ટૂંકમાં, તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વર્સેટાઈલ માણસ છે. જયલલિતાએ વિજયકાન્તની પાર્ટી ડીએમડીકે સાથે યુતિ કરીને ૨૦૧૧માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જે ભવ્ય વિજય મેળવ્યો એમાં ચોનોે ઘણો ફાળો હતો. એમણે જ સત્તા પર પાછા ફરેલા જયલલિતાને એમના પોશ ગાર્ડનના બંગલામાંથી એમની સહેલી શશિકલાને તગેડી મુકવા સમજાવ્યાનું ઘણા લોકો માને છે. અલબત્ત, ત્યારબાદ તો શશીકલાને એઆઈએડીએમકે (અન્ના દ્રમુક પાર્ટી)ના બોસના અંગત વર્તુળમાં ફરી એન્ટ્રી પણ મળી ગઈ છે, પરંતુ હવે એમનું જયલલિતા પર અગાઉ જેટલું વર્ચસ્વ નથી રહ્યું.
‘શશીકલાના સંદર્ભમાં ચોની સલાહથી અન્ના દ્રમુકના નેતાને સારો લાભ થયો છે. એ વહીવટી તંત્રમાં સાફસૂફી કરવાનો મક્કમ નિર્ણય હતો. એને લીધે હવે જયલલિતાની ભ્રષ્ટ નેતા તરીકેની છાપ ભુંસાઈ ગઈ છે,’ એમ એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યુ હતું.
જયલલિતા આજકાલ ચોેની રાજકીય કુનેહ પર ઘણો આધાર રાખે છે. પરંતુ તેઓ એક જ સલાહકારને વળગી રહેવા ટેવાયેલા નથી. હકીકતમાં તામિલનાડુના અમ્મા ઝટ દઈને કોઈના પર વિશ્વાસ નથી મૂકતા અને પોતાના નિર્ણયો પોતે જ લેવાનું વઘુ પસંદ કરે છે.
જયલલિતા જેટલા જ ભારાડી મમતા બેનરજી પાસે પણ એક ચાણક્ય છે. એમનું નામ છે મુકુલ રોય, જેઓ મમતાદીદીની કૃપાથી રેલવે પ્રધાન છે. બહુ ઓછા લોકો જાણે છે કે મમતા બેનરજી ચૂંટણી જીતીને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી બનવા દિલ્હીનું રેલ મંત્રાલય છોડીને કોલકાતા ગયા ત્યારે એમણે પોતાના અનુગામી તરીકે મુકુલ રોયની પસંદગી કરી હતી, પરંતુ દીદી રોયને રેલવે પ્રધાન બનાવવાની માગણી લઈને વડાપ્રધાન મનમોહન સંિહને મળ્યા ત્યારે એમણે એ માગણી નકારી કાઢી હતી. ‘વડાપ્રધાનની એવી ઈચ્છા હતી કે મમતા દિનેશ ત્રિવેદીને પસંદ કરે,’ એમ એક સિનીયર કોંગ્રેસી નેતા કહે છે. દીદીએ સંિહનું સૂચન સ્વીકાર્યું પણ તેઓ મનોમન બહુ નારાજ હતા. એમનો અણગમો જેમ જેમ વધતો ગયો એમ ત્રિવેદી સાથેના એમના સંબંધો વણસતા ગયા. ભાડાં અને નૂરમાં વધારો કરી ત્રિવેદીએ મિસ બેનરજીની સહનશક્તિની કસોટી કરી અને એમને દરવાજો દેખાડી દેવાયો. મમતાએ મુકુલ રોયને રેલવે મંત્રી બનાવી દીધા.
‘મારા માટે દીદી સાહસ અને ન્યાયના પ્રતીક છે. હું પાર્ટીમાં માત્ર એક સૈનિક છું,’ એમ રોય કહે છે. પરંતુ જાણકારો કહે છે કે એમનું બેનરજીની તૃણમૂેલ કોંગ્રેસમાં ઘણું ઉપજે છે. મમતાએ તૃણમૂલની રચના કરી ત્યારથી રોય પાર્ટીમાં છે પરંતુ પંકજ બેનરજી અને સુદીપ બંદોપાઘ્યાય જેવા દિગ્ગજોની હાજરીમાં તેઓ અનામ બની રહ્યા. સમય જતાં રોય મમતાના વિશ્વાસુ સલાહકાર બની ગયો. રોય દીદીની સફળતા-નિષ્ફળતાઓમાં સતત એમની પડખે રહ્યા અને પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારોમાં તૃણમૂલે માર્ક્‌સવાદીઓના શાસનમાં જે પગપેસારો કર્યો એમાં રોયનો મહત્ત્વનો ફાળો છે.
બંગાળના ગામડામાં રોય તૃણમૂલનો ચહેરો બની રહ્યા છે. સંિગૂરમાં તાતાના નેનો પ્લાન્ટ માટે મેળવાયેલી જમીન પાછા મળવામાં વિલંબ થવાથી ખેડૂતો નારાજ છે એવું લાગતા મમતાએ રોયને કિસાનોને શાંત પાડવા મોકલ્યા હતા. ફ્રેન્ચ સ્ટાઈલની દાઢી રાખતા આ નેતા પાર્ટીની નીતિ ઘડવાથી લઈને ભંડોળ ઊભું કરવા સુધીના કામોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
મુથુવેલ કરૂણાનિધી આમ તો પોતાની રાજકીય કુનેહ અને ખંધી પેતરાબાજીને કારણે પોતે જ આઘુનિક ભારતીય રાજકારણના કૌટિલ્ય ગણાય છે. તેઓ રાજકીય નિર્ણયો લેતી વખતે કોઈના ઉપર આધાર રાખતા નથી. એ એમના સ્વભાવમાં નથી. પરંતુ એમાં મુરાસોલી મારન એક અપવાદ હતા. કરૂણાનિધી મારનને પોેતાનો અંતરાત્મા ગણાવતા. મારનના અવસાન બાદ કરૂણાનિધીની સૌથી નજીકની વ્યક્તિ દુરાઈ મુરુગન છે. દુરાઈ તામિલનાડુના ભૂતપૂર્વ પ્રધાન છે. દ્રમુકના વયોવૃદ્ધ નેતા એમના વિના ક્યાંય દેખાતા નથી.
દુરાઈ કરૂણનિધી પ્રત્યેની પોતાની અસીમ વફાદારી માટે જાણીતા છે. વિધાનસભામાં પાર્ટીનો વ્યૂહ નક્કી કરવામાં તેઓ મહત્ત્વનો રોલ ભજવે છે. પક્ષના મહત્ત્વના નિર્ણય એમને પૂછીને જ લેવાય છે. કરૂણનિધી કોઈને આડકતરા સંદેશ આપવા માગતા હોય ત્યારે દુરાઈ એમના પ્રોક્સીની ભૂમિકા
ભજવે છે.
તામિલનાડમાં ુ દ્રમુક સત્તા પર હતી ત્યારે તેઓ સરકારી નીતિઓના બચાવમાં હમેશાં અગ્રસર રહેતા હતા. આમ તોે દુરાઈ કરૂણનિધીના નાના પુત્ર એમ. કે. સ્ટાલિનની વઘુ નજીક છે પરંતુ તેઓ પોતાના નેતાના મોટા દીકરા એમ.કે. અલાગિરી અને પુત્રી કનીમોઝી સાથે પણ ઘરોબો રાખે છે.
યુપીએને ૨૦૦૯માં કેન્દ્રમાં ફરીથી સત્તારૂઢ કરવામાં એમનો સંિહફાળો હોવાનું મનાય છે. કોંગ્રેસની દરેક મોટી રાજકીય ચાલ પાછળ એમનું ભેજું કામ કરે છે. વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ)માં એક બહુ જાણીતુ રહસ્ય છે કે જાહેર ક્ષેત્રની મોટી કંપનીઓ (પીએસયુ)ના વડાંની નિમણૂંકને લગતી તમામ ફાઈલો પહેલાં પટેલ પાસે જાય છે.
અહમદ પટેલ ગુજરાતના ભરુચ મતવિસ્તારમાંથી ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪માં લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ ધીમે ધીમે એક પછી એક પગથિયા ચડી કોંગ્રેસના ખજાનચી પદ સુધી પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી બંનેએ એમને પ્રધાનપદુ ઓફર કર્યું હતું, જે એમણે નકારી કાઢ્‌યું હતું. સોનિયા ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે તેઓ એમનો વિશ્વાસ જીતી એમના રાજકીય સલાહકાર બની ગયા હતા.
પીઢ નેતાઓ તો ઠીક, યુવા નેતા રાહુલ ગાંધીને પણ ચાણક્ય વગર નથી ચાલતું. ૩૫ વરસના કનિષ્ક સંિહ દિલ્હીમાં રાહુલ ગાંધીના અહમદ પટેલે ગણાય છે. કોંગ્રેસમાં એમને ‘કે’ ના ટુંકા નામથી બોલાવાય છે. એમની પાસે પટેલ જેવી મેનેજમેન્ટ સ્કીલ્સ અને એમના જેટલો અનુભવ ભલે ન હોય પરંતુ તેઓ પોતાની રીતે પ્રભાવશાળી વ્યક્તિ છે.
અહમદ પટેલની જેમ હમેશા લો-પ્રોફાઈલ રાખતા કનિષ્ક સંિહ રાહુલનું પક્ષમાં પ્રભુત્વ વધવા માંડતા કોંગ્રેસમાં મોટો રોલ ભજવતા થઈ ગયા હતા. પટેલની નજીક મનાતા પીએમઓના હરીશ ખેરને હટાવી એમની જગ્યાએ પુલોક ચેટરજીને ગોઠવવાના પ્લાન પાછળ કનિષ્કનું જ ભેજું હતું.
મહત્ત્વની નિમણૂંકોથી માંડીને રાજકીય વ્યૂહરચનાઓ સુધીની બાબતોમાં કનિષ્ક કોંગ્રેસના યુવરાજના પથદર્શક બની રહ્યા છે. તેઓ સંસદીય, આર્થિક અને પ્રશાસકીય બાબતોમાં રાહુલને સલાહ આપે છે.
ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાઓની ચૂંટણી વખતે કોંગ્રેસની ટિકિટોની વહેંચણી સાથે પણ કનિષ્ક સંિહ સંકળાયેલા હતા. એટલે ચૂંટણીમાં પક્ષના કંગાળ દેખાવ અને યુપીમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવાના પ્લાનમાં રાહુલને મળેલી નિષ્ફળતા બદલ કનિષ્ક ઉપર માછલાં ધોવાયા હતા. એમના ટીકાકારોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ પુસ્તકિયા કિડા જેવા સલાહકારોમાં પાર્ટી માટે મત ભેગા કરવાની તાકાત નથી.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved