Last Update : 29-July-2012, Sunday

 
શ્રાવણમાં ભગવાન શંકરનો મહિમા
 
 

મારા શરીરને તારી વીણાનો દંડ બનાવી લે. મારા મસ્તકને તુંબડું
મારી નસે નસને તાર. અને મારી આંગળીઓને મિજરાબ
હે પ્રભુ તારુ દિવ્ય સંગીત આ વિણામાંથી ગુંજતુ રહે.
મારા સર્વ વિકારોને નષ્ટ કરીને તું તારું યશોગાન ગવડાવી લે. મારા શિવ પતિ. (શૈવ બસવેશ્વર)
શિવ નિરાકાર રૂપે જાણીતા છે. તેના નિરાકાર સ્વરૂપ શિવલીંગનું પૂજન થાય છે. શિવલંિગ વિષે કથા પ્રચલિત છે. પરંતુ લંિગનો અર્થ ચિન્હ થાય છે. નિરાકારનું કોઈ સ્વરૂપ નથી તેથી લંિગસ્વરૂપના ચિન્હને શૂન્ય રૂપે સ્થાપના કરવામાં આવે છે.
શિવના સાકાર સ્વરૂપમાં ભાવના જાગૃત થતી નથી. પણ નિરાકાર લંિગ સ્વરૂપમાં તેજોમય સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. તેથી શિવ પરમાત્મા નિરાકાર રૂપે બધે પૂજાય છે.
જેમણે પરમાત્માને સાકાર સ્વરૂપે ભજ્યા તેમણે પરમાત્માને મર્યાદિત કરી દીધા. પરમાત્મતાને આકાર આપો એટલે આકારને સ્થાનની જરૂર પડે. પછી શરીરધારી પરમાત્માને રહેવા માટે મંદિરનું નિર્માણ કરવું જ પડે. પરમાત્માનું વિભાજન ન થઈ શકે. જે સ્વયં પૂર્ણ છે અસિમ છે.
પરમાત્માને મનુષ્ય જેવા બનાવી અતિ સુંદર મૂર્તિ બનાવી તેમાં ભક્તિ ભાવ સાધવા પ્રયત્ન કરવો તે ભાગ્યે જ શક્ય બને છે. પ્રેમ ભાવ થોેડા સમય માટે ટકે પણ લાંબા સમય સુધી ટકે નહીં કારણ પ્રેમ ભાવને અંતઃકરણ સાથે ચિત્તની પ્રાધાન્યતા છે. જ્યારે ચિત્ત કર્મના બોજ નીચે હોવાથી એક જ સ્થિતિમાં વધારે વાર રહી શકે નહીં, પ્રેમભાવને આકૃતિસાથે સંબંધ નથી પણ મૂર્તિની સુંદરતા પ્રત્યે મોહ હોય છે.
શિવ જ સર્વોત્તમ પરમ જ્યોતિ સચ્ચિદાનંદ પર બ્રહ્મ ‘સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌’ છે.
મનુષ્યોને સ્વરૂપ વગર ફાવે નહીં તેથી પરમાત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવામાં આવે છે. સત્‌ ચિત્‌ આનંદ અનાદિ છે. આપણી ઈન્દ્રિયો આ ત્રણેમાંથી એકપણને જોઈ શકે નહીં. પરમાત્માને સચ્ચિદાનંદ સ્વરૂપે ઓળખવામાં આવે છે પણ કોેઈ પોતાની આંખ વડે જોઈ શકતું નથી. મનમાં પવિત્ર મનની અંદર આત્મ સ્વરૂપનું દર્શન થાય તે જ પરમાત્માનું તત્ત્વ સ્વરૂપ તત્ત્વની ક્ષમતા અનંત છે. એ ભાગ્યે જ કોઈની સમક્ષ પૂરેપૂરું પ્રગટ થાય છે.
ૐ નમઃ શિવાય પરમાત્મતાનો મુખ્ય મંત્ર છે. શિવ એક જ પરમાત્મા પરમ જ્યોત, સત્ય નિત્ય અને આનંદ સ્વરૂપે દરેક જીવાત્મામાં રહેલા છે. અવિરત પ્રેમથી તેનું પૂજન કરો તો તેમને તેના સ્વરૂપનો સાક્ષાત્કાર થશે.ે
શિવબાબા અંતર્યામિ તમારી અંદર તમારા સ્વરૂપે જ નિવાસ કરે છે. બહાર શોધવાની જરૂર નથી. આપણા શરીરમાં આત્મ પ્રભાની એક દિવ્ય જ્યોતિ સદૈવ ઝળકે છે. તે ઘ્યાન દ્વારા અંદર જાગૃત થાય છે. ઝળહળતી જ્યોતિનું તમને દર્શન થશે ત્યારે તમે પોકારી ઉઠશો કો શિવોહં. હું પરમાત્મા શિવ જ્યોતિ રૂપે બ્રહ્મ છું.
દરેક શાસ્ત્રનો એક જ મત છે કે ભગવાન શિવ એક જ પરમપિતા પરમાત્મા દરેક ધર્મના ઈશ્વર છે. તેમને દમન કરવાથી નહીં પણ કેવળ પ્રેમ અને ભક્તિથી જ શિવને બહુ જ સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેમ છે.
શિવ પરમાત્મા જ્યારે અનંત વિશ્વમાં તત્ત્વરૂપે વાસ કરતા હતા ત્યારે, કાર્ય કારણ ન હોવાથી શિવ-પિતા અવ્યક્ત સ્વરૂપે રહેતાં હતા. તે અવસ્થાને ‘સ્વયંમ’ અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થઈ ત્યારે પરમાત્મા સગુણ શિવ કહેવાયા અને બંને તત્ત્વો નિર્માણ કર્યા તેને ‘શિવભક્તિ’ અથવા પ્રકૃતિ કહેવાયા.
આ વિશ્વ એ પરમ શિવના ચિત્તનો ક્રીડા વિલાસ છે. સૃષ્ટિના પ્રારંભમાં સર્વ પ્રથમ એક જ પરમાત્મા શિવ હતા. એક માથી અનેક થવાની ઈચ્છા પ્રગટ કરી. તેણે સંકલ્પ શક્તિથી આ અનંત વિશ્વનું સર્જન કરી આ સૃષ્ટિમાં પ્રાણીમાત્રની ઉત્પત્તિ કરી તેથી, શિવના જ એક સ્વરૂપને બ્રહ્મા કહેવામાં આવે છે.
આ વિશ્વની રચના કર્યા પહેલાં શિવપિતાએ બીજું સ્વરૂપ જુદું પાડ્યું તેનેં શિવ શક્તિ અથવા પ્રકૃતિ જ કહેવામાં આવી. એકલી પ્રકૃતિથી જગતનું કાર્ય ચાલી શકે નહીં અથવા એકલા ચેતન બ્રહ્મ અથવા આત્માથી કાંઈ થઈ શકે નહીં. પરમપિતા શિવ પરમ શુદ્ધ અજન્મા પરમાનંદ સ્વરૂપ, નિરાકાર હોવાથી બીજા સાકાર સ્વરૂપને ઉત્પન્ન કરવું જ જોઈએ. નહીં તો જગતની રચના થઈ શકે નહીં. જ્યારે પરમાત્મા શિવ એકલા હતા ત્યારે શિવ પિતામાં પ્રકૃતિનો વાસ હતો. તેથી શિવને અર્ધનારીશ્વર કહેવામાં આવતા. જગતની ઉત્પત્તિના સમયે પ્રકૃતિ તત્ત્વને અલગ કરી તેને ઉત્પત્તિનું કામ સોંપવામાં આવ્યું. શિવ પિતાએ સર્વે પ્રાણી માત્રામાં સાક્ષી ભાવે રહીને ચેતનાનો શરીરમાં દુર્ભાવ પ્રગટ કર્યો, તેથી તે વિષ્ણુ કહેવાયા.
શિવ - પરમાત્માના ત્રણ ગુણ સ્વરૂપ બ્રહ્મા -વિષ્ણુ-મહેશ
બ્રહ્મા- સર્જન સ્વરૂપ - રજોગુણ
વિષ્ણુ - ચૈતન્ય સ્વરૂપ - સત્વગુણ
મહેશ - મૃત્યુંજય સ્વરૂપ - તમો ગુણ
આ ત્રણે દેવો ત્રણ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. તે જીવની અંદર રહેલા છે. અને આ ત્રણ દેવોેના આર્વિભાવ અને તિરોભાવ થયા જ કરે છે. આ ત્રણેય ગુણોને રૂચી, અરૂચી સાથે સંબંધ છે. પ્રકૃતિ શિવશક્તિ માયાના ત્રણ ગુણ સ્વરૂપ.
સત્વગુણ - દયા ધર્મ, ભક્તિ, શ્રઘ્ધા
રજોગુણ- દાન, ભોગ,શ્રૃંગારના સ્વાર્થ
તમો ગુણ - મોહ, પ્રમાદ, નિદ્રા, હંિસા
આ સહિતના ત્રણ ગુણો સરખી અવસ્થામાં
રહે છે.
જીવે જન્મો જન્મ કરેલા કર્મો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી ભટકતાં ભટકતાં સુખ-દુખ ભોગવવા પડે છે. ત્રણે ગુણોનો સાથ સહકાર લઈ સત્કર્મો કર્યા કરવા તેજ જીવનનો ધર્મ છે.
જગતના દરેક શિવ મંદિરમાં પ્રકૃતિ પાર્વતીને જુદું સ્થાન આપવામાં આવે છે. પાર્વતી શિવને પોેતાના સર્વસ્વ પતિ માની સંતોષ અનુભવે છે. આજ્ઞામાં રહી પ્રકૃતિ માયા દરેક મંદિરમાં બધી મૂર્તિઓમાં પરમાત્માના યુગલ સ્વરૂપે બીરાજમાન છે. જેમ કે શ્રી રાધાકૃષ્ણ શ્રી લક્ષ્મીનારાયણ શ્રી સીતારામ વગેરે વગેરે.
જે શાશ્વત કાળ માટે એકરૂપ રહે તે પરમાત્મા અને વારંવાર રૂપ બદલ્યા કરે તે પ્રકૃતિ માયા.
આપણા શરીર રૂપી મંદિરમાં અંતરાત્મા સ્વરૂપે, શિવ પિતાનો વાસ છે. આદિથી અંત સુધી એક જ સ્વરૂપે રહે છે. જન્મ મૃત્યુથી પર છે. જગતના કોઈ તત્ત્વો તેની બરોબરી કરી શકે નહીં. શિવ જ મૃત્યુંજય છે. અજન્મા છે. સર્વ શક્તિમાન છે. કાળના ક્રમથી પર છે. હંમેશા એક જ સ્થિતિમાં રહે છે. જ્યારે પ્રકૃતિ પરિવર્તનશીલ હોવાથી જન્મ મૃત્યુને આધિન છે. મૃત્યુ દ્વારા દરેક જીવને પ્રગતિનો રાહ બતાવે છે. વારંવાર જન્મોજન્મ સારા કર્મો કરવાની તક આપે છે.
શિવપંથીઓનો પ્રથમ સિદ્ધાંત એકેશ્વરવાદ, પરમાત્માં એક જ છે. અદિત્વીય છે. માત્ર તેનું જ ભજન કરો, તેનું જ પૂજન કરો. બીજા કોઈને શરણે જવાની જરૂર નથી. જેમ કુલીન સ્ત્રીઓ અનેક પુરુષોને સેવે તો તે વ્યાભિચારી કહેવાય. તેમ તેમ દરેક દેવતાને ભજો તો તે પણ વ્યાભિચાર કહેવાય. શિવપિતાને પતિના મઘુર ભાવથી પ્રેમ કરો. તેને જ તમારું સર્વસ્વ અર્પણ કરો તે જ આપણા સ્વામી છે. બીજા કોઈમાં મન લગાડો નહીં. આ આપણું શરીર અંગ સતી છે.
શિવલંિગ જ્યોતિર્લંિગ પતિ છે. તેથી શિવને જ અનંત પ્રેમ કરો. તેની જ ભક્તિમાં લીન થઈ જાવ. એક દિવસ તમને જરૂર તેની અનુભૂતિ થશે.
બીજો સિદ્ધાંત શિવપંથીઓ વર્ણાશ્રમ અને જાતીભેદમાં માનતા નથી. બ્રાહ્મણ અને શુદ્રમાં કાંઈ ફરક નથી. કોઈ ઊંચ કે નીચનો ભેદ નથી. બ્રાહ્મણનું શરીર હોય કે ચંડાળનું. પુરુષનું હોય કે સ્ત્રીનું. અમારા મનમાં તો પ્રાણ અને આત્માની રચનામાં કોઈ ભિન્નતા નથી. કોઈ કહેશો કે આત્માનું કુળ કયું? આપણે બધા એક જ પરમપિતા શિવના સર્જનહાર છીએ. આપણામાં વળી કોણ ઊંચ અને કોેણ નીચ? શિવલંિગની આરાધનાથી જાત-પાત-ભાત મરી જાય છે. અમારી માતા પાર્વતી અને પિતા શિવ હોવાથી અમારું કુળ ઈશ્વરનું કહેવાય ‘શિવ સર્વોત્મત્વ’. અમારામાં પવિત્ર આનંદમય આત્મા છે. નામ રૂપ શરીર બધા ભૌતિક છે.
હીમાચ્છાદિત સ્ફટિકમણિમાં શ્રી કૈલાસપતિ શિવજીને, શિવલંિગ રૂપે ભજીયે છીએ. તે શિવલંિગને કોઈ સ્થૂળ કામ ભાવનાનું પ્રતિક નથી. દિવ્ય જ્યોતિ પરમ પ્રકાશના પ્રતિક રૂપે જ્યોતિર્લંિગ કહેવાય છે. તાત્વિક દ્રષ્ટિએ આપણામાં રહેલી જ્યોતિનોે અંશ પરમ જ્યોતિમાં વિલીન થઈ જાય ત્યારે આપણે શૂન્ય થઈ જઈએ એ જ મોક્ષ કહેવાય.
શિવપિતાની માનસ પૂજા જ સર્વોત્તમ શ્રેષ્ઠ છે. માત્ર એક જ મંત્ર ઓમ ન શિવાયનું રટણ છેલ્લા શ્વાસ સુધી ન છોેડવું. તે જ શિવ અને જીવનું મિલન. આપણા જીવનું સ્વતંત્ર અસ્તિત્ત્વ છે જ નહીં પણ તે માત્ર શિવપિતાનો અંશ છે. જીવન દોરી પરમાત્માના હાથમાં છે. મનના વ્યાપારના સાક્ષી પણ શિવ પરમાત્મા જ છે.
શ્રી નર્મદેશ્વરની યાત્રા કરવા જઈએં ત્યારે નર્મદા (રેવા)ની પરિક્રમા વખતે સ્નાન કરતાં હોઈએ ત્યારે નદીમાંથી નાના નાના શિવલંિગ હાથમાં આવેછે. તેને ઈષ્ટલંિગ કહેવાય. ઈષ્ટલંિગ સ્મૃતિરૂપે શરીર ઉપર ધારણ કરવાથી શિવપિતાનું સાન્નિઘ્ય મળે છે. શિવભક્તોના પ્રાણમાં રહેલી જ્યોતિને પ્રાણલંિગ કહેવાય. જેણે શરીર ઉપર શિવલંિગ ધારણ કરેલ છે તે શિવનું જ સ્વરૂપ છે. આ શરીર શિવપિતાનું ચાલતું ફરતું મંદિર છે. મારા બંને પગ મંદિરના સ્તંભોે છે. મારું શરીર શિવલંિગ ગર્ભગૃહ અને મારું માથું મંદિરનું સુવર્ણ કલશ શિખર છે. આ શરીરરૂપી મંદિરમાં બિરાજમાન પરમાત્મા શિવ છે.
જ્યારે ભક્ત ધીમે ધીમે પ્રાણલંિગ સાથે એકત્વ ભાવ અનુભવે છે. ત્યારે પ્રાણલંિગના ઘ્યાનસ્થ ભક્તિમાં, જ્યારે આપણી મનોવૃત્તિ શિવપ્રેમમાં લીન થઈ જાય ત્યારે આ પ્રેમ-પૂજા- ૐ નમઃ શિવાયના મંત્ર સાધનાથી સાધક શિવ તત્વને પામે છે. સ્વયમ શિવ-મય બની જાય છે ત્યારે જીવ આત્મમાં વિલીન થઈ જાય છે. આત્મજ્યોત બ્રહ્મજ્યોતિમાં સમાઈ જાય અને છેવટે શૂન્ય જ રહે તે જ મોક્ષ છે. તે જ શિવોહં શિવોહં.
શિવબાબા પોતાના ભક્તોને પોેતાના જેવા જોગી જ બનાવી દેશે. ભક્તોની કસોટી કરશે ચંદનની જેમ ઘસીને ઘસીને તપાવશે. અચલ રહેશો તો પ્રેમથી પોતાના બાહુપાશમાં સમાવી લેશે કારણ આપણા પિતા પરમાત્મા કલ્યાણકારી છે.
તમને એમ નથી લાગતું કે હાથમાં દીવો લઈને પરમાત્માને અજવાળામાં શોધવા નીકળ્યા છો? તમે અગોચર બ્રહ્મને શોેધી રહ્યા છો? શિવબાબા તોે તમારી પાસે જ છે. ક્યાંય શોધવા જવાની જરૂર નથી. તમારી આંખો ખોલી શિવપિતાને પ્રાર્થનાં કરો કે ઃ હે પ્રભુ શિવબાબા તમે જ મારા પતિ છો. તમને મેળવવા જીવનભર તપશ્ચર્યા કરી છે. પ્રાર્થના, પ્રેમ, પૂજા કરી નિરંતર ૐ નમઃ શિવાયનું રટણ કર્યું છે. તમારા ચરણ કમળમાં સ્થાન આપશો.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved