Last Update : 29-July-2012, Sunday

 

સંબંધના ૠણાનુબંધનો હકાર...

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

બસ એ જ સંબંધો સાચા...
જેની પાસે સ્વયં ખૂલતી હોય હૃદયની વાચા...
લાલચોળ તડકીઓ જ્યારે જમણો હાથ ઉગામે,
એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે...
સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે ના કાચા...
બસ એ જ સંબંધો સાચા...
સમજણનું આકાશ હોય ને હોય સ્મરણની સીડી,
બંને પાસે સાકર તોય બંને જાણે કીડી..
ગમે ત્યાંથી સ્પર્શો, ના હો કયાંય અહમના ખાંચા...
બસ એ જ સંબંધો સાચા...
- મૂકેશ જોશી

સંબંધ બાંધવા પડે છે. સંબંધમાં ગરજ અને ફરજ બંને હોય છે. સંબંધમાં મૈત્રી પણ હોય છે અને મૈત્રીમાં સંબંધ પણ હોય છે. સંબંધોનો કયારેક થાક વર્તાય છે અને થાક ઉતારવા માટે સંબંધ પાસે જ જવું પડતું હોય છે. ઘણીવાર વારંવાર મળતા સંબંધોમાં અકળામણ અને ગૂંગળામણ અનુભવાય છે. તો ઘણીવાર અલપઝલપનો સંબંધ જીવન આખાની સ્મૃતિ પર મોરપંિછનો મુગટ બને છે. સંબંધોમાં જીવવાનું હોય છે. સંબંધો ફરજ પરના અધિકારી જેવા વારંવાર પોતાની પ્રામાણિકતા દર્શાવતા ન હોવા જોઈએ. સંબંધનો બંધ ટાઇમ-ટેબલ વગરનો, અનિયમિત રીતે નિયમિત હોય છે...
જીવનના હકારની આ કવિતા એવા સંબંધની વાત કરે છે જ્યાં કોણે કોના માટે શું અને કેટલું કર્યું છે એની ઊલટ તપાસ નથી કે પછી હૈયાવરાળ પણ નથી. અહીંયા સાચા સંબંધમાં બંનેએ એકબીજા માટે ચૂપ રહીને જીવેલી ક્ષણોનું બાષ્પીભવન થઇને વરસાદ બન્યાની અવસ્થા છે. જ્યાં વારેઘડીએ પોતાની જાતને સાબિત કરવાની કે કઠેડામાં ઊભા રહીને ખુલાસો આપવાની જરૂર નથી હોતી એવા મર્માળા, નિખાલસ, આત્મીય સંબંધની વાત છે અહીંયાં. જ્યાં મૌન પણ હૃદયની ભાષા થઈને વંચાય છે અને શબ્દો પોતે શરમાય છે ત્યાં સાચુકલો સંબંધ અનુભવાય છે. સાચો સંબંધ મોંમાં આંગળાં નાંખીને બોલવા માટે મજબૂર નથી કરતો કે સામેવાળાને સામેથી કહેવું પડે એટલી હદ સુધી ઊણો પણ નથી ઊતરતો. એ તો સુગંધ આગળ ઊઘડી જતી પાંખડીઓની સત્તા ભોગવે છે. વાતાવરણ તો એનો લાભ ખાટી જાય છે.
સાચો સંબંધ જીવતી આ એવી વ્યકિતની વાત છે જ્યાં વરસાદમાં છત્રી લઈને નીકળવાની વાત નથી. સાચો સંબંધ જીવનારી વ્યકિત તો સુખમાં સંતાઈ જાય અને દુઃખમાં આપણાં પગલાંની નીચે ધરતી બનીને ટેકો આપતી હોય. આવી વ્યકિત દુઃખના તડકાઓ જ્યારે જમણો હાથ ઉગામે ત્યારે તડકામાં છત્રી લઇને આપણને છાંયડો આપતી હોય છે. એને સાચવવાની ચંિતા નથી હોતી. કાચનાં વાસણની જેમ એને એની કાળજી રાખવાની નથી હોતી. એ તો કાળજામાં કોરાઈને આપણા માટે જીવતી હોય છે અને આપણે એના માટે ધબકતાં હોઈએ છીએ.
જ્યાં સમજણ અને સ્મરણ બંને પરિપકવ હોય, મોજમજા અને મસ્તીને યાદ કરતાં કરતાં સમજણનું આકાશ અન્નજળનાં નક્ષત્રોને ઉપસાવે ત્યારે સંબંધ કહ્યા વગર ઘનિષ્ઠ થતો હોય છે. આવા સમયે બંને પાસે અરસપરસ સાંકરની મીઠાશ હોય અને બંનેને એકબીજાની કીડી થવામાં રસ હોય ત્યારે જીવનની કેડીની સમૃદ્ધતા શાંત નદીના પટમાં નિરવતાનો અહેસાસ કરતી હોય... કોઈ એકાદ જણ તો આપણું છે એનો વિશ્વાસ આપણી ઊંઘને નિરાંત આપે છે.. આવા એકાદ જણને ચીડવીને-ખિજવીને મનાવીએ છીએ ત્યારે આપણને અને એને બંનેને સંબંધનો જલસો જીવવાની ટેવ પડી હોય છે. એવી વ્યકિતને અહમ્‌ના ખાંચા નથી હોતા. જીવવા માટે જેટલી સામેના સંબંધની ઓછી ભૂલો કાઢીશું એટલું જીવન પારદર્શક, સ્વચ્છ અને ઉત્સવ જેવું જીવાશે... સાચો સંબંધ હૃદયની ભાષામાં સહજના કિનારે વહેતો હોય છે જ્યાં અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષા પોતાની સરહદ છોડીને એકબીજામાં પ્રવેશ નથી કરતી. આપણો હાથ જીંદગીભર કેટલાંયે લોકો જોડે હાથ મિલાવીને થાકી જાય છે ત્યારે જેને મિલાવેલા હાથની હૂંફ હથેળીઓની રેખાને જીંદગી જીવવાનું જોમ અને સાંત્વન આપે છે એ જ સાચો સંબંધ... ૠણાનુબંધ...

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved