Last Update : 29-July-2012, Sunday

 

આર્મી ઓફિસરોના પડછાયા બનીને રહેતા ‘ઓર્ડરલી’
લશ્કરી અમલદારોનાં ઘરોમાં સહાયકો પાસે રીતસર ગદ્ધાવૈતરું કરાવાય છે

- મોટા ભાગના સહાયકો ઓફિસરોના હાઉસકીપર્સ (ઘર નોકરો) બનીને રહી જાય છે. શાક સમારવાથી માંડીને પાળેલા કૂતરાંને બહાર આંટો મારવા લઈ જવા સુધી, ઘરનું એક પણ એવું કામ નથી જે ઓર્ડરલી પાસે નથી કરાવાતું

૨૦૧૨નું વરસ આર્મી માટે ખાસ્સુ અપશુકનિયાળ પુરવાર થયું છે. આર્મીના જાતજાતના કૌભાંડો બહાર આવ્યા, એના ટોચના જનરલો વચ્ચે વિખવાદો થયા અને સૈન્યના વડાં વી. કે. સંિહ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં ગયા, પરંતુ આ બધામાં સૌથી શરમજનક ઘટના ૧૭ મેએ લડાખના નાનકડા નગર ન્યોમાની ફાયરંિગ રેન્જ નજીક બની. ૨૨૬ ફિલ્ડ રેજિમેન્ટના મેજરની રેન્કના ઓફિસરો-એ. કે. શર્મા, અંકુર તિવારી, કપિલ મલિક, થોમસ વર્ગીસ અને એ. ડી. કાનાડેએ મળીને શર્માના સહાયક (ઓર્ડરલી) સિપાઈ સુમન ઘોષની બુરી રીતે મારપીટ કરી. સુમન ઘોષનો ગુનો એટલો જ હતો કે એણે પોતાના ઓફિસરની પત્ની સાથે થોડી તોછડાઈનથી વાત કરી હતી. શર્મા અને એમના સાથી ઓફિસરોએ ઘોષની સાથોસાથ આર્મીએ દાયકાઓથી જાળવી રાખેલા એક સંબંધ ઉપર પણ હિચકારો હુમલો કર્યો હતો. એ સંબંધ આર્મીના ઓફિસર અને એના સહાયક (ઓર્ડરલી) વચ્ચેનો છે. ભારતીય સૈન્યએ ભલે આ બનાવ બાબતમાં લંિપણ-પોતણ કરી બઘુ સમુસુતરુ હોવાની જાહેરાત કરી દીધી પરંતુ એની એક સૌથી જુની સંસ્થા સહાયક સિસ્ટમને અકલ્પનીય નુકસાન તો થયું જ છે.
દરેક આર્મી ઓફિસરને રેજિમેન્ટમાં કમીશન્ડ (સામેલ) કરાયા બાદ એક સહાયક અથવા ઓર્ડરલી ફાળવાય છે. ઓર્ડરલીનું કામ પોતાના ઓફિસરની નાની-મોટી જરૂરીયાતોની સંભાળ લેવાનું હોય છે. એ ઓફિસરના યુનિફોર્મ, હથિયાર અને ઇક્વિપમેન્ટ (ઉપકરણો) વ્યવસ્થિત રાખે છે. કોમ્બેટ એરિયામાં સહાયક ઓફિસરના ઇક્વિપમેંટસ ઉપાડે છે અને એના રેડિયો ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ‘એ ઓફિસરની કિટનંુ ઘ્યાન રાખે છે, એના ખભા પર લાગતા સ્ટાર્સને પોલિશ કરી ચકચકતા રાખે છે અને એની રિબન્સ પણ વ્યવસ્થિત લગાડી આપે છે. લશ્કરી કવાયત દરમિયાન તમારો ઓર્ડરલી જ તમારુ હથિયાર લઈને સાથે સાથે ફરે છે. ટુંકમાં, એ તમારો પડછાયો બની જાય છે,’ એમ એક નિવૃત્ત બ્રિગેડિયર કહે છે. તેઓ ૧૯૭૧નું યુઘ્ધ પોતાના ઓર્ડરલી સાથે ખભેખભા મિલાવીને લડ્યા હતા. યુઘ્ધ દરમિયાન એક વાર એમના સિપાઈ (ઓર્ડરલી)ને ગોળી વાગતા તેઓ એને ૨ કિ.મી. સુધી પોતાના ખભા પર ઊંચકી સલામત સ્થળે લઈ ગયા હતા. એ સિપાઈએ પછી બે દાયકા સુધી બ્રિગેડિયરની સેવા કરી. ‘વરસોના સંગાથને કારણે તમારો ઓર્ડરલી તમારો પડછાયો અને જમણો હાથ બની જાય છે. તમે બોલો એ પહેલા જ એ તમારી જરૂરિયાતો સમજી જાય છે. જો સંબંધ સરખો સચવાય તો આ છોકરાઓ પોતાના સાહેબ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે,’ એમ બ્રિગેડિયર વઘુમાં જણાવે છે.
હમણા ખુદ સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટરનીએ સંસદમાં ઓફિસર અને ઓર્ડરલી વચ્ચેના અનોખા સંબંધનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે એ વિશ્વ્વાસ, આદર, ઉષ્મા અને શ્રઘ્ધાનું પ્રતીક છે. નેતાઓ અને એમના અનુયાયીઓ વચ્ચેના સંબંધનો આ જ પાયો છે. બ્રિટીશરોએ આ જ સિદ્ધાંતના આધારે ઓર્ડરલી રાખવાની પ્રથા શરૂ કરી હતી. આ પ્રથાની ઘણી ઉજળી બાજુ હજુ જળવાઈ રહી છે, પરંતુ છેલ્લા દાયકાઓમાં ઓર્ડરલી સિસ્ટમનો દુરુપયોગ અનેક ગણો વધી ગયો છે. આજે ઘણાં લોકો સહાયકને આર્મી ઓફિસરના ઓફિસિયલ આસિસ્ટંટને બદલે એક આબરૂદાર ઘરનોકર તરીકે જુએ છે. જોવાની ખૂબી એ છે કે લશ્કરની બીજી બે પાંખો - નેવી અને એર ફોર્સમાં ઓર્ડરલી રાખવાની પ્રથા જ નથી. એર ફોર્સ અને નેવીમાં એક ચોક્કસ રેન્કના અને એમની ઉપરના ઓફિસરોને એક કુક (રસોઈયો) અને એક સ્ચ્યુઅર્ડ અપાય છે, જેઓ સિવિલયંસ હોય છે.
૨૦૧૦માં સંસદની સંરક્ષણ વિષયક સ્ટેન્ડંિગ કમિટીએ એવી ભલામણ કરી હતી કે આર્મી, જવાનોને ઓફિસરોના સહાયકો તરીકે નીમી એમને ‘ઉતારી પાડતી અને અપમાનજનક’ પ્રથા નાબૂદ કરે. સંરક્ષણ મંત્રાલયે આ ભલામણ ફગાવી દીધી હોવા છતાં આર્મીએ સહાયકોના સ્થાને સર્વિસ આસિસ્ટંટસ અને નોન-કોમ્બેટંટ આસિસ્ટંસ જેવા પદો પર સિવિલિયનોને નિમવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ‘અમને સહાયક સિસ્ટમની જરૂર જ નથી. ખાસ કરીને ઓફિસર જ્યારે ફિલ્ડ પોસ્ટંિગ પર હોય ત્યારે એનાથી દૂર શહેરમાં રહેતા એના પરિવારની સેવા કરવા માટે તો સહાયકો રાખવા જ ન જોઈએ. આ પ્રથા એક તાલિમ બઘ્ધ જવાનનો દુરુપયોગ કરે છે. યુઘ્ધની તાલિમ પામેલા એક સૈનિકના ગૌરવ સાથે એ સમાધન કરે છે,’ એવો મત મેજર જનરલ (નિવૃત્ત) એસ. થપલિયાલ દર્શાવે છે.
ખાસ કરીને આ પરંપરાની વધારે ટીકા એટલા માટે થાય છે કે એમાં મોટા ભાગના સહાયકો ઓફિસરોના હાઉસકીપર્સ (ઘર નોકરો) બનીને રહી જાય છે. શાક સમારવાથી માંડીને પાળેલા કૂતરાંને બહાર આંટો મારવા લઈ જવા સુધી, ઘરનું એક પણ એવું કામ નથી જે ઓર્ડરલી પાસે નથી કરાવાતું.‘મને યાદ છે કે હું નાની હતી ત્યારે ટેબલ પર નાસ્તો કરવા બેસતી ત્યારે અમારા બેટમેન ભૈયા મને બુટ-મોજાં પહેરાવી દેતા. તેઓ મારી સ્કૂલ બેગ ઊંચકીને મને સ્કૂલ બસમાં મૂકવા આવતા અને હું પાછી ફરું ત્યારે પણ બેગ તેઓ જ ઉપાડતા. તેઓ અમારા કપડાં ઇસ્ત્રી કરતા, કૂતરાંને વૉક પર લઈ જતા, કેન્ટિનમાંથી ઘર માટે વસ્તુઓ લઈ આવતા અને ઘરમાં મહેમાન આવે તો એમને ચા પણ પીરસતા’, એમ સિનીયર આર્મી ઓફિસરની પુત્રી શ્રેયા ગાંધી કહે છે.
અલબત્ત, ગાંધી કુટુંબ માટે એમના બેટમેન (ઓર્ડરલી) ઘરના સભ્ય જેવા બની ગયા હતા. ત્યાં સુધી કે શ્રેયાના લગ્ન થયા ત્યારે એના મોંઘા કપડાં અને દાગિના ભરેલી બેગ્સની ચાવીઓ ઓર્ડરલીને જ સોંપાઈ હતી. ‘આજે મોટી થયા પછી મને સમજાય છે કે અમે એની પાસે એવું કામ કરાવ્યું જે એક ઘરનોકર કરે છે. એ એક તાલિમબઘ્ધ સૈનિક હતો પણ અમે એની પાસે સ્કૂલ બેગ ઉપાવડાવી’ એવો અફસોસ શ્રેયા વ્યક્ત કરે છે.
કેટલાક સિનિયર આર્મી ઓફિસરો માને છે કે એમના પર એક સૈનિકનો નોકર તરીકે ઉપયોગ કરવાની આળ મૂકવી ખોટી છે. ‘એ ઘરમાં હોય ત્યારે પણ એનું કામ ઓફિસરની કિટ, એના યુનિફોર્મ અને શૂઝનું ઘ્યાન રાખવાનું હોય છે. અમે ઘરનોકરની જગ્યાએ ક્યારેય સહાયકનો ઉપયોગ નથી કર્યો’, એમ એક મેજર કહે છે.’
આર્મીમાં આવા સજ્જન ઓફિસરો વચ્ચે કેટલાક એવા કાળા મેંઢા પણ છે જેઓ સહાયકો પાસે ઘરમાં જાડુ-પોત્તા કરવા, ટેબલ સાફ કરવા, વાસણ ઉટકવાં અને બાથરૂમ-સંડાસ સાફ કરવા જેવા હલકાં કામ પણ કરાવે છે. હવે તો સહાયકો આવા ઓફિસરો વિરુદ્ધ રેજિમેન્ટના ઇન્ચાર્જને ફરિયાદ પણ કરતા થયા છે. જવાનને જો કોઈ ઓફિસર સાથે કામ ન કરવું હોય તો એને પોતાની ઇચ્છા દર્શાવવાનો હક છે. આ હક જોકે છેક હવે એમણે મળ્યો છે. હજુ ૧૦ વરસ પહેલા કોઈ જવાનની એટલી હંિમત નહોતી થતી કે પોતાને અપાયેલું કોઈ કામ કરવાની ના પાડી શકે.
જાણીતા અંગ્રેજી સામયિક ‘ધ વીક’માં આર્મીના એક નિવૃત્ત હવાલદાર રાજેન્દર સંિહનો દાખલો અપાયો છે, જેણે ઓર્ડરલી તરીકે એક જ ઓફિસર સાથે ૧૮ વરસ કામ કર્યું હતું. એમને ઘરમાં બઘુ કામ કરવુ પડતું પણ એ વિશે એમને કોઈ ફરિયાદ નથી. તેઓ કહે છે કે મને મારા ઓફિસરના પરિવારે ઘરના માણસની જેમ રાખ્યો હતો. તેઓ જે ખાતાં એ જ મને ખવડાવતાં. મારી સાથે કોઈ જાતનો ભેદભાવ નહોતો રખાતો. હકીકતમાં એમની ભલામણોને કારણે જ મને સિપાઈમાંથી હવાલદાર તરીકે બઢતી મળી હતી.
પરંતુ સહાયકોને સારા અનુભવ સામે આર્મી ઓફિસરોના કડવા અનુભવ પણ થાય છે. એમની પાસે વહેલી સવારથી રાત સુધી નોકર કરતા પણ વઘુ ગદ્ધાંવેતરુ કરાવાય છે. ઉપરથી ઓફિસરના ઘરવાળા એમને વઢતા કે અપશબ્દો કહેતા પણ અચકાતા નથી. આવા ઘરોમાં ઓર્ડરલીની હાલત એક ગુલામ જેવી જ હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved