Last Update : 29-July-2012, Sunday

 

સેન્ડોનું સ્વાસ્થ્ય માર્કેટંિગ

પારિજાતનો પરિસંવાદ - ડૉ.કુમારપાળ દેસાઈ
 

મનઝરૂખો

મૂશળધાર વરસાદની વચ્ચે પોલેન્ડના પ્રસિદ્ધ દાર્શનિક ટ્‌વાયંિસ્કી જરૂરી કામસર બહાર નીકળ્યા હતા. એવામાં એકાએક ક્યાંકથી કૂતરો ધસી આવ્યો અને એના ભીના શરીરને ભારે પ્રેમથી ટ્‌વાયંિસ્કી સાથે ઘસવા લાગ્યો. ટ્‌વાયંિસ્કીએ પણ એના માથા પર વહાલથી હાથ મૂક્યો અને એને પ્રેમથી પંપાળ્યો.
બરાબર આ જ સમયે ટ્‌વાયંિસ્કીનો મિત્ર આવી પહોંચ્યો અને એ આ દ્રશ્ય જોઇને ચકિત થઇ ગયો. ટ્‌વાયંિસ્કી કૂતરા સાથે ગેલ કરતા હતા અને કૂતરો એમની સાથે ઊછળકૂદ કરતો હતો, પરંતુ એમ કરવા જતાં ટ્‌વાયંિસ્કીના કપડાં ગંદા થતાં હતાં.
મિત્રએ ટ્‌વાયંિસ્કીને જરા ખિન્ન અવાજે કહ્યું, ‘અત્યારે આપણે જરૂરી કામથી બહાર જવાનું છે અને તમે આ કૂતરા સાથે રમત માંડીને બેઠા છો. એ તમારાં સુંદર વસ્ત્રોને કેટલાં મેલા અને કાદવ-કીચડવાળાં કરી રહ્યો છે. એને દૂર હટાવવાને બદલે તમે એને પ્રેમથી પાસે બોલાવો છો.’
તત્ત્વજ્ઞાની ટ્‌વાયંિસ્કીએ કહ્યું, ‘દોસ્ત, જંિદગીમાં પહેલીવાર આ કૂતરો મને મળ્યો છે અને મારા તરફ આટલી બધી આત્મીયતા દર્શાવે છે. જો મારાં કંિમતી વસ્ત્રોનાં મોહમાં એને દૂર હટાવી દઉં, તો એની આત્મીયતાને કેટલો બધો આઘાત લાગે! એના આવા પ્રેમ સામે આ કપડાંની કોઇ કંિમત નથી. અને હવે વાત રહી જરૂરી કામની? તો કામ તો ફરી થઇ શકશે, પરંતુ આવી આત્મીયતા ક્યાં ફરી મળવાની છે? પ્રત્યેક પ્રાણી ભગવાનની કૃતિ છે અને એટલે એનામાં ઈશ્વરનો નિવાસ છે એમ માનીને એના તરફ સ્નેહ પ્રગટ કરવો જોઇએ, સમજ્યો.’

 

મજબૂત શરીરનો આદર્શ ગણાતો યુજીન સેન્ડો યાદ આવી ગયો. આમ તો તાજેતરમાં સુદ્રઢ બાંધો અને શક્તિશાળી શરીર ધરાવતા ભારતીય કુસ્તીબાજ દારાસંિઘનું અવસાન થયું અને હેવી-વેઇટ બોક્સંિગના શ્રેષ્ઠ બોક્સર તરીકે જાણીતા એવા ટ્રોફિલો સ્ટીવન્સનનું સ્ટ્રોકને કારણે ક્યૂબાના હવાનામાં અવસાન થયું. ત્રણ-ત્રણ વખત ઑલિમ્પિકમાં હેવી-વેઇટ બોક્સંિગમાં સર્વશ્રેષ્ઠ બનીને સુવર્ણચંદ્રકો હાંસલ કરનાર કયૂબાના ટ્રોફિલો સ્ટીવન્સન મહમદઅલીની માફક ધંધાદારી બોક્સંિગની અઢળક કમાણી કરવાને બદલે જંિદગીભર એમેચ્યોર ખેલાડી તરીકે રહ્યો અને ‘સ્પોટ્‌ર્સ એ વ્યવસાય નહીં, પણ આનંદખેલ છે’ એ સૂત્રને જીવનમાં સાર્થક કર્યું.
આ સમયે યુજીન સેન્ડોનું સ્મરણ એ માટે થયું કે એનું અવસાન તો ૧૯૨૫ની ૧૪મી ઑકટોબરે ૫૮ વર્ષની વયે થયું હતું, પરંતુ એને વિશે ઘણી નવી માહિતી તાજેતરમાં પ્રગટ થઇ. આ યુજેન સેન્ડો ભારતના પ્રવાસે આવ્યો હતો અને એ સમયની એની જગતશ્રેષ્ઠ પહેલવાન તરીકે નામના હતી. પરંતુ મજાની વાત એ છે કે પોતાના શરીરસૌષ્ઠવનો નજારો પેશ કરનારો યુજીન સેન્ડો વજન ઊંચકવામાં એટલો બધો બળવાન નહોતો. આને પરિણામે દુનિયાભરના પહેલવાનોને પડકાર ફેંકનાર સેન્ડો ભારતમાં આવ્યો, ત્યારે મહાભારતના ભીમને આદર્શ રાખીને તૈયાર થયેલા મહાશક્તિશાળી રામમૂર્તિએ એને પડકાર ફેંક્યો અને એ પડકારનો સ્વીકાર કરતાં પૂર્વે યુજીન સેન્ડોએ તપાસ કરી હતી કે રામમૂર્તિ કેટલું વજન ઊંચકી શકે છે.
લડતાં પૂર્વે ખુદ સેન્ડોએ જ વજન ઊંચકવાની સ્પર્ધા કરવાનું જાહેર કર્યું હતું. પરંતુ એ પછી ગુપ્ત રીતે ખબર પડી કે રામમૂર્તિ તો એકસો મણ વજન ઊઠાવી શકે છે અને પોતે માત્ર પચાસ મણ વજન ઊંચકી શકે છે ત્યારે એણે રામમૂર્તિનો સામનો કરવાનું મુનાસિબ માન્યું નહીં. ‘હું કોઇ કાળા માણસ સાથે કુસ્તી લડવા માગતો નથી’ એમ કહીને સેન્ડોએ ઈન્કાર કર્યો.
એક બીજી હકીકત એ કે સેન્ડો ૧૮૬૭ની બીજી એપ્રિલે પ્રશિયાના કોનિગ્સબર્ગમાં જન્મ્યો હતો. એ સમયે પ્રશિયામાં દરેક યુવાનને ફરજિયાત લશ્કરી તાલીમમાં સામેલ થવું પડતું હતું. આનાથી બચવા માટે સેન્ડો ઈંગ્લૅન્ડ દોડી આવ્યો અને ઈંગ્લૅન્ડમાં એણે સ્ટેજ પર પોતાના દેહસૌષ્ઠવના કાર્યક્રમો રજૂ કર્યા.
ભારતના રામમૂર્તિ અને ઈંગ્લૅન્ડમાં વસેલા યુજીન સેન્ડો વચ્ચે એક સામ્ય એ મળ્યું કે આ બંને બાળપણમાં ઘણો નબળો બાંધો ધરાવતા હતા. પરંતુ રામમૂર્તિએ જેમ મહાભારતની કથા સાંભળી અને ભીમ થવાનું સવપ્ન સેવ્યું, એ જ રીતે યુજીન સેન્ડો એના પિતા સાથે રોમ શહેરમાં ફરવા ગયો હતો અને ત્યાં રોમના વિશાળકાળ ધાતુ અને પથ્થરનાં શિલ્પો જોઇને આશ્ચર્ય પામ્યો.
યુજીન સેન્ડોએ એના પિતાને સવાલ કર્યો કે ‘શું પ્રાચીન સમયમાં લોકો ખરેખર આવો મજબૂત દેખાવ અને ભરાવદાર મસલ્સ ધરાવતા હતા?’
ત્યારે એના પિતાએ કહ્યું, ‘પ્રાચીન જમાનામાં નહીં, પણ હમણાં સુધી ઘણા લોકો પોતાના શરીરની સાધના કરતા હતા અને તેઓ પોતાની શરીર સંપત્તિની આગળ ધનસંપત્તિને તુચ્છ લેખતા હતા.’
પિતાની આ વાત સેન્ડોના મનમાં એવી ઠસી ગઇ કે એ દિવસથી એણે દુનિયાના સૌથી વઘુ શક્તિશાળી માનવી બનવાના નિર્ધાર સાથે વ્યાયામ, ભારોત્તોલન, પહાડ પર દોડ જેવી કસરતો શરૂ કરી. ૧૮ વર્ષની ઉંમરે એનું શરીર જાણે લોખંડનું હોય એવું બની ગયું. એણે પોતાના કસરત કરવાના આગવા દાવ શોધી કાઢ્‌યા. સ્પ્રંિગવાળા ડમ્બેલ્સ એ સેન્ડોની શોધ ગણાય છે અને વીસ વર્ષની ઉંમરે તો દુનિયાભરમાં પહેલવાન તરીકે એનો ડંકો વાગવા લાગ્યો.
ભારતના રામમૂર્તિ અને યુજીન સેન્ડો વચ્ચે ભેદ એ છે કે રામમૂર્તિ વ્યાયામની સાથે આહાર અને બ્રહ્મચર્યને મહત્વ આપતા હતા. રામમૂર્તિનો આહાર શાકાહારી હતો અને ભોજનની બાબતમાં સંયમી હતા. જ્યારે યુજીન સેન્ડોએ પૌષ્ટિક આહારની બહુ ચંિતા કરી નહોતી.
૧૮૮૦માં બ્રિટનમાં આવ્યા પછી સેન્ડોએ સ્વાસ્થ્યનું માર્કેટંિગ કર્યું. આજે જે કારોબારની બોલબાલા છે, એનો પ્રારંભ કરનાર સેન્ડો છે. એણે માત્ર શરીર સૌષ્ઠવપૂર્ણ અને સુંદર દેખાય એટલો જ વિચાર ન કર્યો, બલ્કે વિશાળ જનસમૂહને સ્વાસ્થ્ય, આહાર અને ફિટનેસના પાઠ પણ ભણાવ્યા. પહેલાં એણે સરકસમાં એક્રોબેટ તરીકે કામ શરૂ કર્યું. એ દ્વારા એણે યુરોપનો પ્રવાસ શરૂ કર્યો અને સદીના સૌષ્ઠવપૂર્ણ શરીર ધરાવતા મજબૂત મસલ્સ માનવી તરીકે એને ખ્યાતિ મળી. એને ‘યુરોપના હરક્યુલસ’નું બિરૂદ પણ મળ્યું.
બે હાથમાં છપ્પન પાઉન્ડ વજન લઇને ગુલાંટ મારવાની એની આગવી છટા પર સહુ કોઇ આફરિન પોકારી ગયા. છાતી પર ઘોડાઓના ટોળાંને રાખવાની એની ક્ષમતા અનોખી હતી અને એ સમયે અમેરિકાના હાર્વર્ડમાં સેન્ડોના શરીરની ચકાસણી કરવામાં આવી અને જાહેર કરાયું કે ‘મનુષ્યજાતિનો આ મહા આશ્ચર્યકારી નમૂનો છે.’ સેન્ડોએ લંડનમાં સ્કૂલ ઑફ ફિઝિકલ કલ્ચરની સ્થાપના કરી. શરીરસૌષ્ઠવ માટે અને મજબૂત શરીરની સંસ્કૃતિ ફેલાવવા માટે એણે ‘સેન્ડોઝ મેગેઝિન’ નામનું સામયિક શરૂ કર્યું. વ્યાયામનાં જુદાં જુદાં સાધનો તૈયાર કરીને તેને પ્રચારિત કર્યા. તંદુરસ્તી અને તાકાત આપનારું પોતાનું પીણું બજારમાં મૂક્યું, એટલું જ નહીં પણ એનું ૧૮૯૭માં પ્રકાશિત થયેલું ‘સ્ટ્રેન્થ એન્ડ હાઉ ટુ ઓબટેઇન ઈટ’ પુસ્તક બેસ્ટસેલર બન્યું.
આ પુસ્તકે માત્ર પુરુષોને સ્વાસ્થ્ય, ફિટનેસ અને યોગ્ય પોષાક અંગે જાગ્રત કર્યા એટલું જ નહીં પરંતુ એ સમયની નવા વિચારો ધરાવતી મહિલાઓને પણ આકર્ષિત કરી. ત્યારબાદ ફિઝિકલ ટ્રેનંિગ સ્કૂલ માટેની ફ્રેન્ચાઇઝી શરૂ કરી અને વિશ્વના કેટલાય શહેરોમાં એણે સેન્ડો બ્રાન્ડ ધરાવતી સ્કૂલો શરૂ કરી. એથીય આગળ વધીને બોઅર યુદ્ધમાં સૈનિક તરીકે ભરતી કરાયેલા લોકોને લડવા માટે ચૂસ્ત બનાવવા માટેનું કામ પણ સેન્ડોએ સ્વીકાર્યું હતું. પોતાની આવી શોધોથી સમગ્ર માનવજાતિનું શરીરની ચૂસ્તતાનું ધોરણ વધારવાની એની કલ્પના હતી, પરંતુ બ્રિટિશ નાગરિકત્વ હોવા છતાં મૂળ પ્રશિયાનો હોવાથી હિટલરને કારણે બ્રિટનમાં જાગેલા જર્મન વિરોધી જુવાળને પરિણામે સેન્ડોનું સ્વાસ્થ્ય સામ્રાજ્ય એકાએક જમીનદોસ્ત થઇ ગયું. આમ છતાં આજે દુનિયા મજબૂત, મસલ્સ ધરાવતા અને ચૂસ્ત શરીરવાળા પહેલવાનને જોઇને સેન્ડોને યાદ કરે છે.
ક્ષણનો સાક્ષાત્કાર
ઘણી વાર વક્તવ્ય આપતી વખતે એવો અનુભવ થાય છે કે જાણે આપણે બોલતા નથી, પણ સાંભળીએ છીએ. એનો અર્થ એ કે એક ઘટના ઘટતી હોય છે, ત્યારે સમય જતાં એ ઘટનાનું વિલોપન પણ થતું હોય છે. ઈશ્વરની ભક્તિ કરવામાં આવે, ત્યારે એના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, એના ગુણોની સ્તવના કરવામાં આવે છે, એના ભવ્ય મહિમા પ્રત્યે ભાવ પ્રગટ કરવામાં આવે છે, પરંતુ ભક્તિની પરાકાષ્ઠા સધાતા નિરાકાર ઈશ્વર સુધી ભક્ત પહોંચી જાય છે. ઈશ્વર નજર સામે હોતો નથી, ત્યારે ભક્તિ સાકાર છે. બને છે એવું કે સાકાર ભક્તિ ધીરે ધીરે ઓગળતી જાય છે અને વ્યક્તિ નિરાકાર ઈશ્વરની ઉપાસનામાં ડૂબી જાય છે.
કેટલી માળા ગણી એની ગણતરી કરીને એ ભક્તિનો પ્રારંભ કરે છે પણ સમય વીતતાં મનમાં માળાનો જપ થતો રહે છે અને ગણતરી ભૂલાઇ જાય છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આમ જે પ્રક્રિયાથી વ્યક્તિ પરમાત્મા પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે, એ પ્રક્રિયા જ્યારે પરમાત્મા મળે ત્યારે આથમી જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved