Last Update : 29-July-2012, Sunday

 

ભારતમાં ઈન્ટરનેટ સેન્સરશીપ કડક બની

નેટોલોજી

૧૨મી તારીખે પુરી થતી ઓલમ્પિક્સ દરમ્યાન અનેક નવા રેકોર્ડ અને મેડલ અંગે જાણવાની સૌને ઈચ્છા હશે. લંડન ઓલમ્પિકની ઓર્ગેનાઈઝીંગ કમિટીએ ત્રણ એપ્લીકેશન તે માટે બનાવી છે. જેમાં દશ હજાર એથલેટ્સ, અસંખ્ય ગેમ, તેના રેકોર્ડ વગેરે અપડેટ થતા રહેશે. આ ત્રણેય એપ્સ મોબાઈલ ડીવાઈસ માટે બનાવાઈ છે. જેના પરથી તમે સ્પોર્ટસમાં થયેલા રેકોર્ડની વીડીયો જોઈ શકશો. ભારતે રેસ્ટલીંગ અને શૂટીંગમાં એવોર્ડ મેળવવાની આશા રાખી છે. આ વખતે ભારતના ખેલાડીઓ ઝળકી ઉઠશે. સ્વિમીંગ ચોથી ઓગસ્ટ સુધી છે તો ટેબલ ટેનિસ ૨ ઓગસ્ટ સુધી, ટેનિસ પાંચમી સુધી, રેસ્ટલીંગ ૮ થી ૧૨ ઓગસ્ટ દરમ્યાન જોવા મળશે. આ બધી ગેમના વીડીયો એપ્સ મારફતે જોવા મળશે.

 

રક્ષા બંધનની સવલત... ઈ-કોમર્સ

 

ઈ-કોમર્સ ક્ષેત્રે રક્ષા બંધન પર્વને ખૂબ ઉપયોગી રીતે ઉજવ્યું છે. ઘેર બેઠા એક ક્લીક મારીને વિશ્વમાં કોઈપણ સ્થળે રક્ષા (રાખડી) મોકલવાની વિશેષ સવલતનો ઉપયોગ મોટાપાયે થયો છે. માત્ર રાખડી નહીં પણ સાથે કંકુ-ચોખાની થાળી વગેરેનું પેકીંગ પણ ઈન્ટરનેટ પરથી અનેક ઈ-કોમર્સ સાઈટ પર ઉપલબ્ધ હતું. આ વખતે રીટર્ન ગીફ્ટની સવલત ઉભી કરાઈ હતી. જેમકે બહેનની રાખડી મળે એટલે ભાઈ પણ સામે ગીફ્ટ મોકલી શકે. આ ગીફ્ટ કેટલા રૃપિયાની રેન્જમાં જોઈએ અને તે કયા પ્રકારની જોઈએ છે તે પસંદ પણ જોવા મળતી હતી. આમ રાખડી મેળવનાર વળતી ભેટ પણ ઈન્ટરનેટ મારફતે મોકલે તે સવલતનો લાભ ઉઠાવવામાં સર્ફીંગ કરનારા સક્રિય રહ્યા હતા.

 

હેકર્સ એક સમસ્યા

 

ઈન્ટરનેટ પરનો હેકર્સનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ઈ-મેલ એટેકથી માંડીને લોટરીના મેલ બાદ હવે ફાયનાન્સના મેલનો મારો વધ્યો છે. હેકર્સની સમસ્યાથી વિશ્વના દરેક દેશો પરેશાન છે. હેકર્સ જ્યાં પોતાના સર્વર રાખે છે તે દેશો પણ હેકીંગની સમસ્યાથી ત્રસ્ત છે. ભારતની વેબસાઈટો પર જ્યારે પાકિસ્તાનના હેકર્સ ત્રાટક્યા ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે રજૂઆત કરી હતી. ગુગલ જેવા સર્ચ એન્જીન પણ હેકીંગ સામે કોઈ સિક્યોરીટી ઉભી કરી શકતી નથી. તાજેતરમાં યાહુના પાસવર્ડ હેક થયા ત્યારે યાહુએ વપરાશકારોની માફી માગી હતી. હેકીંગની સમસ્યાઓ સામે ઈન્ટરનેટ સિક્યોરીટી કંપનીઓ નિષ્ફળ જઈ રહી છે. આ સળગતી સમસ્યા હવે ઉકેલ માગી રહી છે.

 

સાથે... સાથે...

 

* આઈફોન અને એન્ડ્રોઈડ પર વાપરી શકાય એવું રેડીયોવાલા ઓડીયો પ્લેટફોર્મ તૈયાર થયું છે. એફએમ પછી ઈન્ટરનેટ રેડીયોની આ નવી શોધ છે. જેમાં ટૉક-શૉ વગેરેનો પણ સમાવેશ થાય છે.
* ઓલમ્પિકની સત્તાવાર મોબાઈલ ગેમ બજારમાં મુકાઈ છે. આ એપ્સમાં ૯ ઈવેન્ટ સમાવાયા છે.
* એપ્લીકેશનના વિવિધ નામો હોય છે જેમ કે ગલી ગલી સીમ સીમ, ભારત કા બાગ, ગ્રોવર કા નંબર...
* નામાંકિત વિજ્ઞાાની સ્ટીફન હોકિંગ્સે યુરોપમાં ઉંચી ક્ષમતાવાળું સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું છે.
* હોકિંગ્સ માને છે કે 'COSMOS' સુપર કોમ્પ્યુટર બ્રહ્માંડના કેટલાક રહસ્યોને સમજવામાં મદદ કરશે.
* ન્યુમીરીકલ કોસ્મોલોજી ૨૦૧૨ વર્કશોપમાં હોકિંગ્સે કહ્યું હતું કે કોસ્મોલોજી સાયન્સનું મહત્ત્વ વધતું જાય છે. કોસમોસનું પ્રથમ કામ સંશોધનનું છે.
* ઈન્ટરનેટ પર ઓલમ્પિક ગેમ વિશે જાણવા સર્ફીંગ કરનારા ગ્રેટ-ગેમનો પણ ઉલ્લેખ કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved