Last Update : 29-July-2012, Sunday

 

વ્યક્તિગત અસરકારકતાના ચાવીરૂપ સિઘ્ધાંતો

મેનેજમેન્ટ - ધવલ મહેતા
 

જુલાઈ ૨૦૧૨માં સ્ટીફન કોવેનું ૭૯ વર્ષની વયે અમેરિકાના આઈડાહો રાજ્યમાં મૃત્યુ થયું. ઈ.સ. ૧૯૮૯માં સ્ટીફન કોવેએ ‘ધ સેવન હેબીટ્‌સ ઓફ હાઈલી ઈફેક્ટીવ પીપલ’ નામનું પુસ્તક લખીને મેનેજમેન્ટના અને અન્ય ક્ષેત્રના જગતમાં ઘૂમ મચાવી દીધી હતી. સ્ટીફન કોવે ૭૯ વર્ષની વયે ઉરાહ રાજ્યમાં આજથી ત્રણ મહિના પહેલા સાયકલ ચલાવતા હતા ત્યારે તેમને અકસ્માત થયો. ત્યાર પછી તે આઈડાહોમાં આવ્યા અને આ અકસ્માતની સારવાર દરમિયાન વઘુ ગુંચવણો (કોમ્પ્લીકેશન્સ) સર્જાતા તેઓ મૃત્યુ પામ્યા. ૧૯મી એપ્રીલે તેઓ પોતાની બાઈસીકલ ઢાળ પરથી નીચે ચલાવતા હતા ત્યારે પડી ગયા અને તેમણે માથે હેલ્મેટ પહેર્યું હતું તેમ છતાં તેમને ઈજા થઈ.
સ્ટીફન કોવેએ ચાર અતિપ્રખ્યાત પુસ્તકો લખ્યા છે. જેના નામ નીચે મુજબ છે ઃ ધ સેવન હેબીટ્‌સ ઓફ હાઈલી ઈફેક્ટીવ પીપલ, પ્રીન્સીપલ સેંટર્ડ લીડરશીપ, ફર્સ્ટ થીંગ્સ ફર્સ્ટ અને સેવન હેબીટ્‌સ ઓફ હાઈલી ઈફેક્ટીવ ફેમીલીઝ. આ પુસ્તકોમાં તેમણે લોકોને અસરકારક બનવાના, સારા નેતા બનવાના, સારી કુટુંબ વ્યવસ્થામાં જીવન જીવવાના અનેક નિયમો કર્યા છે. તેમના પુસ્તકોનો અનુવાદ જગતની ૩૮ ભાષાઓમાં થયો છે અને તેમના પુસ્તકોની કુલ બે કરોડ નકલો વેચાઈ છે. ઉરાહ રાજ્યના પ્રોવો નગરમાં આ લેખક કોવે લીડરશીપ સેંટર ચલાવતા હતા. સ્ટીફન કોવેનું મુખ્ય ઘ્યેય માણસની છુપી શક્તિઓને બહાર લાવવાનું હતું. તેથી તેમને હ્યુમન પોટેન્શીયલ ગુરૂનું ઉપનામ મળ્યું હતું. કોવેનો જન્મ ઈ.સ. ૧૯૩૨માં અમેરિકાના યુરાહ રાજ્યના સોલ્ટ લેક સિટીમાં થયો હતો. ઈ.સ. ૧૯૫૨માં તેમણે ઉરાહ યુનિવર્સીટીમાંથી બી.એ.ની, ઈ.સ. ૧૯૫૭માં હાર્વડ યુનિવર્સિટીમાંથી એમબીએની અને ઈ.સ. ૧૯૭૬માં બ્રીધામ યંગ યુનિવર્સીટીમાંથી ઓર્ગેનાઈઝેશનલ બીહેવીઅરના ક્ષેત્રમાં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી હતી. આપણે ત્યાં સલાહકાર ગુરૂઓ બહુ ભણેલા હોતા નથી. તેઓ ભગવા વસ્ત્રો પહેરીને કોઈ દુન્યવી કે વહીવટી અનુભવ વિનાની સલાહો આપે છે. આવા સલાહકારોની સલાહ ખોટી હોય છે અને ગેરમાર્ગે દોરે છે. ધાર્મિક ગુરૂઓ મેનેજમેન્ટની સલાહો આપે તેને એક કાનમાં સાંભળીને બીજા કાને કાઢી નાંખવી. પર્સનાલીટી ડેવલપમેન્ટના ટ્રેનીંગ પ્રોગ્રામ્સ પણ જો તે કોઈ પીએચ.ડી. સાયકોલોજીસ્ટ કે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ચલાવતા ના હોય તો તેને બી.એન. સરકારના જાદુના પ્રયોગો સમજવા.
પર્સલનાલીટી ડેવલપમેન્ટવાળા મોટેભાગે બીનઅધીકૃત હોય છે. તેમને એવીડન્સ બેઝ્‌ડ ટ્રુથની રજમાત્ર ખબર હોતી નથી. તેમનાથી ચેતજો.

 

અસરકારક લોકોની સાત ખાસિયતો

 

ઉપરનું પુસ્તક અચૂક વાંચવું. કંપનીઓને સલાહ છે કે તે અંગેના ટ્રેઈનીંગ પ્રોગ્રામ્સ અચૂક ફળદાયી નીવડશે. ઉપરના પુસ્તકમાં લેખકે અસરકારક લોકોની સાત ખાસિયતો (જો કે કોવે તેને સાત ટેવો કહે છે)નું નિરૂપણ કર્યું છે પરંતુ અસરકારક થવા માટેની પૂર્વશરત એ છે કે તમારે તમારી પોતાની ઓળખ મેળવવી પડે. તમારે પોતાના વિશે સમજ કેળવવી પડે. તમારે કૃત્રિમ વ્યક્તિત્વ (જેમાં તમે ખોટું ખોટું હસો, લોકોને સારું લગાડવા અસત્ય બોલો, અન્ય લોકોનું ઊંડું દુઃખ ના અનુભવો વગેરે) ત્યજવું પડે. જો તમને તમારા વિશે સભાનતા ના હોય તો તમે વિકાસ કરી શકશો નહી. તમે બહુ સમય સુધી દંભ ઢાંકી શકો નહી. લોકો તમને પકડી પાડે. ઘણા લોકો વાતવાતમાં બડાશો મારે છે, પોતે કેવા સફળ થયા છે તેની વાત કરે છે અથવા વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે પરંતુ આ બાબતમાં તેમની સભાનતા શૂન્ય હોય છે. આને આપણે ઈમોશનલ બધિરતા (બહેરાશ) કહી શકીએ. સ્ટીફન કોવે ભારપૂર્વક જણાવે છે કે અસરકારકતા માટેની સાત ખાસિયતો કેળવવા માટે તમારે ત્રણ મુદ્દા યાદ રાખવા જરૂરી છે. પ્રથમ તો એ કે તમારી પાસે તે સબંધી જ્ઞાન (પોતાના વિશેનું અને બહારના વાતાવરણ વિષેનું) હોવું જરૂરી છે. બીજુ એ કે તમારી પાસે એક સંબંધિત કૌશલ્ય હોવું જરૂરી છે. તમને તરવા વિશે બધી જ માહિતી હોય અને તેના પર તમે પાંચસો પાનાનું પુસ્તક લખ્યું હોય પરંતુ જો તમે પાણીમાં પડીને જાતે તરતા ના શીખ્યા હો તો ડૂબી જાઓ. પાણીમાં તરવા માટે પ્રેક્ટીસ કરવી પડે. તેવી જ રીતે તમારી પાસે માત્ર જ્ઞાન જ નહી પરંતુ અસરકારક થવા કૌશલ્ય હોવું જોઈએ કે તે કેળવવું પડે. ત્રીજો મુદ્દો મોટીવેશન અથવા ઈચ્છાશક્તિ અંગેનો છે. જો તમને આત્મસુધારણા માટે મોટીવેશન અથવા ઈચ્છા શક્તિ જ ના હોય તો કોઈ પ્રયત્ન ના કરશો. મોટીવેશન વિના તમારા પ્રયાસો શરૂ જ નહી થાય અથવા તે ખાઈ જશે. આમ અસરકારક થવા જ્ઞાન, કૌશલ્ય અને ઈચ્છાશક્તિ (મોટીવેશન) જોઈએ, જેમાં મોટીવેશન સૌથી અગત્યનું છે. આ ચર્ચા કર્યા બાદ સ્ટીફન કોવે અસરકારક બનવા માટે નીચેના સાત સિઘ્ધાંત રજૂ કરે છે ઃ

 

૧) પ્રોએક્ટીવ બનો ઃ

 

ઘોડો નાસી જાય પછી તબેલાને તાળુ મારવાનો કોઈ અર્થ નથી. પ્રોએક્ટીવ એટલે જે કાંઈ બનાવ બનવાનો છે તે વિશે અગમચેતી વાપરીને કરવામાં આવેલી તૈયારી. આ માટે તમારે પૂર્વ તૈયારી કરવી પડે. પ્રોએક્ટીવ બનવા માટે ઈનીશીએટીવ એટલે કે પહેલવૃત્તિની જરૂર રહે છે. સરકાર કોઈ કાયદો ઘડવાની છે તેની ખાતરી થતાં તમે તેની આંટીધૂંટી જાણીને તે કાયદાનો અમલ થાય તે પહેલાં જ તેની તૈયારી કરીને કંપનીમાં તે અંગેની સૂચનાઓ આપી દો તો તમે જરૂરથી સફળ થવાના. આને ગુજરાતીમાં પાણી પહેલાં પાળ બાંધવી કહે છે. પ્રોએક્ટીવ માણસની ભાષા જ જુદી હોય છે. તે જુદી રીતે વિચારે છે. સામાન્ય કર્મચારી એમ કહે છે કે આ બાબતમાં આપણે કશું કરી શકીએ તેમ નથી. પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. પ્રોએક્ટીવ મેનેજર કહે છે કે પરિસ્થિતિ ખરાબ છે તે કબૂલ પણ આપણે તેને સુધારવાના વિકલ્પો વિશે ગંભીરતાથી વિચાર કરીએ. સામાન્ય કર્મચારી કહે છે કે આપણને ઉપરી અધિકારીઓ આ કામ કદાપી નહી કરવા દે. પ્રોએક્ટીવ કર્મચારી કહે છે કે ચાલો આપણે આ બાબતની સુંદર રજૂઆત (પ્રેઝન્ટેશન) ઉપરી આગળ કરીએ અને જોઈએ કે તેઓ શું જવાબ આપે છે.

 

૨) તમારે કયા ઘ્યેયને પહોંચવાનું છે તે મનમાં રાખો ઃ

 

આ માટે લેખક એમ જણાવે છે કે ભલે પુષ્કળ વાર લાગે અને વારંવાર બદલવું પડે પરંતુ તમે તમારું વ્યક્તિગત મીશન (ઘ્યેય) સ્ટેટમેન્ટ તૈયાર કરો. આ સ્ટેટમેન્ટ તમને જીવનભર સાથ આપશે. તે કાંઈ એક દિવસમાં તૈયાર ના થાય. દા.ત. ડોક્ટરનું પર્સનલ મિશન સ્ટેટમેન્ટ એ હોઈ શકે કે મારે તબીબીના આ શાખામાં સર્વશ્રેષ્ઠ નિષ્ણાત થવું છે. અઘ્યાપકનું પણ એ સ્ટેટમેન્ટ હોઈ શકે કે મારે ઈતિહાસ કે ગણીત કે મેનેજમેન્ટના વિષયના શ્રેષ્ઠ નિષ્ણાત થવું છે કે રમતવીરનું, એ ઘ્યેય હોઈ શકે મારે આ રમતમાં ઓલમ્પીક ગોલ્ડ મેડલ જીતવો છે. કોઈક સ્ત્રી જેને કુટુંબજીવન વહાલું છે તે એવું ઘ્યેય રાખી શકે કે મારે નોકરી અને કુટુંબ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન (બેલેન્સ) જાળવવું છે. લોકોના જીવન કેન્દ્રો અલગ અલગ હોઈ શકે ઃ કુટુંબકેન્દ્રી, ધનકેન્દ્રી, પત્ની કે પતિ કેન્દ્રી, ધર્મ કે ભક્તિ કેન્દ્રી, સત્તાકેન્દ્રી, સુરક્ષા (સીક્યોરીટી) કેન્દ્રી, આત્મકેન્દ્રી (સેલ્ફ સેંટર્ડ), શત્રુ કેન્દ્રી, વર્ક સેંટર્ડ એટલે કે કાર્યકેન્દ્રી અને સિઘ્ધાંત કેન્દ્રી. કેટલાક લોકો એટલા બધા કુટુંબકેન્દ્રી હોય છેકે કુટુંબનું સુખ અને સુરક્ષા જ તેમને માટે સર્વસ્વ હોય છે તો કેટલાક લોકો ભક્તિમાં એટલા આંધળા હોય છે કે દુનિયામાં કરોડો દુઃખી લોકોના દુઃખને ભૂલી જાય છે તો કેટલાક ધનકેન્દ્રી લોકોને ધન એકઠું કરવામાં કોઈ મર્યાદા હોતી નથી અને તેઓ કેટલીકવાર હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે. સ્ટીફન કોવે કહે છે કે સિઘ્ધાંતકેન્દ્રી જીવન સૌથી વઘુ સારું ગણાય કારણ કે અન્ય પ્રકારના કેન્દ્રો (કુટુંબ, સત્તા, પત્ની, બાળકો વગેરે) માણસના જીવનનું સંતુલન બગાડી નાખે છે.

 

૩) પ્રથમ વસ્તુને પ્રાથમિકતા આપો

 

લેખકે એક આખુ પુસ્તક ‘ફર્સ્ટ થીંક ફર્સ્ટ’ લખ્યું છે. લોકો ઘણીવાર બહુ ક્ષુલ્લક બાબતોને પ્રાધાન્ય આપે છે અને તેમ કરવામાં મુખ્ય બાબતો કરવાની રહી જાય છે. લેખક કહે છે કે તમે પહેલેથી જ તમારે શું કામ કરવાનું છે તેની અગત્યતાના ક્રમ પ્રમાણે પ્રાયોરીટી (અગ્રક્રમતા) નક્કી કરો અને પ્રથમ ક્રમના કામને સૌથી વઘુ મહત્ત્વ આપો. ફીઝુલ બાબતમાં વખત ના બગાડો. કોઈ શેઠ જે કરોડોનો વેપાર કરે તે સ્ટેશનરીના ખર્ચ માટે કે ઓફીસમાં વપરાતી વીજળીના ખર્ચ માટે કકળાટ કર્યા કરે કે સેલ્સમેનોને રીક્ષા ભાડુ ચૂકવવા માટે કકળાટ કરે તેને હરીફો પછાડવાના છે. કારણ કે તેના હરીફો પોતે કેટલા માલની પરદેશમાં નિકાસ કરી તેની વ્યૂહરચના ઘડતા હશે અને આ શેઠ સ્ટેશનરીના કે વીજળીના ખર્ચાને રડતા હશે. લેખક દરેકને સલાહ આપે છે કે જીવનમાં તમારા કામની પ્રાયોરીટી નક્કી કરો. લેખક અન્ય ચાર ખાસિયતો સૂચવવાની પણ ભલામણ કરે છે જેની ચર્ચા અહીં સ્થળ સંકોચને કારણે કરી શકાઈ નથી, તે નીચે મુજબ છે.
(૪) વીન વીન પરિસ્થતિ વિશે જ વિચારો અને તેનું નિર્માણ કરે. હું જીતુ અને તમે હારો કે તમે જીતો અને હું હારુ કે આપણે બન્ને હારી જઈએ એવી પરિસ્થિતિનું નિર્માણ કરશો નહી.
(૫) સામાને સમજાવતા પહેલાં તમે પોતાની જાતને સમજો. લેખક અહીં એમ કહે છે કે સામાને સમજવા માટે તે જે કાંઈ કહે છે તેનું એક્ટીવ લીસનીંગ કરો. સામાને ઘ્યાનથી સાભળવું તે એક કળા છે.
(૬) સીર્નજી ઉભી કરો. અહીં સીર્નજીનો અર્થ સામંજસ્ય થાય છે જે એક અગત્યનો કન્સેપ્ટ છે. તેની ચર્ચા અહીં કરી નથી.
(૭) તમારા કરવત (હથિયાર)ને સતત ધારદાર રાખો. એટલે કે ઉપરના ૬ વિચારોની સતત પ્રેક્ટીસ કરો. લેખકે સાતનો આંકડો પૂરો કરવા માટે આ મુદ્દો ઉમેર્યો છે. આવો મુદ્દો ઉભો કરવામાં લેખક ગુંચવાયા હોવાથી તેમણે આમ કર્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved