Last Update : 29-July-2012, Sunday

 
પોલીસની લાઠી
કટાક્ષકથા

એક રિટાયર્ડ પોલીસ એની ભાંગીતૂટી ખુરશી પર બેઠો હતો. એની સામે ખૂણામાં ભીંતને ટેકે એની લાઠી હતી. એ સ્થિર નજરે લાઠીને જોઈ રહ્યો હતો. એને વિચાર આવ્યો કે, હવે મઝા ગઈ.
નોકરીમાં કેવી બાદશાહી હતી ! આ લાઠીથી કેટલાયના માથા ફોડ્યા, કેટલાયના ટાંટિયામાં ફ્રેકચર કરાવ્યા. લાઠી જોઈને ટોળામાંથી કેટલાય ‘નરવીરો’ ભાગદોડ કરી મૂકતા હતા. હાથમાં સત્તા ચલાવનારી મારી લાકડી હતી. મારી લાઠીથી કેટલાય હોસ્પિટલમાં અગર દાક્તરને દવાખાને પહોંચી ગયા હશે ! મારો કેવો રૂઆબ હતો !
ટોળું ભેગું થઈને જરાક મજાકમસ્તી કરે, કાંકરીચાળો કરે એટલે હાથમાં ચળ આવી જતી. લાઠી ય ખબરદાર બની જતી.
લાઠી વંિઝવા, લોકોને ઝુડવામાં કેવી મજા આવતી હતી ? મઝા કેમ ન આવે ? લે હું નિશાળમાં ભણતો ત્યારે મારા માસ્તર મને ય હાથની હથેળીમાં અને બરડામાં કેવી આંકણી ફટકારતા હતા ! એને ય કેવી મઝા પડતી હશે મને ખોખરો કરવામાં ? મારો બાપ પણ મને દંડા ફટકારતો હતો જરાક ભૂલ થઈ, તોફાન કર્યું કે બાપનો દંડો મારા બરડા પર ફરી વળતો. એને ય કેવી મઝા પડતી હશે ?
મને ય એમનો વારસો મળ્યો. નસીબજોગે પોલીસ થયો ને હાથમાં લાઠી આવી. મને જે વારસો મળ્યો લાઠી- લાકડીથી ઝૂડવાનો તેનો મેં ય કેવો ઉપયોગ કરી લીધો.
હવે હાથમાં ચળ તો ઘણી આવે છે પણ પોલીસનો પટો હવે ક્યાં છે ?
એટલામાં એક કૂતરો એના બારણામાં હાઉ હાઉ કરતો આવ્યો. પોલીસે લાઠી લઈને એને ઝૂડી નાખ્યો. ‘હત તારી જાતનો !’ પોલીસનો વાસનામોક્ષ થઈ ગયો.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

હાથી
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved