Last Update : 29-July-2012, Sunday

 

સંગમાની હાર નથી... ભાજપની હાર

રાજકીય ગપસપ

રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર પી. એ. સંગમા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં ઢસડી જવા માગે છે. સંગમા કેમ હાર સ્વીકારતા નથી તે મોટો પ્રશ્ન છે ભાજપને ખબર હતી કે સંગમા હારવાના હતા છતાં તેમને ભાજપ શાસિત રાજ્યોમાં સન્માન મળે તેવું ગોઠવાયું હતું. મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો સંગમા આદિવાસી નૃત્યકારો સાથે નાચ્યા હતા. સંગમાની હારને ભાજપની હાર ગણી શકાય? આ પ્રશ્નનો જવાબ ભાજપના ટોચના નેતાઓ ‘ના’માં આપે છે. જ્યારે ભાજપના બીજા અને ત્રીજા નંબરના નેતાઓ જવાબ ‘હા’માં આપે છે. સંગમાને મોટા પાયે ખભે બેસાડીને ફરનાર ભાજપના નેતાઓ હવે મોં છુપાવી રહ્યા છે. લોકશાહી પ્રક્રિયાને પોતે માન આપે છે. એવો દંભ વ્યક્ત કરતા આ નેતાઓ કર્ણાટકના ક્રોસ વોટીંગના મામલે મોં સીવીને બેઠા છે. અનુભવીઓ કહે છે કે રાષ્ટ્રપતિ પદના જંગમાં સંગમાની હાર નથી પણ ભાજપની હાર છે.

 

ગદ્દાફીની સ્ટાઈલ બાદલે અનુસરી

 

લીબીયાના નેતા કર્નલ ગદ્દાફીને સિક્યોરીટી તરીકે યુવતીઓને રાખવાનો શોખ હતો. ગદ્દાફી જ્યારે શાસનના અંતિમ દિવસોમાં હતા ત્યારે પણ આ સિક્યોરીટી તેમની સાથે હતી. ગદ્દાફી સ્ટાઈલ પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશસંિહ બાદલ અપનાવી રહ્યા છે. તેમણે તેમની સિક્યોરીટીમાં યુવતીઓ રાખવાનું નક્કી કર્યું છે. તેમને ટ્રેનીંગ આપવામાં આવી છે. ૨૦ જેટલી યુવતીઓને પસંદ કરાઈ છે. તેમાંની કેટલીક તો બાદલની ખાસ રક્ષક તરીકે રહેશે. શરૂઆતમાં એમ કહેવાયું કે બાદલ કુટુંબની મહિલાઓ માટે આ યુવતીઓ રખાઈ છે પરંતુ હવે તો ખુદ બાદલે જ જાહેર કર્યું કે મારી સલામતી યુવતીઓ રાખશે. બાદલ ૯૦ વર્ષ વટાવી ગયા છે... છતાં સલામતીની વાતો કરે છે!!

 

દેવગૌડા પીએમથી સીએમ

 

ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા એવી આશા રાખતા હતા કે કોઈ રાજકીય તડજોડ થશે અને તે ફરી વડાપ્રધાન બનશે. દેવગૌડા ૭૯ વર્ષના થયા છે. તાજેતરમાં કર્ણાટકમાં રાજકીય ડખા ઉભા થયા ત્યારે મુખ્ય પ્રધાન પદે દેવગૌડાનું નામ ચર્ચાયું હતું. સત્તાના ચૂલ્યા એવા દેવગૌડાએ ખુલાસો કરતા કહ્યું કે હું વડાપ્રધાન પદનો ઉમેદવાર છું અને મારા જ્યોતિષે કહ્યું છે કે મને ફરી તે હોદ્દો મળશે. જોકે આ જ્યોતિષ હવે નથી એટલે ગૌડાએ વડાપ્રધાન બનવાના સપનાં અંગે નાહી નાખ્યું છે. પરંતુ તાજેતરમાં એક મુલાકાત દરમ્યાન તેમણે કહ્યું છે કે કર્ણાટકની પ્રજા ઈચ્છતી હોય અને મારા પક્ષ જનતાદળ(એસ)નું ભલું થતું હોય તો હું મુખ્ય પ્રધાન બનવા તૈયાર છું!!... જો એમ થાય તો એક સમયના વડાપ્રધાન મુખ્ય પ્રધાન બનશે તો તે વિશ્વની પ્રથમ ઘટના હશે...

 

મમતા માટે ભાટાઈ

 

ભારતના રાજકારણમાં મમતા બેનરજી ટોક ઓફ ધ ટાઉન છે. મમતાના એક-એક પગલાં અને નિવેદનો પર કોંગ્રેસ સતત ઘ્યાન આપે છે. પરંતુ તાજેતરમાં મમતા જ્યારે દાર્જીલીંગના જિલ્લામાં વિકાસના કામો જોવા ગયા ત્યારે સાથે કેમેરો લઈને ગયા હતા. દાર્જીલીંગના કુદરતી સૌંદર્યના ફોટા તેમણે લીધા હતા. મુલાકાત લઈને તે પાછા આવ્યા ત્યારે તે ફોટા છાપવા અખબારો તલપાપડ બન્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તે પણ કેન્દ્રને હંફાવે એવા ત્યારે તેમના ફોટા ના છપાય એવું બને ખરું? મમતાએ લીધેલા તમામ ફોટા બંગાળના અખબારોએ સમાવ્યા હતા. મમતાએ તેમને થેંક્સનો કાગળ પણ લખ્યો હતો... કેટલાકે તે પણ છાપ્યો હતો... ભાટાઈ હદ વટાવી ગઈ હતી...

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved