Last Update : 29-July-2012, Sunday

 

પ્રચારતંત્રનો મંત્ર કેવું ફળ આપે ?

ફિલ્લમ ફિલ્લમ

એક સમય હતો કે જ્યારે વિદેશના લોકો એવું માનતા હતા કે ભારત એટલે હાથીઓ અને મદારીઓનો દેશ! હવે કદાચ એવું માનવા લાગશે કે ભારત એટલે શર્લીન ચોપ્રા અને આમીર ખાનનો દેશ! એ વાત અલગ છે કે એકે પોતાનું નામ જાણીતું કરવા માટે સંપૂર્ણ વસ્ત્રવિસર્જન કર્યું છે અને અન્યએ બીજાના વસ્ત્રો-નકાબ-પરદા હટાવવાનું કામ કર્યું હોવાનો દાવો કર્યો છે.
બોલીવુડમાં ક્યારેય ચર્ચાનું કેન્દ્ર ન બની શકેલી શર્લીન ચોપ્રાએ ‘પ્લે બોય’ના સેન્ટ્રર સ્પ્રેડ તરીકે ચમકવા માટે સંપૂર્ણ વસ્ત્ર વિસર્જન કર્યું હોવાના સમાચાર છે. શર્લીને પોતાની મરજી-ઈચ્છા-સમજણ-ગણતરીના કારણે ‘પ્લેબૉય’ માટે અંગપ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હોવાથી તે અંગે કશું કહેવાપણું નથી. પરંતુ પ્લેબોય દ્વારા તેને ‘બોલીવુડ ગોડેસ’ કે ‘બોલીવુડ લેજન્ડ’ કહેવાનો મુદ્દો વાંધાજનક ગણી શકાય.
શર્લીન ચોપ્રાને કોઈ કાળે અને કોઈ રીતે બોલીવુડ ગોડેસ કે લેજન્ડ કહી ના શકાય. ‘જવાની દીવાની’ અને ‘નોટી બૉય’ જેવી તદ્દન સી ગ્રેડની અને કલેક્શનના મામલે નિર્માતાને રોવડાવનારી ફિલ્મોની હીરોઈન હોવાથી વિશેષ શર્લીન ચોપ્રાની કોઈ જ ઓળખ નથી.
બોલીવુડ સાથે સંબંધ હોવાના કારણે અને ‘પ્લેબોય’ માટે બોલ્ડ થવા બદલ શર્લીન ચોપ્રાની આગળ-પાછળ વિશેષ પ્રકારના વિશેષણો લાગી જાય એ ઘટના જ ત્રાસદાયક છે. હકીકત એ છે કે ‘પ્લે બોય’ દ્વારા ઘણા સમયથી ભારતની બોલીવુડ ક્વીન્સને પલાળવાની કોશિષ ચાલતી હતી. ભારતમાં આઘુનિકતાએ પ્રભાવ જમાવ્યો હોવા છતાં ભારતની હીરોઈનો આ હદે બોલ્ડ થતી નથી. બોલીવુડ સુંદરીઓ પલળવા તૈયાર હોય છે, પરંતુ પલળ્યા પછી પલળેલા વસ્ત્રો દૂર કરીને દિશાઓના વસ્ત્રો પહેરવાનું પસંદ કરતી નથી. તેમને માટે નાની-મોટી સાઈઝનો ટુવાલ હાજર રાખવો પડે છે.
‘પ્લેબોય’ને એવું હતું કે પૈસાથી પલાળીશું કે પૈસાના ધોધ નીચે લઈ જઈશું તો ભારતની બોલીવુડ સુંદરીઓ અનાવરણ કરવા રાજી થઈ જશે. આ આશાએ બોલીવુડની ટોચની હીરોઈનોને પ્લેબોય તરફથી ‘પ્લેબોય મેટ’ બનવા માટે લલચામણી ઓફરો આપવામાં આવી હતી. શરૂઆતમાં એ ગ્રેડની કન્યાઓને રાજી કરવાના પ્રયત્નો થયા. તેમાં સફળતા ના મળતાં ધીમે-ધીમે પ્લેબોયે પોતાનું સ્ટાન્ડર્ડ ઘટાડ્યું, જેમાં છેવટે શર્લીન ચોપ્રા નામની સુપરફ્‌લોપ હીરોઈન સાથે ડીલ ફાઈનલ થઈ શકી.
સ્વાભાવિક રીતે જ શર્લીન ચોપ્રાને તો ચાંદી થઈ ગઈ. અને ચાંદીના ભાવની માફક તે પણ આસમાને પહોંચી ગઈ છે. ભારતને જાણતા ના હોય કે બોલીવુડ વિશે ઝાઝી જાણકારી ધરાવતા ના હોય તેવા લોકો માટે શર્લીન ચોપ્રા એ જ બોલીવુડની મહારાણી ગણાશે!
આવી જ રીતે આમીર ખાનને પણ દુનિયાભરના મીડિયાએ ‘સત્યમેવ જયતે’ માટે માફકસરની જગ્યા ફાળવી આપી છે. લગભગ દરેક વિદેશી મીડિયાએ આમીર ખાનના ‘સત્યમેવ જયતે’ તરફથી રીલિઝ થયેલી પ્રેસનોટને સમાચાર તરીકે સ્વીકારીને ભરપૂર ફૂટેજ આપ્યું છે.
અત્યારે તમે આમીર અને તેના શો વિશે વિદેશી મીડિયામાં પ્રગટ થયેલી વાતો જાણશો તો તમને એવું લાગશે કે ભારતમાં ચાલતા અનિષ્ટોને દૂર કરવા માટે બોલીવુડના એક સુપર સ્ટારે કરેલા પ્રયત્નો અભૂતપૂર્વ-અનન્ય અને પ્રભાવક સાબિત થયા છે.
દરેક એપિસોડમાં ચર્ચાયેલા મુદ્દા, પીડીતોની દર્દનાક કહાણી, આમીરના પ્રયત્નોથી આવેલું પરિવર્તન, રાજ્યસભા અને કેન્દ્રની સરકાર દ્વારા ચર્ચા માટે આમીરને આપવામાં આવેલા આમંત્રણો - જેવા વિવિધ પાસાં અને વિગતો સાથે આમીર ખાનને ઓપ્રાહ વીનફ્રેની કક્ષામાં મૂકી દેવામાં આવ્યો છે.
મૂળ વાત એટલી જ છે કે હવે કામ કર્યા પછી પણ ઘણું-બઘું બાકી રહે છે અને તે છે પ્રચાર-પ્રસારનું તંત્ર કામે લગાડવાનું કામ! રાજેશ ખન્નાના પરિવારમાં અક્ષય કુમારનું આગમન ના થયું હોત તો ‘કાકા’ને માત્ર તેમના ‘કામ’ના કારણે યાદ કરનારાની સંખ્યા આટલી હોત? એ વાત સાચી કે રાજેશ ખન્ના ‘દંતકથા’ હતો... પરંતુ અક્ષયકુમાર જેવી સફળતાની ગાથાના ટેકા વગર આ ‘દંતકથા’ આપણા સુધી આ સ્તર જાળવીને પહોંચી હોત?

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved