Last Update : 29-July-2012, Sunday

 
ઍનકાઉન્ટર - અશોક દવે
 

૧ જો ચૂંટણી પછી ન.મો. દિલ્હી જતા રહેશે, તો ગુજરાતનું શું થશે ?
- એનો જવાબ તો ગુજરાત કોંગ્રેસ કે કેશુભાઈ પાસે ય નથી. કારણ કે ન.મો. સિવાય એ લોકોની પાસે બીજો કોઈ એજન્ડા નથી.
(નૈમિષ સુઘ્ધપુરા, મેલબોર્ન-ઓસ્ટ્રેલિયા)

 

૨ સ્વત્ઝરલેન્ડની બેન્કમાં આપનું કાળું નાણું કેટલું હશે ?
- છેલ્લે હિસાબ મળ્યો ત્યારે કહે છે કે રૂા. ૫૨.૪૫ જેટલી બચત હતી.
(મોનાલી ચંદારાણા, ધારી-અમરેલી)

 

૩ હજી વરસાદ કેમ પડતો નથી ?
- છત્રી નવી લઈ આયા છો ?
(વારીસ, પાલનપુર)

 

૪ આપણે ત્યાં ‘ભાઈચારો’ રાખવાનો મહિમા છે, ‘બહેનચારો’ રાખવાનો કેમ નહિ?
- તમારા સુધી માહિતી પહોંચી લાગતી નથી. બહેનચારો રાખી રાખીને લોકો ‘બાણાચારો’ રાખતા થઈ જાય છે !
(બેચર મોથારીયા, નાની ખાખર-કચ્છ)

 

૫ ઓબામા તમને કોફી પીવાનું આમંત્રણ પાઠવે તો સ્વીકારો ખરા ?
- નોટ એટ ઓલ...! કોફી-બોફા તો અહીં ગુજરાતમાં ય પિપડાં ભરીને પીવી મળે છે... જે અહીં પીવા ન મળતું હોય, એ પીવા બોલાવે તો ઓબામા શું, કોઈની ય બા બોલાવે તો જઈ આવું !
(રસિક પઢીયાર, લાઠી)

 

૬ સ્વર્ગ અને નર્ક અહીં જ હોય, તો ઉપર વધારાની કઈ સુવિધા હશે ?
- ત્યાં આપણી સાથે વાઈફો ના હોય !
(એન.વી. મેઘાણી, રાવળપુરા-આણંદ)

 

૭ કૂતરાની પૂંછડી સીધી કરવાનો ઈલાજ ક્યારે ય મળશે ખરો ?
- કૂતરો બદનામ છે, બાકી કઈ કૂતરાની પૂંછડી તમે સીધી જોઈ ?... આ તો એક વાત થાય છે !!
(નીલમ કેશવાણી, આણંદ)

 

૮ ‘ગરીબની વહું, બધાની ભાભી’, પણ મને તો ગામમાં કોઈ ગરીબ દેખાતું નથી. શું કરવું ?
- ગરીબ બની જાઓ !
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

 

૧૦ રક્ષાબંધન અને વેલેન્ટાઈન-ડે એક જ દિવસે આવે તો ?
- આપણી સંસ્કૃતિ ઘણી ઊંચી છે. કોઈને બહેન બનાવવા રક્ષાબંધન ઉજવણી પડતી નથી !
(અમિત ડોડીયા, પોરબંદર)

 

૧૧ હવે તો વિદેશી મેગઝિનો પણ મનમોહનને ઉતારી પાડવા માંડ્યા છે...
- મને દયા ગુજરાતના બુઘ્ધિમાન અને શક્તિશાળી કોંગ્રેસના નેતાઓની આવે છે કે, ઉપર બઘું બોદું હોવાને કારણે આ લોકો વેડફાઈ રહ્યા છે ! હવે વિદેશી તો શું, બાળ-સાપ્તાહિકે ય મનુની મજાક ઉડાવશે.
(પ્રતિષ્ઠા વાય. મહેતા, અમદાવાદ)

 

૧૨ મેઘલી રાત્રે, હાથમાં મીણબત્તી પકડીને, છુટા વાળ અને સફેદ સાડીવાળી તમને મળી જાય તો શું કરો ?
- રાખડી બંધાવીને જે શી ક્રસ્ણ કરી દેવાનું...! આમાં કાઈ ઘર જેવા કે પિપભા જેવા સંબંધો ન વિકસાવાય... બા ખીજાય!!
(વી.કુમાર નાયી, હંિમતનગર)

 

૧૩ ધોધમાર વરસાદમાં આપણી છત્રીમાં જેને ઓથ આપવાની ઈચ્છા હોય, ને એ રેઈનકોડ પહેરીને ઊભી હોય, ત્યારે જીવ બહુ બળે છે... શું કરવું ?
- ઉઘાડ નીકળે રાહ જોવી.
(મોહન બદિયાણી, જામનગર)

 

૧૪ ‘દુઃખે પેટ ને કૂટે માથું’, એવા માણસોનું શું કહેવું ?
- કોંગ્રેસ કે કેશુભાઈને લગતા સવાલો બહુ થયા... હવે કાંઈ બીજું પૂછો.
(તૌફિક ઈ. મેમણ, સાગખારા-નર્મદા)

 

૧૫ મારે સ્વર્ગની ટિકીટ જોઈતી હોય તો આપ અપાવી શકો?
- એના કરતાં ‘રાઉડી રાઠોડ’ જોઈ આવે ને, ભ’ઈ !
(ચંદ્રકાંત જાની, જામનગર)

 

૧૬ હજારે-બાબના આંદોલનથી ભ્રષ્ટાચાર મટવનો છે ?
- આપણા દેશના ઈલેક્ટ્રિનિક્સ-મીડિયાની દયા આવે છે કે, આ બન્ને જણા દેશ આખાને ઉલ્લુ બનાવે છે ને હજી મીડિયા એમને ભરપુર પબ્લિસિટી આપે રાખે છે...!
(ફાતેમા હકીમુદ્દીન ઉમરેછવાલા, ગોધરા)

 

૧૭ વિજેતા ટિમનો કેપ્ટન સ્ટમ્પ ઉઠાવીને લઈ જાય છે, ફણ બેલ્સ કેમ નહિ ?
- શું કામ પણ વાંદરાને નિસરણી આપો છો..? એમનું ચાલે તો, ‘સોવિનિયર’ તરીકે હારેલા ટીમના કેપ્ટનને ય ઉપાડી જાય!
(વિનોદ બી. મોદી, થરાદ)

 

૧૮ હવે તો દાઢી-મૂછો વધારવા છતાંય, બધા મને ‘સુરેખા’ કહીને બોલાવે છે. શું કરૂં ?
-રાદે રાધે રાધે...!
(સુબોધ નાણાવટી, રાજકોટ)

 

૧૯ ઉઘુ ઊચો કે સંસારી ?
...... સંસારી કોઈ સાઘુ કરતાં ઊંચો હોઈ ન શકે!
(નીલ પી. દફ્‌તરી, રાજકોટ)

 

૨૦ ગરજે ગધેડાને બાપ કહેવો પડે, એનો કોઈ દાખલો?
- કોંગ્રેસ અને મમતા.
(ડો. વિજય એમ. પંચાલ, વડોદરા)

 

૨૧ ‘એન્કાઉન્ટર’માં કોઈ એકથી વધારે પ્રશ્નો પૂછે, તો ખોટું શું છે ?
- જવાબ તો એકનો જ મળવાનો છે...!
(જે.યુ. કાન્હા, વડોદરા)

 

૨૨ તમે દુશ્મનોથી જીતો છો કે હારો છો ?
- .......... ગણવાની જહોજલાલી હું નથી આપતો!
(....... નોમાનઅલી, બારીયા)

 

૨૩ કોઈ સુંદર સ્ત્રીને જોઉં છું, ત્યારે ‘આ જગત માયા છે, મિથ્યા છે’, એ બઘું ભૂલી જાઉં છું... મારી સાથે આ શું થઈ રહ્યું છે ?
- તમે નોર્મલ બની રહ્યા છો.
(સુનિલ નાણાવટી, રાજકોટ)

 

૨૪ ‘તેરે ચેહરે મેં વો જાદુ હૈ’, આ ગીત તમે પત્ની સિવાય કોને માટે ગાયું છે?
- ઘણાની પત્નીઓ માટે!
(જયેશ વી. જરીવાલા, સુરત)

 

૨૫ હું વ્હોરા હોવા છતાં મને શ્રી ગાયત્રી મંત્ર કડકડાટ આવડે છે.
- ........... તમારા જેવું વિચારતા થાય... હંિદુઓને પણ .... આયતો આવડે !
(રશિદા શબ્બીર તરવાડી, ચલાલા)

 

૨૬ અશોકજી, સાંભળ્યું છે કે, તમે ખૂંબ સ્માર્ટ છો...!
- હવે લોકો તમને કદી ય સ્માર્ટ નહિ કહે !
(વત્સલા જે. પટેલ, સુરત)

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved