Last Update : 29-July-2012, Sunday

 
‘‘શંકર ક્યારેક તાંડવ નૃત્ય કરી શકે પણ પાર્વતી પર આંચ ન જ આવવા દે’’
કેમ છે દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- પોતે સાચુકલા ઈન્સાન ન બની શકે, તો જેઓ સાચુકલા ઈન્સાન બનીને જીવ્યા છે, એમની પડખે ઉભા રહેવું એ પણ એક પ્રકારનું પ્રાયશ્ચિત છે

‘‘નંદુ, જલ્દી કર, સાહેબને આવવનો સમય થઈ ગયો છે’’
‘‘અને સોફાને બરાબર ઝાપટીને ચોખ્ખા રાખ’’
‘‘ચા માટે દૂધ તૈયાર છે ને? છેલ્લી ઘડીએ કાંઈ તાયફો ન થાય’’
મહાદેવી હાંફળાં-ફાંફળા ઘરનું સુપરવિઝન કરી રહ્યાં હતાં. નોકર નંદુને સૂચનાઓ આપ્યા બાદ એમને એકાએક યાદ આવ્યું ઃ પુત્ર અવ્યયને ભણવા તો બેસાડ્યો નથી! એના પપ્પા અર્યમન આવતાંની સાથે પૂછશે’’ અવ્યયે લેસન કર્યું? સ્કૂલેથી ઘેર આવ્યા બાદ એ રમવા તો નથી ગયો ને? ખોટો બચાવ કરીશ તો તું વઢ ખાઈશ, એટલું યાદ રાખજે.’’
અને મહાદેવી દોડતાં-દોડતાં અવ્યયના અભ્યાસખંડમાં પહોંચી ગયાં! એમને જોતાં વેંત જ અવ્યય તાડૂક્યો ઃ ‘‘મારા પરમ પૂજ્ય પપ્પા ઉર્ફે આઈ.એ.એસ. ઑફિસર અર્યમનથી ઘૂ્રજતાં મારાં મમ્મીશ્રી, મારે માટે પુસ્તકનો કીડો બનવાનો સંદેશ લઈને આવ્યાં છો કે બીજા કોઈ ખુશીના સમાચાર? મારા સર કહેતા હતા કે મા મમતાની મૂર્તિ છે અને પપ્પા પ્રેમનો મહાસાગર. પપ્પા સાથે મહાસાગરની સરખામણી મને બરાબર સાચી લાગે છે! સાગર જેવું જ ખારું મન, મોજાંના ધમપછાડા અને ક્યારે દરિયાઈ તોફાન શરૂ થશે એની ખાત્રી નહીં. હેં મમ્મી, શું બધા જ પપ્પા મારા પપ્પા જેવા કડક શિસ્તમાં માનનારા હશે? છોકરાંને ભણાવવા સ્કૂલ કૉલેજો હોય છે, તેમ મા-બાપને સાચા સંસારી બનવાની કળા શીખવવાની સ્કૂલો પણ હોવી જોઈએ... પણ મમ્મી, જવા દે વાત, હું વાંચીશ નહીં, પણ વાંચવાનું નાટક અવશ્ય કરીશ. જો, પપ્પાની કાર આવી ગઈ હોય એવું લાગે છે!’’
અને મહાદેવી ઉપરના માળેથી ડ્રોઈંગ રૂમમાં પહોંચી ગયાં.
મિ. અર્યમનને નોકરના હાથનું પાણી પીવાની આદત નહોતી. નોકરના હાથ ચોખ્ખા ન હોય! એટલે પાણીનો ગ્લાસ પણ એમની પત્ની મહાદેવી એ જ લાવવાનો. નોકર પણ નાસ્તો લઈને આવે તે પહેલાં એણે સાબુથી હાથ ધોવાનું ફરજિયાત. નોકરનાં વસ્ત્રો અને વાળ પણ વ્યવસ્થિત જ હોવાં જોઈએ.
‘મહાદેવી, આજે વહેલી સવારે ઉઠીને મેં કોનું મોંઢું જોયું હતું? તને યાદ છે?’ - અર્યમને ક્રોધાવેશમાં પૂછ્‌યું.
મહાદેવી ગભરાઈ ગયાં ને પાણીનો ગ્લાસ એમના હાથમાંથી છટકી નીચે પડ્યો અને કાચનો ટુકડો મિ. અર્યમનના પગ પાસે પડ્યો.
‘ઈડિયટ, પાંત્રીસ વર્ષની થઈ પણ એટીકેટ જેવું કશું આવડતું જ નથી! કાચનો એક ગ્લાસ સંભાળી શકતી ન હોય એ સ્ત્રી પતિ અને પુત્રને શું સાચવી શકવાની હતી? મને લાગે છે સવારે ઉઠીને ભગવાનનાં દર્શન કરવાને બદલે તારું જ મોં જોયું હશે, નહીં તો અહીંથી લબાચા ભરવાનો વારો ન આવત.’
મિ. અર્યમનની ઘાંટાઘાટ સાંભળી પુત્ર અવ્યય નીચે દોડી આવ્યો!
‘અને મહાદેવી, આ તારો નોકર દીકરો અભ્યાસ પડતો મૂકીને અહીં કેમ દોડી આવ્યો? એને એમ લાગ્યું કે હું તને ઘરમાંથી તગેડી મૂકીશ? ...જનમટીપના કેદીની જેમ હું પણ વણગમતા ગૃહસ્થાશ્રમનો કેદી છું!... અવ્યય, તારા અભ્યાસખંડમાં જા.’ - પપ્પાનો હૂકમ માથે ચઢાવી અવ્યય સડસડાટ પગથિયાં ચઢી પોતાના અભ્યાસખંડમાં પહોંચી ગયો.
નોકર નંદુએ ઢળેલું પાણી લૂછી કાચના ટુકડા એકઠા કર્યા એટલે અર્યમને કહ્યું ઃ જા, સાબુથી હાથ ધોઈ પાણીનો ગ્લાસ લઈ આવ! તારી શેઠાણીના હાથ નબળા પડી ગયા છે, એનામાં પાણીનો ગ્લાસ ઉપાડવાની પણ શક્તિ નથી.’’
મહાદેવી ચૂપચાપ બઘું સહન કરી રહ્યાં હતાં. અનુભવથી તેમણે એ વાત સ્વીકારી લીધી હતી કે પોતાનો પતિ અર્યમન બળબળતા બપોરનો સૂર્ય છે. એની સામે ન જોવાય. એ ટાઢો પડે એની પ્રતીક્ષા કરવી જ પડે!
મહાદેવી રસોડામાં ગયાં અને ચાની સાથે નાસ્તો પણ નંદુ સાથે જ મોકલ્યો. અર્યમને નોકર નંદુને કહ્યું ઃ
‘‘તારી શેઠાણીને પૂછ કે કયા ખુશીના સમાચારમાં એણે ફ્રૂટસેલાડ અને બટાકાવડાં મારે માટે બનાવડાવ્યાં છે!’’
નોકર કશું જ બોલ્યા વગર ચાલ્યો ગયો. વીસેક મિનિટ પસાર થઈ ગઈ. એટલે મહાદેવીએ વિચાર્યું કે અર્યમન થોડા ટાઢા પડ્યા હશે! અર્યમન દુર્વાસા નથી, શંકર છે. એમને રૂઠતાં પણ વાર નહીં અને રિઝતાં પણ વાર નહીં. દુર્વાસા છંછેડાય તો શાપ આપે, શંકર ક્યારેક તાંડવ નૃત્ય કરી બેસે, પણ પાર્વતી પર આંચ ન જ આવવા દે!
મહાદેવીની કલ્પના સાચી પડી. અર્યમને સામેથી જ બૂમ પાડીને નોકર નંદુને કહ્યું કે ‘‘તારી શેઠાણી માટે પણ ચા-નાસ્તો લાવ. અમે નાસ્તો સાથે જ કરીશું.’’
મહાદેવીએ હાશકારો અનુભવ્યો. નંદુને બદલે પોતે જ નાસ્તાની ડિશ લઈને આવ્યાં.એમને જોઈ સ્મિત સાથે અર્યમને કહ્યું ઃ ‘‘મહાદેવી, જેણે કહ્યું હશે કે ઉત્તમ ખેતી, મઘ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, એણે સમજી વિચારીને જ શબ્દો વાપર્યા હશે! આમ અમે કહેવાઈએ મોટા સરકારી અધિકારી, પણ ઠરવાનું અમારા નશીબમાં લખાએલું ન હોય! મંત્રી અમને ધમકાવી શકે, સાંસદ કે ધારાસભ્યના બોલ અમારે ઝિલવા પડે! સમાજસેવકો અમારી વિરુઘ્ધ લખાપટ્ટી કરે! અને માથે ટ્રાન્સફરની લટકતી તલવાર! સરકાર બદલી કરીને ક્યાં ધકેલી દેશે એની કશી જ ખાત્રી નહીં! એટલે અમારો સ્વભાવ ચીડિયો થઈ જાય છે! અમારો ગુસ્સો અમે પત્ની પર ઠાલવીએ છીએ! હવે સાંભળ, એક ધારાસભ્યની વાત સાંભળી તેમનું ધાર્યું ન કરી આપ્યું એટલે મારી પર આક્ષેપો કરી મારી બદલી કરાવી. આજે જ બદલીનો ઓર્ડર મને મળ્યો છે! બિસ્તરા પોટલા બાંધવા માંડો. સરકારી નોકર કરતાં ઘરનો ઘાટી વઘુ સુખી હોય છે! એને નોકરીને લાત મારી નીકળી જવાની સ્વતંત્રતા તો ખરી!’’
‘‘હવે ચા-નાસ્તો પતાવી થોડો આરામ કરો એટલે મનને શાન્તિ મળશે. જીવનમાં નાની-મોટી અણધારી ઘટનાઓ તો બન્યા જ કરવાની! આપણે એને અનુકૂળ થયે જ છૂટકો’’ - મહાદેવીએ લાગણીભર્યા શબ્દોમાં કહ્યું એટલે મિ. અર્યમને થોડીક હળવાશ અનુભવી.
મિ. અર્યમન સ્વભાવે આકરા, પણ સ્વમાનના પણ એટલા જ આગ્રહી. પરસેવાની કમાણી સિવાય એમને એક પણ પૈસો ખપે નહીં. એટલે લાંચરૂશ્વત દ્વારા ધાર્યું કરાવનાર લોકો સદાય એમની વિરૂઘ્ધ ફરીઆદો કર્યા જ કરે! ‘મોટા ચમરબંધીને પણ ન ગાંઠે એવા ઑફિસર’ તરીકેની એમની છાપ હતી. એટલે સ્ટાફની સાથે પણ તેઓ ઝઘડી પડતા! ખોટાં કામ કરવા દબાણ લાવનાર મુલાકાતીઓને તેઓ હડઘૂત કરી કાઢી મૂકતા. તેઓ ક્યારેક મિત્રો આગળ બળાપો કાઢતાં કહેતાં ઃ ‘‘આપણે વહીવટી ઢાંચામાં બ્રિટીશરોનું અનુકરણ કર્યું, પણ લોકશાહીને લાયક અધિકારી તરીકે વર્તવાની આપણને છૂટ છે ખરી? પોતે ઈમાનદાર અને નેક નિયત હોવાને કારણે પારાવાર અપમાન અને પીડાઓ સહીને નિવૃત્ત થવું પડ્યું, એની વેદના સાચા ઓફિસરનો જીવનભર સતાવતી રહી હશે. સાચો સરકારી અધિકારી નથી રહેતો ઘરનો, નથી રહેતો ઘાટનો! સરકાર એને બિનવફાદાર માને છે અને સમાજ એને નકામો ગણે છે!’’
મિ. અર્યમન સત્યના પ્રયોગો કરતા રહ્યા અને ‘સત્ય’નું મૂલ્ય ચૂકવતા રહ્યા. એમના ગુસ્સાનો ભોગ એમની પત્ની મહાદેવી અને પુત્ર અવ્યય થતાં રહ્યાં. વારંવાર બદલીઓ અને અસ્થાયી વસવાટને કારણે અવ્યયના ભણવામાં પણ કશો ભલીવાર આવતો નહોતો! પણ મિ. અર્યમન ઈચ્છતા હતા કે અવ્યય ઊંચી ટકાવારી સાથે પરીક્ષાઓ પસાર કરતો રહે, જેથી કૉલેજમાં પ્રવેશ માટે પોતે લાગવગ કરવી ન પડે કે ‘ડોનેશન’ના દૂષણનો ભોગ બનવું ન પડે! એમને મન ડૉક્ટરનો વ્યવસાય ઉત્તમ હતો, જેમાં સ્વતંત્રતા અને સેવા બન્નેની પૂરતી તક હતી. તેઓ પોતાના પુત્ર અવ્યયને એક ઈમાનદાર અને આદર્શ ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા.
એટલે ધીરે-ધીરે એમણે પોતાનો સ્વભાવ પણ બદલવા માંડ્યો. ગુસ્સાને તેઓ ઘરની બહાર ફેંકીને ઉંબરો ઓળંગતા. એમને લાગતું હતું કે દુનિયાનો સંગ કૃત્રિમ હોય છે અને પત્ની તથા પુત્રનો સંગ સ્વાભાવિક હોય છે. જે ઘરને તરછોડે છે, કુદરત તેને ઠરવાનો મોકો આપતી નથી! સદ્‌ગૃહસ્થ બનવું એ પણ મોટી દેશભક્તિ છે. ઘર બગડ્યાં છે માટે દેશ બગડ્યો છે! ઓછાં સાધનોથી ચલાવી લેવાની ઘરનાં સ્વજનોની આદત જ દેશનું અર્થતંત્ર સુધારી શકે અને ભ્રષ્ટાચારને નાથવામાં મદદરૂપ થઈ શકે!
અવ્યયને પોતાના પપ્પાજીના વઘુ પડતા આદર્શો લેશમાત્ર પસંદ નહોતા. એ માનતો હતો કે જમાનો વાંકી ચાલનો હોય તો માણસે પણ વક્ર ચાલે જ ચાલવું જોઈએ. સંસાર વિજેતાને પૂજે છે. ઈમાનદારને તો કેવળ શાબ્દિક પ્રશંસાનો જ વિષય માને છે! એટલે અવ્યયે વેપારી બની અઢળક લક્ષ્મી એકઠી કરવાનું મનોમન સ્વપ્ન સેવ્યું હતું...
પણ પોતાના જન્મદિને અર્યમને અવ્યય પાસે વચન માગ્યું, જેનો અવ્યય ઈન્કાર કરી શક્યો નહીં અને એણે પપ્પાની ઈચ્છાને માન આપી સાયંસ સ્ટ્રીમમાં પ્રવેશ લીધો.
પણ પરીક્ષાના દિવસોમાં જ એ માંદો પડ્યો એટેલ ઉંચી ટકાવારી લાવી શક્યો નહીં અને મેડિકલમાં પ્રવેશ મેળવવાનું તેને માટે દુર્લભ બન્યું...
ડોનેશન આપી મેડિકલમાં પ્રવેશ મેળવવાના મિ. અર્યમન વિરોધી હતા. મહાદેવીએ પોતાના દરદાગીના વેચી ગુપ્ત રીતે ‘ડોનેશન’ સીટમાં અવ્યયનો મેડિકલમાં પ્રવેશ પાકો કરવાની કોશિશ કરી જોઈ પણ અવ્યય પોતાના પપ્પાજીના રંગે પૂરેપૂરો રંગાઈ ચૂક્યો હતો.
એના પપ્પા આદર્શવાદી હતા, એટલે શુભેચ્છકો કરતાં શત્રુઓની સંખ્યા વધારે હતી. મિ. અર્યમનનું નામ પડતાં જ લોકો અવ્યયને પ્રવેશની બાબતમાં મદદરૂપ થવાનું ટાળતા.
પોતાના પુત્રને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન ખંડિત થતું જોઈને મિ. અર્યમનનું ટેન્શન વધી ગયું! આખી રાત તેઓ શાન્તિથી સૂઈ શક્યા નહીં. આખરે એમણે પોતાના આદર્શો સાથે બાંધછોડ કરવાનું નક્કી કર્યું. ડોનેશનથી મેડિકલમાં અવ્યયની સીટ પાકી કરવા પોતાનો બંગલો ગીરો મૂકી એક શ્રોફ પાસેથી મોટી રકમ મેળવી અને એક વચેટિયા દ્વારા તે રકમ કૉલેજ ઓથોરિટીને મોકલવાની વ્યવસ્થા કરી. મહાદેવી અને અવ્યયથી એમણે આ વાત ગુપ્ત રાખી.
પરંતુ એમનો અંતરાત્મા એમને અંદરથી કોરી ખાતો હતો. પોતાના સિદ્ધાંતોની પોતાના જ હાથે ક્રૂર હત્યા કરવી પડે એ જંિદગીની કરુણતમ ઘટના છે.
બીજે દિવસે સવારે અર્યમન ઉઠ્યા ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો થયો. ફેમિલી ડૉક્ટરે હાર્ટએટેકનાં લક્ષણો જણાવી મિ. અર્યમનને હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.
અને અર્યમને ૭૨ કલાક જીવનમૃત્યુ વચ્ચેના સંઘર્ષ વચ્ચે વિતાવ્યા. પણ ઈશ્વરે તેમને બચાવી લીધા. તેઓ ભાનમાં આવ્યા અને ડોક્ટરે એમને ભયમુક્ત જાહેર કર્યા. એટલે અવ્યય અને મહાદેવીને કળ વળી.
મિ. અર્યમને ડોનેશન આપી અવ્યયનો પ્રવેશ પાકો કરાવી લીધો છે, એવી વાત કહેવાનો વિચાર કર્યો, એટલામાં જેના દ્વારા ડોનેશનની રકમ મોકલાવી હતી, એ વચેટીઓ આવી પહોંચ્યો અને પૈસાનું પેકેટ મિ. અર્યમનના હાથમાં મૂકતાં કહ્યું ઃ ‘‘સર, કોંગ્રેચ્યૂલેશન. અવ્યયભાઈને મેડિકલમાં પ્રવેશ મળી ગયો છે અને ટ્રસ્ટના ચેરમેને આપે મોકલેલી ડોનેશનની રકમ પાછી મોકલી છે અને કહેવડાવ્યું છે કે મિ. અર્યમન આખી જંિદગી સત્ય માટે ઝઝૂમ્યા છે. ભ્રષ્ટાચાર ક્યાયે આચર્યો નથી. એવો માણસ પોતાના પુત્રને ડૉક્ટર બનાવવા માટે વૃદ્ધાવસ્થામાં સિઘ્ધાંતો સાથે બાંધછોડ કરી મારી સંસ્થામાં ડોનેશન સીટ મેળવવા પોતાનું ઘર ગીરો મૂકે, એ માણસનો પૈસો લેવો એ પાપ છે. પોતે સાચુકલા ઈન્સાન ન બની શકે, તો જેઓ સાચુકલા ઈન્સાન બનીને જીવ્યા છે, એમની પડખે ઊભા રહેવું એ પણ એક પ્રકારનું પ્રાયશ્ચિત છે. અર્યમન જેવા ઑફિસરો વધશે તો જ ભારત ટકી શકશે. લ્યો, આપની આ થાપણ! ભગવાન તમને દીર્ઘાયુ આપે.’’ કહીને પેલો મઘ્યસ્થી વિદાય થયો હતો.
મિ. અર્યમનની આંખમાંથી અશ્રુગંગા વહી રહી હતી... મહાદેવી અને અવ્યય એ પવિત્ર આત્માના ચરણોમાં વંદન કરી રહ્યાં હતાં. અને હોસ્પિટલના ખંડમાં જાણે બ્રહ્માંડનો શબ્દ ગૂંજી રહ્યો હતો. સત્યમેવ જયતે... સત્યમેવ જયતે... સત્યમેવ જયતે!

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved