Last Update : 29-July-2012, Sunday

 

‘‘કંઠી બાંઘુ તો ખરો, પણ...’’

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

ઉષા આકાશમાં ઉઘડતી હતી. એમાંથી ખરતાં ફુલગુલાબી કિરણો ધોલેરાના મદન મોહનજી મંદિરના શિખરને રીઝવતાં હતાં. સરવી ને સુરેખ એવી ભાલની ભોમકા ભાણને ભલકારા ભણી રહી છે. સૂરજના રંગની રિયાસત રેલાતી હતી. દિવસના રેંડિયામાં પળો અનો ક્ષણોના તાર તણાઈને વખતના વેજા વણી રહ્યા હતા.
એવે વખતે હડાળાથી ગાડું જોડાવીને નીકળેલા ધના ભગતને ધોલેરામાંથી ચોખા ખરીદીને ઘેર પાછું વળી નીકળવું છે.
ધના ભગત જાતે શ્રીમાળી સોની ત્રણભાઈઓમાં પોતે વચેટ. ત્રણેય ભાયું સોનામાંથી ઘાટ ઘડવાનો વારસાગત ધંધો કરી પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા. તેમાં ધનાભાઈને ધીરે ધીરે ભક્તિનો રંગ ચઢી રહ્યો હતો. પોતાની કમાણી સાઘુ સંત અભ્યાગતોને ભોજન કરાવવામાં વાપરી નાખતા. એને કાને વાત આવી કે જનસાળીમાં બાવા ભગત છે તે ગુરુ કરવા જેવા છે. એક દિ’ ધના ભગત ઉપડ્યા જનસાળી. તે વખતે જનસાળી લીંબડી રાજ્યનું છેવાડાનું ગામ. હડાળા અને ધોળકા વચ્ચે ત્રણ ગાઉનો પલ્લો બાવા ભગતના પગમાં પડીને ધના ભગતે કહ્યું
‘‘બાપુ, મને કંઠી બાંધો.’’
બાવા ભગતે સોની મહાજન માથે મીટ માંડી. માપ કાઢ્‌યું. આંખ્યુમાં કરૂણાના ભાવ નીતરતા ભાળ્યા. દિલમાં દયાનો દરિયો દેખાયો. પૂરેપૂરી પાત્રતા પલકમાં પરખાણી. બાવા ભગત વળતાં વેણ વદ્યાં.
‘‘કંઠી બાંઘુ તો ખરો પણ...’’
ધના ભગતે આતુરતાથી અધવચ્ચે પૂછ્‌યું ‘‘પાણ શું બાપુ ?’’
‘‘છ મહિના જગ્યામાં સેવા કરો પછી વાત.’’
‘‘ભલે બાપુ, તમારી જેવી આજ્ઞા’’ એટલો ઉત્તર આપીને ધનાભગત તેજ પળથી જગ્યાની સેવામાં લાગી ગયા, રાત પડે ને ત્રણા ગાઉનો પલ્લો પગપાળા કાપીને ઘરે આવે ને વળી પાછા મોટે ભળકડે હડાણાથી હાલી નીકળે જનસાળીની જગ્યામાં વખતને વબોટતાં વાર કેટલી ? છ માસની અવધિ પૂરી થઈ એટલે બાવાભગતે ધના ભગતને પાસે બોલાવી કહ્યું ઃ ‘‘ભાઈ, કંઠી બાંધવાનું ટાણું આવી પૂગ્યું છે. ઠાકોરે તમારી ચાકરીનો સ્વીકાર કર્યો છે’’ બોલીને ધનાભગતને કંઠી બાંધી. રાજી રાજી થઈને ધનભગતે આજ્ઞા માંગી.
બાપુએ કહ્યું ઃ ‘‘દર અજવાળી બીજને દિવસે સાઘુ અભ્યાગતોને સાકર-ચોખા અને દૂધ જમાડજો. જોજો કોઈ બીજ કોરી ન જાય. આજથી જનસાળીના અને ભવના ફેરા ટળ્યા.’’ ‘‘ભલે બાપુ !’’ એટલાં વેણ વદીને ધના ભગત વળી નીકળ્યા હડાળા.
આ તે વખતથી અજવાળી બીજ જમાડવા માટે બે દિ’ અગાઉ ધોલેરા સાકર-ચોખા ખરીદવા ભગત ગાડું જોડાવીને આવતા થયા. એક મહિનાની પૂરેપૂરી આપકમાઈના આના-પાઈ અને રૂપિયા ભેગા કરી કોથળી લઈને આવે. ધોલેરામાંથી હટાણું કરીને સાંજ મોર્ય હડાળા ભેગા થઈ જાય.
પાદરમાં ગાડુ છોડાવીને પંડ્યે ઉભી બજારે હાલ્યા ત્યાં ચોકમાં ગુરુ બાવા ભગત ભેળા થઈ ગયા. ધનાભગતને જોઈને બાવાભગતની આંખમાં ચમકારો થયો. મનોમન કંઈક ચંિતવીને કહ્યું.ઃ
‘‘ઠીક થયું તું ભેળો થઈ ગયો’
મારાય ધન્ય ભાગ્ય કે ગુરૂદરશનનો લાભ મળ્યો.
‘લે હાલ્ય ભેળો. લાતી બજારમાં જાવું છે’ ગુરૂશિષ્ય ભેળા હાલ્યા, બાવાભગતે કાટમાળની યાદી આપી.
શેઠે યાદી મુજબના કાટવળણ ગાડે પુગાડવાનું કહીને ભરતિયું (બીલ) ભરીને બાવાભગતને દીઘું. બાવાભગતે ધનાભગત સામે ભરતિયું ધરીને આજ્ઞા કરી કે ‘‘ચૂકવી દે રૂપિયા’’ ગુરુ આજ્ઞા શિરે ચઢાવીને જરાય જેજો કર્યા વગર રૂપિયા ચૂકવી દીધા. પાદરમાંથી ગુરુ-શિષ્ય પોતપોતાને પંથે પડ્યા.
હડાળાનો મારગ ધોમધખતા ઘૂણામાં ધખતો હતો. વગડો સુનકારની સોડ તાણીને સૂતો હતો. નરી નીરવતા નિરાંત કરીને બેઠી હતી. ધનાભગત ખાલી ગાડે ઘરે આવ્યા. શેંઢો ઢબ્યો ને સાંજ પડી, સાંજ સરી ને રાત પડી. વાળુ કરીને ભગતે ઢોલીએ ડીલ લાંબુ કર્યું, પણ નંિદર ! નંિદરને અને ધનાભગતને આજ જોજનવાનું છેટુ પડી ગયું લાગ્યુ. એના અંતરને એક જ વાત અકળાવતી હતી. બીજને દિ’ સાકર-ચોખા ને દૂધ કેમ ખવરાવાશે ? પત જાશે કે રે’શે ! વળી વળીને એવા વિચારોના વમળ ઉઠી ઉઠીને મનને મૂંઝવતા હતા. ટેક કરતાં ગુરુ આજ્ઞાને અદકેરી ગણી રૂપિયા ગણી દીધા. હવે ટેકને ટકાવવી કેમ ?
બ્રહ્માંડના ચંદરવામાં તારા ઝેગારા દઈ રહ્યા છે. અંધકારનો અસબાબ ઓઢીને અવની પોઢી રહી છે. અભેદ રસમાં આતમ ઝબોબીને જાગી રહ્યો છે એક ધનોભગત. અજવાળી બીજ, સાકર-ચોખા અને દૂધ આટલા વાના એની નજર સામે નર્તન કરી કરીને ઉંઘને આધી હડસેલી રહ્યા છે. અંતે રાત્રિના ચોથા પ્રહરમાં એની આંખ જરાક મળી ત્યારે પોતાની ભક્તિની ભાવનામાં-ભરોસામાં ભારોભાર ભીજાયેલી હતી.
ડેલીની સાંકળ ખખડી. એ ખખડાટની પાછળ સાદ ઉઠ્યો.
‘‘એ ભગત, ડેલી ઉઘાડો.’’
ધનાભગતની આંખના ભીડાયેલા પોપચાં ઉઠ્યા. ઢોલીએથી ઉઠીને ડેલી તરફ ડગ માંડતા બોલ્યા ઃ
‘‘કોણ અટાણે ?’’
સામો ઉત્તર મળ્યો ઃ
‘‘માનતાવાળા’’
ભગતે ડેલી ઉઘાડી સામે બે ભરવાડ ઊભેલા દીઠા. ભગતને જોતાં જ બોલ્યા, ‘‘ભગત બાપા, આ અમારી માનતાના રૂપિયા એકસો ને એકાવન. સાકર-ચોખા ને દૂધ સાઘુ સંતોને ભોજન કરાવજો.’’
રાણીછાપના રૂપિયાનો રણકાર ઉઠ્યો ને શમ્યો ત્યાંતો ભરવાડો જાણે ગેબમાં ગાયબ થઈ ગયા.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved