Last Update : 29-July-2012, Sunday

 

સંસારને વિષમયને બદલે અમૃતમય બનાવવાના માર્ગો કયા ?

એક જ દે ચિનગારી - શશિન્
- જંિદગી એટલે વાંસમાંથી વાંસળી બનવાની કળા શીખવાનો ઈશ્વરદત્ત મોકો

એક વિદ્વાન ચંિતક પાસે જિજ્ઞાસુ જીવનનો મર્મ સમજવા પહોંચી ગયો. એણે નોકરીમાંથી એક માસની રજા લીધી હતી. અને જીવનલક્ષી પેગામ પેલા ચંિતક પાસેથી સમજવા માગતો હતો.
એનો પરિચય પૂછયા બાદ ચંિતકે એને માત્ર બે જ શબ્દો કહ્યા ઃ ‘અટકો અને છટકો’. એટલું કહી હવે તમે જઈ શકો છો’ - શબ્દો કહીને પેલા જિજ્ઞાસુને વિદાય આપી.
પેલા માણસની મુંઝવણ વધી ગઈ. એને ચેન પડતું નહોતું. પૂરા ઓગણત્રીસ દિવસ એ જીવનના મર્મ વિશે વિચારતો રહ્યો, પણ ‘અટકો’ અને ‘છટકો’ શબ્દો એનો પીછો છોડતા નહોતા.
અને એ માણસ ભોજનના સમયે પુસ્તકનાં પાનાં ઉથલાવી રહ્યો હતો, તે વખતે એની પત્ની એક વાંસ વેચનારને કહી રહી હતી ઃ ‘હવે વાંસ વેચતાં-વેચતાં ‘અટકો’, વાંસમાંથી એક વાર સુંદર વાંસળી બનાવો, તો તમને મોંમાંગી કંિમત મળશે.’
અને પેલા જિજ્ઞાસુને પત્નીની વાતમાંથી જીવનસંદેશ મળી ગયો.
જંિદગી એટલે વાંસમાંથી વાંસળી બનવાની કળા શીખવાનો ઈશ્વરદત્ત મોકો. પણ આપણે ‘વાંસ’ આગળ જ ‘અટકી’ જઈએ છીએ. સંગીત પ્રગટાવવું છે, પણ વાંસ જે રીતે છેદાય છે, તેમ વીંધાવાની કે છેદાવાની તૈયારી વગર ! વાંસનો મોહ આપણને એટલો બધો લાગે છે કે એ મોહમાંથી ‘છટકી’ શકતા નથી. વેદના વગર જીવવું એને જ આપણે જીવન માનીએ છીએ. પીડા વગરની યાત્રા એ જ આપણને મન ‘વરદાન’ છે. આપણે વાંસળીને વગાડવાને બદલે સાંભળવાનો વિષય માની બેઠા છીએ. કોઈક વાંસળી વગાડે અને આપણે ‘વાહવાહી’ કરીએ, એથી વધારે કષ્ટ આપણે વેઠવા તૈયાર નથી ! ‘મોક્ષ’ ની માણસ ઝંખના કરે છે, પણ એ પણ કોઇ સાઘુ, સંત, કથાકાર, ધાર્મિક માણસ કીમિયો બતાવે અને પૂજા પાઠનો કોન્ટ્રાકટ પણ એ જ લઈ લે. આપણે આપણી જાત આગળ જ ‘અટકી’ જઈએ છીએ એટલે સાંસારિકતા આપણને ઘેરી વળે છે. સંસારનાં આકર્ષણો એટલાં મજબૂત હોય છે કે આપણે તેમાંથી છટકી શકતા નથી ! સંસાર આપણને વળગે છે, એમ કહીએ છીએ, પણ હકીકતમાં આપણે જ સંસારને વળગીએ છીએ. સંસારને હરાવવા જન્મેલા આપણે, સંસાર આગળ કારમી રીતે હારી જઈએ છીએ. રાગ અને ત્યાગ સંસારનાં બે ચક્રો વચ્ચે માણસ પીસાયા જ કરે છે. પરિણામે એ સાચો ‘રાગ’ દાખવી શકતો નથી કે નથી દાખવી શકતો સાચો ‘ત્યાગ’.
આપણને અટકતાં આવડતું નથી, આપણા ખોટા ખ્યાલોથી, ભ્રામક સિદ્ધાંતોથી, અટપટી તર્કજાળથી, ભ્રષ્ટ માન્યતાઓથી, ખતરનાક આદતોથી. અટકવા વિષયક અજ્ઞાન અને ભટકવા વિષયક ઉત્સુકતા એ જ શું માનવજીવનની ઓળખ છે ? જંિદગી પોતે જ એક ‘વીડિયોગ્રાફર’ છે. તમારી વાણી અને વર્તન, વૃત્તિ અને પ્રવૃત્તિ બધાંનું રેકોર્ડંિગ કર્યા જ કરે છે ! કદાચ એટલે જ દુષ્કર્મોનો પ્રભાવ મરણ બાદ પણ માણસનો પીછો નહીં છોડતા હોય. જે અટકી શકે છે એ જ છટકી શકે છે, અન્યથા માત્ર ભટકી શકે છે. આચાર્ય રજનીશજીએ ‘સંસાર’ વિષયક એક બોધક કથા નોંધી છે.
તદનુસાર શ્રી નાગાર્જુન નામના ગુરૂ, મોટા પંડિત, પણ પોથી પંડિત નહીં. અહંકારી નહીં, સાચા જ્ઞાની. એમની પાસે એક ભરવાડ શિષ્ય આવ્યો. એણે ગુરૂ નાગાર્જુનને કહ્યું ઃ ‘ગુરૂ, આ સંસાર કેમે કર્યે મારાથી છૂટતો નથી.’
તેની વાત સાંભળી નાગાર્જુને કહ્યું ઃ ‘તારા કરતાં મારો પ્રશ્ન જરા જુુદો છે. મને એમ થાય છે કે સંસાર કેમે કરીને પકડાતો કેમ નથી ? તારે ખરેખર સંસાર છોડવો છે ? તો હું કહું તેમ કર. મને એ કહે કે તને સૌથી વહાલું કોણ ?
ભરવાડે કહ્યું ઃ ‘મને તો મારી ભેંસ જ વહાલી છે.’ નાગાર્જુને કહ્યું ઃ ‘તું એક ગુફામાં ત્રણ દિવસ રહે અને સતત જાપ કર. તું તારા મનને કહ્યા કર કે હું ભેંસ છું, હું ભેંસ છું.’
શિષ્ય ભરવાડે તે પ્રમાણે કર્યું. ત્રણ દિવસ બાદ ગુરૂ નાગાર્જુને કહ્યું કે હવે તું ગુફામાંથી બહાર આવ.’ ભરવાડ શિષ્યે કહ્યું ઃ ‘હું બહાર કેવી રીતે આવું ? ગુફાનો દરવાજો નાનો છે અને મારાં શીંગડાં મોટાં છે.’ નાગર્જુન પોતે ગુફામાં ગયા અને શિષ્યને ભાનમાં લાવી અરીસો બતાવ્યો. શિષ્યે પોતાનો ચહેરો અરીસામાં જોયો. શીંગડાં તો હતાં જ નહીં. નાગાર્જુને સારાંશ રૂપે કહ્યું કે આપણે જે નથી, તે જોયા કરીએ છીએ. અને ભ્રમની દુનિયામાં જીવીએ છીએ. સંસારનું પણ આવું જ છે - શીંગડાં છે જ નહીં અને તું સમજી બેઠો કે શીંગડાં છે. સંસાર ભ્રમ છે અને તું કહે છે કે સંસાર છૂટતો નથી. સંસાર કોઇનો થયો છે કે તારો થાય ? સંસાર પકડયો પકડાતો નથી. માટે ભ્રમની દુનિયામાંથી બહાર આવવું જરૂરી છે.
એટલે પેલા ચંિતકની ‘છટકો’ એટલે બહાર નીકળી જવાની વાત સાચી. માણસ છટકવા ઇચ્છે છે અને જીવન તેને બાંધવા ઇચ્છે છે. આ ખેલ માણસ જીવે ત્યાં સુધી ચાલ્યા જ કરે છે.
જીવનને માત્ર કલા તરીકે જોવાની જરૂર છે. જીવન એક સાધના છે, ઉપાસના છે. એટલે જીવવા મળેલી ક્ષણને સુંદરતા બક્ષી પૂરી તાકાતથી જીવી જાણવી એમાં જ જીવનની સાર્થકતા છે.
ચિત્ર-વિચિત્ર વસ્તુઓ અને ઘટનાઓનો ઝમેલો એટલે સંસાર. ભર્તૃહરિએ એટલે જ કહ્યું હશે કે કયાંક વિદ્વાનોની ગોષ્ઠી ચાલતી હોય છે તો કયાંક મદોન્મત્ત લોકો ઉધામા મચાવતા નજરે પડે છે. એક તરફ વીણાનું મઘુર સંગીત સાંભળવા મળે છે, તો બીજી તરફ હાહાકાર સાથે ક્રંદન વ્યાપેલું છે. કયાંક રૂપાંગના જોવા મળે છે તો કયાંક ઘડપણથી જીર્ણ-શીર્ણ થએલા વૃદ્ધ. ખબર નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિષમય ?
માનો કે સંસાર વિષયમ છે, તો પણ તેને અમૃતમય કેમ બનાવવો એ જ માનવી સામે પડકાર છે. સરતા રહેવું, એક રૂપમાંથી બીજા રૂપમાં પલટાતા રહેવું એ તો સંસારની પ્રકૃતિ છે. વિષયમ સંસારને અમૃતમય બનાવવાના નવ માર્ગો કયા ?
૧. દુનિયા ભલે બેઇમાન હોય તમે તમારી જાત પ્રત્યે ઇમાનદાર રહો.
૨. મને કોઈ દુઃખી કરી શકશે જ નહીં, સિવાય કે મારો સ્વભાવ અને દ્રષ્ટિકોણ, એ વાત યાદ રાખી દુઃખથી ડરો નહીં, દુઃખને ભારે પડો.
૩. દુનિયા બદલાવાની નથી, માટે મારે મારો સ્વભાવ બદલવો જોઈએ, કારણ કે સુખની ચાવી મારા સ્વભાવની પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાની વૃત્તિના હાથમાં છે. તમારી જાતને બદલાવાની તક આપો.
૪. કોઈએ બનાવેલા કાયદા અને નિયમોના બંધનમાં રહેવાની સ્થિતિ નિવારવી હોય તો શુદ્ધ ચારિત્ર્યના કાયદા-નિયમોને તમારા જીવનની દીવાદાંડી બનવા દો, આસક્તિની જાળથી મુકત રહીને.
૫. માણસના સ્વભાવને ઓળખીને તેની સાથેની તમારી વર્તન અને વ્યવહારની શૈલી નક્કી કરો. સદ્‌ભાવનું વિના શરતે વિતરણ કરો, ક્રોધ પર વિજય મેળવીને.
૬. જીભ અને હૃદયને કડવાશનું સ્ટોરેજ ન બનવા દો. બીજાના ભલામાં રસ લો તો બીજાઓ પણ તમારામાં રસ લેતા થશે.
૭. દિમાગની સ્લેટનો બીજાના અપરાધોની યાદી કરવા માટે ઉપયોગ ન કરો. ભૂંસાય તેટલું ભૂંસીને ક્ષમાદાન કરો.
૮. રૂપીઆ, પૈસા કે સ્વાર્થ માટે મૂલ્યવાન જીવનને મૂલ્યહીન ન બનાવો.
૯. મજબૂર નહીં, પણ પ્રત્યેક પરિસ્થિતિમાં મજબૂત બનો. આત્મશ્રઘ્ધા ઇશ શ્રદ્ધા અને દરિયાવદિલીને નજર સમક્ષ રાખી પ્રેમની પરબ બનવા જ પરમાત્માએ તમને આ ધરતી પર મોકલ્યા છે એટલું યાદ રાખો.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved