Last Update : 29-July-2012, Sunday

 

વિચાર-સંક્રમણ અને વિચાર-નિયંત્રણને લગતી
ચૈતસિક શક્તિના પ્રયોગો

અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- રશિયાનો ટોફિક દાદાશેવ માનસિક આદેશ આપનાર વ્યક્તિના ચહેરાને જોયા વગર કે તેને સ્પર્શ કર્યા વગર તેના મનના વિચારોને જાણી લેવાની શક્તિ ધરાવે છે. ટોફિક જે ભાષાને જાણતો પણ ન હોય તેવી ભાષામાં અપાયેલા માનસિક આદેશનો પણ તે સાચો અમલ કરી શકે છે. સૌથી મોટી બાબત તો એ છે કે તે પોતાના વિચારો અન્ય વ્યક્તિના મગજમાં પ્રક્ષિપ્ત કરી તેની પાસેથી પોતે ધારે તેવું વર્તન કરાવી શકે છે !

બીજાના મનમાં ચાલી રહેલા વિચારોને જાણી લેવાની શક્તિ ધરાવતા માનવીઓમાં રશિયાનો ટોફીક દાદાશેવ અગ્રગણ્ય મનાય છે. અતીન્દ્રિય શક્તિના સંશોધકોએ તેની કડક ચકાસણી કરી હતી અને દરેક વખત તેમાં તે સાચો પુરવાર થયો હતો. સ્ટેલિનને જેની શક્તિ સ્વીકારવી પડી હતી એવા અસાધારણ અતીન્દ્રિય શક્તિ ધરાવતા વુલ્ફ મેસંિગની બરોબરી કરી શકે એવી જ વિરલ માનસિક શક્તિ દાદાશેવમાં પણ હતી. ટોફીક દાદાશેવમાં બાળપણથી જ અતીન્દ્રિય શક્તિઓ હતી જેનો પરચો તે અવારનવાર પોતાના ઓળખીતાઓને કરાવતો. એમાં વળી જ્યારે તેણે વુલ્ફ મેસંિગનો કાર્યક્રમ જોયો ત્યારે તેને પ્રતીતિ થઈ કે આ બઘું તો તે પોતે પણ કરી શકવા સમર્થ છે ત્યારથી તેની કારકિર્દીમાં વળાંક આવ્યો અને તેણે પણ યુવાન વયથી જ માનસિક શક્તિનું નિદર્શન કરતા કાર્યક્રમો આપવા માંડ્યા. હેનરી ગ્રીસ અને વિલિયમ ડીક નામના બે અમેરિકન પત્રકારોએ અદ્‌ભુત માનસિક શક્તિનો પરચો દેખાડનાર ટોફીક વિશે વિશેષ જાણકારી મેળવવા રશિયાનો પ્રવાસ કર્યો હતો. ઓળખાણ અને રશિયન સરકારના સહકારને લીધે તેમને ગૂઢ શક્તિ ધરાવતા ટોફીકનો જાત-પરિચય મેળવવાની તક મળી હતી. તેમણે આ તમામ માહિતી પચાસેક ફોટા સાથે તેમના પુસ્તક ‘ધ ન્યુ સોવિયેટ સાઇકિક ડીસ્કવરીઝ’માં પ્રસિદ્ધ કરી છે.
ટોફીક દાદાશેવની અતીન્દ્રય શક્તિ પર સંશોધન કરનારાને એ વાત જાણવા મળી કે ટોફીક જે ભાષા જાણતો નથી તેવી ભાષામાં અપાયેલા માનસિક આદેશનો પણ સાચો અમલ કરી શકે છે. માનસિક આદેશ આપનાર વ્યક્તિના ચહેરાને જોયા વગર કે તેને સ્પર્શ કર્યા વગર તેના મનના વિચારોને વાંચી કે જાણી લેવાની પણ તે શક્તિ ધરાવે છે. સૌથી મોટી વાત તો એ છે કે ટોફીક પોતાના વિચારો અન્ય વ્યક્તિના મગજમાં પ્રક્ષિપ્ત કરી તેની પાસેથી પોતે ધારે તેવું વર્તન કરાવી શકે છે!
ઈ.સ. ૧૯૭૦માં મોસ્કોના એક થિયેટરમાં ટોફીક દાદાશેવની ચૈતસિક શક્તિઓને ચકાસવા માટે એક જાહેર કાર્યક્રમ ગોઠવાયો હતો. આ સમયે વિજ્ઞાનીઓ, સંશોધકો અને રેશનાલિસ્ટ અગ્રણીઓની એક સંશોધક સમિતિ પણ હાજર હતી. કોઈ છેતરપીંડી કે તરકટ કરવામાં ન આવે તેનું ઘ્યાન આ સમિતિના સભ્યો રાખતા હતા અને તે માટે ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો. આ વખતે સૌથી પહેલો પ્રયોગ એ કરવામાં આવ્યો કે સભાગૃહમાંથી થોડા પ્રેક્ષકોને અડસટ્ટે પસંદ કરવામાં આવ્યા. તેમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. એમાંથી ચીઠ્ઠી ઉછાળી જેનું નામ નીકળે તેને માનસિક આદેશ આપવાના પ્રયોગ માટે પસંદ કરવામાં આવ્યો. તેણે પોતે ટોફીક દાદાશેવને પોતે કયો માનસિક આદેશ આપશે તે મનોમન વિચારી તેને એક કાગળમાં લખી તેને કવરમાં સીલ કરી સંશોધક સમિતિને તે કવર આપવાનું હતું. પછી પોતે જે આદેશ આપવાનો નિશ્ચય કર્યો હતો તે સ્ટેજની મઘ્યમાં આંખે પાટા બાંધીને બેઠેલા ટોફીકને માનસિક વિચારથી મોકલવાનો હતો. સંશોધક સમિતિના સભ્યોએ જાતે જ ખૂબ કાળજીપૂર્વક પૂરેપૂરી ખાતરી કરીને ટોફીકની આંખે કાળા રંગના પાટા બાંઘ્યા હતા. એ પાટા પોતાની આંખે બાંધીને એમાંથી દેખાતું તો નથી ને તેની જાતે ખાતરી કરી હતી.
પ્રયોગ માટે પસંદ કરાયેલ વ્યક્તિએ ટોફીકને મનથી વિચારો મોકલવા માંડ્યા ઃ ‘આ સભાગૃહમાં બેઠેલા લોકોમાંથી મારા પિતાને શોધી કાઢો. પછી તેમનો હાથ પકડી તેમને સ્ટેજ પર લઈ આવો. એમના ખિસ્સામાંથી ડાયરી કાઢી ‘એસ’થી શરૂ થતા નામવાળું પાનું કાઢો. એ પાના પર લખેલા નામોમાંથી ત્રીજી પંક્તિમાં લખેલા નામવાળી વ્યક્તિનો ટેલિફોન નંબર બતવો.’ ટોફીક પાંચેક મિનિટ સુધી ઘ્યાનસ્થ મુદ્રામાં બેસી રહ્યો. પ્રયોગકર્તા પ્રેક્ષકે જે વિચારો કે આદેશ એના મગજ તરફ પ્રેષિત કર્યા હતા તેને બરાબર ગ્રહણ કરી લીધા. પછી આંખે પાટા લગાયેલ સ્થિતિમાં જે તે સ્ટેજ પરથી નીચે ઊતર્યો અને સભાગૃહમાં ફરી એક વ્યક્તિ આગળ ઊભો રહ્યો. તેનો હાથ પકડી તેને સ્ટેજ પર લઈ ગયો. પછી તેના ખિસ્સામાંથી ડાયરી કાઢી એના પાના ફેરવી અંગ્રેજી ‘એસ’ લખ્યું હતું તે પાનું કાઢી તેની ત્રીજી પંક્તિ પર કયું નામ અને તેનો કયો ટેલિફોન નંબર છે તે પ્રયોગકર્તાને જણાવ્યું. પ્રયોગકર્તાએ અપાર આશ્ચર્ય સાથે જણાવ્યું કે ટોફીકે બરાબર તેમ જ કર્યું હતું જે પ્રમાણે તેણે તેને માનસિક વિચાર કે આદેશથી કરવા જણાવ્યું હતું. સમિતિના સભ્યોએ કવર ખોલીને કાગળ કાઢીને જોયું તો એમાં પ્રયોગકર્તાએ જે આદેશ આપ્યો હતો એમાં બરાબર આ પ્રમાણે જ કરવાનું લખાયું હતું !
બીજા એક પ્રયોગમાં આનાથી વધારે જટિલ કસોટી લેવામાં આવી. સમિતિએ યાદ્રચ્છિક રીતે પસંદ કરેલા પ્રેક્ષક પ્રયોગકર્તાએ ટોફીકને સ્ટેજ પર ચુસ્ત રીતે આંખે પાટા બાંધી દીવાલ તરફ મોં રાખી બેસાડી દેવાયા બાદ સભાગૃહના પ્રેક્ષકોમાંથી ગમે તે ત્રણ વ્યક્તિના ખિસ્સામાં સર્વિસ કાર્ડ, મિલિટરી કાર્ડ અને ટિકિટ એમ ત્રણ વસ્તુઓ મૂકી દીધી. પછી તેણે ટોફિકને જે આદેશ આપવાના હતા તે સંશોધક સમિતિને કાગળ પર લખી કવરમાં મૂકીને આપ્યા. ત્યારબાદ તેણે ટોફીકને મનથી આદેશ આપવા માંડ્યા- ‘મેં પસંદ કરેલા ત્રણ પ્રેક્ષકો શોધી એમને સ્ટેજ પર લઈ આવો. એમના ખિસ્સામાંથી મેં પસંદ કરીને મૂકેલી વસ્તુઓ સર્વિસ કાર્ડ, મિલિટરી કાર્ડ અને ટિકિટ બહાર કાઢો. આમ કરો એ પહેલાં એ ત્રણેયના ક્રમના આંકડાનો સરવાળો સમિતિના સભ્યોને જણાવવો.’
ટોફીકે એ માનસિક આદેશોને બરાબર ગ્રહણ કરી લીધા અને એ પ્રમાણે કરી બતાવ્યું. તેણે ત્રણે પ્રેક્ષકોના ખિસ્સામાંથી કાઢેલી વસ્તુઓ સર્વિસ કાર્ડ, મિલિટરી કાર્ડ અને ટિકિટના ક્રમના આંકડાનો સરવાળો પ્રેક્ષકોને પહેલેથી કહી દીધો. સમિતિના સભ્યોએ ત્રણે પ્રેક્ષકોના ખિસ્સામાંથી કાઢેલી ટિકિટો અને કાર્ડ પરનો સરવાળો કર્યો તો તે તેટલો જ હતો જેટલો ટોફીકે પહેલેથી જાહેર કરી દીધો હતો! ત્રીજા પ્રયોગમાં પ્રેક્ષકોએ એક મેગેઝિન પસંદ કરી એના કોઈ પૃષ્ઠ પરનો ફકરો શોધી આપવા ટોફીકને આદેશ આપ્યો. તેમણે મેગેઝિન પણ સંતાડી દીઘું. ટોફીકે તેની ચૈતસિક શક્તિથી તે શોધી કાઢ્‌યું હતું અને પ્રેક્ષકોએ જે પૃષ્ઠ પરનો ફકરો પસંદ કર્યો હતો તે પણ જાણી લઈ તે શોધી બતાવ્યો હતો.
ટોફીક દાદાશેવ બીજા વિચારો જાણી લેવાની શક્તિ સાથે બીજાના વિચારો પર કાબૂ મેળવી તેની પાસે ધાર્યું વર્તન કરાવવાની શક્તિ પણ ધરાવતો હતો. ‘મનોનિયંત્રણ’ની આવી શક્તિનો પરચો પણ તેણે સંશોધન સમિતિને બતાવ્યો હતો. પ્રેક્ષકોમાંથી કોઈ એક પ્રેક્ષકને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. ટોફીકે પ્રયોગ કરતા પહેલાં એક કાગળ પર પોતે શો આદેશ આપી તેની પાસે કેવું વર્તન કરાવશે તે લખ્યું અને તે કવરમાં બંધ કરી સંશોધન સમિતિને આપી દીધો. થોડી મિનિટો સુધી એકાગ્ર થઈ ટોફીકે પેલા પ્રેક્ષકને મનથી આદેશ આપવા માંડ્યા ઃ એ સાથે જ પેલા પ્રેક્ષકે એના બૂટ કાઢી નાંખ્યા, પછી મોજા પણ કાઢી નાંખ્યા. એ પછી તે પગની આંગળીઓ પર ભાર મૂકી પાછળનો એડીનો ભાગ અદ્ધર કરી ચાલવા લાગ્યો. પછી થોડીવાર ઊભો રહ્યો. વળી પાછો અચાનક પગના આગળના ભાગથી કૂદકા મારી મનમાં આવે તેમ વિચિત્ર રીતે નૃત્ય કરવા લાગ્યો. પ્રયોગ પૂરો થયા બાદ ટોફીકે આપેલ કવરમાંથી કાગળ બહાર કાઢી વાંચવામાં આવ્યું તો તેમાં એ જ લખ્યું હતું જે પ્રમાણે પેલા પ્રેક્ષકે સ્ટેજ પર વર્તન કર્યું હતું. પાછળથી તે પ્રેક્ષકે કહ્યું હતું કે અંદરથી તેને કોઈ એ પ્રમાણે કરવા કહેતું હતું. તેના વિચારોનો એટલો બધો પ્રભાવ હતો કે તેને એ આદેશ પ્રમાણે વર્તન કરવું જ પડતું હતું !

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved