Last Update : 29-July-2012, Sunday

 

સરસ મેડમ

આજકાલ - પ્રીતિ શાહ

૬૯ વર્ષના ડો. સરસ્વતી ગણપતિ બાળરોગોના નિષ્ણાત છે, પરંતુ એમણે ક્યારેય વ્યવસાય તરીકે આ કામ કર્યું નથી. સ્વાભાવિક રીતે જ એમના પિતા ડોક્ટર હોવાથી એમણે મેડિસીનનો અભ્યાસ કર્યો અને સરસ્વતીને આ અભ્યાસ ઘણો રોમાંચક લાગ્યો. આજે પણ આનંદભેર કહે છે કે મેડિસીન એ મનને ઉત્તેજના આપે એવી બાબત છે. છેક અમેરિકા જઈને સરસ્વતીએ પીડીયાટ્રીક્સના ઈન્સેન્ટીવ કેરમાં કામ કર્યું અને પંદરેક વર્ષ ત્યાં કામ કર્યા બાદ એ ભારત આવ્યા. ભારત આવ્યા પછી એમણે આ વ્યવસાયમાં ઝંપલાવવાને બદલે આસપાસની પરિસ્થિતિથી એક પ્રકારનો આઘાત અનુભવ્યો. સ્વસ્થ અને નોર્મલ બાળકને પણ મરતા જોયું. એના મૃત્યુનું કારણ એટલું જ કે નાળ કામવા માટે ચોખ્ખી બ્લેડ નહોતી. અને આથી સરસ્વતી ગણપતિએ મહિલાઓના સ્વાસ્થ્ય માટે કામ શરૂ કર્યું. કર્ણાટકના કનકપુરાના ગામોમાં એણે નાના હેલ્થ રિસર્ચ પ્રોજેક્ટ લીધા, અને પછી આ વિસ્તારની વ્યથાનો સાક્ષાત્‌ પરિચય થયો. ડો. સરસ્વતી એક ઘરમાં ગયાં તો જોયું કે પતિને ટી.બી. હતો. એનેમિક હોવાને કારણે પત્નીની આંખો ફિક્કી હતી અને એની આઠ મહિનાની દીકરી એટલી પાતળી હતી કે એના હાડકા દેખાતા હતા. આ પરિસ્થિતિ જોઈને સંશોધન કરવા નીકળેલા સરસ્વતી એ પોતાના જીવનની રાહ બદલી નાખી. કારમી ગરીબીમાં જીવતી સ્ત્રીઓને પૂછતાં કે તારે શું જોઈએ છે તો કોઈ કહેતું કે એને ઘેટું જોઈએ છે જેથી કમાણી કરી શકે. જોકે કેટલીક સ્ત્રીઓ એટલી નબળી હતી કે જેની કલ્પના ન થાય. એક સ્ત્રીને ઘેટું લાવી આપ્યું અને વર્ષમાં કેટલાય ઘેટાં થઈ ગયા. એમાંથી એ સ્ત્રી કમાણી કરવા લાગી અને સારી જંિદગી જીવવા લાગી. આના પરથી સરસ્વતીનેએ સમજાયું કે આ લોકોને એમની જરૂરિયાત શું છે એનો પાકો ખ્યાલ છે, માત્ર એની નાનીશી જરૂરિયાતના અભાવે એમને આવી જંિદગી ગુજારવી પડે છે. બીજી બાજુ કર્ણાટકના આ વિસ્તારોમાં એમણે એની સામાજિક પરિસ્થિતિનો પણ અભ્યાસ કર્યો અને જોયું કે બાળલગ્નની પ્રથા અત્યંત વ્યાપક હતી. ૧૯૯૫માં સરસ્વતીએ બેલુકા ટ્રસ્ટની સ્થાપના કરી અને એના દ્વારા ગામડાંની સ્ત્રીઓને રી-સાઈકલ પેપરમાંથી ચીજવસ્તુઓ બનાવતા શીખવ્યું. એમને ભરતગૂંથણ શીખવી અને ધીરે ધીરે રોજગારી આપતાં વ્યવસાયો શીખવીને આ વિસ્તારની સ્ત્રીઓને પગભર કરી. આ સ્ત્રીઓ સ્વનિર્ભર બની. એમના જુદા જુદા જૂથો તૈયાર કર્યા. એમાંથી કેટલાકને સ્વાસ્થ્યને માટે તૈયાર કર્યા તો કેટલાકને વ્યવસાયની તાલીમ આપવા કામે લગાડ્યા.ક્યારેક બાળવિવાહ અટકાવવા માટે સરસ્વતી પોલીસનો પણ સાથ લે છે, પરંતુ હવે તો આ સ્ત્રીઓ જ એટલી સમજદાર થઈ છે કે ઘરના વડીલો કહે તો બાળવિવાહ માટે વિરોધ કરે છે અને વખત આવ્યે એનો સામનો પણ કરે છે. ડો. સરસ્વતી ગણપતિને લોકો સરસ મેડમ તરીકે ઓળખે છે અને હવે તો એ મહિલાઓને શિક્ષણ આપે છે. જીવનના પ્રશ્નોમાં સમજ આપે છે. આને માટે સરકારી સહાય તો સાવ પાંખી હોય છે, પરંતુ મિત્રોની મદદથી ડો. સરસ્વતી છેલ્લાં સત્તર વર્ષથી જાતિ, જ્ઞાતિ, રૂઢિવાદ અને માન્યતાઓ સામે જંગ ખેલીને કામ કરી રહ્યા છે. સ્ત્રીભૂ્રણહત્યા અટકાવવાનું કામ કરે છે તો બીજી બાજુ ત્યક્તાઓ, વિધવાઓ, નિરક્ષર સ્ત્રીઓ, જમીનવિહોણી સ્ત્રીઓ, આદિવાસી સ્ત્રીઓને આ ટ્રસ્ટ તરફથી સહાય કરવામાં આવે છે. ડો. સરસ્વતી ગણપતિ અનુભવે સમજ્યા કે સમાજને બદલવો હોય તો એનો અભિગમ બદલવો જોઈએ. કોડાહાલી ગામ અને એની આસપાસના વિસ્તારોમાં દારૂ અને મારઝૂડના ઘણા બનાવો બનતા હતા. એની સામે ડો. સરસ્વતીએ આંદોલન જગાવ્યું અને આજે સ્ત્રીઓ માત્ર સ્વાવલંબી જ બની નથી, પરંતુ તેનામાં આત્મવિશ્વાસ પણ જાગ્યો છે. પોતાના આ અનુભવોને હસતાં હસતાં રજૂ કરતાં આ ડોક્ટર અંગત જીવનની એક વાત કહે છે કે એ કોઈ કામ માટે મંત્રીને ફોન કરે અને કહે કે ડો. સરસ્વતી ગણપતિ બોલું છું તો મંત્રી સાથે વાત કરવા મળતી નથી. પરંતુ જો એમ કહે કે શ્રીમતી ગિરીશ કર્નાડ બોલું છું તો સામે છેડેથી મંત્રી ‘બન્ની બન્ની બન્ની’ એમ કન્નડ ભાષામાં (તમારું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે) કહે છે.

 

દુરાઈસામીનું રોકાણ


 

પૂર્વ ધારાસભ્યો શું કરતા હશે? કદાચ ફરી ઊભા રહેવા માટે પ્રયત્ન કરતા હશે કે પછી એકવાર રાજકારણનો સંગ લાગ્યો હોય એમાંથી બહાર આવી શકતા નહીં હોય. આવા વાતાવરણમાં તમિલનાડુના પૂર્વ ધારાસભ્ય સઈદાઈ સમ્યપ્પા દુરાઈસામી એક જુદી માટીના માનવી સાબિત થયા છે. આજથી છ વર્ષ પૂર્વે એમણે એક કોચીંગ સેન્ટર શરૂ કર્યું. આ સેન્ટર શરૂ કરવાની પાછળ કોઈ કમાણીનો ઈરાદો નહોતો કારણ કે એમાં અભ્યાસ માટે પ્રવેશનારની કોઈ ફી લેવામાં આવતી નહોતી. એની પાછળ દુરાઈસામીનો આશય એટલો જ હતો કે તમિલનાડુમાં સિવિલ સર્વિસમાં જોડાનારાનો આંકડો બે આંકડે પણ પહોંચ્યો નહોતો. એમણે જોયું કે ઘણી વ્યક્તિઓ આર્થિક અભાવ અને શૈક્ષણિક સુવિધાથી વંચિત રહેવાને કારણે યુ.પી.એસ.સી.માં દાખલ થવાની કે દાખલ થયા પછી ઉત્તીર્ણ થવાની કોઈ તક ધરાવતા નહોતા. આ પૂર્વ ધારાસભ્યે વિચાર્યુ કે આ દેશનું તંત્ર તો સિવિલ સર્વન્ટ ચલાવે છે. સરકારી અધિકારીઓ મારફત કામ થતું હોય છે. આથી દુરાઈસામીએ તમિલનાડુમાં અવરોધને પાર કરવા માટે વિનામૂલ્યે તાલીમની વ્યવસ્થા કરી.
હા, એટલું ખરું કે માત્ર ગરીબ વિદ્યાર્થીઓને જ આ એકેડમી મારફતે સહાય આપવામાં આવે છે એવું નથી. સુખી-સંપન્ન વિદ્યાર્થીઓ પણ અહીં સહાય લેવા આવતા હોય છે. આમાં દુરાઈસામીને એમના પત્ની મલ્લિકા અને પુત્ર વેત્રી સાથ આપે છે. મજાની વાત એ છે કે આને માટે દુરાઈસામી કોઈ દાન પર નિર્ભર રહ્યા નથી, પરંતુ પોતાની સંપત્તિથી એમણે આ એકેડેમીનો પ્રારંભ કર્યો અને અત્યાર સુધી દસેક કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા. ખેતીની આવક, મકાનોની આવક એમાંથી જે કંઈ આવે તે સઘળું આમાં હોમી દીઘું. પરિણામ એ આવ્યું કે ૨૦૦૦માં તમિલનાડુના માત્ર તેર વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સી.માં યોગ્યતા પામ્યા હતા તે ૨૦૦૯માં ૭૪ વિદ્યાર્થીઓ થઈ ગયા. વળી આને કારણે પરિવર્તન એ આવ્યું કે બીજા વિદ્યાર્થીઓ પણ અભ્યાસક્રમ લેવા માંડ્યા કારણ કે એનાથી થતી ઉજળી કારકિર્દીનો એમને ખ્યાલ આવ્યો.
એકેડેમી સ્થાપીને કે માત્ર દાન આપીને દુરાઈસામી અટક્યા નથી. પરંતુ એના પ્રત્યેક વિદ્યાર્થીમાં એ ઊંડો રસ લે છે. ઈન્ટરવ્યુ વખતે કેવા કપડાં પહેરવા એની પણ એ પસંદગી કરે છે. પોતે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે સરકારી અધિકારીઓ સાથે જે નાતો બંધાયો હતો એને કારણે એમને આવી એકેડેમી ખોલવાનું મન થયું. વળી આ એકેડેમી માત્ર સરકારી ‘બાબુ’ઓ તૈયાર કરવાનું ઘ્યેય રાખતી નથી. બલ્કે સમાજમાં પરિવર્તન આણે એવા સરકારી અધિકારીઓ તૈયાર કરવાનો આશય રાખે છે. શિક્ષણમાં થયેલા વ્યાપારીકરણનો વિરોધ કરતાં દુરાઈસામી કહે છે કે દેશના સારા નાગરિકોને ઘડવા માટેનું આ મારું લાંબા ગાળાનું ઈન્વેસ્ટમેન્ટ છે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved