Last Update : 29-July-2012, Sunday

 

વડાપ્રધાન હિંસાગ્રસ્ત આસામની મુલાકાતે
અત્યારે આસામની પ્રજાના ઘાવ રૃઝાવવાનો સમય છેઃ મનમોહનસિંહ

૩૦૦ કરોડનું રાહત પેકેજ જાહેરઃ મૃતકના પરિવારને બે લાખ અને ઘાયલને ૫૦ હજારની સહાય

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
વડાપ્રધાન મનમોહનસિંહે હિંસાગ્રસ્ત આસામની મુલાકાત લીધી હતી. તેમણે આસામના હિંસાચારનો ભોગ બનેલા છ જિલ્લાઓને ૩૦૦ કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી. જાહેરાત કરતી વખતે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિસ્તારને તેમના 'ઘાવ' રૃઝાવી શકે તે પ્રકારના સારવારયુક્ત સ્પર્શની જરૃર છે.
વડાપ્રધાને કોકરાઝાર જિલ્લાની રાહત છાવણીની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં હિંસાચારનું સૌથી વધુ તાંડવ ખેલાયું હતું. અહીં વડાપ્રધાને રૃા. ૧૦૦ કરોડ રાહત તેમજ અસરગ્રસ્તોના પૂનર્વસન માટે જાહેર કર્યા હતા. જ્યારે રૃા. ૧૦૦ કરોડ અસરગ્રસ્ત વિસ્તારમાં વિકાસના ખાસ કાર્યોમાં આયોજન માટે ફાળવવામાં આવ્યા હતા.
બીજા ૧૦૦ કરોડ ઇન્દિરા આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવશે. જ્યારે જેમના ઘર સંપૂર્ણ નાશ પામ્યા હોય તે દરેકને રૃા. ૩૦,૦૦૦ આપવામાં આવશે. જ્યારે જેમના ઘરને અંશતઃ નુકસાન પહોંચ્યુ હોય, તેમને વડાપ્રધાન રાહત નીધિમાંથી રૃ. ૨૦,૦૦૦ આપવામાં આવશે.
જેમના તોફાનમાં અવસાન થયા હોય તેમના નિકટના સગાને રૃા. બે લાખ જ્યારે ઘવાયેલાને રૃા. ૫૦,૦૦૦ સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તે પ્રસંગે તેમણે ઉમેર્યું હતું કે અમે આ હિંસાચાર તરફ દોરી જનારી ઘટનાની તપાસ માટે તપાસપંચની રચના કરીશું તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાને જણાવ્યું હતું કે પ્રારંભમાં હિંસાચાર અટકાવવામાં કદાચ મુશ્કેલી સર્જાઇ હશે.પણ કેન્દ્ર સરકાર તેમજ આસામ સરકાર સ્થિતિને સામાન્ય બનાવવા માટે તમામ પગલા લેશે એટલું જ નહી પણ ભોગ બનનારાઓને રાહત પહોંચે, તેમના ઘા રૃઝાય તેવા તમામ પગલા ભરશે. અત્યારે એવો સમય છે જ્યારે ભોગ બનનારને સધિયારો આપવાની જરૃર છે. આ ઘટના તરફ કઇ બાબતો દોરી ગઇ હતી? તેવા સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યા ઘણી જટીલ છે અને સ્થિતિ સામાન્ય થયા બાદ આપણે તેનું પૃથ્થકરણ કરીશું. તેમણે ઉમેર્યું હતું કે તમારા દુઃખમાં અમે બધા સહભાગી છીએ. આપણે બધા ભારતીય છીએ અને આપણે એકતા જાળવી રાખવી જરૃરી છે. અત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપનો સમય નથી. આપણે સૌએ સાથે હળીમળીને રહેવાનું છે. વડાપ્રધાને બોડોલેન્ડ ટેરીટોરીયલ કાઉન્સિલના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ અને સામાજિક આગેવાનો સાથે વાટાઘાટો કરી હતી.
તેમની સાથે મુખ્ય પ્રધાન તરૃણ ગોગોઇ, રાજ્યપાલ જે. બી. પટનાયક, એ.આઇ.સી.સી.ના મહામંત્રી દિગ્વિજયસિંહ, એ.પી.સી.સી.ના પ્રમુખ ભુવનેશ્વર કલીતા અને વરીષ્ઠ અધિકારીઓ સાથે રહ્યા હતા. દરમ્યાન ભાજપે સવાલ ઉઠાવ્યો હતો કે આસામમાં યોગ્ય સ્થિતિ બહાલ કરવામાં કેન્દ્ર કે વડાપ્રધાનની કોઇ જવાબદારી નથી? વડાપ્રધાન આસામના સદસ્ય છે તે સંજોગોમાં તેમની આ મુદ્દે મહત્વની જવાબદારી બને છે તેમ ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે ઉમેર્યું હતું.

 

આસામમાં મૃત્યુઆંક વધીને ૫૩ થયો
(પી.ટી.આઇ.) કોકરાઝાર, તા. ૨૮
આસામના કોમી તોફાનોમાં મૃત્યુઆંક ૫૩ થયો હતો. વડાપ્રધાન મનમોહનસિંહે આસામના સૌથી અસરગ્રસ્ત કોકરાઝાર જિલ્લાની મુલાકાત લીધી હતી.
'કોઈ અનિચ્છનીય બનાવના અહેવાલ નથી પરંતુ કોકરાઝાર ખાતેથી બે અને ચિંરગ ખાતેથી એક એમ કુલ ત્રણ વિકૃત મૃતદેહો મળી આવ્યા છે તેથી મૃત્યુઆંક ૫૩ થયો છે.' એવું અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું.
કોકરાઝારમાં દિવસે કરફ્યુમુક્તિ જાહેર કરવામાં આવી હતી. પરંતુ કોકરાઝાર સહિત ચિરંગ અને ઢબરીમાં રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે એવું પણ સૂત્રોએ જણાવ્યું હતું. કોકરાઝાર, ચિરંગ, ઢૂબરી, બકસા અને બોંગઈગાંવ એમ પાંચ જિલ્લાઓમાં કોમી અથડામણો થઈ છે અને આશરે ત્રણ લાખ લોકોએ રાહત છાવણીમાં આશ્રય લીધો છે.
દરમિયાન રોષે ભરાયેલા મુખ્યમંત્રી તરુણ ગોગાઈએ એ વાતને રદિયો આપ્યો હતો કે, તેમણે સેના મોકલવામાં વિલંબ કરવા બદલ કેન્દ્ર સરકાર કે સેના પર સીધો આક્ષેપ મૂક્યો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved