Last Update : 29-July-2012, Sunday

 

જમ્મુ કાશ્મીરનાં સાંબા જિલ્લામાં ભારત-પાકિસ્તાનને જોડતી ટનલ મળી

૩ ફૂટ પહોળી ૪૦૦ મીટર લાંબી ટનલ વરસાદના કારણે જમીન ધસી પડતાં મળી આવી
(પી.ટી.આઈ.) જમ્મુ, તા. ૨૮
જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લા ખાતેથી આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારત અને પાકિસ્તાનને જોડતી ૪૦૦ મીટર લાંબી ટનલ મળી આવી હતી. બીએસએફ ચિલ્લાયારી સીમા મથક પાસે બે થી ત્રણ જગ્યાઓએ વરસાદના કારણે જમીન ધસી પડતા આ ટનલની ભાળ મળી હતી.
'અમને સાંબા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનને જોડતી ટનલ મળી આવી છે.' સાંબાના એસએસપી ઇસાર ખાને પત્રકારોને જણાવ્યું હતું. 'જમીન ધસી પડવાનું કારણ શોધવા આ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ સત્તાવાળાઓના આશ્ચર્ય વચ્ચે ટનલ મળી આવી હતી.' તેમણે ઉમેર્યું હતું.
ત્રણ બાય ત્રણ ફૂટ પહોળી આ ટનલ ભારતની ચિલ્લાયારી અને પાકિસ્તાનના નમ્બેરીયાલ વચ્ચે બનાવવામાં આવી હતી. જમીનથી ૨૫ ફૂટ ઊંડે ખોદતા ભારતીય વિસ્તારમાં ૪૦૦ મીટર લાંબી ટનલ જોવા મળી હતી. 'અમે એ તપાસ કરી રહ્યા છીએ કે આ ટનલ કામમાં લેવાય છે કે નહીં.' ઇસારખાને જણાવ્યું હતું.
તાજેતરમાં જ બંધાયેલી જણાતી આ ટનલમાં તાજી હવાની અવર જવર માટે બે ઇંચના ઘેરાવાવાળી પાઇપ પણ જોડવામાં આવી છે.
આતંકવાદીઓ દ્વારા તેમને સરહદપાર ભારતમાં મોકલવાનું પાકિસ્તાન પર ભારે દબાણ થતું હશે. સરહદ પરથી આંતકવાદીઓને ભારતમાં મોકલવાનું મુશ્કેલ બનતા તેઓએ ઘૂસણખોરી માટે ટનલ બાંધી હશે એવું પણ તેમણે જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved