Last Update : 29-July-2012, Sunday

 

લોકપાલ માટે આજથી અણ્ણાના આમરણ ઉપવાસ

લોકપાલના મુદ્દે સરકાર સતત છેતરતી હોવાથી વારંવાર ઉપવાસ કરવા પડે છે ઃ અણ્ણા હઝારે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૮
દિલ્હીમાં જંતરમંતર ખાતે ટીમ અણ્ણા ઉપવાસ કરી રહ્યા છે જો કે શનિ- રવિ રજાના દિવસો હોવા છતાં ઉપવાસ સ્થળે ખાસ લોકહાજરી જોવા મળી નહતી. તેમ છતાં અણ્ણાએ આવતીકાલથી આમરણ ઉપવાસની જાહેરાત કરી દીધી છે. તેઓ હવે કરેંગે યા મરેંગેના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. તેમણે લોકોની પાંખી હાજરી સંદર્ભે મત વ્યક્ત કર્યો હતો કે, આવા પ્રસંગોમાં લોકોની હાજરી જરૃરી છે પણ તે ન હોય તો કોઈ ફરક પડતો નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે સખ્ત મહેનતની જરૃર હોય છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ કે કોંગ્રેસના હાથમાં દેશનું ભાવિ સલામત નથી તે સંજોગોમાં ૨૦૧૪માં પ્રમાણિક ઉમેદવારોનો વિકલ્પ વિચારાશે સરકાર ટીમ અણ્ણાની એકતા તોડવા પ્રયાસ કરતી હોવાના તેમના આક્ષેપને વડાપ્રધાન કાર્યાલયના રાજ્યકક્ષાના મંત્રી નારાયણ સામીએ રદિયો આપ્યો હતો.
અણ્ણા હજારેએ સરકાર પર તેમની સાથે વારંવાર છેતરપિંડી કરતી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેને કારણે તમને વારંવાર ઉપવાસ પર બેસવાની ફરજ પડે છે પણ હવે તેઓ હટશે નહીં અને યા તો જનલોકપાલ બિલ પસાર કરાવડાવશે અથવા આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે તેમણે સરકારને આપેલા આખરીનામાના ચાર દિવસ આજે પૂર્ણ થાય છે.
લોકોની નિરસતા અંગે અણ્ણાએ સ્પષ્ટતા કરી હતી કે લોકોના ટોળા એકઠા કરવાથી કોઈ કાર્યસિદ્ધ થઈ જતું નથી. ચૂંટણીઓ ટાણે લોકભીડ જામતી હોય છે તેનાથી કોઈ પરિણામ આવી શક્યું ખરું ? કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે કઠોર પરિશ્રમ જરૃરી છે. અમે માનીએ છીએ કે કોંગ્રેસ કે ભાજપના હાથમાં દેશનું ભવિષ્ય સુરક્ષિત નથી. તે સંજોગોમાં વર્ષ ૨૦૧૪માં યોજાનારી ચૂંટણીમાં અમે પ્રમાણિક માણસોને ચૂંટણીમાં ઉભા રાખવાનો વિકલ્પ વિચારીશું અને તેમને માટે પ્રચાર પણ કરીશું. જો સારા લોકો સંસદમાં નહીં પ્રવેશે ત્યાં સુધી પ્રણાલિમાં પરિવર્તન થશે નહીં એક મત માટે ૧૫, ૨૦ કે ૩૦ હજાર રૃપિયા અપાય છે. આ પ્રકારે ચૂંટાયેલા ઉમેદવારો અઢળક સંપત્તિ લૂંટે છે અન તેમને તે લૂંટના નાણાં ક્યાં રાખવા તે સવાલ ઉભો થાય છે. ત્યારે તેઓ વિદેશની બેંકોમાં જમા કરાવે છે. આ બાબત રાષ્ટ્રની ઉઘાડી લૂંટ હવે અટકવી જોઈએ તે માટે હું રાષ્ટ્રનો પ્રવાસ કરીશ અને લોકોને સાચા ઉમેદવારો પસંદ કરીને ચૂંટણીમાં ઉભા રાખવા જણાવીશ. હું ચૂંટણી લડવા નથી માગતો પણ લોકોને સાચા અને પ્રમાણિક ઉમેદવારો ચૂંટવાની હિમાયત કરવા ઇચ્છું છું. આ પ્રકારે લોકો દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારના નામ ઇન્ટરનેટ પર મૂકવામાં આવશે અને તેમાંથી પ્રમાણિક માણસો પસંદ કરવામાં આવશે.
જ્યારે વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય કક્ષાના મંત્રી નારાયણ સામીએ જણાવ્યું હતું કે, ટીમ અણ્ણામાં જોએ તેવી એકતા નતી અમે તેમની ટીમમાં એકતા તોડવા પ્રયાસ કરીએ છીએ તે આક્ષેપ ખોટો છે. અમારે તેમ કરવાની કોઈ જરૃરત નથી તેમ તેઓએ ઉમેર્યું હતું.
જીવતો રહીશ તો દેશભરની મુલાકાત લઈશ ઃ અણ્ણા
નવીદિલ્હી, તા. ૨૮
જંતર-મંતર ખાતે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના ચોથા દિવસે, અણ્ણા હઝારેએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મજબૂત લોકપાલ બિલ મુદ્દે અણ્ણાએ ચાર દિવસનું આખરીનામું આપ્યું હતું, જે શનિવારે પૂર્ણ થાય છે રવિવારે સવારથી અણ્ણા પણ ઉપવાસમાં જોડાઈ રહ્યા છે.
આજે તે સંદર્ભે લાગણીસભર શબ્દોમાં અણ્ણાએ કહ્યું હતું કે મજબૂત લોકપાલ બિલ મુદ્દે હું આવતી કાલથી આમરણ ઉપવાસ પર બેસવાનો છું. જો તેમાંથી જીવિત બચીશ તો દેશભરની મુલાકાત લઈશ તેમણે આંદોલનમાં ખાસ લોકહાજરી ન જણાતી હોવાના મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે ભીડ જમા કરવાથી કોઈ કાર્ય સિદ્ધ નથી થતા. કાર્યસિદ્ધિ માટે સખત મહેનતની જરૃર પડે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved