Last Update : 29-July-2012, Sunday

 

જંકફુડ કલ્ચરથી ભાવિ પેઢીને જન્મથી જ જોખમ
વિટામીન-પ્રોટીનની ઉણપથી વર્ષે ૩૦૦ મંદબુદ્ધિના બાળક જન્મે છે

સુરતમાં જન્મનારા મંદબુદ્ધિના બાળકોની સંખ્યા ૫૦થી વધુ ઃ આવા બાળકોની સંભાળમાં ઘણીવાર માતા-પિતા હતાશ થઇ જાય છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
ગર્ભાવસ્થા દરમિયાન વિટામીન બી-૧૨ અને પ્રોટીનના અભાવે ગુજરાતમાં દર વર્ષે ૩૦૦ બાળકો અધુરા માસે કે મંદબુદ્ધિના જન્મે છે. સુરતમાં આવા બાળકોની સંખ્યા ૫૦થી વધુ છે. ગર્ભાવસ્થા દરમિયાન લીલા શાકભાજી અને પ્રોટીનવાળો ખોરાક નહીં લેવાથી આવું બને છે. મંદબુદ્ધિવાળું બાળક જન્મ્યા બાદ તેની અત્યંત કાળજી લેવાની થતી હોવાથી ઘણીવાર માતા-પિતા હતાશ થઇ જાય છે અને બાળકોની હત્યા કરી આપઘાત પણ કરી લે છે.
સુરતમાં દર વર્ષે ૫૦થી વધુ બાળકો મંદબુદ્ધિવાળા જન્મે છે. આવા બાળકો જન્મ્યા બાદ માતા-પિતાની મુશ્કેલી વધી જાય છે. કારણ કે, આવા બાળકોની ખાસ કાળજી રાખવી પડે છે. અને આવી કાળજી આખી જીંદગી રાખવી પડતી હોવાથી ફાસ્ટ જીંદગીમાં મા-બાપ પણ ઘણીવાર થાકી જાય છે અને હતાશામાં આવા બાળકોની હત્યા પણ કરી નાંખે છે. આવા મંદબુદ્ધિના બાળકોની હત્યા કર્યા બાદ મા-બાપ દ્વારા આપઘાત કરી લેવાના કિસ્સા પણ તાજેતરમાં જ બન્યાં છે.
નવી સિવિલ હોસ્પિટલના પ્રાધ્યાપક અને વડા ડૉ. રાગિણી વર્માએ જણાવ્યું હતું કે, સુરત શહેર સહિતના વિસ્તારની અમુક ગરીબવર્ગની સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ખાસ કરીને લીલા શાકભાજી ઓછા ખાય છે અને પ્રોટીનવાળો આહાર પણ લેતી નથી. તેથી વિટામીન બી-૧૨ અને પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. જેની અસર તેમના આવનારા બાળક ઉપર પડે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને લોહી નીકળે છે. સમય કરતાં વહેલી પ્રસૂતિ થતાં બાળકને ઇન્કયુલેટર (કાચની પેટીમાં) મુકવા પડે છે. આવા બાળકને બ્રેઇનહેમરેજ અથવા ખોડખાંપણ પણ થઇ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ જેમ બને તેમ બહારનું જંકફુડ ખાવાનું ટાળી ચ્હા-કોફી, દારૃ, ધુમ્રપાનનું સેવન કરવું જોઇએ નહીં. કરમીયાની સારવાર લેવી, વિટામીનના ઇન્જેકશન લેવા જોઇએ અને જરૃર પડે તો તબીબની સલાહ લેવાનું ચૂકવું નહીં. આ ઉપરાંત મોડા લગ્ન કરનાર અથવા તો ૩૫ વર્ષથી વધુ ઉંમરે માતા બનનાર સ્ત્રીઓના બાળકોમાં શારીરિક ખામી રહી શકે અથવા તો મંદબુદ્ધિના જન્મી શકે છે.
ફિટલ મેડીસીનના ડૉ. જયેસ પટેલ કહે છે, વિટામીનની ઉણપ અને ફોલીક એસીડ વિટામીનની ખામીના લીધે મગજ અને કરોડરજ્જુની ખામી સર્જાય છે. ગુજરાતમાં દર વર્ષે આવી ખામીવાળા ૩૦૦થી વધુ બાળકો જન્મે છે. જયારે સુરત શહેરમાં જન્મતા આવા બાળકોની સંખ્યા ૫૦થી વધુ છે. શહેરમાં સ્લમ વિસ્તારની મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પુરતી કાળજી અને પોષણયુકત ખોરાક લેતી ન હોવાથી તેમના બાળકોને આવી તકલીફ વધુ જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરૃઆતથી જ ભરપૂર લીલા શાકભાજી ખાવા જોઇએ.

જંકફુડથી ગર્ભમાં બાળકની માનસિક સમતુલા જોખમાય છે
આજના યુગમાં લોકોને જંકફુડનું ઘેલું લાગ્યું છે. આ જંકફુડને કારણે પરિવારો પોતાના બાળકના માનસિક સંતુલન સામે જોખમ ઉભું કરી દે છે. ગર્ભાવસ્થા દરમિયાન જંકફુડ ખાવાથી વિટામી, પ્રોટીન મળતા નથી અને બાળક મંદબુદ્ધિનું જન્મી શકે છે અથવા કસુવાવડ થઇ શકે છે.

વાંસદામાં મંદબુદ્ધિની બે પુત્રીને મારી પિતાએ આપઘાત કર્યો હતો
તાજેતરમાં વાંસદા તાલુકાના મનપુર ગામમાં ૪૨ વર્ષીય નવિન મોરારભાઇ ચૌધરીએ પોતાના મંદબુદ્ધિના બે સંતાન ૧૭ વર્ષની પુત્રી રીટા અને ૧૨ વર્ષીય પુત્રી નેહાને ગળે ફાંસો આપીને હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના ચાર માસ અગાઉ તેમની પત્ની કંચનબેને જમવાના મુદ્દે ઝઘડામાં આપઘાત કર્યા બાદ બંને મંદબુદ્ધિની પુત્રીની જવાબદારી માથે આવી પડતા નવિનભાઇએ આવું પગલું ભર્યું હતું.

રાંદેરમાં મુક-બધિર પુત્ર સહિત ૩ સંતાનને મારી માતાએ જીવન ટુંકાવ્યું હતું
સુરતમાં રાંદેરના પાલનપુર જકાતનાકા ખાતે શિલાલેક એપાર્ટમેન્ટમાં રહેતા અને હૈદરાબાદની કંપનીમાં સ્ટીમર ઉપર ડેક માસ્ટર તરીકે નોકરી કરતા જયશંકર શર્માની પત્ની વંદનાબેને મૂક-બધિર ૨ વર્ષના પુત્ર શિવાંગ ઉપરાંત ૭ વર્ષની પુત્રી મુસ્કાન અને ૪ વર્ષની પુત્રી આસ્મીકાની હત્યા કર્યા બાદ જાતે પણ ફાંસો ખાઇ લીધો હતો. પતિ બહારગામ રહેતા હોવાથી મૂક-બધિર પુત્ર શિવાંગની તેમજ અન્ય બે બાળકીની જવાબદારીના ટેન્શનમાં તેમણે આ કૃત્યુ કર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved