Last Update : 29-July-2012, Sunday

 
વરાછા પોલીસ મથક નજીક ઝડપાયેલા
જુગારધામના મુખ્ય સંચાલકને એક કેશિયરે બચાવી લીધાની ચર્ચા

ભરૃચના કુખ્યાત ઝુબેરને અડ્ડો ચલાવવા પરવાનગી આપનાર કેશિયરે નામ જાહેર થવા દીધું નહીં ઃ પાંચ નબીરાને પણ છોડી દીધા હતાં

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
વરાછા પોલીસ સ્ટેશનથી માંડ ૨૦૦ મીટરના અંતરે ધમધમતા જુગારધામ ઉપર ક્રાઇમ બ્રાંચે છાપો મારી જુગારધામના સંચાલક સહિત ૧૪ની ધરપકડ કરી હતી. જો કે, વરાછથા પોલીસના નાક નીચે ધમધમતા જુગારધામને ચલાવવા માટે ભરૃચના કુખ્યાત ઝુબેરને પરવાનગી આપનાર એક કેશિયરે સંચાલક તરીકે તેનું નામ જાહેર નહીં કરાવી તેને બચાવવાની સાથે ત્યાં હાજર પાંચ નબીરાઓને પણ રવાના કરી દીધા હતાં. તેવી સમગ્ર પોલીસતંત્રમાં હાલ જોરદાર ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, આ કેશિયર હાલ સુરત પોલીસની મહત્વની બ્રાંચમાં ફરજ બજાવે છે.
સુરત ક્રાઇમ બ્રાંચે બરાબર એક અઠવાડિયા અગાઉ વરાછા પોલીસ સ્ટેશનથી માંડ ૨૦૦ મીટરના અંતરે આવેલા રત્નસાગર બિલ્ડીંગના ફલેટ નં. ૩૦૮માં છાપો મારી ત્યાં જુગારધામ ચલાવતા ગૌરવ અશોકભાઇ બલર (પટેલ) અને અન્ય ૧૩ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૃ. ૧,૭૭,૮૦૦ અને રૃ. ૨૦,૦૦૦ની કિંમતના ૧૬ મોબાઇલ ફોન મળી કુલ રૃ. ૧,૯૭,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વરાછથા પોલીસ મથકની બાજુમાં જ ધમધમતા જુગારધામ અંગે વરાછા પોલીસને કેમ જાણ ન થઇ તે અંગે તપાસ કરતા સુરત શહેર પોલીસની એક બ્રાંચમાં ફરજ બજાવતા અનએ આ વિસ્તારના કેશિયર તરીકે કામ કરતા કોન્સ્ટેબલની ગોઠવણ હોવાની વિગતો બહાર આવી હતી.
સુરત પોલીસતંત્રમાં આ અંગે થતી ચર્ચા મુજબ કેશિયરગીરી કરતા કોન્સ્ટેબલે અગાઉ સુરતમાં એક પંજાબી કમિશ્નરના કાર્યકાળ દરમિયાન અમરોલી વિસ્તારમાં બેરોકટોક જુગારધામ ચલાવતા ભરૃચના ઝુબેરને જ વરાછા પોલીસ મથક નજીક જુગારધામ ચલાવવા પરવાનગી અપાવી હતી. તે મુજબ વરાછા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ સાથે પણ સમાધાન થઇ ગયું હતું અને જુગારધામ ધમધમવા માંડયું હતું.
પરંતુ ક્રાઇમ બ્રાંચના એક અધિકારીને આ અંગે જાણ થતાં તેમણે રેઇડ કરાવી હતી. તે સમયે જ કેશિયરગીરી કરતા કોન્સ્ટેબલે ગોઠવણ કરી જુગારધામના સંચાલક તરીકે ઝુબેરને બદલે તડીપારના હુકમ અંગે રીટ દાખલ કરનાર ગૌરવ બલરને રજૂ કરી દીધો હતો. એટલું જ નહીં રેઇડ દરમિયાન ત્યાંથી પાંચ નબીરાઓને પણ રવાના કરી દીધા હતા.
સુરત શહેર પોલીસમાં હાલ ભારે ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચના સૂત્રો કોઇ બાબતને સમર્થન આપતા નથી.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved