Last Update : 29-July-2012, Sunday

 
શ્રાવણમાં વાળ-દાઢી રાખવાની પોલીસ જવાનોની માંગણી નકારાઇ

હજીરાના ત્રણ પોલીસ જવાને પોલીસ મેન્યુઅલ મુજબ અગાઉથી પરવાનગી માંગી હતીઃ ભૂતકાળમાં આવી માંગણીઓ મંજુર થઇ છેે

(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
ડીસીપ્લીનરી ફોર્સ ગણાતા પોલીસ તંત્રના મેન્યુલ મુજબ પોલીસ ફોર્સમાં જોડાનાર કોઈ પણ ધર્મની વ્યક્તિએ જો ધાર્મિક કારણોસર કોઈ વ્યક્તિને વાળ-દાઢી રાખવી હોય તો ઉચ્ચ અધિકારીની પુર્વ પરવાનગી લેવી પડે છે. પવિત્ર શ્રાવણ માસમાં વાળ-દાઢી રાખવા અગાઉથી મંજુરીની માંગ કરનાર હજીરાના ત્રણ પોલીસ કર્મચારીઓને એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીએ વ્યાજ્બી કારણો દર્શાવ્યા વિના તેની પરવાનગી આપવાનો ઈન્કાર કરતાં સુરત પોલીસતંત્રમાં વિવાદનો મધપૂડો છેડાયો છે.
બ્રિટીશ શાસનનો ભારતમાંથી વાવટો વિંટાયાને વર્ષો વીતી ગયા છે. છતા સાપ ગયાને લિસાટો રહયાની કહેવતની માફક સમય સાથે પરિવર્તન માંગતા કેટલાક કાયદા હજું આજે પણ અંગ્રેજોના સમયગાળાના કાયદાની માફક ચાલી રહયાં છે. જે પૈકી કેટલાક કાયદા શિસ્તપાલનની જડતાને કારણે સ્વતંત્ર ભારતના નાગરિકોને બંધારણે બક્ષેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભુત અધિકારો પર તરાપ મારનારા સાબિત થઇ રહયા છે.
કંઇક આવો એક કિસ્સો પોલીસતંત્રમાંથી જાણવા મળ્યો છે. ડીસીપ્લીનરી ફોર્સ ગણાતા પોલીસ તંત્રના મેન્યુલ મુજબ પોલીસ ફોર્સમાં જોડાયેલી કોઈપણ ધર્મની વ્યક્તિએ ધાર્મિક કારણોસર વાળ-દાઢી રાખવા હોય તો ઉચ્ચ અધિકારીની પુર્વ પરવાનગી લેવી પડે છે. કાયદો અને વ્યવસ્થા ઉપરાંત પોલીસ મેન્યુલ મુજબ શિસ્ત પાલન માટે હજીરાના ત્રણ પોલીસ કર્મચારીઓએ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૪ એસ.કે.ગઢવી સમક્ષ પવિત્ર શ્રાવણ માસમાં વાળ-દાઢી રાખવા અગાઉથી પરવાનગી આપવા માંગ કરી હતી. પરંતુ અધિકારીએ કોઇપણ વ્યાજ્બી કારણ વગર તેમની આ માંગણી બાબતે મંજુરી આપવા ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે પોલીસતંત્રમાં હડકંપ મચ્યો છે.
સામાન્ય રીતે દર શ્રાવણ માસ દરમિયાન હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા પોલીસ કર્મચારીઓની વાળ-દાઢી રાખવાની મંજુરી અંગેની અરજી ભાગ્યે જ નકારવામાં આવે છે. પંરતુ એસીપી ગઢવીએ આવી અરજી નામંજુર કરતા વિવાદ સર્જાયો છે. પોલીસ કર્મચારીઓ કહે છે કે, પોલીસ ફોર્સના જવાનોએ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જાળવવા કોઈપણ ધર્મના તહેવારો કે ઝુલુસ-સરઘસના સમયે બંદોબસ્ત માટે ખડા પગે તૈનાત રહેવું પડતું હોય છે. પોલીસ કર્મચારીઓને ધાર્મિક તહેવારોની ઉજવણીનો આનંદ ઉત્સાહ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ઓસરી જાય છે. તે સંજોગોમાં પવિત્ર શ્રાવણ માસ પુરતા વાળ-દાઢી રાખીને ધાર્મિક શ્રધ્ધાનું પાલન કરવાની પરવાનગી આપવાનો ઈન્કાર એ ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારના ભંગ સમાન હોવાનો સૂર પોલીસતંત્રમાંથી ઉઠયો છે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved