Last Update : 29-July-2012, Sunday

 

જોળવામાં મળેલી તરૃણની લાશનો ભેદ ઉકેલાયો
તરૃણ સાથે તેના સાગરીતોએ સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યું હતું

રોહિતે ચોરીનો ભંગાર વેચી નાણાં વાપરી નાંખતા પાંચ સાગરિતોએ મારમારી હત્યા કરી લાશ કુંડીમાં ફેંકી દીધી હતી ઃ ૨ પકડાયા

બારડોલી, શનિવાર
પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં પાણીની બંધ કુંડીમાંથી તરૃણની હત્યા કરી ફેંકી દીધેલી લાશનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. મરનાર તરૃણ સાતે અન્ય પાંચ સાગરિતોની ટોળકી ભંગાર ચોરી કરતી હતી. ચોરેલો સામાન તરૃણે રૃ. ૭૦૦૦માં વેચીને નાણાં વાપરી નાંખતા પાંચેય સાગરિતો તરૃણને રીક્ષામાં બેસાડી જોળવા ગામની સીમમાં એકાંતમાં લઇ જઇ કપડા કાઢી નાંખી સજાતિય સંબંધ બાંધી માર મારી હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. પાંચમાંથી બે સાગરિતોને ઝડપી પાડી મરનારની ઓળખ કરી છે. અન્ય ત્રણ સાગરિતો ભાગી ગયા છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ૨૫-૭-૧૨ના રોજ રાત્રિના સુમારે જોળવા ગામની સીમમાં આંતરિક રસ્તા પર ખેતરાડી વિસ્તારમાં પાણીની બંધ કુંડીમાં અજાણ્યો તરૃણ (ઉ.વ. ૧૬)ની લાશ મળી હતી. મરનારના બંને હાથ તેના જ શર્ટને ફાડી બાંધી દીધા હતાં તેમજ મોં પર ઇંટો અને પથ્થરોના ઘા કરેલા હતા. લાશ સંપૂર્ણ નગ્ન હાલતમાં હતી. બનાવ અંગે પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. દરમિયાન ડીએસપી પ્રદીપ સેજુળને મળેલી હકીકત આધારે એલસીબી જમાદાર પ્રકાસ રઘુનાથભાઇએ પોતાની ટીમ સાથે તપાસકરતા બે શખ્સો રમેશ ઉર્ફે શીવો ફુલચંદ યાદવ (ઉ.વ. ૩૫, મૂળ રહે. ચોકડીપરસાલા, તા. યાવલ, જિ. જલગાંવ હાલરહે. કડોદરા શાંતિનગર) અને નીરજ ઉર્ફે લલ્લુ રામદેવ જીતેન્દ્રભાઇ તિવારી (ઉ.વ. ૧૯, રહે. બિછીયા, તા. ચોરાહાટ જિ. સીદી એમ.પી. હાલ રહે. કડોદરા હરી ભરવાડની ચાલ, શાંતિનગર)નાને ઝડપી લઇ પૂછપરછ કરતાં બંને શખ્સો ભાંગી પડી તરૃણની હત્યાની કબુલાત કરી છે.
પોલીસ પૂછપરછમાં રમેશ જાદવ અને નીરજ તિવારીએ જણાવ્યું કે, મરનાર રોહિત (ઉ.વ. ૧૬) જેના પુરેપુરા નામ-સરનામાની ખબર નથી. તે તથા શીવા, સુરજ અને માનીયા સાથે ટોળકી બનાવી ભંગારની નાનીમોટી ચોરી કરતા હતા. થોડા દિવસ અગાઉ કડોદરા ખાતે એક ભંગારના ગોડાઉનમાંથી કોપર વાયરની ચોરી કરી હતી. જેમાંથી અડધો જથ્થો વેચી દઇ નાણાં વહેંચી લીધા હતા. જયારે અડધો જથ્થો મરનાર રોહિતને સંતાડી રાખવા આપ્યો હતો. મરનાર રોહિતે કોપરનો જથ્થો અન્ય સાગરિતોને જાણ કર્યા વિના રૃ. ૭૦૦૦માં વેચી દઇ નાણાં વાપરી નાંખ્યા હતા. જે રમેશ જાદવ અને નીરજ તિવારી સહિત તમામને ખબર પડી ગઇ હતી. જેને પગલે તા. ૨૫મીએ કડોદરાથી રીક્ષા ભાડે કરી રોહિતને લઇ પાંચેય જણા તાતીથૈયા ગામે ગયા હતા. જયાં રીક્ષામાંથી ઉતરી ચાલતા ચાલતા જોળવા ગામે જતા આંતરિક રસ્તા પર થઇ ખેતરાડીમાં ગયા હતા. જયાં બંગલી ખાતે મરનાર રોહિતને પાંચેય સાગરિતો રમેશ જાદવ, નીરજ તિવારી, શીવા, સુરજ અને માનીયાએ માર મારી કપડા કાઢી નાંખી વારાફરતી સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરી સજાતિય સંબંધ બાંધ્યા હતા. મરનાર રોહિતનો શર્ટ ફાડી નાંખી બંને હાથ પાછળ બાંધી દીધા હતા. માર મારી અને સજાતિય સંબંધ બાંધી અધમુવો કરી રોહિતને પાણીની કુંડીમાં ફેંકી દઇ પથ્થર અને ઇંટો મારી હત્યા કરી પાંચેય જણા ભાગી ગયા હતા. એલસીબીએ હત્યાનો ભેદ ઉકેલી રમેશ જાદવ અને નીરજ તિવારીની અટક કરી પલસાણા પોલીસને સોંપી દેતાં પોસઇ એસ.જે. રાજપૂતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved