Last Update : 29-July-2012, Sunday

 

પોલીસમાં અરજી થતાં શિક્ષણ જગતમાં ચકચાર
ચીખલી કોલેજના ઓએસને મહિલા આચાર્ય દ્વારા અપાતો માનસિક ત્રાસ

ફાઇલો કબાટમાં સંતાડી દઇ વિજુભાઇ પાસે શોધાવવામાં આવે છે

વિજુભાઇ લાડ હોસ્પિટલમાં હોવા છતાં ફાલ્ગુની દેસાઇએ કહ્યું કે, તમારે કોલેજ આવવું પડશે, હું કહું ત્યાં સહી કરવી પડશે

ચીખલી, શનિવાર
ચીખલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મહિલા આચાર્ય કોલેજના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ (ઓ.એસ.)ને સતત માનસિક ત્રાસ આપી પરેશાન કરતા હોવાની પોલીસમાં અરજી થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. મહિલા આચાર્યએ ઓ.એસ.ની વિરૃદ્ધ ખોટી રજૂઆતો કરી તેમની નોકરીને નુકસાન પહોંચાડવાની ધમકી આપી માફીપત્રક પણ લખાવી લીધેલું હોવાનું જાણવા મળે છે.
ચીખલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિજુભાઇ લાડ (રહે. ખૂંધ) ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ (ઓ.એસ.) તરીકે હંગામી ધોરણે ફરજ બજાવે છે. હાલમાં વિજુભાઇ લાડ બિમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોલેજના આચાર્ય ફાલ્ગુની દેસાઇએ હોસ્પિટલમાં વિજુભાઇ પાસે આવી જોર-જોરથી બૂમો પાડી કહ્યું કે, તમારો મોબાઇલ કેમ સ્વીચ ઓફ છે? તમારે ઓ.એસ.ના પદ પર રહેવું છથે કે નથી? તે જણાવી દો. જેના જવાબમાં વિજુભાઇ લાડે ઓ.એસ. પદ પર રહેવા માટે સંમતિ આપી હતી. તો આચાર્ય ફાલ્ગુની દેસાઇે કહ્યું કે, તમારે આજે કોઇપણ સંજોગોમાં કોલેજ પર આવવું પડશે અને હું જયાં કહું ત્યાં સહીઓ આપવી પડશે. જયારે ફાલ્ગુની દેસાઇ સાથે આવેલા જયમલ નાયક નામના વ્યક્તિએ વિજુભાઇને જણાવ્યું કે, તમારે કોલેજ પર આવવું ન હોય તો કોલેજમાંથી રાજીનામું આપી દો.
આ વાત સાંભળી વિજુભાઇના પુત્ર તરૃણે આચાર્ય ફાલ્ગુની દેસાઇ અને જયમલ નાયકને પિતા ઉપર દબાણ નહીં કરવાનું કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ બિભત્સ ભાષામાં વિજુભાઇને ગમે તેમ બોલવા માંડયા હતા અને તું નોકરી પર કેવી રીતે રહે છે, તે જોઇ લઇશું એવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ બનાવ બાદ તરૃણે પિતા વિજુભાઇને કોલેજમાં શું પ્રોબ્લેમ છ?ે એમ પૂછતાં વિજુભાઇએ સઘળી હકીકત જણાવી હતી. વિજુભાઇને કોલેજમાં નોકરી દરમિયાન સતત માનસિક ત્રાસ આપવામાં આવે છે. કોઇપણ કર્મચારી સાથે વાત નહીં કરવી અને તેમની કામગીરીમાં નહીં આવતા કામો કરવાની ફરજ પાડવામાં આવે છે. કેટલીક ફાઇલો અન્ય કબાટમાં મુકી દઇ વિજુભઆઇ લાડ પાસે તે ફાઇલો શોધાવવામાં આવે છે. વિજુભઆઇ વિરૃદ્ધ કોલેજના મેનેજમેન્ટમાં ખોટી રજૂઆતો પણ કરવામાં આવે છે. વિજુભાઇને કહેવામાં આવે છે કે, તમને કામ આવડતું નથી. હમણાંને હમણાં માફીપત્રક લખી આપો નહીં તો તમારી નોકરીને મેમો આપી નુકસાન પહોંચાડીશું. જેથી વિજુભાઇએ માફીપત્રક પણ લખી આપ્યું હતું. આમ વિજુભાઇએ નોકરી દરમિયાન સતત માનસિક ત્રાસ અપાતો હોય તેના પુત્ર તરૃણે કોલેજના આચાર્ય ફાલ્ગુની દેસાઇ સહિતના વ્યક્તિઓ સામે કાયદેસરના પગલા ભરવા ચીખલી પોલીસમાં અરજી આપતા ચકચાર મચી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved