Last Update : 29-July-2012, Sunday

 

આપઘાત કરતા પહેલા ન્યાય મળવાની આશાએ
ચાવડાએ પો.કમિ.ને લખેલી ચિઠ્ઠી પોલીસના રેકર્ડમાંથી ગૂમ!

અનુસૂચિત જાતિ આયોગની મુલાકાત ટાણે ફૂટયો ભાંડોઃ લોકોનો પોલીસ પર વિશ્વાસ ડગમગી જાય તેવી ઘટના

રાજકોટ,શનિવાર
રાજકોટ મહાપાલિકાના કર્મચારી અશોક ચાવડાને ત્રણ અધિકારીઓ દ્વારા પોતાને અપાતા ત્રાસનો નામજોગ ઉલ્લેખ કરતી સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો પણ આ નોંધ લખ્યા પહેલા તેણે પોલીસ કમિશનરને સંબોધીને ન્યાય મળશે તેવી આશાએ તા.૨૮ જૂને એક અન્ય ચિઠ્ઠી પણ લખ્યાનું અને બાદમાં તા.૨-૭-૧૨ના સવારે ૭ વાગ્યે ઘરેથી ગૂમ થયાનું અને ગાંધીગ્રામ પોલીસને ઉપરોક્ત ચિઠ્ઠી અપાયા છતાં તે ગૂમ થયાની કે કરી દેવાયાની ચોંકાવનારી વિગતો આજે બહાર આવતા ચકચાર જાગી છે. અનુ.જાતિ આયોગની મુલાકાત ટાણે આ વાત બહાર આવી હતી.
વિગત એવી છે કે સ્વ.અશોક ચાવડાના પરિવારજનોની મુલાકાત દરમિયાન જ્યારે આયોગના રાજુભાઈ પરમારને એવી ફરિયાદ કરાઈ કે ચાવડા ગૂમ થયાની જાહેરાત તા.૩-૭-૧૨ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને કરાઈ ત્યારે તેની સાથે ૪ પાનાની પોલીસ કમિશનરને સંબોધીને લખેલી ફરિયાદ અરજી પણ અપાઈ હતી. બાદમાં બીજે દિવસે અશોકભાઈએ અમદાવાદની હોટલમાં આપઘાત કરી લીધો હતો.
આ વખતે પોલીસે પોતે કેવા, કોના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે તે ચિઠ્ઠી કબજે લીધી હતી. પણ ઉપરોક્ત ચાર પાનાની પોલીસ કમિશનરને સંબોધીને થયેલી અરજી અંગે પોલીસે પગલા ન લીધા તેવી ફરિયાદ આજે પંચને કરાઈ ત્યારે પોલીસ કમિશનરે આવી કોઈ અરજી જ નહીં હોવાનું જણાવતા મૃતકના નાના ભાઈએ પોલીસની ગૂમ થયાની જાહેરાતનું ફોર્મ દેખાડયું તેમાં જ અરજીની નકલ આપેલ છે તેવું લખાણ દર્શાવ્યું હતું અને અરજીની નકલ આયોગને આપતા આયોગે આ અંગે પોલીસને ઉંડી તપાસ કરવા જણાવ્યું હતું. પોલીસ કમિશનર સિંઘે આ અંગે તુરંત તપાસ કરીને પગલા લેવા ખાત્રી આપ્યાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
ઉપરોક્ત ચિઠ્ઠીમાં મૃતકે આપઘાત કરી રહ્યાનું નથી લખ્યું પણ ' કોઈ પણ ભલામણ કે લાગવગ વગર ન્યાયિક પગલા લેવા' વિનંતિ કરી હતી. જો આવા પગલા પોલીસ દ્વારા લેવાયા હોત તો કદાચ આ ઘટના જુદી હોત તેવું એક અનુમાન સહજ થાય છે.

 

રાજકોટ ધસી આવતા રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગના રાજુ પરમારનું તારણ
ચાવડાના આપઘાતમાં ઢીલ દાખવીને પોલીસે આરોપીઓને બચવા આપી તક
રાજકોટ,શનિવાર
રાજકોટમાં અનુ.જાતિના લોકો પર અત્યાચાર અને ઉપરથી પોલીસ સહિતના તંત્રો દ્વારા પગલાનો અભાવને કારણે સમાજમાં પ્રસરતા આક્રોશ અન્વયે આજે એક જ માસમાં ફરી રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગના પ્રતિનિધિ રાજુભાઈ પરમાર સહિતના ત્રણ સભ્યોની ટીમ રાજકોટ ધસી આવી હતી અને અનુ.જાતિ સમાજે પોલીસ,મહાપાલિકા વગેરે સામે રોષભેર રજૂઆત કરી હતી. સ્થળ તપાસ, રજૂઆતો બાદ આયોગના આ પ્રતિનિધિએ જણાવ્યું કે પોલીસે આવા કેસમાં લેવા જોઈતા અને લઈ શકાતા તાત્કાલિક પગલા લીધા નથી અને મહાાલિકાએ પણ ખાતાકીાય રીતે પગલા લીધા નથી, બલ્કે આરોપીઓને સ્ટે લાવવા સહિતની પ્રક્રિયા માટે પૂરતી મોકળાશ અપાઈ છે. આ મુદ્દે તેમણે પોલીસ કમિશનર એચ.પી.સિંઘ અને મ્યુનિ.કમિશનર અજય ભાદુ ઉપરાંત કલેક્ટર રાજેન્દ્રકુમારને સ્પષ્ટ આકરા શબ્દોમાં પગલા લેવા તાકીદ કરી હતી.
નવ દિવસ સુધી આરોપી પકડવાને બદલે સ્ટે લાવવા સમય આપ્યોઃ પોલીસ-કોર્પો.ની પક્ષપાતી નીતિથી રોષ
અનુ.જાતિ આયોગના શ્રી પરમારે કહ્યું કે અમદાવાદમાં સેલટેક્સના અધિકારીના આપઘાતના કેસમાં પોલીસે પોતાની રીતે જ સપ્તાહમાં પગલા લીધા હતા પણ અહીં આડકતરી રીતે આરોપીઓ કે જેઓ મહાપાલિકાના અધિકારીઓ છે તેમને મદદ કરાઈ છે. તા.૯ના અશોક ચાવડાને ત્રાસ આપીને આપઘાત માટે ફરજ પાડવાનો ગુનો મ્યુનિ.અધિકારીઓ ચિરાગ પંડયા, જયેન્દ્રસિંહ ઝાલા, અશ્વીન કણજારીયા વિરુદ્ધ નોંધાયો અને તા.૧૮ના પંડયાએ કોર્ટમાંથી સ્ટે મેળવ્યો ત્યારે આ નવ દિવસ પોલીસે કોઈ પગલા નથી લીધા તે જ શંકાસ્પદ છે. આ દરમિયાન આરોપીના રજા રિપોર્ટ પણ મહાપાલિકામાં આવે છે છતાં તેની અટક માટે પગલા લેવાતા નથી. વળી, ધરપકડ ન થાય તો પણ ઈન્કવાયરી કરવી જોઈએ અને તે પણ પોલીસે કરી નથી. આયોગે એ વાતની પણ નોંધ લીધી હતી કે ગૂમ થયાની જાહેરાત થઈ ત્યારથી આ કેસમાં ઢીલાશ દાખવાતી રહી છે અને એવું વર્તન કરાયું છે જેથી આરોપીઓને બચવું સરળ થઈ જાય.
આયોગે જણાવ્યું કે પોલીસે મૃતકના પરિવારજનોમાં પોલીસ પર વિશ્વાસ બેસે તેમ કર્યું નથી. અદાલતમાં પણ પોલીસે આરોપીઓ સામે કેવિયટ દાખલ કરવા સહિત કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસને સાંભળ્યા પછી નિર્ણય થાય તેવા પ્રયાસો પોલીસે કરવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે બંધારણની ક.૪ મૂજબ એક્શન લેવા પર ભાર મુકીને કલેક્ટરને એવી ટકોર કરી હતી કે આવા કેસોની તપાસનું મોનીટરીંગ જિલ્લા કલેક્ટરે કરવાનું હોય છે પણ આ કે અગાઉના કેસમાં પણ આવું થયું નથી અને આ માટે કલેક્ટરને પણ તાકીદ કરાઈ છે.
પંચના સભ્યો જ્યારે મૃતકના નિવાસસ્થાને ગયા ત્યારે મૃતકના પત્ની હર્ષાબેન સહિત પરિવારના સભ્યોએ આંખમાં આંસુ અને આક્રોશ સાથે પોલીસ, મ્યુનિ.કમિશનરના તંત્ર સામે રજૂઆતો કરી હતી. બાદમાં સર્કિટહાઉસમાં તેમણે પોલીસ, મહાપાલિકાના અધિકારીઓને આકરા શબ્દોમાં આવા કિસ્સામાં લોકોમાં વિશ્વાસનું વાતાવરણ થાય તેવા પગલા લેવા તાકીદ કરી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved