Last Update : 29-July-2012, Sunday

 
ઊંઝામાં ફૂડ સેફ્ટીના કાયદાનો વેપારી મંડળોનો ભારે વિરોધ

કાયદાના અમલીકરણ છ મહિનાની છુટછાટ મળે તેવી વકી નાની અમથી ભુલમાં દશ લાખ સુધીના દંડની જોગવાઈ

ઊંઝા, તા. ૨૮
ચીભડાના ચોરને ફાંસીની સજા જેવા ફૂડ સેફ્ટી કાયદામાં નાની અમથી ભૂલો માટે દશ લાખ સુધીની દંડની જોગવાઈ ધરાવતા તેમજ મોટી સંખ્યામાં અનેક પ્રકારના વ્યવસાયો, ટ્રાન્સપોર્ટરો સાથે સામાન્ય માણસને પણ અસરકર્તા બિન વ્યવહારુ કાયદાનો ઊંઝા વેપારી મંડળ સહિત રાજ્યના મોટાભાગના વેપારી મંડળોએ ભારે વિરોધ કર્યો છે. જેના લીધે હાલમાં આ કાયદાનું અમલીકરણમાં ચારથી છ મહિના સુધી છુટછાટ મળે તેવી વકી છે.
સમગ્ર દેશમાં ખાદ્યચીજોમાં થતી ભેળસેળ રોકવા માટે ભારત સરકારે નવો કાયદો ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ ગત વર્ષે ઓગસ્ટ ૨૦૧૧ થી લાગુ પાડયો હતો અને એક વર્ષની મર્યાદામાં ખાદ્ય ચીજને સંબંધ વ્યવસાય કરતાં તમામે લાયસન્સ મેળવી લેવા સુચના આપી હતી. આ બાબતે એક વર્ષ પુર્ણ થવા આવ્યું છતાં મહેસાણા જીલ્લામાં માંડ ૧૫૦૦ થી ૧૬૦૦ લાયસન્સ ઈસ્યુ થઈ શક્યા છે. આ કાયદો ખાદ્યને સ્પર્શતા વર્ગ ઉપરાંત ટ્રાન્સપોર્ટર, મમકાન માલિક, શાળાઓ, મંદિરો, કેટરર્સ, ઉત્પાદકો, વિક્રેતાઓ તમામને લાગુ પડતો હોવાથી એક વર્ષની સમયમર્યાદામાં લાયસન્સ સંબંધે મોટાભાગની કામગીરી બાકી છે. ફૂડ સેફ્ટી કાયદામાં કૃષિ ચીજોનું ઉત્પાદન કરતા ખેડૂતોને બાકાત રખાયા છે. જ્યારે કૃષિ ચીજોનો વેપાર કરતાં વેપારીઓને તેમની પેઢી તથા ગોડાઉનોના લાયસન્સ, પેઢી, ગોડાઉનોમાં કામ કરતા રોજમદારોના મેડીકલ લાયસન્સ જેવી અનેક બાબતે જવાબદારીઓ સોપવામાં આવેલ છે. લાયસન્સ રાજ જેવા કાયદાથી નાના વેપારીઓની મુશ્કેલીઓનો પાર નથી. જેથી મોટા ગજાના વેપારીઓ તથા બહુરાષ્ટ્રીય કંપનીઓને ફાયદારૃપ હોવાનું જણાવી ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કેશુભાઈ પટેલે કાયદાનો સખ્ત વિરોધ દર્શાવ્યો છે. કાયદામાં નાની ભુલો કરનારને એક લાખથી દશ લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈઓ હોવાથી અધિકારીઓનો તોડ પાણીમાં જલસા પડી જશે તેવી દહેશત ઊંઝા વેપારી મંડળે દર્શાવી છે. આ બાબતે ગઈકાલે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved