Last Update : 29-July-2012, Sunday

 

હનુમાન ચાલીસા નહીં આવડતાં 10બાળકોને લટકાવ્યા

-દારૃડિયા ગૃહપતિએ બાળકોને દોરડાથી બાંધ્યા

 

 

- વડોદરાની આશ્રમશાળાના ગૃહપતિને ખોખરો કરી પોલીસને હવાલે કર્યો

નસવાડી,તા.૨૮
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના બ્રાહ્મણ વશી ગામે તાજેતરમાં જ અક્ષયપાત્ર યોજના હેઠળ ભોજન નહી મળતા ગામ સમિતિ સમક્ષ રજુઆત કરનાર ૪૭ બાળકોને રૃમમાં પુરીને શિક્ષકોએ બેરહેમી પૂર્વક ફટકાર્યા હોવાના બનેલા બનાવની ચકચાર હજી શમી નથી. ત્યાં વડોદરા જિલ્લાના નસવાડી તાલુકામાં આજે શ્રાવણનાં શનિવારે હનુમાન ચાલીસાના પાઠ નહી આવડતાં દારૃના નશામાં ધૂત છાત્રાલયના ગૃહપતિએ બાળકોને રૃમાલ અને દોરડા વડે બાંધી દઇ લટકાવી દેતાં ભારે ઉહાપોહ સર્જાયો હતો. બાળકોની ચીસો સાંભળીને દોડી આવેલા ગ્રામજનોએ બાળકોને બચાવ્યા હતા. આ વખતે ગૃહ પતિએ વાલીઓ સામે પણ બાંય ચઢાવતા ગ્રામજનોનો પિત્તો છટક્યો હતો અને ગૃહપતિનો ખોખરો કરી પોલીસને હવાલે કર્યો હતો.
પાદરાના બ્રાહ્મણ વશી ગામે ૪૭ બાળકોને પુરી પિટવાના બનાવ બાદ બીજો બનાવ ઃ નશામાં ચૂર ગૃહ પતિનું કૃત્ય
પાદરા તાલુકાનાં બ્રાહ્મણ વશ ગામે પંદરેક દિવસ પહેલા ૪૭ બાળકોને ક્લાસ રૃમમાં પુરીને નિર્દયી રીતે મારમારવાના બનેલા બનાવે ઉહાંપોહ સર્જતા એક શિક્ષિકાની ધરપકડ થઇ હતી. જયારે મુખ્ય શિક્ષક સહિત અન્ય ચાર શિક્ષકોની બદલીઓ થઇ હતી.
પાદરાનાં બ્રાહ્મણ વશી ગામનાં બનાવને પણ ટપી જાય તેવો ક્રુરતાભર્યો બનાવ આજે પવિત્ર શ્રાવણ માસના શનિવારે વડોદરા જિલ્લાના નસવાડી ખાતે બનતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છ.
નશામાં ચુર થઇ પોતાને હનુમાન ભક્ત બતાવવા એક ગૃહપતિએ ૧૦ બાળકો ઉપર કાળોકેર વર્તાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીથી ૧૦ કિલોમીટર દુર તણખલા ગામેશ્રી વિશ્વનાથ કુમાર છાત્રાલય આવેલું છે. જ્યાં ધો.૧ થી ૧૦ના૪૦ જેટલા વિદ્યાર્થીઓ રહે છે. આજરોજ તા.૨૯ને શનિવારના રોજ દારૃના નશામાં ધુત થયેલા ગૃહપતિ કુંજલ બચુભાઇ વસાવાએ હનુમાન ચાલીસા શીખવવા જેવી બાબતે બાળકોનો ઉઘડો લીધો હતો. હનુમાન ચાલીસા શીખવવા જેવી બાબતે બાળકોનો ઉધડો લીધો હતો. હનુમાન ચાલીસા નહી આવડતા ૧૦ જેટલા બાળકોનેમારીને દોરડા અને રૃમાલો વડે બંને હાથ બાંધી દઇને સીલીગના ટોચ ઉપર લટકાવી દીધા હતા.
નાના નાના બાળકોથી દુઃખ સહન ન થતાં બુમાબૂમ કરી હતી. જેથી આજુબાજુ રહેતા ગ્રામજનો અને વાલીઓ આશ્રમે આવી પહોંચીને ગૃહપતિને સમજાવવા જતાં ગૃહપતિએ ગ્રામજનો અને વાલીઓ સાથે અભુદ્ર વ્યવહાર કર્યો હતો. ગાળાગાળી કરતા ગુરૃ મારામારી પર આવી જતાં ગ્રામજનો અને વાલીઓ આક્રોશ ભરાયા હતા. અને નશામાં ધુત બનેલા ગૃહપતિને બરાબરનોમેથીપાક આપતા પોલીસનાહવાલે કરી દીધો હતો.
આમ, ગ્રામજનો સમયસર આવી જતાં દોરડા વડે લટકાવેલા બાળકોનો છુટકારો થયો હતો. બનાવને પગલે આસપાસના ગામડાઓમાં પણ ચકચાર વ્યાપી હતી. ગ્રામજનો એ અનિયમિત આવતાં ગૃહપતિ સામે દાખલો બેસે તેવી સજા કરવા માંગણી કરી છે.

ભોગ બનેલાઓમાં છઠ્ઠા, આઠમા, નવમા અને દસમાના વિદ્યાર્થીઓ
નસવાડી,તા.૨૮
નસવાડીના તણખલાની આશ્રમ શાળામાં નશામાં છાકટા બનેલા ગૃહપતિના રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીઓમાં દસમા ધોરણના શના વાલીયા, નરના નેવજીભાઇ, તડવી સંદિપ, સંજય રાઠવા, ધર્મેન્દ્ર ભીલ, હરિચંદ તડવી, છઠ્ઠા ધોરણનો સંજય ભીલ, આઠમાનો દિનેશ ભીલ, નવમાનો સંદિપ રાઠવા વિગેરેનો સમાવેશ થાય છે.

ગૃહપતિની હઠ ઃ બાળકોને શાળાએ પણ ન જવા દીધા
નસવાડી,તા.૨૮
હનુમાન ચાલીસા નહી આવડતા બાળકોને માર મારી ન્હાવાના રૃમાલ વડે હાથ બાંધી સીલીંગ ફેનના હુક સાથે લટકાવી દેનાર ગૃહપતિ કુંજલ વસાવાએ તેઓને સવારની શાળા હોવા છતાં શાળાએ જવા દીધા ન હતા. છાકટા બનેલા ગૃહપતિએ બાળકોને હનુમાન ચાલીસા ન કેમ આવડે તેમ કહી સજા આપી હતી. તેઓને સવારની શાળા હોવા છતાં જવા દેવાયા ન હતા.

આશ્રમ શાળાનો ગૃહપતિ પંદર દિવસે આવતો હતો
બાળકોને હલકી ગુણવત્તાવાળો ખોરાક અપાતો હતો ઃ અગાઉ પણ માફી માંગી હતી
નસવાડી,તા.૨૮
નસવાડીની તણખલા આશ્રમ શાળાનો ગૃહપતિ ફરજ ઉપર નિયમિત આવતો ન હતો. અને અગાઉ પણ એક વાર વિવાદ થતા માફી માંગી હતી. નસવાડીના તણખલા ખાતેની આશ્રમ શાળામાં ફરજ બજાવતા ગૃહપતિ પંદર દિવસમાં માંડ એક વાર આવતાં હોવાની બૂમ ઉઠી છે. તેઓ બાળકોને હંમેશા ડરાવી ધમકાવીને રાખતા હતા.ગ્રામના એક આગેવાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ તેની સામે વિરોધ વંટોળ થતા તેણે માફી માંગી લઇ મામલો થાળે પાડયો હતો. બાળકોને ખાવામાં પણ પાણી જેવું શાક અને હલકી ગુણવત્તાવાળો ખોરાક અપાતો હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved