Last Update : 29-July-2012, Sunday

 
હાલના યુગમાં ટુથ પેસ્ટની ચમક સામે દાંતણની મજબુતાઇને લાગેલી ઝાંખપ

એક સમયે માત્ર બોટાદમાં રોજના ૧૨ થી ૧૫ હજાર દાંતણ વેચાતા હતા હાલ ગામડાઓમાં પણ ટુથ પેસ્ટ પહોંચી ગઇ છે

 
ભાવનગર, શનિવાર
આજના ૨૧મી સદીના મોર્ડન યુગના નવી પેઢીના જનરેશનમાં દાંતણ શું છે અથવા દાંતણ કેમ કરાય તેની ખબર નહી હોય પરંતુ એક જમાનામાં બોટાદમાં ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ દાંતણો વેચાતા હતા જે આજે અદ્રશ્ય થઇ ગયા છે.
વરસો પહેલા ઘણા ઓછા લોકો એટલે કે આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો ટુથ પેસ્ટનો ઉપયોગ કરતા હતા એક માન્યતા હતી ટુથ પેસ્ટમાં ચરબી આવે છે ગામડાઓમાં શહેરમાં કે જીલ્લા કક્ષાના મોટા-મોટા શહેરોમાં પણ સવારે દાંત સાફ કરવા માટે દાંતણનો ઉપયોગ થતો આજે પણ રૃઢિચુસ્ત લોકો અને જુની પેઢીના લોકો દાંતણનો જ ઉપયોગ કરે છે. વરસો પહેલા કંસારા શેરીના નાકે ૧૬ થી ૧૭ પરિવારના દેવીપૂજકો પાથરણા પાથરીને દાંતણો વેચી પોતાનું ગુજરાન ચલાવતા અને બારથી પંદર હજાર દાંતણોનું વેચાણ કરતા. જ્યારે આજે આ ધંધામાં એક પરિવારની માસીક આવક ૧૧૦૦ થી ૧૨૦૦ની છે માટે નવી પેઢીને આ ધંધાથી અમો દૂર રાખીએ છીએ આ રીતે દાંતણના ધંધામાં હવે કોઇ રહ્યું નથી.
ગામડાઓમાં આજે દાંતણનો મહત્તમ ઉપયોગ શરૃ છે આમ છતાં ગામડાઓમાં પણ ટુથ પેસ્ટની ચમક પહોંચી ગઇ છે. અગાઉના સમયમાં વરસો પહેલા દાંતણવાળી બહેનો દરરોજ સાંજના સમયે ઘરે ઘરે દાંતણ દેવા જતા અને બદલામાં લોકો શીરામણ અને ઘઉ અનાજ આપતા. અગાઉ દાંતણનું વેચાણ કંસારા શેરીના નાકે કરતા જ્યારે આજના સમયમાં દિનદયાળ ચોક પાસે હનુમાનજી મંદિરના સામે પુતળા પાસે વેચાણ થાય છે.
આજના ટુથ પેસ્ટના યુગમાં દાંતણનો ધંધો લુપ્ત થતો જાય છે જ્યારે આગામી દિવસોમાં દાંતણ વેચનારની શું પરિસ્થિતી આવશે તે ભગવાન જાણે બ્રસ કરવાથી દાંતની ચમક કદાચ વધતી હશે પણ દાંતણ કરવથી દાંતનું આયુષ્ય વધે છે અને ઉળ બરાબર ઉતરે છે. જીભમાં છારી વળતી નથી આજના ૨૧મી સદીના મોર્ડન જમાનાના જનરેશનને કદાચ આ લાભનો ખ્યાલ નહી હોય તેમ માનવામાં આવે છે.
આ લૂપ્ત થતા વ્યવસાય અંગે સરકારને ગંભીરપણે વિચારી કોઇ જ્ઞાાતિના કોઇપણ પરિવારની રોજીરોટી બંધ થતા તે વાત ધ્યાનમાં લઇ આ દેવીપૂજક પરિવાર માટે રોજીરોટી કે રોજગારી માટે ખાસ વિચારી યોગ્ય કરવા માંગણીઓ કરાઇ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved