Last Update : 29-July-2012, Sunday

 

માતા પિતા વચ્ચેના કલેશ અને દારૃણ સ્થિતિનો કિસ્સો
ટયૂશન ફી ભરવા એન્જિનીયરિંગનો વિદ્યાર્થી વાહનચોરીના રવાડે ચડયો

સાત હજારની આવક ધરાવતા પિતા પાસે ટયૂશન ફીના દસ હજાર કેમ માંગવા તેની મૂંઝવણમાં પુત્ર હતો

અમદાવાદ, શનિવાર
માતા પિતા વચ્ચે ચાલતા કલેશ અને દારૃણ આર્થિક સ્થિતીને પગલે હોનહાર પુત્રનું ભવિષ્ય રોળાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જીવનસંગીનીના સાથ વગર ટૂંકા પગારમાં બે સંતાનોનું પાલનપોષણ કરતા પિતાની હાલત પર તરસ ખાતો પુત્ર ટયૂશન ફીનો ખર્ચ કાઢવા માટે બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો. ક્રાઇમબ્રાંચે બીઈ એન્જિનીયરિંગના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા યુવકને પાંચ બાઇક ચોરીના ગુનામાં ઝડપી લઇ ચોરીના ત્રણ બાઇક કબ્જે કર્યા છે. જયારે આ યુવક સાથે કોલેજમાં ભણતા તેના સાગરિતને આણંદ પોલીસે ચોરીના બે બાઇક સાથે ઝડપી લીધો છે. દસ હજાર રૃપિયાની તોતિંગ ટયૂશન ફી પિતા પાસે કઇ રીતે માંગવી તેની મૂંઝવણમાં રહેલા વિદ્યાર્થીને બાઇક ચોરી કરવાના ગુનાહિત તુક્કો સૂઝતા તેની શૈક્ષણિક કારકિર્દી રોળાઇ છે.
બાપુનગર ચાર રસ્તા પાસેથી ક્રાઇમબ્રાંચના પીઆઇ પરેશ સોલંકીએ ચોરીના બાઇક સાથે ધરમ ઉર્ફ કાના જગદીશભાઇ સરવૈયાને ચોરીના બાઇક સાથે ઝડપી લીધો હતો. ધરમે પોલીસે તપાસમાં બાપુનગર વિસ્તારમાંથી પાંચ બાઇક ચોર્યાની અને ટયૂશન ફીનો ખર્ચ કાઢવા માટે તે બાઇક ચોરતો હોવાની કબૂલાત પોલીસને આપી હતી. જગદીશે તેના ચોરીના બે બાઇક તેની સાથે ભણતા આણંદના યજ્ઞોશ ચંદુભાઇ ડાભીને વેચ્યા હોવાનું જણાવ્યું હતું. ટયૂશન ફીના ખર્ચ માટે વાહનચોર બનેલા બીઇ એન્જિનીયરિંગના પાંચ સેમેસ્ટરના વિદ્યાર્થી ધરમ ઉર્ફ કાનાની દર્દભરી કહાની સાંભળી પોલીસ અધિકારીઓ પણ ગળગળા થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા જગદીશભાઇ સરવૈયા બુટ ચપ્પલની દૂકાનમાં સાત હજારના પગારથી નોકરી કરે છે. જગદીશભાઇને તેમની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતાં હતા. જથી પત્ની પુત્રીને લઇને રાણિપ ખાતે રહેવા ચાલી ગઇ જયારે જગદીશભાઇ બે પુત્રોનું પાલન કરવા લાગ્યા હતા. જગદીશભાઇનો મોટો પુત્ર ધરમ ઉર્ફે કાનો કલોલ ખાતેની વીંગ્સ કોલેજમાં બીઇ એન્જિયરિંગના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. માતાના મૃત્યુ બાદ મળેલા પૈસામાંથી જગદીશભાઇએ તેમના પુત્ર ધરમ ઉર્ફે કાનાની ફી ભરી હતી. ધરમના અભ્યાસની કોલેજ ફી દર વર્ષે ૪૧ હજાર રૃપિયા થતી હતી.
કોલેજના કલાસ ઉપરાંત ધરમને અભ્યાસ માટે ટયૂશન કલાસ કરવા પડતા હતા. પ્રથમ વર્ષના સેમેસ્ટરના ટયૂશન શિક્ષકે ધરમની ફીમાં ૫૦ ટકા માફી કરી આપી હતી. જોકે, પાંચમાં સેમેસ્ટરના ટયૂશન માટે ધરમને દસ હજાર રૃપિયા ફીની જરૃર હતી પણ ટૂંકો પગાર ધરાવતા પિતા પાસે કઇ રીતે પૈસા માંગવા તેની ચીંતા કાનાને સતાવતી હતી. ટૂંકો પગાર છત્તાં પિતા ધોરણ ૧૨માં અભ્યાસ કરતા નાના ભાઇ બહેનના ભણતરનો ખર્ચ પણ ઉઠાવતા હતા. કોલેજની તોતિંગ ફી ભરતા પિતાને ટયૂશનનો ખર્ચ કરવા માટે કયાં ઉપાધીમાં મૂકવા તેની વિચાર માત્રથી ધરમ ઉર્ફ કાનો વિચારમાં પડી ગયો હતો.
આખરે પોતે બાઇક ચોરીને વેચી ટયૂશન ફીનો ખર્ચ કાઢશે તેમ ધરમ વિચાર્યું અને જે મુજબ તેને પહેલું બાઇક બાપુનગર વી માર્ટ પાસેથી ચોર્યું હતું.તે બાઇક ધરમ તેના મિત્રને ચાર હજારમાં વેચ્યું તે પછી બીજા બે બાઇક ચોર્યા જે આણંદમાં રહેતા યજ્ઞોશને આપ્યા જે પેટે ૨૪૦૦ રૃપિયા મળ્યા હતા. એક બાઇક પોલીસે જમા લીધું તેમ જણાવી યજ્ઞોશે ધરમને એક બાઇકના પૈસા આપ્યા નહી બાકીના ૧૯ હજાર રૃપિયા પછી આપી દેશે તેમ જણાવ્યું હતું. પોલીસે યજ્ઞોશ ડાભીની શોધખોળ હાથ ધરી પણ આણંદ પોલીસે તેને ચોરીના બે બાઇક સાથે ઝડપ્યો છે. ધરમ પાસેથી ક્રાઇમબ્રાંચે ચોરીના ત્રણ બાઇક કબ્જે કર્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved