Last Update : 29-July-2012, Sunday

 
જાપાનની મુલાકાત લેનાર પ્રતિનિધિ મંડળનો દાવો
વાઈબ્રન્ટ ૨૦૧૩માં સંખ્યાબંધ જાપાની ઇન્વેસ્ટરો ઉમટશે

ગુજરાતમાં ઓટો-એન્જિનીયરિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જાપાનીઓ અને જાપાનમાં વસેલા ગુજરાતીઓએ રસ દાખવ્યો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
મુખ્યમંત્રીની પાંચ દિવસની જાપાન યાત્રા પછી આગામી વાઈબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આગળ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના ઓટો અને એન્જિનિયરિંગ સહિતના વિવિધ સેક્ટરમાં રોકાણ કરવામાં જાપાનીઓએ ખાસ રસ વ્યક્ત કર્યો છે.
જાપાનની પાંચ દિવસની મુલાકાતે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના બિઝનેસ ડેલિગેશનને જાપાનમાં મળેલા આવકાર અને પરામર્શને અંતે આ નિષ્કર્ષ પર આવ્યા હોવાનું જણાવતા ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી મહેશ્વર શાહુએ જણાવ્યું હતું કે પાંચ દિવસની આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથેના ઇન્વેસ્ટમેન્ટ સેમિનારમાં જાપાનના અંદાજે ૪૦૦થી વધુ બિઝનેસમૅન અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે ભાગ લીધી હતો.પાંચ દિવસમાં ૬૫થી વધુ બિઝનેસ મિટિંગો યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે ૨૦૦૭માં જાપાનમાં ગુજરાતમાં કેમ અને શા માટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તેવા સવાલો ઊઠાવવામાં આવતા હતા. આજે ત્યાં સમગ્ર માહોલ બદલાઈ ચૂક્યો છે. ભારતના વિરાટ બજારનો લાભ લેવા ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં તેમને રસ પડયો છે. વિશ્વનો થર્ડ રિચેસ્ટ દેશ જાપાન ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક છે. ગુજરાતમાં વીજળી, રેલવે, રસ્તા અને ઇતર માળખાકીય સુવિધામાં આવેલા સુધારાને કારણે પણ જાપાનીઓ પ્રભાવિત થઈ ગયા છે.
પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ગયેલા ઝાયડસ કેડિલાના સીઈઓ પંકજ પટેલે જણાવ્યું હુતં કે જાપાનીઓ ગુજરાતમાં આવતા પૂર્વે જ તેની ભાષાના જાણકારો તૈયાર મળી રહે તે માટે જાપાની ભાષા શીખવવાની સંસ્થાઓ તૈયાર કરવાને મુદ્દે પણ મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન ચર્ચા થઈ હતી.
ટોરન્ટ પાવરના સુધીર મહેતાએ જણાવ્યું હતું કે પાંચ સાત વર્ષમાં ગુજરાત સરકારે સારુ હોમવર્ક કરીને કરેલી તૈયારીને પરિણામે જાપાનમાં ગુજરાતની ઇમેજ વધુ સંગીન બની છે. જાપાનના ઇન્વેસ્ટરો ગુજરાતમાં મૂડી રોકાણ કરવા તૈયાર થઈ રહ્યા છે. જાપાનની મોટી કંપનીઓ ઉપરાંત લઘુ અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમો પણ તેમના મૂડીરોકાણ ગુજરાત તરફ વાળે તેવી આશા બળવત્તર બની છે. મોસરબાયરના ચૅરમૅન રતુલ પુરીએ પણ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved