Last Update : 29-July-2012, Sunday

 

માથાભારે શખ્સોની ધમકીથી ત્રસ્ત પરિવારનું ઘાતક પગલું

પોલીસ કમિશનર કચેરીના ઝાંપે દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ

 

અમદાવાદ, શનિવાર
પોલીસ કમિશનર કચેરીના ઝાંપા પાસે ન્યાય ના મળતા દંપતિએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. માધુપુરા પોલીસે જાણવાજોગ નોંધ કરીને આ કેસમાં તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર દંપતિ ને તલાટી સહિત આઠ શખસો પૈસાની ઉઘરાણી માટે ધમકીઓ આપતા હતા. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશન તેમજ વિવિધ ઉપરી અધિકારીઓ પાસે દંપતિએ ન્યાય માટે અરજ કરી હતી. પણ ન્યાય ના મળતા તેઓએ આ પગલું ભર્યું હતું.
ચાંદખેડા ખાતે ન્યુ સીજી રોડ પર આદિત્ય ફલેટમાં રહેતા પ્રવિણભાઇ મોહનભાઇ પરમાર (ઉં.૪૫)ના પરિવારમાં પત્ની પદમાબહેન, બે પુત્રી ખૂશ્બુ અને દિવ્યાનો સમાવેશ થાય છે. પ્રવિણભાઇએ દોઢ વર્ષ અગાઉ જમીન દલાલીનું કામ કરતા હતા. પ્રવિણભાઇ પાસે અગાઉના હિસાબ પેટે તલાટી અલ્પેશ મકવાણા, ભરતભાઇ, શૈલેષભાઇ, દાસભાઇ, દિલીપભાઇ, હર્ષદ મકવાણા અને વિપુલભાઇ આઠ લાખ રૃપિયાની માંગણી કરતા હતા.પ્રવિણભાઇ પાસે પૈસાની ઉઘરાણી કરીને તલાટી અલ્પેશ મકવાણા સહિતના શખસો તેમને ધાકધમકી આપી દબાણ કરતા હતા. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઇએ અરજી કરી હતી. જે મુદ્દે પોલીસે બન્ને પક્ષો સામે પગલાં લીધા હતા. પ્રવિણભાઇને આ મામલે ધમકી મળતા તેઓ આજે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા. કચેરીના ઝાંપા પાસે પ્રવિણભાઇ અને તેમની પત્નીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. માધુપુરા પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved