Last Update : 29-July-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૯-૦૭-૨૦૧૨, રવિવાર
શ્રાવણ સુદ અગિયારસ - પવિત્રા, પુત્રદા એકાદશી
વંિછુંડો રાત્રે ૩ ક. ૦૨ મિ. સુધી.
શ્રી હરિ-ઠાકોરજીને પવિત્ર ધરાવવા - દહીં વ્રતારંભ

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૮ મિ. (સૂ) ૭ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૪ મિ.
જન્મરાશિ ઃ- આજે રારે ૩ ક. ૦૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે. ત્યારપછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- જ્યેષ્ઠા રાત્રે ૩ ક. ૦૨ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિપૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- કર્ક, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ચંદ્ર- રાત્રે ૩ ક. ૦૨ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ. રા.દિ.શ્રા/૭
માસ-તિથિ-વાર ઃ- શ્રાવણ સુદ અગિયારસ ને રવિવાર.
- પવિત્રા, પુત્રદા એકાદશી.
- વંિછુંડો રાત્રે ૩ ક. ૦૨ મિ. સુધી.
- સિઘ્ધિયોગ રાત્રે ૩ ક. ૦૨ મિ.થી.
- શ્રીહરિ, ઠાકોરજીને પવિત્રા ધરાવવા. દહીં વ્રતારંભ.
મુસલમાની હિજરીસન રમજાન માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમંદ માસનો ૧૬ રોજ મહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપને શારિરીક અસ્વસ્થતા, સુસ્તી બેચેની, કંટાળો અનુભવાય. કામ કરો, બહાર જાવ પરંતુ અનિચ્છાએ નિર્ણય કરવો પડે.

 

વૃષભ ઃ ઉશ્કેરાટ- ગુસ્સો- ચંિતા- વિવાદ સાંસારીક પ્રશ્ને, અનુભવાય. ઘેર હોવ છતાં શાંતિ- આરામ જણાય નહીં. અન્યથી આરામ મળે નહીં.

 

મિથુન ઃ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. સાસરીપક્ષ- મોસાળપક્ષની ચંિતા રહે. નાણાંકીય ખેંચ- ખર્ચ- મુંઝવણ રહે.

 

કર્ક ઃ પુત્રપૌત્રાદિકના પ્રશ્ન માટે ચર્ચા-વિચારણા થાય. આપે ઉતાવળમાં કરેલ કામમાં નુકસાન-વિવાદ થઇ જાય.

 

સંિહ ઃ આપના રોજીંદા કામ સિવાય અન્ય કામ અંગેની ચંિતા તમને ઉચાટ- ઉદ્વેગ સતાવે. અન્યના કારણે રૂકાવટ જણાય.

 

કન્યા ઃ કામની વ્યસ્તતા રહે. યાત્રા પ્રવાસ થાય, બહાર જવાનું થાય. ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ-આનંદ અનુભવાય.

 

તુલા ઃ વડીલવર્ગના- ઘર પરિવારના, કુટુંબના કામ અંગે ચંિતા રહે. ધર્મકાર્યથી ખર્ચ થાય. સીઝનલ ધંધાનું કામ થાય.

 

વૃશ્ચિક ઃ વિચારોની એકાગ્રતા રાખીને રોજીંદું તેમજ અન્ય કામકાજ કરવું. અનિચ્છાએ બહાર કે બહારગામ જવાનું થાય.

 

ધન ઃ નાણાંકીય પ્રશ્ને, આરોગ્યના પ્રશ્ને, પરિવારના પ્રશ્ને આંતરિક વિચારો- ચંિતામાં અટવાયેલા રહો. કાંઇ ગમે નહીં.

 

મકર ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધર્મકાર્ય થાય. નોકરી- ધંધાના કામ અંગે, વ્યવહારિક, સામાજીક કામ અંગે કોઇને મળવાનું થાય.

 

કુંભ ઃ સગા સંબંધી- મિત્રવર્ગના - આડોશ પાડોશના પ્રશ્ને તમારી પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થાય. તકલીફ અનુભવો.

 

મીન ઃ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. પુત્રપૌત્રાદિક માટે ખર્ચખરીદી થાય પરંતુ આનંદ રહે. પોતાનું કામ કરી શકો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૯-૦૭-૨૦૧૨, રવિવાર

 

આજથી શરૂ થઇ રહેલ આપનું જન્મવર્ષ આરોહ અવરોહનું રહે. વર્ષારંભે માનસિક પરિતાપ છતાં કામ ઉકેલાય. તમારી ચંિતા-મુંઝવણ દૂર થાય પરંતુ જન્મવર્ષના ઉત્તરાર્ધમાં છેલ્લા નેવું દિવસ આધિ-વ્યાધિ-ઉપાધિના રહે. તેમાં પણ આપે આપના આરોગ્યની બાબતમાં કાળજી રાખવી.

 

- આપના નોકરી-ધંધાના કામકાજમાં આવક થાય પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી પ્રગતિ- આવકમાં રૂકાવટ- મુશ્કેલીની શરૂઆત થાય. સગા સંબંધી- મિત્રવર્ગના વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક ખર્ચા વધતા જાય.

 

- પુત્રપૌત્રાદિકના કામમાં માનસિક પરિતાપ રહે. પછી હળવાશ, રાહત પરંતુ ફરી પાછી ચંિતાનું ચક્કર આવવાથી વર્ષ આરોહ-અવરોહનું રહે.

 

- સ્ત્રીવર્ગને પતિ-સંતાન પરિવારના પ્રશ્ને વર્ષ આરોહ-અવરોહનું રહે. કામમાં વ્યસ્તતા છતાં આનંદ ઉત્સાહ જણાય નહીં.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં વઘુ પડતા આત્મવિશ્વાસમાં પીછેહઠ થાય. ભણવામાં આળસ રાખવી નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

વિમાન ઊડી રહ્યું હતું અને એન્જીનમાં ગડબડ થતા પાયલોટ છગને ક્રુના સ્ટાફને કહ્યું કે... ‘‘ઉતારુઓને કહો કે ઈમરજન્સી લેન્ડીંગ માટે બધા તૈયાર રહે...’’
એ પછી થોડીવારે સ્ટાફને પૂછ્‌યું, ‘‘બધા તૈયાર છે ને?’’
જવાબ મળ્યો, ‘‘હા, બધા જ તૈયાર છે પણ એક વકીલ અને એક ડૉકટર છે એ બધા પેસેન્જરોને પોતાના કાર્ડ આપી રહ્યા છે.’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક નોખી વાનગીઓનો રસથાળ

 

 

મટોકી (આફ્રિકન)

 

 

 

સામગ્રી ઃ ૪ કાચા કેળા, ૨ ચમચી આરારૂટ, ૧ ચમચી આદુ-મરચાં, પ્રમાણસર મીઠું, અડધા લીંબુનો રસ, ૨ ચમચી સાકર, તળવા માટે તેલ, વઘાર માટે ઘી.

 

 

 

રીત ઃ કેળાં છાલ સાથે કૂકરમાં બાફીને હાથેથી છૂંદવા અને થોડું ઘી મૂકી જીરાથી વધારવા. તેમાં મીઠું, આદુ-મરચાં, લીંબુ, સાકર, આરારૂટ નાખી સારી રીતે મિક્સ કરવું. નાના લીંબું જેવડા ગોળા બનાવવા અને તે થોડા આરારૂટમાં રગદોળી, તેલમાં મઘ્યમ તાપે લાલ તળી લેવા. ચટણી સાથે પીરસવા.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved