Last Update : 28-July-2012, Saturday

 

આસામમાં તનાવ અને હંિસા

છેલ્લા એકાદ અઠવાડિયાથી આસામના ચાર જિલ્લામાં વ્યાપક હંિસાનો દૌર ચાલ્યો. ચાર બોડો લોકોની હત્યા અને તેની ‘પ્રતિક્રિયા’ તરીકે, શંકાના આધારે મુસ્લિમો પર થયેલા હુમલાને કારણે ૪૪ લોકો માર્યા ગયા, આશરે ૨ લાખ લોકો અસલામતીના માર્યા ઘરબાર છોડીને બેઘર બન્યા. રાજ્યે આશરે ૧૫૦ રાહત છાવણીઓ શરૂ કરવી પડી, જેમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની બૂમ છે. બે દિવસ માટે તો આસામને બાકીનાં રાજ્યોથી જોડતો ટ્રેનવ્યવહાર બંધ થઇ ગયો. કોંગ્રેસી મુખ્ય મંત્રી તરુણ ગોગોઇ પર ઢીલાશથી વર્તવાનો આરોપ થયો છે. દોઢસો રાહતકેમ્પ અને ચાર જિલ્લામાં ફેલાયેલી હત્યા પછી ગોગોઇએ શરમાવાને બદલે પ્રસાર માઘ્યમોને ઠપકો આપતાં કહ્યું કે ‘ફક્ત ચાર જિલ્લામાં હંિસા થઇ હોય ત્યારે આખું આસામ સળગે છે એમ કહેવું ન જોઇએ.’ આસામનાં અમુક ગામ કે જિલ્લામાં પૂર આવે ત્યારે ‘આસામમાં પૂર’ એવું કહેવાય છે ને મુખ્ય મંત્રીને વાંધો પડતો નથી, પણ એકલદોકલ ગામને બદલે ચાર-ચાર જિલ્લા હંિસાનો ભોગ બને ત્યારે ‘આસામમાં હંિસા’ જેવા સામાન્યીકરણ સામે મુખ્ય મંત્રીને વાંધો પડે છે. કારણ કે એમાં પોતાની નિષ્ફળતા છતી થાય છે.
આસામની હંિસાને કોમી હંિસા કહેવી, જાતિગત કહેવી કે પછી બીજાં અનેક પરિબળોથી દોરવાયેલી- એ વિશે સૌ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. પરંતુ હંિસાનાં મૂળ તરફ નજર નાખતાં જણાય છે કે તેના મુખ્ય કારણોમાંનું એક ઓળખ- આઇડેન્ટીટીને લગતો માનસિક તનાવ છે. આ તનાવ ફક્ત આસામમાં જ નહીં, દેશનાં બીજાં રાજ્યોમાં અને વિશ્વના બીજા દેશોમાં પણ વ્યાપ્ત છે. તે પેદા થવાનું એક મુખ્ય કારણ આર્થિક અસલામતી છે.
આસામમાં સ્થાનિક બોડો આદિવાસીઓ રાજ્યનાં સંસાધનો પર પોતાનો નૈસર્ગિક અધિકાર માને છે. તેમનો અધિકાર નિર્વિવાદપણે છે, પણ અધિકાર અને એકાધિકારમાં ફરક છે. બીજાં રાજ્યોમાંથી કે બાંગલાદેશમાંથી આસામમાં વસેલા અને મુખ્યત્વે ખેતમજૂરી જેવાં કામોમાં સંકળાયેલા મુસ્લિમો ધીમેધીમે કરતાં વસ્તીનો મોટો હિસ્સો બન્યા છે. તેમની વસ્તી વધે તેમ સંસાધનોમાં તે ભાગ પડાવે એ પણ સ્વાભાવિક છે. તેના કારણે બોડો લોકોને આગંતુક, ‘બહારના’ લોકો પ્રત્યે દુર્ભાવ જાગે છે. બહારના લોકો મુસ્લિમ હોય અને તેમાંના ઘણા બાંગલાદેશથી આવેલા હોય ત્યારે દુર્ભાવ માટે દોડવું હતું ને ઢાળ મળ્યા જેવી સ્થિતિ સર્જાય છે.
બાંગલાદેશથી મુખ્યત્વે મજૂરીની તલાશમાં આવીને આસામમાં વસેલા લોકોના નાગરિકત્વના પ્રશ્નો કોઇ સમયે હશે. એક આરોપ એવો પણ છે કે મતબેન્કની લ્હાયમાં સરકારે બાંગલાદેશથી આવેલા મુસ્લિમોને નાગરિક અધિકારોની લહાણી કરી દીધી છે. બીજી તરફ ૨૦૦૩માં કોંગ્રેસ સરકારે બોડો સંગઠન સાથે સમજૂતી કરીને ‘બોડોલેન્ડ ટેરિટોરિઅલ એડમિનિસ્ટર્ડ ડિસ્ટ્રિક્ટ’ની રચના કરી. આ સમજૂતી અંતર્ગત બોડોના અલગ રાજ્યની માગ કરી રહેલા ‘બોડો લીબરેશન ટાઇગર ફોર્સ’ના લોકોએ હથિયાર મ્યાન કરી દીધાં. બદલામાં આસામનાં આઠ રાજ્યોની હદમાંથી ૨૭ હજાર ચોરસ કિલોમીટરનો કુલ વિસ્તાર ધરાવતા ચાર જિલ્લા રચવામાં આવ્યા અને તેમને ‘બોડોલેન્ડ ટેરીટોરિઅલ કાઉન્સિલ’ના અધિકારક્ષેત્રમાં મૂકવામાં આવ્યા.
બોડોલેન્ડ કાઉન્સિલની સત્તા ધરાવતા ચાર જિલ્લાની રચના સામે બોડો સિવાયના લોકોને ભારે વાંધો હતો. પરંતુ સરકારે એ વાંધાને ગણકાર્યો નહીં. બોડો વિસ્તારને અલગ પાડવા છતાં, એ હતો આસામનો અને ભારતનો હિસ્સો જ. એટલે તેમાં બોડો સિવાયના લોકોને પણ બોડો જેટલા જ નાગરિક અધિકાર હોય. બોડો લોકોને સતત એવું લાગતું હતું કે બહારથી આવેલા લોકો તેમની જમીનો અને સંસાધનો પર કબજો મેળવી રહ્યા છે. એ પ્રક્રિયા ગેરકાયદે કે ધાકધમકીપૂર્ણ હોવાની તેમની ફરિયાદ નથી, પણ બહારના લોકો આવીને અમારાં સંસાધનોમાં ભાગ પડાવે એની સામે જ તેમની તકરાર હતી.
મુંબઇમાં શિવસેના બિહારી લોકો માટે જે જાતનો ખાર રાખે છે, મહારાષ્ટ્ર-કર્ણાટકની સરહદ પર મરાઠી માણુંસો પર જે હુમલા થાય છે, ગુજરાતનાં શહેરમાં પંચમહાલથી કે રાજસ્થાનથી આવતા મજૂરો પ્રત્યે જે તુચ્છકાર રખાય છે- એ બધાના મૂળમાં ઓળખના પ્રશ્નો અને આર્થિક સંસાધનોમાં ભાગ પડવાની અસલામતી મોટો ભાગ ભજવે છે. ‘બહારના’ લોકો ભારતા નાગરિક ન હોય અને ગેરકાયદે રહેતા હોય તો જુદી વાત છે, પરંતુ જો એ ભારતના નાગરિક હોય તો પોતાની જાતને ‘સ્થાનિક’ ગણતા લોકોએ યાદ રાખવું પડે કે નાગરિકત્વ કોઇ એક રાજ્યનું નથી હોતું- આખા દેશનું હોય છે અને જેમ પંચમહાલથી લોકો અમદાવાદ-વડોદરામાં આવીને કે બિહારથી મુંબઇ આવીને ‘સ્થાનિક’ સંસાધનોમાં ‘ભાગ પડાવે છે’, એવી જ રીતે અમેરિકા સહિત દુનિયાભરના દેશોમાં જતા ભારતીયો ત્યાંનાં સંસાધનોમાં ભાગ પડાવતા હોય છે અને તેનું આપણને બહુ ગૌરવ હોય છે. વિદેશોમાં વસતા ભારતીયો સાથે ‘બહારના’ જેવો વ્યવહાર કરવામાં આવે ત્યારે જેવી બળતરા થાય, તેને ‘સ્થાનિક’ની ભૂમિકામાં આપણે હોઇએ ત્યારે પણ યાદ રાખવી જોઇએ.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved