Last Update : 28-July-2012, Saturday

 

લંડન ઓલિમ્પિક્સમાં ભારત પાસે સોનુ જીતવાની સોનેરી તકો છે

લંડન ઓલિમ્પિક્સ માટે લંડન ગયેલી ભારતીય ટીમ ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ ૧૦ ચંદ્રકો જીતશે તેવી અપેક્ષા તેની પાસે રાખવામાં આવી રહી છે

ભારતમાં અને દુનિયામાં આમ આદમી માટે ખુશ થવાય તેવા બહુ ઓછા સમાચારો છે. દુનિયાના અનેક દેશોમાં મંદીનું વાતાવરણ છે. ભારતમાં મોંઘવારી વધી રહી છે. બજારમાં ટમેટાં પણ ૬૦ રૃપિયે કિલોગ્રામના ભાવે વેચાઈ રહ્યા છે. તેમાં દુકાળના ઓછાયા લાંબા થઈ રહ્યા છે. આસામની હિંસામાં અનેક નિર્દોષ લોકો રહેંસાઈ રહ્યા છે. આ બધી ઉપાધિઓ ભુલવાડી તે તેવો રંગારંગ નઝારો લંડનમાં જોવા મળી રહ્યો છે. જૂના જમાનામાં ઓલિમ્પિક્સ રમતોનો પ્રારંભ યુદ્ધ પછીની શાંતિનો આનંદ માણવા માટે થયો હતો. આજની ઓલિમ્પિક્સ રમતો મોંઘવારી, બેકારી અને ત્રાસવાદની પીડા ભૂલવાડવા માટે છે. ઓલિમ્પિક્સ ઝુંબેશના પ્રણેતા બેરોન કોબર્ટીને કહ્યું હતું કે, 'ઓલિમ્પિક્સની રમતો માનવ જીવનની વસંતની ઉજવણી માટે છે.' આ વાત આજે શરૃ થનારી લંડન ઓલિમ્પિક્સને ખાસ લાગુ પડે છે.
ઓલિમ્પિક્સની બાબતમાં ભારતની હાલત વર્ષોથી 'તીરે ઉભા ઉભા તમાશો જોતા દેશ' તરીકેની રહી છે. એક સમય એવો હતો કે હોકી સિવાયની કોઈ રમતમાં મેડલ જીતવાની ભારત કલ્પના પણ કરી શકતું નહીં. હોકીમાં ભારતે જીતેલા સુવર્ણચંદ્રકો પણ હવે ભૂતકાળની બીના બની ગઈ છે. ઇ.સ. ૨૦૦૮ની બીજિંગ ઓલિમ્પિક્સમાં ૧૨૦ કરોડની વસતિમાંથી આપણો દેશ રોકડા છ મેડલો જીતી શક્યા હતા, જેમાંના ચાર કાંસ્ય, એક રજત અને માત્ર એક સુવર્ણપદક હતો. મુંબઈ જેટલી વસતિ ધરાવતા નાનકડા જમૈકા દેશને ઇ.સ. ૧૯૬૨માં આઝાદી મળી ત્યાર પછી તેણે ઓલિમ્પિક્સમાં કુલ ૫૫ ચંદ્રકો જીત્યા છે. આ સંયોગોમાં લંડન ઓલિમ્પિક્સમાં ભારતની જે ટીમ ગઈ છે તેની પાસે આપણી પ્રજા વધુ ચંદ્રકોની અપેક્ષા રાખે તો તેમાં કોઈ નવાઈ નથી. આવતા ૧૫ દિવસમાં આપણા રમતવીરો નવો ઇતિહાસ રચી શકે તેમ છે.
આજથી આઠ વર્ષ અગાઉ એથેન્સમાં આપણા રાજ્યવર્ધન રાઠોડે સિલ્વર મેડલ જીત્યો ત્યારે આપણે સ્તબ્ધ થઈ ગયા હતા. ચાર વર્ષ પહેલાં અભિનવ બિન્દ્રાએ બીજિંગમાં શૂટિંગમાં ગોલ્ડમેડલ જીત્યો ત્યારે આખો દેશ હિલોળે ચડયો હતો. આ વખતે આપણે લંડન જે ટીમ મોકલી છે તેની પાસે ઓછામાં ઓછા છ ચંદ્રકો જીતવાની આશા આપણો દેશ રાખી રહ્યો છે. લંડન ઓલિમ્પિક્સ કદાચ ભારતના રમત જગત માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે, કારણ કે આ વખતે આપણા ખેલાડીઓ પાસેથી બહુ મોટી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે.
ઠંડા વિગ્રહના વર્ષોમાં સોવિયેત રશિયાએ અને અન્ય સામ્યવાદી દેશોએ પોતાની સર્વોપરિતા પુરવાર કરવાનું માધ્યમ રમતગમતને બનાવ્યું. તેમણે ખાનગી રીતે પોતાના ખેલાડીઓને એવી સખત તાલીમ આપી કે ઓલિમ્પિક્સમાં તેઓ ચંદ્રકોનો વરસાદ પાડવા લાગ્યા. સામ્યવાદી ચીનનો પણ જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો તેમ તેમ તેણે ઓલિમ્પિક્સમાં ચંદ્રકોની ખેતી કરવા માંડી. પોતાની જાતને વિશ્વની નવી મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે ચીને ઓલિમ્પિક્સની રમતોમાં સફળતાને પ્રેસ્ટિજ ઇસ્યુ બનાવ્યો.
અમેરિકાએ પણ પોતાની લોકશાહી અને આર્થિક સમૃદ્ધિ પુરવાર કરવા માટે ઓલિમ્પિક્સમાં સફળતાનો પોતાનો મંત્ર બનાવ્યો. અમેરિકામાં તો કાળી પ્રજાએ પોતાની સમાનતા પુરવાર કરવા માટ પણ ઓલિમ્પિક્સની તક ઝડપી છે. ઇ.સ. ૧૯૩૦ના દાયકામાં કાળી પ્રજાને મતાધિકાર પણ નહોતો મળ્યો ત્યારે જેસ ઓવેન્સ નામના અશ્વેત અમેરિકને ઓલિમ્પિક્સમાં સુવર્ણપદક જીત્યો હતો. આજની તારીખમાં અમેરિકા માટે ઓલિમ્પિક્સમાં સફળતા તેના મૂડીવાદની સફળતા જેટલી જ મહત્ત્વની છે.
આફ્રિકા અને એશિયાના એવા કેટલાક દેશો છે જેઓ પોતાની જાતિ અને શારીરિક બાંધાનો ઉપયોગ કરીને ઓલિમ્પિકમાં સોનું ગજવે કરતા રહ્યા છે. કેન્યા અને ઇથોપિયા જેવા દેશોના રમતવીરો દોડવાની સ્પર્ધાઓમાં અને જમૈકાના રમતવીરો પોતાના શરીરના બાંધાના કારણે સ્પ્રિન્ટમાં ફાવતા આવ્યા છે. પૂર્વ એશિયાના દેશોના રમતવીરો તેની ઓછી ઉંચાઈને કારણે ટેબલટેનિસ અને બેડમિંગ્ટન જેવી રમતોમાં ઝળહળતા રહ્યા છે. આ સંયોગોમાં ભારતે ઓલિમ્પિક્સમાં ચમકવા માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ એ બાબતમાં હજી કોઈ રણનીતિ જ ઘડવામાં આવી હતી. આ બાબતમાં આપણી સરકારનું રમતગમત ખાતું અત્યંત ઉદાસીન છે.
ભારતમાં વર્તમાનકાળમાં રમતગમતનું જે પુનરુત્થાન જોવા મળે છે તેમાં આર્થિક વિકાસ સાથે સામાજિક વિકાસની ચાલી રહેલી પ્રક્રિયાઓ પણ જવાબદાર છે. ભારતનું યંગ જનરેશન જે રીતે આઇ.ટી. અને આઇઆઇએમની ડિગ્રીને પ્રતિષ્ઠાનો મુદ્દો સમજે છે તેમ એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ કે ઓલિમ્પિક્સમાં ભાગ લેવો અને મેડલો જીતવા તેને માટે પોતાની જાતને પુરવાર કરવાનો એક પ્રકાર માને છે. એક સમયે ભારતમાં રમતગમતો જીમખાનાઓ અને ક્લબો પુરતી મર્યાદિત હતી. આજે નાના ગામડાઓમાં પણ રમતીવરો પેદા થવા લાગ્યા છે.
ભારતના ઝારખંડ જેવા પછાત રાજ્યમાં રહેતી વનવાસી યુવતી દીપિકાકુમારીએ તિરંદાજીમાં જે કમાલ બતાવી છે. તેની પાછળ સામાજિક વિકાસની સીડીઓ ઝડપથી ચડવાની અને પોતાની જાતને પુરવાર કવરાની મહત્ત્વકાંક્ષાનું પ્રતિબિંબ જોવા મળે છે. મણિપુર રાજ્ય આતંકવાદ અને બ્લોકેડ માટે જાણીતું છે, પણ તેમાં મેરી કોમ જેવી બોક્સર પેદા થઈ શકે છે, જે બે બાળકોની માતા છે. હરિયાણામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે, પણ ફોગટ પરિવારની દીકરીઓ રેસલિંગમાં પોતાની કમાલ દેખાડી રહી છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે સમાજમાં અને ગમે તે પરિવારમાં જન્મી હોય; જ્યારે તે રમતના વિશ્વમાં પ્રવેશ કરે છે ત્યારે બધા સીમાડાઓ તૂટી જાય છે. આજ સુધીમાં જેટલી પણ ઓલિમ્પિક્સ રમતો યોજાઈ ગઈ તેમાં આપણે ચંદ્રકો મેળવવા માટે ઇશ્વરની કૃપા ઉપર આધાર રાખતા હતા. પહેલી વખત લંડન ઓલિમ્પિક્સમાં ભારતની ટીમ પોતાના દેખાવના આધારે ચંદ્રકો જીતવાનો વિશ્વાસ ધરાવે છે. તેની સાબિતી એ છે કે દેખાવના આધારે આપણને કેટલાક ચંદ્રકો મળશે તેની આગાહીઓ પણ પહેલી વખત થઈ રહી છે. એક અંદાજ પ્રમાણે ભારતને ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ ૧૦ ઓલિમ્પિકસ ચંદ્રકો મળી શકે છે. ભારતને જો ૧૦થી વધુ ચંદ્રકો મળે તો એ મોટો ચમત્કાર હશે.
ઇ.સ. ૨૦૦૮ની બીજિંગ ઓલિમ્પિક્સમાં ભારતની હોકી ટીમ ક્વોલિફાય થવામાં પણ નિષ્ફળ નીવડી હતી. આ વખતે હોકીમાં ભારતે ખમીર બતાવીને લંડન ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવ્યું છે. પણ તે ચંદ્રક જીતીને આવે છે કે કેમ તે જોવાનું રહે છે. હોકી ઉપરાંત ભારત શુટિંગમાં અભિનવ બિન્દ્રા પાસેથી અને બેડમિંગ્ટનમાં સાઇના નેહવાલ પાસેથી ચંદ્રકની આશા રાખી રહ્યું છે. આ સિવાય આપણા પહેલવાનો, તિરંદાજો અને દોડવીરો આપણને સુવર્ણથી લઈને કાંસ્ય ચંદ્રકો અપાવવાની ક્ષમતા ધરાવે છે.
ભારતનો જેમ આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ રમતગમત પાછળ સરકારી ખર્ચ વધી રહ્યો છે, જેનો પ્રભાવ રમતગમત વિકાસના રૃપમાં જોવા મળે છે. ભારત સરકારના ખેલકૂદ મંત્રાલયે ઇ.સ. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં લંડન ઓલિમ્પિક્સની તૈયારીના રૃપમાં 'ઓપેક્સ' નામનો પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેમાં ખેલાડીની સઘન તાલીમ પાછળ ૧૩૫.૨૯ કરોડ રૃપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ સિવાય ખેલાડીઓને તાલીમ આપવા નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડમાંથી ૧૦.૧૮ કરોડ રૃપિયા ખર્ચવામાં આવ્યા છે. આ રકમ દ્વારા ખેલાડીઓના તાલીમી કેમ્પો યોજવામાં આવ્યા છે અને તેમને વિશેષ તાલીમ માટે વિદેશોમાં પણ મોકલવામાં આવ્યા છે.
છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં એવા અનેક રમતવીરો પેદા થયા છે, જેમણે આંતરરાષ્ટ્રીય તખ્તે આશાઓ જન્માવી છે. તેમાં સાનિયા મિર્ઝા, મહેશ ભુપતિ, લિયેન્ડર પેસ, સુશીલકુમાર, સાઇના નેહવાલ, દીપિકાકુમારી અભિનવ બિન્દ્રા વગેરેનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ જ્યારે પણ ઓલિમ્પિક્સમાં ભારતને ચંદ્રક અપાવવા માટે રમતા હશે ત્યારે કરોડો ભારતવાસીઓની તેમની ઉપર નજર હશે. ભારત ઓલિમ્પિક્સમાં સુપરપાવર બને એ દિવસોની તો હજી કલ્પના જ કરી શકાય તેમ નથી. પણ જો આપણા રમતવીરો ડબલ ડીજીટમાં ચંદ્રકો જીતીને આવશે તો ચંદ્રકોનો દુકાળ વેઠી રહેલા આપણા દેશ માટે આ મોટી ઉપલબ્ધિ ગણાશે.
ઓલિમ્પિક્સ એ રમતગમતનો ઉત્સવ છે. ખેલકૂદની વાત આવે ત્યારે દેશોના અને ધર્મના સીમાડાઓ ભૂલાઈ જતા હોય છે. કોઈ પણ દેશનો ખેલાડી કોઈ પણ રમતમાં નવો રેકોર્ડ કાયમ કરે તો એક મનુષ્ય તરીકે આપણે તેનું પણ ગૌરવ કરતા શીખવું જોઈએ. ટી.વી. પર આપણે ઑલિમ્પિક્સની જે કોઈ મેચો જોઈએ, આપણા માટે એ કેવળ ટાઇમપાસની પ્રવૃત્તિ ન બની રહેવી જોઈએ. આ રમતમાં આપણા સંતાનો અને દેશના યુવકો આગળ આવે તે માટે શું કરી શકાય તેનું ચિંતન આપણે કરવું જોઈએ અને તેના ઉપાયો ખોળી કાઢવા જોઈએ. જો આ દિશામા આપણે આજે વિચારતા થશું તો ૨૦ કે ૪૦ વર્ષ પછી આપણો દેશ પણ ઓલિમ્પિકસમાં સુપર પાવર બની શકશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved