Last Update : 28-July-2012, Saturday

 

 

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર

 

 

- ગુજરાતના એકમાત્ર તારશહેનાઇ વાદક હસમુખ ચાવડા ૭૩ વર્ષની જૈફ વયે પણ સૂરોમાં તાજગી રેલાવે છે.

 

હેરિટેજ શબ્દ મોટાભાગના અમદાવાદીઓ જૂની-પૂરાણી, તૂટેલી ઇમારતો માટે વાપરે છે. પણ અમદાવાદના સમૃદ્ધ સંગીત વારસામાં એક અલાયદા કલાકાર હસમુખ ચાવડાની તારશહેનાઇ તેના છેલ્લા મુકામ તરીકે આજે પણ વાગી રહી છે. રબાબ જેવા અફઘાની વાદ્યમાં વેદના પૂરવાનું કામ તારશહેનાઇ અદભૂત રીતે કરી શકે છે. આ વેદના હસમુખ ચાવડા થકી ગુજરાતના સુગમ સંગીતમાં આજે પણ ભરેલી છે. નવાઇની વાત એ છે કે, સમગ્ર ગુજરાતમાં એકમાત્ર તારશહેનાઇ વગાડનાર ફક્ત હસમુખ ચાવડા જ છે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષીય હસમુખ ચાવડા કહે છે કે, મારા પિતાજી તારશહેનાઇ વગાડતા હતા. જેથી મારા લોહીમાં જ સંગીત હતું. હું ૧૭ વર્ષનો હતો ત્યારે મુંબઇ ગયો હતો અને લિટલ બેલે ગૂ્રપમાં ડાન્સ, ડ્રામા વિગેરે કરતો. ત્યારે હું સ્ટેજ પર નહીં ઘરમાં બેસીને તારશહેનાઇ વગાડતો. તારશહેનાઇ વગાડવા માટે રાગ અને તાલનું નોલેજ હોવું જરૂરી છે. વળી આ વાદ્ય મહેનત માગી લે એવું છે.
૧૯૬૦માં યુરોપ, લેટીન અમેરિકા, ઇસ્ટ આફ્રિકાનો પ્રવાસ કર્યો.. ૧૯૬૫-૬૬ના સમયમાં વિશ્વ વિખ્યાત ભારત રત્ન પંડિત રવિશંકરના વાદ્યવૃંદના ભાગ તરીકે પ્રોગ્રામ કર્યો. બાદમાં પંડિત જસરાજ સાથે ૮ વર્ષ રહીને તારશહેનાઇ શીખ્યો. ૧૯૬૭માં આકાશવાણીમાં માન્ય કલાકાર બન્યો. મારા પિતાજી પણ આકાશવાણીમાં સ્ટાફ આર્ટિસ્ટ હતા. નૃત્ય સંસ્થા કદમ્બમાં અતુલ દેસાઇ અને શ્રીમતી કુમુદિની લાખીયા સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો.
હસમુખ ચાવડા કહે છે કે, તારશહેનાઇ અમીર ખુશરોના સમયનું વાદ્ય હોઇ શકે. સિતાર અને સારંગીના કોમ્બીનેશનથી બનેલું દિલરૂબામાં ગ્રામોફોનનું સ્ટેન્ડ બોક્સ લગાવવામાં આવે ત્યારે તેને તારશહેનાઇ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારત અને પંજાબમાં વઘુ વાગે છે. આજે આ વાદ્ય નામશેષ થઈ રહ્યું છે. બંગાળમાં તેને ઇસરાજ તરીકે ઓળખવામાં આવે છે. રબાબમાંથી સરોદ બન્યું. દિલરૂબામાં સેન્ડબોક્સ લગાવીએ એટલે તે તારશહેનાઇ કહેવાય. સ્ટેન્ડ બોક્સ માત્ર કલકત્તામાં જ બને છે. તેમાંથી તારશહેનાઇ આવ્યું હોય એવું કહી શકાય.ગુજરાતના અનેક અગ્રગણ્ય ગાયક સાથે સંગત, ક્લાસીકલ, સુગમ સંગીત, લોકગીત, ગરબા, ફોક, શાસ્ત્રીય સંગીત, કથ્થક નૃત્ય વગેરે વગાડ્યુ છે. કેટલાંક લોકો મારી પાસે આવીને તારશહેનાઇ શીખવા માટે કહે છે. પરંતુ હું તેઓને એક જ વાત કહુ છું કે શોખ ખાતર શીખવું હોય તો શીખો. પણ પ્રોફેશનલ ના બનાવો. કારણકે આ શીખવામાં બહુ સમય લે છે અને તકદીર હોય તો જ ચાલો. ટુંકમાં એક સાઘે સબ સઘે, સબ સાઘે સબ જાય.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved