Last Update : 28-July-2012, Saturday

 
દિલ્હીની વાત
 
વારંવાર ઉપવાસનું શસ્ત્ર ન ઉગામાય
વારંવાર ઉગામાતા ઉપવાસના શસ્ત્ર સામે ટીમ અણ્ણાને દિલ્હીના લોકોએ નિરાશાજનક પ્રતિભાવ આપ્યો હતો. છેલ્લા બે દિવસ દરમ્યાન અણ્ણા ટીમના જંતર-મંતર ખાતેના ઉપવાસમાંની પાંખી હાજરી આ પ્રતિભાવની સાક્ષી સમાન છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ ઉપવાસમાં નજરે પડતાં નહોતા. પોલીસે ૫૦૦૦ લોકોની પરમીશન આપી હોવા છતાં માંડ ૫૦૦ લોકો જોવા મળતા હતા. ઉપવાસ સ્થળે ટેકેદારો કરતાં સ્વયંસેવકો અને નાના ગલ્લાવાળા વધુ નજરે પડતા હતા. ગલ્લાવાળા નારાજ એટલા માટે છે કે ફ્લેગ, ગાંધીટોપી કે ટી શર્ટ ખરીદનાર કોઇ નથી. આ ગલ્લા ખાલી છે પણ ખાવાના સ્ટોર્સ પર લાઇન લાગી હોય છે. ગઇકાલે વધુમાં વધુ સંખ્યા ૬૦૦ જેટલી હતી. ટીમ અણ્ણા માટે રાહતભરી વાત એ હતી કે લશ્કરના ભૂતપૂર્વ વડા વી. કે. સિંહ ઉપવાસ સ્થળે આવ્યા હતા. આયોજકો કહે છે કે પાંખી હાજરી પાછળનું કારણ એ છે કે અણ્ણા દિવસમાં એક જ વાર બોલે છે, હવે તે વધુ વાર બોલશે એમ મનાય છે...
અણ્ણાના પ્રણવને અભિનંદન
નવા વરાયેલા રાષ્ટ્રપતિ પ્રણવ અંગે અણ્ણાએ લીધેલા યુ ટર્ન મુંઝવણો વધી છે... એક તરફ અરવિંદ કેજરીવાલે ગઇકાલે પ્રણવ મુખરજીની ટીકા કરી હતી તો બીજી તરફ અણ્ણા હજારે પ્રણવને અભિનંદન આપી રહ્યા છે. આ ઉપરાંત કેજરીવાલ જેમ પ્રધાનો પર આરોપ કરે છે તેવું અણ્ણા હજારે કરતા નથી. ટીમ અણ્ણા માટે ચિંતાનો વિષય એ છે કે ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ રાજનાથસિંહે ટીમ અણ્ણાને ચેતવી છે કે બંધારણીય સત્તા ધરાવતા હોદ્દાનો વિરોધ ના કરો...
કેજરીવાલને ડાયાબિટીસ
ટીમ અણ્ણાની બીજી એક કમનસીબી એ છે કે અણ્ણા હજારે નાદુરસ્ત છે અને ટીમના ખાસ સભ્ય કેજરીવાલ ડાયાબીટીસના દર્દી છે. કેજરીવાલને ડોકટરોએ કહ્યું છે કે બે-ત્રણ દિવસથી વધુ ઉપવાસ ના કરશો પણ કેજરીવાલે કહ્યું છે કે તે દશ કરતા વધુ દિવસ ઉપવાસ કરશે અને મેડીકલ સાયન્સને ખોટું પાડશે. પરંતુ ગઇકાલે કેજરીવાલ અને તેમની સાથે ઉપવાસ પર બેઠેલા સિસોદીયા અને ગોપાલરાયનું સુગર લેવલ ઘટી ગયું હતું. જો ડાયાબીટીસના કારણે કેજરીવાલને પીછેહઠ કરવી પડશે તો તે આંદોલન માટે મોટા ઝટકા સમાન બનશે. માત્ર આટલું જ નહીં પણ છેલ્લા બે દિવસ દરમ્યાન ૪૫૦ જેટલા ટેકેદારોને રામ મનોહર લોહિયા હોસ્પટલ ખાતે લઇ જવાયા હતા. ઉપવાસ સ્થળે હેલ્પ કેમ્પ ચલાવતા ડો. સંજીવે જણાવ્યું હતું કે મોટા ભાગના ગરમી અને બાફના કારણે ઝાડા-ઉલ્ટીના ભોગ બન્યા હતા.
અણ્ણા અક્કડ છે
ઉપવાસ આંદોલન ટેમ્પો ગુમાવી રહ્યું છે તેવી ઇમેજને અણ્ણા હજારે નકારી રહ્યા છે. અણ્ણા તો આ બાબતની દરકાર કર્યા વગર તેમનો ૨૦૧૪ની ચૂંટણીનો એજન્ડા આગળ વધારી રહ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે દેશભરમાં પ્રવાસ કરશે અને સારા ઉમેદવારને ચૂંટવા કહેશે. અણ્ણાએ એમ પણ કહ્યું કે અમે સારો ઉમેદવાર કોણ છે તેની યાદી ઇન્ટરનેટ પર મુકીશું.
કૃષિ લોનના રિપેમેન્ટના ધાંધીયા
સરકાર એક તરફ અછત અંગેની જાહેરાતમાં વ્યસ્ત છે ત્યારે બેંકોને એવી ચિંતા છે કે કૃષિ લોનના રી-પેમેન્ટને મોટી અસર પડશે. કેન્દ્રએ ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન બેંકો માટે કૃષિ ક્રેડીટ ટાર્ગેટ ૫,૭૫,૦૦૦ કરોડનો રાખ્યો છે. ચોમાસુ પાક માટે ૪૦ ટકા ક્રેડીટ ફાળવવામાં આવી છે. સૂત્રો જણાવે છે કે ગ્લોબલ રેટીંગ એજન્સીની નજર સ્થાનિક બેંકો પર છે. બીજી તરફ સ્ટેટ બેંક સહિતની બેંકોનો દેખાવ નબળો રહ્યો છે.
OSIANમાં ૧૭૦ ફિલ્મો
૧૨ OSIANઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ આવતીકાલથી દિલ્હીમાં શરૃ થઇ રહ્યો છે જે પાંચ ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં ૩૮ દેશોની ૧૭૦ જેટલી ફિલ્મો દર્શાવવામાં આવશે. OSIAN ગુ્રપના ચેરમેન નેવીલી તુલીના જણાવ્યા અનુસાર પંદર વર્લ્ડ પ્રિમીયર, આઠ ઇન્ટરનેશનલ પ્રીમીયર અને ૧૦૪ ઇન્ડિયન પ્રીમીયર યોજાશે. આ ફિલ્મ મહોત્સવમાં ચીન, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, જાપાન, સાઉથ કોરિયા, તાઇવાન અને ફીલીપાઇન્સ સહિતના લોકો ભાગ લઇ રહ્યા છે. તુલીના જણાવ્યા અનુસાર પર્યાવરણલક્ષી કેટલીક ફિલ્મો માટે આ મહોત્વસમાં ગ્રીન કાર્પેટ પુરી પડાઇ છે.
Share |
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved