Last Update : 28-July-2012, Saturday

 

ચારેબાજુ બનતી ભયાનક ઘટનાઓ

વિચાર વિહાર - યાસીન દલાલ
- જે સમાચારથી રાજકીય ક્ષેત્રે હલચલ મચી જવી જોઈએ એ સમાચાર કોઈ જાતની નોંધ વગર હવાઈ ગયા.

 

દેશમાં ચારેબાજુ એવી ભયાનક અને ગોઝારી ઘટનાઓ બને છે કે જેની નોંધ લેવાની પણ કોઈને ફુરસત નથી. એક ઘટના જોઈએ તો કર્ણાટકના ખનીજ માફિયા રેડ્ડી બંઘુઓમાંના એકને જામીન મળી ગઈ. પ્રશ્ન એ છે કે આવા ગંભીર ગુના આચરનારને જામીન કેવી રીતે મળ્યા? પાછળથી ખબર પડી કે ન્યાયાધીશે દસ કરોડની લાંચ લઈને એને જામીન ઉપર છોડ્યો હતો. વિચારીએ તો ખ્યાલ આવે કે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર તળિયાથી ટોચ સુધી ફેલાઈ ગયો છે. પાછળથી આ જ કિસ્સામાં લાંચ લેનાર એક બીજા ન્યાયાધીશ પણ ઝડપાઈ ગયા.
હવે બીજા સમાચાર જોઈએ તો કેરળના એક માર્કસવાદી નેતા મણિએ કહ્યું કે માર્કસવાદી પક્ષની નીતિ જ છે કે જે એની સાથે સંમત ન થાય એની હત્યા કરી નાંખવી. એમણે એમ પણ કહ્યું કે અમે અત્યાર સુધીમાં આવી અનેક હત્યાઓ કરેલી જ છે હવે આવા ભયાનક એકરાર પછી પણ એના કોઈ પ્રત્યાઘાત ન પડ્યા. જે સમાચારથી રાજકીય ક્ષેત્રે હલચલ મચી જવી જોઈએ એ સમાચાર કોઈ જાતની નોંધ વગર હવાઈ ગયા. માર્કસવાદી પક્ષ આપણા દેશના સૌથી જુના રાજકીય પક્ષોમાંનો એક છે. એક વખતે કેરળમાં એનું જ શાસન હતું. મુખ્યપ્રધાન નામ્બુદ્રીપાદ હતા એ અને એમનું પ્રધાન મંડળ એટલું સાદાઈથી જીવતું હતું કે મુખ્યપ્રધાન અને બધા પ્રધાનો સાયકલ ઉપર પોતાની ઓફિસે જતાં, આવી સાદાઈના કારણે સરકાર લોકપ્રિય થઈ ગઈ, પણ કોંગ્રેસ પ્રમુખ ઈંદિરા ગાંધીથી આ લોકપ્રિયતા સહન ન થઈ. પરિણામે એમણે કોંગ્રેસ પ્રમુખ તરીકે એમના બાપ જવાહરલાલને કહ્યું ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીઘું એ પછી પશ્ચિમ બંગાળમાં સતત ચાર દાયકા સુધી માર્કસવાદીઓનું શાસન રહ્યું. સળંગ લાંબા સમય સુધી જ્યોતિ બસુ મુખ્યપ્રધાન પદે રહ્યા. એમણે એકવાર તો વડાપ્રધાન પદની ઓફર પણ ઠુકરાવી દીધી. પાછળથી ખબર પડી કે એમને માર્કસવાદી પક્ષ તરફથી આવો આદેશ મળ્યો હતો. જ્યોતિ બસુ આમ એક પ્રબળ નિષ્ઠાવાન નેતા તરીકે અમર બની ગયા. પ્રશ્ન એ છે કે આવા પક્ષની નીતિ હત્યાની કઈ રીતે હોઈ શકે? બીજીબાજુ એ પણ હકીકત છે કે બંગાળનું રાજકારણ હંમેશાં લોહીયાળ રહ્યું છે. હજી પણ ત્યાં માર્કસવાદીઓ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે અવારનવાર લોહી રેડાય છે. બંને પક્ષો એકબીજાની રેલી ઉપર હુમલા કરતાં રહે છે અને પછી હત્યા અને હંિસાનો આરોપ એકબીજા ઉપર ઢોળતા રહે છે. આ રીતે બંગાળ વરસોથી હંિસાની હોળી ખેલતું રહ્યું છે. એક બાજુ બંગાળમાં ઉત્તમ સાહિત્ય અને ઉત્તમ સિનેમાનું સર્જન થાય છે. બીજી બાજુ હત્યાઓ પણ એટલી જ થાય છે. પ્રશ્ન એ છે કે ટાગોર, શરદબાબુ અને સત્યજીત રાયની ભૂમિમાંથી નકસલવાદ શા માટે શરૂ થયો? બંગાળમાં નકસલબારી નામનું એક ગામ છે.નકસલવાદની ચળવળ અત્યારે દેશના દોઢસોથી વઘુ જીલ્લાઓમાં પ્રસરી ચૂકી છે.
કોમન હેલ્થ રમતોમાં ૭૦ થી ૮૦ હજાર કરોડના ભ્રષ્ટાચાર માટે જેલમાં ગયેલા સુરેશ કલમાડી જામીન ઉપર છુટ્યા છે અને બેશરમ બનીને લંડન ઉપડી ગયા છે. કેન્દ્રના પ્રધાન શ્રી લલીત માકનએ કહ્યું છે કે શ્રી કલમાડી વિદેશ જઈ શકે જ નહીં પણ કલમાડી કેન્દ્રના પ્રધાનનું માન્યા વિના જતાં રહ્યા છે. શ્રી કલમાડીની પૂનામાં ફાઈવ સ્ટાર હોટલ છે અને એમની દિલ્હી અને મહારાષ્ટ્રમાં જંગી મિલકતો છે. વરસોથી રમતગમતનો હવાલો એમની પાસે હતો. ચીનમાં આ જ રમતોત્સવ છ હજાર કરોડમાં ઉજવાઈ ગયો પણ આપણે ત્યાં ૮૦ હજાર કરોડ ખર્ચાઈ ગયા. મૂળ આ રકમ ૧૦ થી ૧૫ હજાર કરોડની જ હતી. પણ ધીમધીમે એમાં ઉમેરો થતો ગયો અને પ્રધાનો તથા વડાપ્રધાન આંખો મીંચીને સહી કરતા ગયા અંતે માઘ્યમો દ્વારા ઉહાપોહ થતાં ભાંડો ફુટ્યો અને એમને જેલ જવું પડ્યું, પણ આપણા જાડી ચામડીના નેતાઓમાંના આ સાહેબ પણ એક છે. એમને હજી કોઈ શરમ કે સંકોચ નથી, પરિણામે થોડા દિવસ લંડન ફરવા જશે અને ત્યાંથી પેરિસ અથવા ન્યૂયોર્ક ઉપડી જશે. આવા જ બીજા ક્રિકેટરનું નામ છે લલીત મોદી. એમણે પણ ૩૦ હજાર કરોડ ખાઈ લીધા છતાં એમની ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં. એમની પાસે પોતાનું પ્લેન છે છતાં કોઈ પૂછપરછ થઈ નહીં અંતે એ વિદેશ ભાગી ગયા પછી રેડકોર્નર નોટીસ નીકળી. વિદેશથી એમણે કહેવડાવી દીઘું કે હવે હું દેશમાં નહીં આવું. એમને અબજો રૂપિયાની મલાઈ મળી ગઈ હોય પછી દેશમાં શું કામ આવે?
છેલ્લા કેટલાક સમયથી નિર્મલબાબા નામનો ઢોંગી સાઘુ દિલ્હી અને ઉત્તર ભારતમાં સમાગમ નામનો કાર્યક્રમ ચલાવે છે. અનેક ટી.વી. ચેનલો ઉપર એનું પ્રસારણ થાય છે પછી રહસ્ય ખૂલી ગયું. આ બાબા દિલ્હી પાસેના એક ગામમાં કાપડનો ધંધો કરતા હતા. એમાં ખોટ ગઈ એટલે ભંગાર વેચવા માંડ્યા. અનેક ધંધા કર્યા પણ ફાવટ ન આવી અંતે ધરમનો ધીકતો ધંધો શોધી કાઢ્‌યો. એમની સમાગમ બેઠકમાં દાખલ થવા માટે વ્યક્તિ દીઠ રૂા. ૨૦૦૦/- આપવા પડે છે. ભક્તો પ્રશ્નો પૂછે એના એકદમ વિચિત્ર જવાબ આપે છે. એક ભક્તે સમસ્યા રજૂ કરી ત્યારે એમણે પૂછ્‌યું કે તમે કયો સાબુ વાપરો છો? ભક્તે જવાબમાં કહ્યું કે ફલાણો સાબુ વાપરું છું તો એમણે કહ્યું કાલથી તમે માટીથી ન્હાજો. આવા ઉરાંગપટાંગ જવાબો આપીને નિર્મલબાબા પોતાનું ગાડુ ગબડાવતા હતા. અંતે કેટલાક સભ્યો એમની પોલ જાણી ગયા. યુ.પી.ના સંખ્યાબંધ પોલીસ સ્ટેશનોમાં એમની વિરુઘ્ધ ફરિયાદ દાખલ થઈ પણ હજી સુધી એમની ધરપકડ થઈ જ નથી. આ બતાવે છે કે એમની વગ અને પહોંચ કેટલી હશે? આપણા બંધારણમાં આવા ચમત્કારો ઉપર પ્રતિબંધ છે, છતાં દેશભરમાં આવા બાબાઓ બેરોકટોક ફરીને લોકોને લુંટે છે. બાબાએ દિલ્હીમાં ૫૦૦ કરોડના ખર્ચે એક હોટલ ખરીદી છે.
ઉત્તર ભારતમાં અત્યારે ખાપ પંચાયતોનો ઉપદ્રવ શરૂ થયો છે. આ પંચાયતો પોતપોતાના ગામમાં સમાંતર અદાલતો ચાલવે છે અને જાતજાતના ચિત્રવિચિત્ર ચૂકાદા આપે છે. બાગપતની પંચાયતે જાહેર કર્યું કે છોકરીઓએ સાંજે છ પછી ઘરની બહાર ન નીકળવું અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. વઘુમાં પંચાયતે જીન્સ પહેરવા ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો છે. મતલબ કે આ પંચાયતો પાકિસ્તાનના અમુક ભાગોમાં ઉતદ્રવ મચાવનાર તાલીબાનોની જ ભારતીય આવૃત્તિ છે. એક ગામમાં એવું નક્કી થયું કે ગામમાં ને ગામમાં વિવાહ ન કરવા. આમ છતાં કોઈ કરે તો એમની ધરપકડ કરીને ગામની વચ્ચે કેસ ચલાવવો. આવા એક કેસમાં છોકરા અને છોકરીને ગામની વચ્ચે ઝાડ સાથે લટકાવીને ફાંસીએ ચડાવી દીધા. હરિયાણાના અનેક ગામોમાં સગોત્ર લગ્ન ઉપર પ્રતિબંધ છે. આવા લગ્ન કરે એ છોકરા છોકરીને સખત સજા કરવામાં આવે છે. જો ખાપ પંચાયતો બધા નિર્ણયો લઈ શકતી હોય તો પોલીસતંત્ર અને અદાલતોની જરૂર જ શું છે?
આવા વાતાવરણનો લાભ લઈને અસામાજીક તત્ત્વો વિફરી ગયા. આસામના ગુવાહાટીમાં જાહેરમાં વીસ વરસની એ યુવતીનું વસ્ત્રાહરણ થયું અને એને નગ્ન કરીને મારવામાં આવી. અશ્વ્લિલ છેડતી કરવામાં આવી, પચાસથી વઘુ લોકો તમાશો જોતા હતા પણ કોઈ બચાવવા ન આવ્યા. આ યુવતી એક બારમાં એક મિત્રની જન્મદીનની પાર્ટીમાં જઈ રહી હતી. ટી.વી. ચેનલના ફોટોગ્રાફરે એની તસવીરો ખેંચી, એ તસવીરો ટી.વી. પર બતાવવામાં પણ આવી પણ બારમાંથી માત્ર છ ગુંડાઓ જ પકડાયા છે. બાકીના ભાગી ગયા છે. મહિલા આયોગે સ્થળની મુલાકાત લીધી છે. પોલીસ અને તંત્રની નિષ્ક્રિયતાથી એણે આકરી ટીકા પણ કરી છે. મુખ્યપ્રધાને આમાં રસ લીધો છે પણ પ્રશ્નનો પ્રશ્ન એ છે કે એક જાણીતા શહેરમાં એક હોટલની બહાર એક દીકરીની આબરુ લુંટાય એ ઘટના સમગ્ર દેશ માટે લાંછનરૂપ છે. આવી જ ઘટનાઓ સમયાંતરે મુંબઈ અને દિલ્હીમાં પણ બનતી રહે છે. ખુદ પાટનગરમાં રાત્રે મહિલાઓ નીકળી શકતી નથી અને લુંટ અને બળાત્કારની ઘટનાઓ પણ રોજીંદી બની ગઈ છે. હવે તો છ વરસની બાળકી ઉપર પણ બળાત્કાર થાય છે અને પછી એની હત્યા કરી દેવાય છે. આપણી સંસદમાં અને વિધાનસભાઓમાં આવા લોકો અને અપરાધીઓ ધુસી ગયા છે અને આપણી લોકશાહીની મશ્કરી ઉડાવી રહ્યાં છે.
સમગ્ર દેશમાં ખનીજ માફિયાઓનું રાજ છે. કર્ણાટકથી લઈને ગુજરાત અને ગોવા સુધી આ માફિયાઓ ગેરકાયદે ખનન કરીને કરોડો અને અબજો રૂપિયા ગેરકાયદે ખાઈ જાય છે. કર્ણાટકમાં આ માફિયાઓ પ્રધાન પણ બની ગયા અને ધરપકડ થઈ ત્યારે ન્યાયાધીશે કરોડોની લાંચ આપીને છૂટી પણ ગયા. આખા દેશમાં ભ્રષ્ટાચારનું નેટવર્ક ફેલાઈ ગયું છે. ઝારખંડના મઘુ કોડા બે વરસમાં ત્રણ હજાર કરોડ ખાઈ ગયા. જેલમાં ગયા પછી પણ આ લોકો પશ્ચાતાપ કરતાં નથી કે સુધરતા પણ નથી. આટલી જાડી ચામડીવાળા ગુનેગારો જ્યાં પથરાઈ ગયા હોય ત્યાં અન્ના હઝારે જેવા સેંકડો ચળવળકારો નીકળી પડે તોય શું? લોકપાલ બીલ હજી હવામાં અઘ્ધર લટકે છે. આપણા રાજકારણીઓએ સાંઠગાંઠ કરીને એ બીલ પ્રવર સમિતિને સોંપી દીઘું છે. હવે એ સમિતિ ક્યારે એ બીલ પાછુ સોંપે એ કોઈ જાણતું જ નથી. અને સોંપાય ત્યારે પણ એ બીલમાં કેવા સુધારા વધારા થઈ જશે એ કોઈને ખબર નથી. આપણા ચાલાક રાજકારણીઓએ બીલને એવું પાંગળુ બનાવી દેશે કે એનો કોઈ અર્થ નહીં હોય અને મોટામાં મોટો પ્રશ્ન એ છે કે લોકપાલ બીલ પસાર થઈ જાય તો પણ દેશમાં પંચાયતથી માંડીને સુધરાઈઓ, કોર્પોરેશનો અને યુનિવર્સિટીઓ સુધી ફેલાયેલા ભ્રષ્ટાચારને કોણ રોકશે? મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અઘ્યક્ષ પણ બેથી ત્રણ કરોડ રૂપિયા લઈને બોગસ મેડીકલ કોલેજોને મંજુરી આપી દેતા હતા. હમણાં ડોક્ટરોએ અને વકીલોએ દેશવ્યાપી હડતાલ પાડી. ડોક્ટરોને વાંધો એ છે કે એમ.બી.બી.એસ.નો કોર્ષ સાડા ત્રણ વરસનો કરવાની હિલચાલ શા માટે? એમને ખ્યાલ નથી કે દેશમાં ડોક્ટરોની ભારે તંગી છે. અને લાખો આરોગ્ય કેન્દ્રો એવા છે કે જ્યાં કોઈ ડોક્ટર નથી. આ તથ્ય ઘ્યાનમાં રાખીને ડોક્ટરોએ સરકારને સામેથી સહકાર આપવો જોઈએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 

 

 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved