Last Update : 28-July-2012, Saturday

 

શાળાને બદલે શૌચાલય

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

ભણવા માટે ક્યાં જવું પડે? શાળામાં કે શૌચાલયમાં? મહારાષ્ટ્રમાં સર્વ શિક્ષા અભિયાન યોજના અમલમાં મૂકવાળા પાસે આટલા સહેલા અને સીધાસાદા સવાલનો જવાબ નથી. એટલે જ મુંબઈ નજીક કર્જત વિસ્તારના ડામસેનાડી નામના આદિવાસી ગામડામાં એક પણ શાળા નથી. છતાં પહેલાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની માટે શૌચાલય બાંધી દીધા. શાળાનું નામનિશાન નથી ત્યાં બાળકો જાજરૂ જવા માટે શું ખાસ આવવાના છે? ડામસેવાડી અને વિઠ્ઠલવાડી આ આદિવાસી વિસ્તારના લોકો શાળા બંધાય માટે છેલ્લાં એક વર્ષથી પ્રયાસ કરે છે. કારણ શાળાનું મકાન ન હોવાથી ડામસેવાડી ગામના મંદિરમાં પહેલાથી ચોથા ધોરણના વર્ગો લેવાય છે. જ્યારે અમુક વર્ગો એક આદિવાસીના ઘરમાં લેવાય છે. પણ સરકારી અધિકારી કહે છે કે પહેલાં શૌચાલય માટે પૈસા મંજૂર થયા એટલે શૌચાલય બાંઘ્યા. હવે સ્કૂલ માટે પૈસા મંજૂર થાય એટલે સ્કૂલ બાંધશું. શાળા બાંધવાને બદલે પહેલાં શંકા-નિવારણનાં વ્યવસ્થા કરવામાં આવે ત્યારે આ યોજના પાછળના ઇરાદા વિશે શંકા ન જાગે?
કામચોર અફસરને મારો ગોળી
‘સત્યા’ ફિલ્મનું એક ગીત બહુ ચગ્યું હતું ઃ ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ... આ ગીતની ગુંજ હમણાં આંધ્ર પ્રદેશમાં સંભળાઈ. આંધ્રા પ્રદેશના એક પ્રધાન ટી. જી. વેંકટેશે ઘૂંધવાઈને ઉભરો ઠાલવતા કહ્યું કે સરકારી અફસર કામ ન કરે તો એને ગોળી મારો. સરકારી અધિકારીઓની નિષ્ક્રિયતા માટે સરકારે સાંભળવું પડે છે. એટલે જ પ્રધાનશ્રી અકળાઈને બોલી ઊઠ્યા કે કામ ન કરે એને બંદૂકની ગોળીથી ફૂંકી મારો. બોલતા બોલાઈ ગયું પણ આ વાક્ય ભારે વિવાદ જાગ્યો અને વિરોધ પણ થયો. આઇએએસ ઓફિસર્સ એસોસિયેશને તો નિવેદન બહાર પાડ્યું કે મંત્રીનું આ વિધાન તેમના પદ માટે શોભાસ્પદ નથી. આવું છે, લોકશાહીમાં એમ સમજોને કે અમલદારશાહીનું જ રાજ ચાલે છે, કારણ પ્રધાનો તો આવે અને જાય, પણ અમલદારો કાયમી રહે છે. અધિકારી સ્થાયી અને મંત્રીઓ અસ્થઆઈ, એવી તો એકવાર પંડિત નેહરુએ પણ આવેશમાં રાતાપીળા થઈને કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓને વીજળીના થાંભલે લટકાવીને ફાંસી આપવી જોઈએ. પણ ્‌ઇતિહાસ સાક્ષી છે કે આ દેશના કોઈ લેમ્પપોસ્ટને કોઈ ભ્રષ્ટાચારીને ફાંસીએ લટકાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું. આંધ્રના પ્રધાને કહ્યુ ંકે કામ ન કરે એને ગોળીએ દઈ દો, પણ એમને કોણ સમજાવે કે કામ કરવાવાળા કરતાં કામ ન કરવાવાળા કાયમ બહુમતીમાં જ હોય છે. આવી તઘલકી ટિપ્પણ કરતા પહેલાં જરા વિચાર તો કરવો જોઈએને કે એટલી બધી બંદૂકની ગોળીઓ ક્યાંથી લાવશો?
ચોટલો કાપ્યો એટલે જેલની સજા કાપશે
સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ... વિદ્યાર્થીઓને નેતરથી ફટકારવાના દિવસો ગયો. શિક્ષક કે શિક્ષિકા ભૂલેચૂકેય જો વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડે તો એની ખેર નથી રહેતી. મારીને થોડું જ ભણાવાય? તો પણ ક્યારેક કોઈ સ્તર વિનાના માસ્તર મારી બેસે ત્યારે ઉહાપોહ મચી જાય છે. પણ કોઈમ્બતુરની કન્યાશાળાની એક માથા ફરેલ માસીરાણીએ તો હદ કરી નાખી. પાંચમા ધોરણની એક છોકરી ચોટલા વાળીને અને સરખુ માથું ઓળીને સ્કૂલમાં ન આવી એટલે આ મારકણી માસ્તરાણીનું દિમાગ ફર્યું. તરત કાતર મગાવી આ બાળકીના વાળ કાપી નાખ્યા. આટલી સજા ઓછી હોય એમ અંગુઠા પકડાવીને ક્યાંય સુધી ઊભી રાખી. માસુમે વાળ ગુમાવ્યા એટલું જ નહીં કેટલીય વાર સુધી વાંક વળી ઊભા રહેવાથી ધૂંટણમાં એવો દુખાવો થયો કે ચાલવામાં પણ તકલીફ પડવા માંડી. મા-બાપે આ જાલીમ ટીચર વિરુદ્ધ ફરિયાદ કર્યા પછી મામલો કોર્ટે ચડ્યો. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે શિક્ષિકાને એક મહિનાની જેલની સજા ફટકારી. ચોટલો કાપ્યો એટલે હવે જેલની સજા કાપશે.
જીન્સ નહીં પહેરીએઃ મહિલા પંચાયતનો ફેંસલો
ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ખાપ પંચાયતોના તાલીબાની ફરમાનો અને ખાનદાનની જૂઠી શાન ખાતર યુવક-યુવતીઓ પર થતા હુમલા અને હત્યાના બનાવો તેમજ પુરુષ પ્રધાન સમાજમાં મરદોની જોહુકમીનો મુકાબલો કરવા માટે મુઝફફર- નગર પાસેના દૂધાહેડી ગામડાની મહિલાઓએ પંચાયત રચી છે. આ સ્ત્રી-પંચાયતે પુરુષોને ખુલ્લો પડકાર કર્યો છે કે મરદોની પંચાયત પોતાના તઘલકી ફરમાનો ઔરતોને માથે થોપી નહીં શકે. મહિલાની પંચાયત જ મહિલાઓને લગતી બાબતોનો ફેંસલો કરશે. દૂધાહેડી, મંસૂરપુર અને મોહકપુરની ઉચ્ચશિક્ષિત યુવતીઓએ મળીને આ મહિલા પંચાયત રચી છે. આ પંચાયતમાં સામેલ મહિલાઓએ શપથ લીધા હતા કે અમે જીવનભર જીન્સ નહીં પહેરીએ, નખ નહીં વધારીએ અને ભણતી વખતે બારમા ધોરણ સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરે. જોકે મહિલા પંચાયતનો નિર્ણય વિચિત્ર તો લાગે. કારણ બાગયતની પંચાયતને જે ફરમાન છોડ્યું હતું એમાં આવા જ ફરમાનો છોડવામાં આવ્યાં હતાં, પણ પુરુષોએ છોડેલા ફરમાન માથે ચડાવવાનો ઇનકાર કરીને મહિલાઓએ પોતે જ ફેંસલો કર્યો કે જીન્સ નહીં પહેરે કે નળ વધારી નેઈલ પોલીશ નહીં કરે. આ કેવું થયું ખબર છે? મંદિરેથી આવતા માજીને રસ્તામા ભૂદેવ મળ્યો અને ફરિયાદ કરી કે ચાર માળ ચડીને તમારે ત્યાં લોટ માગવા ગયો, પણ તમારા દીકરાની વહુએ ના પાડી દીધી. માજી બગડ્યા એમ વાત છે? ચાલ મારી હારે પાછો. ચાર દાદરા ચડાવીને ભૂદેવને ઘરે લઈ ગયા. પછી ભૂદેવને ઊંચા અવાજે કહે જાવ લોટ નહીં મળે. ના પાડવાનો અધિકાર વહુ તો થોડો જ છે? સાસુ બેઠી હોય ત્યા ંસુધી વહુ ના પાડી જ કેમ શકે? આમ મહિલાઓએ પુરુષોનું ફરમાન માનવાને બદલે પોતાની રીતે ‘સંસ્કારી’ આચરણનો નિર્ણય લીધો છે, એવું નથી લાગતું?
એન્જિનિયરંિગ કોલેજની ફી પાંચ ગાય
મેડિકલ અને એન્જિનિયરંિગ કોલેજોમાં એડમિશન મેળવવા લાખો રૂપિયા ડોનેશનરૂપે ચૂકવવા પડે છે એટલું જ નહીં ઊંચી ફી પણ ભરવી પડે છે. લાખો રૂપિયાનું આંધણ કર્યા પછી ડૉકટર કે એન્જિનિયર થવાય છે. પરંતુ ચારાસમ્રાટ લાલુપ્રસાદ યાદવના બિહારના બક્સર ગામની એન્જિનિયરંિગ કોલેજે કેટલી ફી રાખી છે ખબર છે? પાંચ ગાય અને પાંચ વાછડા આવી ફી સંભાળીને ઘડીભર કાન પર વિશ્વાસ ન બેસે. પણ હકીકત છે. નવી શરૂ થયેલી આ કોલેજના આવા વિચિત્ર ફીના માળખા વિશે હિન્દી અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે એન્જિનિયરંિગ કોલેજમાં બેચલર એઓફ ટેકનોલોજી (બી.ટેક)ના ચાર વર્ષના અભ્યાસક્રમ માટે ાંચ ગાય અને પાંચ વાછડાની ફી રાખવામાં આવી છે. પહેલા વર્ષે બે ગાય અને બે વાંછડા, બીજા વર્ષે બે ગાય અને બે વાછડા અને ત્રીજે વર્ષે એક ગાય અને એક વાછડાને ફીના રૂપમાં લેવામાં આવશે. શરત બસ એટલી રાખવામાં આવી છે કે ગાય તંદુરસ્ત અને દૂધ આપતી હોવી જોઈએ. આવી ફીા રાખવા પાછળનો આશય શું હશે એવો કોઈના પણ મનમાં સવાલ થયા. આનો જવૌબ કોલેજના સંચાલકો અને જેમણે એડમિશન મેળવ્યું છે એમણે જ આપ્યો. ગ્રામ વિસ્તારમાં ખેડૂતો પાસે ઊંચી ફી ભરવાના રોકડા પૈસા નથી હોતા, પણ પાસે પશુધન અને જમીન હોય છે. એટલે ગામડાનો ખેડૂત પણ કોલેજને ગોદાન કરીને પોતાના દીકરાને કે દીકરીને એન્જિનિયર બનાવવાનું સપનું સાકાર કરી માટે આવી ફી રાખવામાં આવી છે. હવે જૂની કહેવત જરા ફેરવીને કહેવી પડશે કે દીકરા-દીકરીને ગાય કોલેજમાં જાય....
પંચ-વાણી
રાજાશાહીમાં એકાદ પ્રધાનનો ત્રાસ સહન કરવો પડતો. લોકશાહીમાં અનેક પ્રધાનોનો ત્રાસ સહેવો પડે છ.ે પ્રધાન માટે દીવાન શબ્દ વપરાતો એ વખતની વાત છે. રાજાનો પ્રધાન જુલમી છે ને અંધેર કારભાર ચલાવે છે એ કહી દેવા માટે બારોટે બે પંકિતમાં એના એ જ શબ્દો વાપરી કેવી સિફતથી સંભળાવી દીઘું એ વાંચો ઃ
દીવા નથી દરબારમાં,
છે અંધારૂ ઘોર
દીવાનથી દરબારમાં,
છે અંધારૂ ઘોર.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 

 

 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved