Last Update : 28-July-2012, Saturday

 
 

ફેલ્પ્સ-લોક્ટે વચ્ચે ૪૦૦ મીટર ઇન્ડિવિડયુઅલ મેડલેમાં ગોલ્ડ મેડલ માટે દિલધડક રેસ
આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

ભારતની સાનિયા મિર્ઝા-રૃશ્મી ચક્રવર્તી ટેનિસની વિમેન્સ ડબલ્સમાં રમવા ઉતરશે

શૂટિંગમાં વિજય કુમાર પર ભારતની આશા
ભારતીય બેડમિંટન
ખેલાડીઓ રમવા ઉતરશે


લંડન,તા.૨૭
લંડનમાં ઓલિમ્પિકના રંગારંગ ઉદ્ઘાટન બાદ આવતીકાલથી વિવિધ ગેમ્સમાં રિયલ સુપરસ્ટાર્સની ખોજનો સિલસિલો શરૃ થશે. આવતીકાલે ગેમ્સના પ્રથમ દિવસે કુલ ૧૧ ગોલ્ડ જીતવા માટે ખેલાડીઓ વચ્ચે બરોબરીનો જંગ જામશે. ભારતીય નિશાનેબાજી વિજય કુમાર ૧૦ મીટરની એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ જીતાડવાની કોશીશ કરશે. જ્યારે વિમેન્સ ડબલ્સ ટેનિસમાં સાનિયા મિર્ઝા અને રૃશ્મી ચક્રવર્તીની જોડી તેમજ બેડમિંટનમાં પી.કશ્યપ મેન્સ સિંગલ્સમાં, જ્વાલા ગુટ્ટા-અશ્વિની પોનપ્પા વિમેન્સ ડબલ્સમાં અને ગુટ્ટા અને દિજુની જોડી મિક્સ ડબલ્સમાં સ્પર્ધામાં ઉતરશે. આવતીકાલે સ્વિમિંગની ઇવેન્ટના ચાર ગોલ્ડ નક્કી થશે, જેમાં બધાની નજર લેજન્ડરી અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સ અને તેના જ દેશના ઇન-ફોર્મ સ્ટાર રાયન લોક્ટેે વચ્ચે ૪૦૦ મીટર ઇન્ડિવિડયુઅલ મેડલેમાં જામનારી હરિફાઇ પર મંડાયેલી રહેશે. લોક્ટેએ તાજેતરમાં યોજાયેલી અમેરિકન ટ્રાયલ્સમાં આ ઇવેન્ટમાં ફેલ્પ્સને હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો. લોક્ટે ૪૦૦ મીટર ઇન્ડિવિડયુઅલ મેડલેમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેમ છતાં આવતીકાલની રેસમાં ઓલિમ્પિકનો ગોલ્ડ કોણ જીતશે તે અંગે સ્વિમિંગ જગતના ચાહકોમાં ભારે ઇંતેજારી છે. આ સ્વિમિંગ રેસ ભારતીય સમય પ્રમાણે મધરાતે ૧૨.૨૦થી યોજાશે. આવતીકાલે યોજાનારી મહિલાઓની ૪૮ કિગ્રાની વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ભારતની સોનીયા ચાનું નગાનગામા હરિફાઇમાં ઉતરવાની છે. વિમેન્સ ડબલ્સ ટેનિસમાં ભારતની સાનિયા મિર્ઝા અને રૃશ્મી ચક્રવર્તીની જોડીનો સામનો ચાઇનીઝ તાઇપેઇની ચુંગ અને હેસીહ સામે થવાનો છે.
ટેબલ ટેનિસમાં વિમેન્સ સિંગલ્સમાં ભારતની અંકિતા દાસ તેની પ્રથમ મેચમાં સ્પેનની સારા રેમીરેઝ સામે અને મેન્સ સિંગલ્સમાં સૌમ્યજીત ઘોષ બ્રાઝિલના સુબોઇ સામે મેદાનમાં ઉતરશે. રોવિંગમાં સિંગલ સ્કલ્સમાં ભારતનો સર્વન સિંઘ હરિફાઇમાં ભાગ લેશે. જ્યારે બેડમિંટનમાં મેન્સ સિંગલ્સમાં ભારતનો પી.કશ્યપ બેલ્જીયમના યોહાન તાન સામે રમશે. વિમેન્સ ડબલ્સમાં ભારતની જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાનો સામનો જાપાનની ફુજી-કાકીવા સામે થશે. જ્યારે મિક્સ ડબલ્સમાં વી.દીજુ અને ગુટ્ટાની ટક્કર ઇન્ડોનેશિયાના નાત્સીર અને અહમદ સામે થવાની છે.

આજે ૧૧ ગોલ્ડ નક્કી થશે
તીરંદાજી ઃ મેન્સ ટીમ ઇવેન્ટ
સાઇકલીંગ ઃ મેન્સ રોડ રેસ
ફેન્સિંગ ઃ વિમેન્સ ઇન્ડિવિડયુઅલ ફોઇલ
જુડો ઃ મેન્સ ૬૦ કિગ્રા, વિમેન્સ ૪૮ કિગ્રા
શૂટિંગ ઃ મેન્સ-વિમેન્સની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટ
સ્વિમિંગ ઃ મેન્સ ૪૦૦ મીટર ઇન્ડિવિડયુઅલ મેડલે
મેન્સ ૪૦૦ મીટર ફ્રિસ્ટાઇલ
વિમેન્સ ૪૦૦ મીટર ઇન્ડિવિડયુઅલ મેડલે
વિમેન્સ ૪ બાય ૧૦૦ મીટર રિલે

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved