Last Update : 28-July-2012, Saturday

 

બકરી બે ગામ ખાઈ ગઈ

- ખેડૂતે પાન લીધું. બેઠક ઉપર પાનને મૂકી કામે લાગી ગયો. પાનની વાત ભૂલી ગયો. પાન ઊડી બીજા સુક્કા પાન સાથે ભળી ગયું. એટલામાં બકરી આવી બકરી બધા પાન ખાઈ ગઈ

'હાય... બે ગામ ખાઈ ગઈ...' એક માણસ આગરાની સડક પર બૂમો પાડતો, રોતો, દોડતો હતો. લોકો પૂછતાં બકરી બે ગામ કેવી રીતે ખાઈ ગઈ. માણસ પાસે ટૂંકમાં આપી શકાય તેવો જવાબ ન હતો.
આખરે એ વાત બાદશાહના કાને પડી, બાદશાહ પણ વિચારમાં પડયા. આ કેવી રીતે બને. અશક્ય કહી શકાય તેવી વાત છે ! બાદશાહે માણસને હાજર કરવા આદેશ આપ્યો.
શિકારે નીકળેલા બાદશાહ થાકી ગયા હતા. તરસ લાગી હતી. નજીકમાં શેરડીનું ખેતર હતું. પાણી નહીં રસ મળશે તે આશાએ બાદશાહે ખેતરમાં પ્રવેશ કર્યો.
'ભાઈ થોડુ પાણી મળશે !' એ ના હોય તો રસ મળશે...? થાકી ગયો છું. તરસ લાગી છે.
પાણી છે પણ તે પછી પીવડાવીશ, શેરડીનો રસ લઈ આવું છું. એ પીશો તો થાક ઉતરી જશે.
ખેડૂત ખેતર શેઢે જઈ લોટો ભરી રસ લાવ્યો.
'વાહ આવો રસ મેં ક્યારે પીધો નથી !' કેટલા સાંઠાનો છે.
'એક જ સાંઠાનો.'
'ખરેખર એક જ સાંઠાનો છે!'
'રાજાને કેટલો કર ભરો છો.'
'પચ્ચીસ ટકા...' અમારા બાદશાહની દયાદ્દષ્ટિ છે નહીં તો આટલો રસ ના નીકળે.
'આટલી ઉપજે આટલો ઓછો કર ના ચાલે. વધારવો પડે...'
બાદશાહ અકબર મનોમન વિચારવા લાગ્યા.
બાદશાહે ખેડૂત સાથે થોડી આડીઅવળી વાતો કરી રસ પીવાની લાલચ રોકી ના શક્યા. બીજી વાર રસ પીવાની ઈચ્છા દર્શાવી.
ખેડૂત હોંશે રસ પીવડાવા તૈયાર હતો.
ખેડૂત ખેતર શેઢે ગયો, શેરડીના સાંઠા કાપવા લાગ્યો. લોટો ભરાતો ન હતો. વાર લાગી. બાદશાહ પણ વિચારે ખેડૂત કેમ ના આવ્યો !
ખેડૂતે નીચી નજરે બાદશાહ તરફ લોટો આગળ ખર્યો.
'અરે, આ શું ? લોટો અધૂરો છે ! આમ કેમ ! હજૂર... દયાહીન થયો અમારો નૃપ.' ને રસહીન થઈ આ ધરા પછી ક્યાંથી લોટો ભરાય ! એની આ અસર છે.
'ઓ...હ' બાદશાહને કાપે તો લોહી ના નીકળે. બાદશાહ દયાહીન થાય. નિયત બદલાય તેની આટલી મોટી અસર પડે, પ્રકૃતિ પણ સાથ છોડી દે.
'ભાઈ તેં આજે મારા મંત્રીઓ, સલાહકારો ના શીખવે તેવો પાઠ એક બાદશાહને શીખવ્યો છે. બાદશાહના વર્તનની આટલી મોટી અસર પ્રજા અને ધરા પર પડે એની મને ખબર ન હતી.' બાદશાહ પસ્તાતો હતો.
'હું કોણ છું ?' મને ખબર છે !'
'દરબારી લાગો છો ! પહેલી જ વાર તમને જોયાં છે !'
'હું અકબર બાદશાહ.'
'હજૂર... મારાથી કોઈ ગુસ્તાખી નથી થઈને ?'
'ના... હું રાજી થયો છું બાદશાહ અને પ્રજાનો વહેવાર બાદશાહે કેવો રાખવો તેનું મને ભાન થયું છે. આજથી તારો કર માફ.'
'ખેડૂત દોડીને તુરત જ લોટો ભરી રસ લઈ આવ્યો.' બાદશાહના વાણી-વર્તન-ભાવનાના ફેરફારે ધરાએ પણ દયા બતાવી હતી. બાદશાહે રસ પીધો.
બાદશાહે પીપળનું પાન તોડી એના પર વીંટીની મ્હોર મારીને કહ્યું, 'કાલે દરબારમાં આવજે તારી જીવાઈ માટે બે ગામની આવક લખી આપી છે. સનદ કરાવી લે જે.'
ખેડૂતે પાન લીધું. બેઠક ઉપર પાનને મૂકી કામે લાગી ગયો. પાનની વાત ભૂલી ગયો. પાન ઊડી બીજા સુક્કા પાન સાથે ભળી ગયું. એટલામાં બકરી આવી બકરી બધા પાન ખાઈ ગઈ.
બકરીને પાન ખાતી જોઈને ચમક્યાં, દોડયો હવે શું ? બકરી પાન ખાઈ ચૂકી હતી.
ખેડૂત નિરાશ થયો. બૂમો પાડવા લાગ્યો. હાય બકરી બે ગામ ખાઈ ગઈ, બાદશાહને શું મોઢું બતાવું.
એ મને કેવી રીતે ઓળખશે ? મારી વાત માનશે ! તેમ છતાં તે આગરાની સડકે 'હાય બકરી બે ગામ ખાઈ ગઈ' બોલતા દોડવા લાગ્યો.
દરબારમાં ઉપસ્થિત થયેલ માણસને બાદશાહે ઓળખી લીધો હતો. બકરી બે ગામ ખાઈ ગઈની ઘટના અહીં સંભળાવી. બાદશાહ દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા હતા.
બીરબલ ફરમાન મુજબ સનદ તૈયાર હોય તો લાવો હું મારા હાથે આપીશ.
'લે ભાઈ આ સનદ સાચવજે. ફરી બકરી ગામ ના ખાઈ જાય... બાદશાહે સનદ ખેડૂતને આપી તેનું બહુમાન કર્યું.'
-રશીદ મુનશી

Share |
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved