Last Update : 28-July-2012, Saturday

 
સાઇકલનો 'એ-ઈ'
'એ-ઈ'ની સાઇકલ

મધપુડો - હરીશ નાયક

- ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા
- કાળા અંધકારમાંથી ઝળહળતાં પ્રકાશમાં લઈ જવાનું કામ કરે છેઃ સાઇકલ
- 'અંધારિયા ખંડ'ને 'અજવાળિયા' તરફ લઈ જતો એક સાઇકલ કિશોર જિં-પોં

આપણે ભૂગોળમાં ભણતા હતા કે આફ્રિકા એટલે અંધારો મુલક. ત્યાં પ્રકાશ પથરાવા લાગ્યો છે, પણ હજી બધું અંધારું ઉલેચાયું નથી. ઘણાં બધાં પ્રદેશો હજી ઘેરામાં, અંધારામાં છે.
એવા બે પ્રદેશ છે રૃવાન્ડા અને બુરૃન્ડી.
ખાવાનું ઓછું, પીવાનું ઓછું, રહેવાનું ઓછું, ભણવાનું નહિ જેવું. જ્ઞાાન નહિ એટલે વિજ્ઞાાન નહિ.
વસ્તી માય સમાય નહિ, માનવ માથાં તો અધધધ! બધાંને ખાવા પીવા રહેવા જીવવા મળે નહિ, એટલે લડે. ઝૂંટા-ઝૂંટી અને લૂંટા-લૂંટી એ જ જીવન. તેમાં જે કાળા રાજા કે કાળા નેતા હોય તેય તેવા જ. મારો. મારામારી એજ જીવન. જીવવું હોય તો લડે.
બંને પ્રદેશો લડાઈથી ખળભળે, ખેંચાખેંચી ખેંચાઈ રહે, ખાવું હોય તો આંચકીને જ ખાવું પડે.
વચમાં પડીને સુધરેલા દેશોય લાભ લઈ જાય. કોઈ દોસ્ત નહિ, બધાં જ દુશ્મન. વિશ્વાસ ભરોસો કોઈનો રાખી શકાય નહિ.
બાળકો ગમે ત્યાં જન્મે, ગમે ત્યાં ઉછરે, ગમે ત્યાં મોટાં થાય! કોઈ મા નહિ, કોઈ બાપ નહિ, કોઈ સંબંધ નહિ, કોઈ સાથી નહિ, કોઈ સોબત નહિ.
આ કથા ત્યાંની છે મિત્રો!
દુનિયાના દેશોએ નક્કી કર્યું, આ અંધારાના માનવીઓને ઉજાસમાં લાવીએ. રહેવાને ઘર આપીએ, ખાવાને અન્ન આપીએ, શાંતિથી ખાતાં શીખવીએ. ભેગા મળીને જીવતાં કરીએ. તેમને ભણાવીએ, ગણાવીએ. ધરતી પાસે ઘણું છે, તે મેળવતાં શીખીએ.
થોડાં વર્ષો પહેલાં એક શાળાની રચના થઈ. બાળક ભણે તો સંસ્કારી બને, હળી-મળીને રહેતાં શીખે, યંત્રોનો તેને શોખ લાગે. શાંતિની સૂઝ પામે.
કામ અઘરું હતું. બાળકોને દફતર, પોથી, પોશાક, નાસ્તો, મનોરંજન, આનંદ, ઉત્સાહ આપ્યા. બાળકોને સારું લાગ્યું. મળતું હતું એટલે શાળાએ આવતાં થયા. ભણતરના લાભ દેખાયા. ખુશી વધી.
વધારે સગવડ આપવા તમામ વિદ્યાર્થીઓને સાઇકલ આપવાનું નક્કી થયું. દૂરદૂરથી આવતાં વિદ્યાર્થીઓને ફાવટ આવી. સાઇકલ શિખવવાના મેદાનો શરૃ થયા. વર્ગો ઊભા થયા.
પહેલી ૧૫૦ સાઇકલોની ખેપ આવી. પણ મોકલનાર કંપની સમજી નહિ. તૈયાર જોડેલી સાઇકલોને બદલે સાઇકલોના સ્પેર-પાર્ટસ જ મોકલી આપ્યા. ભેગા કરવાની અને સાઇકલો ઊભી કરવાની જવાબદારી ઊભી થઈ.
એ કામ બાળકો પાસે જ લેવામાં આવ્યું. સાઇકલ શું છે? એ જ જાણતાં નથી એવા છોકરાંઓ પૈડાં ઊભા કરવા લાગ્યા. ચેઈન ભરાવવા લાગ્યા. પેડલ ફીટ કરવા લાગ્યા, સ્પોક ભરાવવા લાગ્યા, ગવર્નર ખોસવા લાગ્યા, ઘંટડી વગાડવા લાગ્યા. ટયુબ ટાયર ચઢાવતાં થયા, વાલ-પીન ગોઠવવાની સૂઝ આવી. હવા ભરવાની તો મઝા જ પડી.
શરત રજૂ થઈ. જે સાઇકલ તૈયાર કરે તે સાઇકલ તેની પોતાની. ઝડપ વધી, સાઇકલો ઊભી થવા લાગી. સાથમાં બીજી શરત હતી. જ્યાં સુધી બધાંને સાઇકલ મળે નહિ, બધી સાઇકલો ઊભી થાય નહિ, ત્યાં સુધી કોઈ પોતાની સાઇકલ લઈ શકશે નહિ.
સમૂહ-કાર્યનો સરસ મઝાનો પાઠ હતો. જેની સાઇકલ તૈયાર થઈ જાય તે બીજાને મદદ કરે. બંને પછી ત્રીજાઓની સાઇકલ ઊભી કરે. એમ ભેગા મળીને બધ્ધાંએ બધ્ધી સાઇકલો ઊભી કરી.
હવે આ ઉઘાડા કારખાનામાં ખાવા પીવા તો જોઈએ જ. ચા-પાણી નાસ્તા જોઈએ. સ્પેર-પાર્ટસ વારંવાર લાવી આપવા જોઈએ.અરે ઘણું ઘણું જોઈએ.
એ જવાબદારી એક કિશોરે ઉપાડી લીધી. તેની પોતાની જાતે જ. તેના માતા-પિતા કોણ? ખબર ન હતી. તેને આટલા બધાં જખ્મો કેવી રીતે મળ્યા? માર ખાઇ ખાઇને! તે જીવ્યો કેવી રીતે? ભગવાન ભરોસે. તેને હસતાં કોણે શીખવ્યું? એની મેળે જ. નામ તેનું હતું જ નહિ. બધાં 'એ-ઈ' કહીને બોલાવતાં. 'એ-ઈ' એવું કામ કરે કે જોઈ જ રહો. તે સહુથી પહેલો સાઇકલ શીખ્યો. કંઈક વાર પડયો, વાગ્યું, ઘવાયો, કૂટાયો. સાઇકલ ન હતી ત્યારેય ઘવાતો જ હતો. માર ખાઈ ખાઈને જ તે મોટો થયો હતો.
સાઇકલ આવડી કે કામે લાગ્યો. આગળ ઉપર અને પાછળ, ડોલ પીપ ડબલાં ભરી ભરીને પાણી લાવે. દૂરથી લાવે. લાવ્યા જ કરે. પાણીવાળા તરીકે તે પંકાયો. 'એ-ઈ પાણીવાળો' કારખાનાને, કિશોર કારીગરોને કદી પાણીની ખોટ પડી નહિ, કદી નહિ.
'એ-ઈ'ની સાઇકલ સતત ફરતી રહે, દોડતી રહે, ભાગતી રહે, ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું, ઘર બાંધવાના સામાનનું, અરે ઈંટો, રોડા, પથરા કે લાકડાં લાવવાનુંય તેને ફાવી ગયું. તેને સાઇકલ ફેરવવામાં એટલી મજા પડે કે સાઇકલ પરથી હેઠો ઉતરે જ નહિ.
માનશો તમે? બધી સાઇકલો તૈયાર થઈ ગઈ. શાળાની આજુબાજુ સાઇકલ માટેના સારા રસ્તા તૈયાર થયા. ભણનારાઓની સંખ્યા વધતી જ ગઈ.
વધારે ને વધારે સાઇકલો આવતી ગઈ. 'એ-ઈ' જાતે સાઇકલોનો સંચાલક બની રહ્યો. તેને ભણવાનીય મઝા પડે. બધાંની સાથે જાણે રમત રમે, પણ સાઇકલ પરથી ઉતરે નહિ.
તેણે નાની સરખી દુકાન કરી, સાઇકલ શોપ. કમાણી થાય તો ઠીક ન થાય તો સાઇકલો ફરતી થાય, ફરતી રહે એ જ ઉમંગ.
સાઇકલો દેશ-વિદેશથી આવતી જ રહી. 'એ-ઈ' સાઇકલ વિદ્યા જાતે જ શીખતો શિખવતો હતો. ભણવાનું છોડતો નહિ. હેતુ વગર રખડવા-ભટકવાને બદલે જીવનને હેતુ મળી ગયો. આનંદ મળી ગયો. ખુશાલી મળી ગઈ. ખાણી પીણી રોજીરોટી ધ્યેય બધું જ મળી ગયું.
'એ-ઈ'ને માટે સાઇકલ જ તેની મા હતી, દેવી હતી, પરમેશ્વરી હતી.
સાઇકલ-દાનનો આ મહોત્સવ ઊભો કર્યો 'જાૂલ્સ શૈલ' ફાઉન્ડેશન એ સંસ્થાના વડા જાૂલ્સની એ-ઈ સાથે પાકી દોસ્તી થઈ ગઈ.
'એ-ઈ'ને હવે થોડી ઘણી ભાષા આવડતી હતી. તે દ્વારા સાહેબે જાણ્યું કે સાઇકલ સમર્પિત એ છોકરાનું નામ 'એ-ઈ' નથી. કિગાલી ભાષામાં તેને 'જીન-પોલ' કહીને લોકો બોલાવે છે. 'જીં-પોં'નો અર્થ થાય છે હસતો છોકરો. તે એટલું બધું ટીચાયો, પટકાયો, ભૂખે મર્યો છે કે અત્યારે તેની ઉંમર દશેક વર્ષની લાગે પણ તે ખાસ્સો સોળ વર્ષનો છે.
'મોટો થઈને તું શું કરીશ?' સાહેબે તેને પૂછ્યું. હસીને એ-ઈ કહે, 'મોટો થઈશ. સાઇકલ ચલાવીશ. બધાંને સાઇકલ ચલાવતા શિખવીશ. બધાંને સાઇકલો આપીશ, અપાવીશ.'
આપણ એ-ઈને સલામ કરીશું કે સાઇકલને?

Share |
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved