Last Update : 28-July-2012, Saturday

 

''તમારી ભૂખ ક્યારે મટશે?''

 

જગત વિજેતા થવા નીકળેલા સિકંદરે (ઈ.સ.પૂ. ૩૫૬ થી ૩૨૮) નાની વયથી જ વિશ્વ વિજેતા થવાનાં સ્વપ્ન જોવાની ટેવ પાડી હતી. એના પિતા મેસિડોનિયાના રાજા ફિલિપ બીજાની યુધ્ધપ્રતિભા, મુત્સદ્દીગીરી અને વ્યવહારબુધ્ધિ સિકંદરને વારસામાં મળ્યા હતા. તો એ સાથે માતાના ગર્વિષ્ટ અને આવેશમય સ્વભાવનું મિશ્રણ થયું હતું. આવા સિકંદરે વિરાટ સૈન્ય સાથે એક નગર પર વિજય મેળવવા માટે ચઢાઇ કરી ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આ નગરમાંથી કોઇ રાજા, સેનાપતિ કે સૈનિકો તેની સામે લડવા આવ્યા નહીં. તેના ગુપ્તચરોએ તપાસ કરતાં જણાયું કે આ નગરમાં એકપણ પુરુષ નજરે ચડતો નથી. માત્ર સ્ત્રીઓ જ જોવા મળે છે.
સમ્રાટ સિકંદરને સવાલ જાગ્યો કે, આવી નિઃશસ્ત્ર સ્ત્રીઓ સાથે યુધ્ધ કઇ રીતે થઇ શકે? હવે શું કરવું? એ ઊંડા વિચારમાં ડૂબી ગયો. થોડા સમય પછી સિકંદરને ભૂખ લાગી ત્યારે તેણે મહિલા સમુદાયની અગ્રણી મહિલાને કહ્યું, ''મને સૂઝતું નથી. મારે શું કરવું? તમારી સાથે લડવું કઇ રીતે? તમારી પાસે કોઇ શસ્ત્ર પણ નથી. પરંતુ હાલ તો મને ભૂખ લાગી છે. કંઇક ભોજન આપો.''
થોડા સમયમાં કેટલીક સ્ત્રીઓ થાળી લઇને આવી. અને એના પર કપડું ઢાંક્યું હતું. ભૂખ્યો સિકંદર ભોજન માટે આતુર હતો એટલે તેણે તરત જ એ થાળી પરનું કપડું હટાવી દીધું. તો તે આશ્ચર્યચકિત થઇ ગયો. એ થાળીઓમાં માત્ર સોનાના અલંકારો જ હતા. ભૂખથી વ્યાકુળ સિકંદરે કહ્યું, ''અરે, આ સુવર્ણના અલંકારોને હું શું કરું? એનાથી મારી ભૂખ મટશે ખરી? અત્યારે તો રોટી જોઇએ!''
આ સાંભળી અગ્રણી મહિલાએ ઉત્તર આપ્યો, ''તમે સોનું નથી ખાતા? જો તમે માત્ર રોટી જ ખાતા હો, તો તમે બીજાની રોટી છીનવા માટે નીકળ્યા ન હોત.''
આ સાંભળી સિકંદર એકાએક ઊભો થઇ ગયો. તેણે સૈન્યને કૂચ કરવાનો આદેશ આપ્યો. અને નગરના દ્વાર પર સિકંદરે, તત્ત્વજ્ઞાાની એરિસ્ટોટલના શિષ્યએ એક શિલાલેખ લખાવડાવ્યો, આ નગરની મહાન સ્ત્રીઓએ અજ્ઞાાની સિકંદરને ખૂબ સારો બોધપાઠ આપ્યો છે.
- માર્ગી સોજીત્રા

Share |
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved