Last Update : 28-July-2012, Saturday

 

પાંચ વર્ષની અદાલતી લડાઇના
અંતે ડીએનએ ટેસ્ટમાં પુરવાર થયું રોહિત શેખરના પિતા એનડી તિવારી

પૂર્વ, મધ્ય અને ગંગા નદીના તટ પ્રદેશોમાં વરસાદથી ખરીફ પાકની ચિંતા હળવી થશે
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૭
કોંગ્રેસના પીઢ નેતા એન.ડી. તિવારી દિલ્હીના યુવક રોહત શેખરના જૈવિક પિતા હોવાનું પાંચ વર્ષની અદાલતી લડાઈના અંતે સાબિત થઈ ગયું છે. તિવારીના ડીએનએ પરીક્ષાનો અહેવાલ દિલ્હી વડી અદાલતે આજે જાહેર કરતા તથ્ય બહાર આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસે આ કેસને તિવારીની 'અંગત' બાબત ગણીને પક્ષને તેની સાથે ઝાઝું લાગતું વળગતું ન હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ અદાલતના ચુકાદા બાદ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન એન.ડી. તિવારીએ માધ્યમો સાથે વાત કરવાનું ટાળ્યું હતું. આ બાબતને 'મુદ્દો' બનાવવો ન જોઈએ તેવી સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે, તેમને રોહિત માટે કોઈ દ્વેષ કે દ્વેષભાવ નથી. ઉલ્લેખનીય છે કે, રાજકારણીની સંડોવણીવાળો દેશનો આ પહેલો કિસ્સો છે.
ન્યાયાધીશ રેવા ખેતરપાલ હૈદરાબાદ સ્થિત લેબોરેટરીમાં કરેલા ડીએનએ પરીક્ષણનું પરિણામ જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તિવારી જ રોહિતના જૈવિક પિતા છે અને ઉજ્જવલા રોહત શર્માની જૈવિક માતા છે. અદાલતમાં અહેવાલ જાહેર કરતા અગાઉ પરીક્ષણના પરિણામને રોહિત અને તેની માતા ઉજ્જવલાના વકીલની હાજરીમાં જજની ચેમ્બરમાં ખોલવામાં આવ્યું હતું. જો કે તિવારીના પક્ષે કોઈ હાજર રહ્યું નથી.
ડીએનએનો રિપોર્ટ જાહેર કરતાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે, બપોરના ચાર વાગવા આવ્યા છે છતાં તિવારીના પક્ષે કોઈ હાજર થયું નથી અને ચુકાદો મોકૂફ રાખવાની કોઈ અરજી થઈ નથી. સીંગલ જજની બેચ સમક્ષ ડીએનએનો રિપોર્ટ જાહેર ન કરવાની તિવારીની અરજી વડી અદાલતની વિભાગીય બેન્ચે દિવસની શરુઆતમાં જ નકારી કાઢતા બેંચે ન્યાયાધીશ રેવા ખેતરપાલને ડીએનએનો રિપોર્ટ ખુલ્લી કોર્ટમાં જાહેર કરવાની છૂટ આપી હતી.
દહેરાદુન ખાતે આ મુદ્દે માધ્યમો સાથે વાત કરવાનું ટાળતા તિવારીએ જણાવ્યું હતું કે, તેમને બદનામ કરવા માટે આ કાવતરું ઘડાયું છે. જો કે રોહિત માટે કોઈ દ્વેષભાવ કે રોષ ન હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી હતી. કોંગ્રેસે આ મુદ્દો તિવારીનો અંગત હોવાનું કહીને પોતાને તેનાથી અલગ જ રાખવાનું પસંદ કર્યું હતું.
દરમિયાન રોહિતે ડીએનએન રિપોર્ટને આવકારતા જણાવ્યું હતું કે, 'હું તિવારીનું અનૌરસ સંતાન નથી. તેઓ મારા અનૌરસ પિતા છે.' પાંચ વર્ષ બાદ મળેલા વિજયથી ભાવવિભોર બની ગયેલા ૩૨ વર્ષીય રોહિતે કહ્યું હતું કે, તિવારી પર કાયદાકીય સકંજો હવે કસાશે. આટલા વર્ષો દરમિયાન તિવારીના કારણે તેની માતાને ભોગવવી પડેલી હાલાકીની કિંમત તિવારીએ ચૂકવવી પડશે. તિવારી સામે કાયદાકીય લડત ચાલુ રાખવી કે કેમ તે હવે માતા ઉજ્જવલાએ નક્કી કરવાનું છે તેવું રોહિતે કહ્યું હતું જ્યારે પિતા તરીકે તિવારીનું નામ લવું કે કેમ તેનો નિર્ણય ઉજ્જવલાએ રોહિત પર છોડયો હતો. કાયદા નિષ્ણાતોના મતે રોહિત હવે વંશ- વારસાનો દાવો પણ કરી શકશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved