Last Update : 28-July-2012, Saturday

 

બીમારીના બહાને કેજરીવાલ પણ છૂમંતર
પાંખી હાજરીથી અણ્ણા ટીમ હતાશ ઃ કિરણ બેદી પૂણેમાં

અણ્ણા નવો પક્ષ રચી લોકસભાની ચૂંટણી લડશે ઃ રામદેવ માટે લોકો ટોળે વળ્યા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૭
જંતરમંતર ખાતેના ટીમ અણ્ણાના ઉપવાસમાં દેખાવકારોની પાંખી હાજરીની અસર આજે 'મંચ' પર બેસનારા ટીમના સભ્યોમાં પણ જોવા મળી હતી. ટીમના સભ્ય અરવિંદ કેજરીવાલ માંદગીનું બહાનું કાઢીને ઉપવાસમાં મોડા જોડાયા હતાં જ્યારે કિરણ બેદી પૂણેમાં હોવાથી હાજર જ રહ્યા નહોતા. જો કે ૩૦૦ દેખાવકારોની સંખ્યા બાબા રામદેવ ઉપવાસમાં જોડાયા બાદ ૩ હજારમાં તબદીલ થઈ ગઈ હતી. જંતરમંતર ખાતે આવતા અગાઉ યોગ ગુરૃએ કહ્યું હતું કે કોઈપણ અંદોલનમાં જન સમર્થન જરૃરી છે. દરમિયાનમાં લોકસભાની ૨૦૧૪માં આવનારી ચૂંટણીમાં લોકોનો રાજકીય પક્ષ સપાટી પર આવે તેવી શકયતા વ્યકત કરતાં પીઢ સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે, ચૂંટણી લડવા માટે લોકો એ નક્કી કરેલા ઉમેદવારો કોઇ પક્ષની રચના કરે તેમાં કંઇ ખોટું નથી. હું દેશભરમાં ફરીશ અને લોકોને સારા ઉમેદવારો સાથે આગળ આવવા કહીશ. ત્યારબાદ તેમના શ્રેષ્ઠ ઉમેદવારો માટે હું પ્રચાર કરીશ.' સરકાર ટીમ અણ્ણાની એકતા તોડવાનો પ્રયત્ન કરી રહી હોવાનો આરોપ પણ હઝારેએ મુકયો હતો.
બાબા રામદેવ તેમના બે હજાર જેટલા સમર્થકો સાથે રામલીલા મેદાનથી જંતરમંતર સુધી રેલી કાઢીને આવ્યા હતાં અને ત્યારબાદ અણ્ણા હઝારે, અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા સાથે તેઓ ઉપવાસમાં જોડાયા હતાં. સવારે ૧૧ વાગ્યે અણ્ણા તેમના સાથીઓ સાથે મંચ પર આવ્યા ત્યારે ઉપવાસ સ્થળે માત્ર ૩૦૦ લોકો જ હાજર હતાં. પરંતુ રામદેવના આવવાની સાથે જ આંકડો ૩૦૦૦નો થઈ ગયો હતો.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર પ્રહારો કરવા બદલ ટીમ અણ્ણાની ટીકા કરતા યોગગુરૃએ જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ પદે બેઠેલ વ્યક્તિની ટીકા કરવી યોગ્ય નથી. તેઓ અણ્ણા હઝારેની ઝુંબેશમાં સાથે છે પરંતુ કોઈના પર વ્યક્તિગત આક્ષેપો મુકવાને તેઓ સમર્થન આપતા નથી. તેમણે કહ્યું હતું કે ''રાષ્ટ્રપતિ એ બંધારણીય પદ છે અને કોઈએ આવા પદ પર બેઠેલી વ્યક્તિની ટીકા કરવી જોઈએ નહીં. અણ્ણા હઝારે પણ આ બાબતે સહમત છે.''
ડાયાબિટીસના દર્દી કેજરીવાલ ઉપવાસમાં વધુ સમય હાજર રહ્યા નહોતા અને ઉપવાસમાં અણ્ણાની સાથે મનિષ સિસોદીયા તેમજ ગોપાલ રાય જોડાયા હતા. કિરણ બેદી તો અગાઉથી નક્કી કરેલા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પૂણે ગયા હતાં.
દરમિયાન સવારના સમયે અણ્ણા મંચ પર આવ્યા ત્યારે કેટલાક લોકોએ અડચણો ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આવા તત્ત્વો ઝૂંબેશનો ભાગ નથી અને પોલીસે તેમની સામે પગલા ભરવા જોઈએ તેવી ઉપવાસના આયોજકોએ સ્પષ્ટતા કરવી પડી હતી.
બીજી તરફ અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે ટીમ અણ્ણાના ઉપવાસમાં લોકોની પાંખી હાજરીનો અર્થ એવો નથી થતો કે ઝુંબેશ નબળી પડી છે. આવનારા દિવસોમાં વધુ ને વધુ લોકો ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશમાં જોડાશે. દેશને કોંગ્રેસ કે ભાજપ ઉજ્જવળ ભવિષ્ય આપી શકે તેમ નથી.
યોગગુરુ બાબા રામદેવ અને અરવિંદ કેજરીવાલ તેમને જુદી જ દિશામાં લઈ જઈ રહ્યા છે કે કેમ તેવું પુછાતા અણ્ણાએ જણાવ્યું હતું કે, હું કોઇ લોબી કે સંગઠનનો હિસ્સો નથી. ભ્રષ્ટાચાર સામે લડતી કોઈપણ વ્યકિતને હું ટેકો આપીશ પરંતુ લોકોનો સ્વાર્થ સપાટી પર આવશે ત્યારે હું ખસી જઈશ.' તેમણે કહ્યું હતું કે લોકપાલ બિલનો વિરોધ કરનારા પક્ષોને લોકો સારી રીતે જાણે છે અને પ્રજા ૨૦૧૪ ની ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ આપશે.
સરકાર તેમની સામે ગુપ્ત વાટાઘાટો યોજીને ટીમ અણ્ણાની એકતા તોડવાના પ્રયત્નો કરતી હોવાનો પણ અણ્ણાએ આરોપ મુકયો હતો. તેમણે કહ્યું હતું કે, ''વડાપ્રધાન કાર્યાલયમાં રાજય કક્ષાના પ્રધાન વી. નારાયણ સામીએ તેમને પત્ર લખ્યો હતો અને તે ટીમના સભ્યોને આપ્યો. જેથી સભ્યોને એવું લાગે કે અણ્ણા સરકાર સાથે વાતો કરી રહ્યા છે. સરકાર અમારી ટીમની એકતા તોડવા માગે છે.'' જંતરમંતર ખાતેના ટીમના ઉપવાસને પણ નારાયણ સામીએ લોકોને મૂર્ખ બનાવવાના પ્રયત્ન તરીકે ગણાવ્યા હતા. સામીએ કહ્યું હતું કે પક્ષ રચવાની વાત કરતાં ટીમના ઇરાદા છતાં થઇ ગયા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved