Last Update : 28-July-2012, Saturday

 
હવે વીજકંપનીઓની બેદરકારીના કેસ ચાલશે

-જર્ક ના નહીં પાડી શકે

 


-વીજકંપનીની લૂલી દલીલ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
છત્રાલ નજીક ગુજરાત વીજ ઉર્જા વિકાસ નિગમની કંપનીના વીજપુરવઠાનો લાઈવ વાયર તૂટીને કામદાર પર પડતા તેનું મૃત્યુ નીપજવાના કેસમાં કામદારની વિધવાને વળતર અપાવવાનો કેસ સ્વીકારવાની ગુજરાત વીજ નિયમન પંચને ફરજ પડી છે. ઇલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ની કલમ ૫૭ (૨)માં આ અંગે સ્પષ્ટ જોગવાઈ હોવા છતાંય જર્ક આ બાબતમાં સક્રિય ન થતું હોવાથી વીજ કંપનીઓ આ પ્રકારના કેસમાં મૃતકના પરિવારજનોને માત્ર રૃા. ૧૦,૦૦૦નું નજીવું વળતર આપીને તેમની પાસેથી તેમને યોગ્ય વળતર મળી ગયું હોવાનું લખાવી લેતી હતી. વીજ વાયર તૂટી પડવાને કારણે ગુજરાતમાં ૨૦૧૧-૧૨માં ૫૮૨ જણ મૃત્યુ પામ્યા છે.
ગુજરાત વીજ નિયમન પંચે આ પીટીશન દાખલ કરીને વીજ વાયર તૂટી પડવાને કારણે મજૂર મેરાભાઈના થયેલા મૃત્યુના કેસમાં તપાસ કરીને દસ જ દિવસમાં તેમનો અહેવાલ રજૂ કરવાનો આદેશ ચીફ ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટરને આપી દીધો છે. આ પીટીશન એડમિટ કરવા માટેની કોર્ટ કાર્યવાહી દરમિયાન વીજ કંપનીના વકીલે એવી દલીલ કરી હતી કે રસ્તા પરથી વાયર પસાર થતો હોય તેવા રસ્તા પર વીજ વાયરની નીચે ટ્રક ઊભી રાખીને માલ ચઢાવવાની કે ઉતારવાની કામગીરી કરવી યોગ્ય ન ગણાય.
જોકે ચીફ ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરની કચેરીએ અગાઉ આ કેસના આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વીજ કંપનીએ પ્રી મોન્સુન મેઈન્ટેનન્સ યોગ્ય રીતે ન કર્યુ હોવાથી આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કલમ ૫૭ (૨)માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે વીજ કંપનીની ભૂલથી કોઈપણ વ્યક્તિને કોઈ નુકસાન થાય તો તે માટે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી ફરજિયાત છે. તેમ જ વીજ નિયમન પંચને યોગ્ય લાગે તે મુજબનું વળતર મૃતકના કે અસરગ્રસ્તના પરિવારને ચુકવવા કંપની બંધાયેલી છે. છત્રાલમાં વીજ વાયર તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવનાર મેહરભાઈનો કેસમાં વ્યક્તિગત હોવાનું જણાવીને વીજ નિયમને પંચે પીટીશન દાખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
પરંતુ કન્ઝ્યુમરએજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના સિનિયર ડિરેક્ટર કે.કે. બજાજે આ કેસ હાથમાં લેતા અને કાયદાકીય જોગવાઈનો ખ્લાય આપતા જર્કને આ પીટીશન દાખલ કરવાની ફરજ પડી હતી. મૃતકના પરિવારને રૃા. ૧૫.૩૬ લાખનું વળતર અપાવવાની માગણી કરી છે.

ચીફ ઇલેક્ટ્રીકલ ઇન્સ્પેક્ટરે આપેલા વર્ષવાર મૃત્યુઆંક
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
વીજ કંપનીઓની ટ્રાન્સમિશન લાઈનના વીજવાયર તૂટી પડવાને કારણે રોજના એક માનવનું ગુજરાતમાં મૃત્યુ નીપજે છે. છલ્લા પાંચથી છ વર્ષમાં જાન ગુમાવનારાઓની વિગતો નીચે મુજબ છે.

વર્ષ

 માનવમૃત્યુ

૨૦૦૭-૦૮

૪૬૫

૨૦૦૮-૦૯

૪૧૭

૨૦૦૯-૧૦

૪૫૧

૨૦૧૦-૧૧

૪૫૩

૨૦૧૧-૧૨

૫૮૨

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved