Last Update : 28-July-2012, Saturday

 

પંચવટી સર્કલ પાસેની બે દુકાનોના સીસીટીવી ફુટેજમાં તસ્કરો દેખાયા
શ્રૃગાંર જવેલર્સની ૭૪ લાખની ચોરીની તપાસ ક્રાઇમબ્રાંચને

ચિખલીકર ગેંગના ચાર લોકો મારૃતી ઝેન લઇને આવ્યાનું અનુમાન ફુટેજમાં જોવા મળતા ચાર શખ્સો જેવા લાગતા લોકોની પૂછપરછ

અમદાવાદ, શુક્રવાર
શહેરમાં સેટેલાઇટ, પંચવટી અને સીજીરોડ પર એક પછી એક ચાર જવેલર્સની દૂકાનોનાં તાળાં તોડી તરખાટ મચાવનાર તસ્કરોને પકડવાની જવાબદારી ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. પોલીસને પંચવટી સર્કલ પાસે તુટેલી બે દૂકાનોના ફુટેજમાં તસ્કરો જોવા મળ્યા છે. જેમાં એક શખસ ટોપી પહેરલો દેખાય છે. તસ્કરીમાં ચિખલીકર ગેંગના સભ્યો હોવાની ક્રાઇમબ્રાંચને શંકા છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચારેતરફ જુદી જુદી ટીમો રવાના કરી છે. મારૃતી ઝેન કાર લઇને તસ્કરો આવ્યા હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરવામાં આવે છે. પોલીસે કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગણતરીના કલાકમાં આ કેસનો ઉકેલ આવી જશે.
પચંવટી સર્કલ પાસે બે દુકાનાનો તાળાં તોડયા બાદ સીજીરોડ પર રત્નમ કોમ્પ્લેક્ષમાં શ્રૃગાંર જવેલર્સના તાળાં તોડીને ૭૩.૯૦ લાખની મતાના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર તસ્કરોને ઝડપી લેવાના કેસની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવાનો આદેશ પોલીસ કમિશનર એસ.કે. સાઇકિયાએ ગુરૃવારે કર્યો હતો. ક્રાઇમબ્રાંચે યુનિવર્સિટી વિસ્તારમાં પચંવટી સર્કલ પાસે રીજન્ટ જવેલર્સ અને મીરા ફોરોક્સ પ્રા.લિ નામની પેઢીના તાળાં તૂટયા તેમાં લાગેલા ત્રણ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કર્યો હતો.
ફૂટેજમાં ક્રાઇમબ્રાંચને ટોપી પહેરેલો મજબૂત બાંધાનો આછી દાઢીવાળો યુવક ચોરી કરતા જોવા મળ્યો હતો. આ યુવક સીસીટીવી કેમેરા તરફ દોડતો આવીને તેને ફેરવી નાંખે છે. જેથી અન્ય તેના સાગરિતો ફુટેજમાં આવી શકે નહી. પોલીસને ચીખલીકર ગેગ પર શંકા છે. જેના મૂખ્ય સૂત્રધારને પોલીસ શોધી રહી છે. ચીખલીકર ગેંગના અને ફૂટેજમાં દેખાતા શખસો જેવા લાગતા ચાર યુવકોની પોલીસે પૂછપરછ શરૃ કરી છે. તસ્કરો મારૃતી ઝેન કાર લઇને આવ્યાનું પોલીસ અનુમાન કરે છે.
શ્રૃગાંર જવેલર્સમાં થયેલી ચોરી અને અન્ય જવેલર્સના તાળાં તોડનાર ગેંગ એકજ હોવાનું ક્રાઇમબ્રાંચના અધિકારીઓ જણાવી રહ્યા છે. ખાસ તો ચિખલીકર ગેંગના સાગરિતો આમા સામેલ છે.

ચિખલીકર ગેંગનો સૂત્રધાર અગાઉ ફરાર થઇ ગયો હતો
* મણિનગરમાં જવલેર્સની દૂકાનમાં થયેલી ચોરીના બનાવમાં દોઢ વર્ષ પહેલા ક્રાઇમબ્રાંચના અધિકારીઓ ચિખલીકર ગેંગના મૂખ્ય સુત્રધાર શેરસીંગ ઝડપી લેવા માટે ખેડા તરફ ગયા હતા. તે સમયે શેરસીંગ ક્રાઇમબ્રાંચને થાપ આપીને ફરાર થઇ ગયો હતો. પોલીસને શંકા છેકે ચિખલીકર ગેંગના સાગરિતો પોતાની ઓળખ છૂપાવવા ટોપી પહેરીને ફરે છે.

વર્ષ ૨૦૧૨ના જૂન સુધીના ગૂના
ધાડઃ ૧૧ (વર્ષ ૨૦૧૧માં ૧૪)
લૂંટઃ ૩૦૧ (વર્ષ ૨૦૧૧માં ૩૫૮)
દિવસે ચોરીઃ ૬૯ (વર્ષ ૨૦૧૧માં ૭૨)
રાત્રે ચોરીઃ ૨૮૭ (વર્ષ ૨૦૧૧માં ૨૮૪)
ચેઇન સ્નેચિંગઃ ૧૬૮ (વર્ષ ૨૦૧૧માં ૨૦૩)
વાહનચોરીઃ ૧૧૨૧ (વર્ષ ૨૦૧૧માં ૧૧૮૬)

પોલીસની નિષ્ફળતાનો પુરાવો આપતો 'ગુનાખોરીનો ગ્રાફ'
ગુના અટકાવવામાં નિષ્ફળ પોલીસ ગુના ઉકેલવામાં પણ નિષ્ફળ..!
સશક્ત અધિકારીઓને હાંસિયામાં ધકેલી પ્રીતિપાત્ર અધિકારીને મલાઇદાર જગ્યાએ મુકવાના રાજકારણથી સ્થિતિ કથળ્યાની ચર્ચા
અમદાવાદ શહેરમાં વધેલો ગુનાખોરીનો ગ્રાફ સમગ્ર પોલીસ તંત્રની કથળેલી સ્થિતિનો ચિતાર રજૂ કરે છે. પોલીસ ભગવાન નથી કે ગુના અટકાવી શકે તેવો લૂલો બચાવ કરતી પોલીસ ગુનાઓ ઉકેલવામાં પણ નિષ્ફળ છે. આ નિષ્ફળતા પાછળ વાહલા અધિકારીઓને મલાઇદાર જગ્યા પર પોસ્ટિંગ આપીને ખરેખર ગુના ડામવા સશક્ત અધિકારીઓને હાંશીયામાં ધકેલી દેવાની પોલીસની નીતિ જવાબદાર હોવાની પણ ચર્ચા છે.
નોંધનીય છે કે વિતેલા દિવસોમાં અધધધ રકમની ચોરી અને લૂંટ છતાં પોલીસની આ નિષ્ક્રીયતા સામે વેપારીઓમાં રોષ પ્રવર્તે છે. વિતેલા દોઢ-બે વર્ષમાં નહીં ઉકેલાયેલા ગૂના અને ચાલુ વર્ષના ગૂનાખોરીના આંકડા આ મુજબ છે.
* એરપોર્ટ ઉપર એરકાર્ગોમાંથી અઢી કરોડના સોનાની ચોરી.
* વસ્ત્રાલના ઘુંઘરૃ જ્વેલર્સમાં ૯૧ લાખની ચોરી.
* શાસ્ત્રીનગરના જ્વેલર્સમાં ૧૫ લાખની ચોરી.
* ઓઢવમાં એલ.આઈ.સી. ઓફીસમાં ૮૦ લાખની ચોરી.
* નવરંગપુરામાં ત્રણ મહીનામાં 'ધૂમ' સ્ટાઈલે કુલ ૫૫ લાખની ચોરી.
* ઓઢવની કેનેરા બેન્કમાં ૧૧ લાખની લૂંટ.
* સોનીના બાઈકમાંથી ૫૬ લાખના સોનાની ચોરી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved